Posts

Showing posts with the label ઓશો

માણસો કામ કેમ ટાળે છે?

Image
  જીવનમાં નિષ્ફળ જતી વ્યક્તિઓની અનેક કુટેવોમાંથી એક કુટેવ કામને મુલતવી રાખવાની એટલેકે ટાળવાની હોય છે.  અને પાછા એ લોકો એ કામ ટાળવાની કેમ ખાસ જરૂર હતી અને કેવા અસાધારણ અને અદ્વિતીય સંજોગોના કારણે એ કામ ટાળ્યું છે એ બહુ જ ભારપૂર્વક તમને સમજાવી પણ શકે છે !! એમના એ  કારણો સાચા લાગે એવા હોય તેમ છતાં એ લોકો એ સમયે એ  ભૂલી જતા હોય છે કે એમના જીવનમાં જ કેમ એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે?! જે વિદ્યાર્થીએ પરીક્ષાની પુરી તૈયારી નથી કરી, એ નક્કી કરે છે કે જો આ વખતે પાસ થઇ જવાય, તો આવતા વર્ષે પહેલા જ દિવસથી વાંચવા બેસી જવું છે. માણસ બીમારીમાંથી સાજો થાય  પોતે ખાન-પાન, વ્યાયામમાં કેવો નિયમિત રહેશે એનો નિર્ણય કરે છે. અમુક કામ નહિ કરવા બદલ નુકસાન થાય ત્યારે એ કામ પોતે ક્યારેય ટાળશે નહિ એવું તે પ્રણ પણ લે છે! અને છતાં, પાસ થઇ ગયા પછી, બીજે વર્ષે પણ વિદ્યાર્થી અભ્યાસ શરૂ કરવાનું મુલતવી  રાખે છે.આવતીકાલથી વહેલો જાગીશ (આજે નહિ) એમ વિચારીને સવારે ચાલવા જવા કે વ્યાયામ કરવાનું માણસ પાછું ઠેલ્યા કરે છે. અગત્યના મેઈલ ચેક કરીને એના રીપ્લાય નહિ કરવાથી હજારો કે કોઈ વાર લાખોનું નુકસાન ...

સાચું સુખ એ સંબંધ અને ખરી મૂડી એ પણ સંબંધ

Image
ઓશો કહેતા કે માણસ હંમેશા સુખની પાછળ ભાગે છે. ખુશીની પાછળ ભાગે છે. કોઈને પૈસામાં સુખ દેખાય છે તો કોઈને પ્રસિદ્ધિમાં સુખ દેખાય છે. કોઈને નવું મકાન, કારમાં સુખ દેખાય છે. કોઈને તપમાં, પોતાના કોઈ શોખમાં (પૅશન લખું? લોકોએ ઘસી નાખ્યો છે આ શબ્દ તો સુખ શોધવામાં!!), મહત્ત્વકાંક્ષામાં સુખ દેખાય છે. માણસ આખી જિંદગી સુખ પાછળ દોડતો રહે છે. સુખને પોતાને ગમતા રસ્તે પામી લેવા ભાગતો રહે છે. ઘણીવાર ભૂલી ય જાય છે કે એ જે સુખ અથવા જેના થકી સુખ પામવા માગતો હતો એ કરવા માટે જ એને પૈસા કમાવાના હતા; પૈસો કમાવો જ સુખ નહોતું.  એક સર્વેમાં જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે તમારો મેજર લાઈફ ગૉલ શું છે? ત્યારે એમનો જવાબ હતો: પૈસા કમાવા! હેપ્પીનેસ પર થયેલા રિસર્ચ કહે છે કે પૈસા અને હેપ્પીનેસને એક લેવલ પછી વધુ સંબંધ હોતો નથી. એક લેવલ પછી મોંઘી સુવિધાઓ હેપ્પીનેસ લેવલમાં ઝાઝો વધારો કરતી નથી. એના મૂલ્યને સાપેક્ષે, જિંદગી અને સમયની ચૂકવાતી કિંમતને સાપેક્ષે એ બહુ નજીવો વધારો હોય છે.  વળી, રિસર્ચ તો એવું પણ કહે છે કે વસ્તુઓ/ Things નહીં, અનુભવો/ Experiences થકી મેળવેલી હેપ્પીનેસની અસર વધુ રહે છે. સુખ જત...