જુલિયન એફ. ડેટમેર ની ધીરજ અને વેપારકુશળતા
જુલિયન એફ. ડેટમેર જુલિયન એફ ડેટમેરે ડેટમેર વુલન કંપની ની સ્થાપના કરી અને તે દરજી ના વ્યાપાર માં ગરમ કપડાંની સૌથી મોટી વિતરક કંપની બની. આ ડેટમેર ની વાતોમાંની એક છે: "વર્ષી પહેલાં, એક સવારે એક ગુસ્સે થયેલ ગ્રાહક મારી ઓફિસમાં ધસી આવ્યો. તેણે અમને 15 ડોલર્સ આપવાનાં હતાં. તેણે તેનો ઇન્કાર કર્યો, પરંતુ અમે જાણતા હતા કે એ જુઠ્ઠો હતો. આથી અમારા ક્રેડિટ ડિપાર્ટમેન્ટે તેને નિયમિત યાદ કરવાનું શરૂ કર્યું. અસંખ્ય વખત યાદ દેવડાવ્યા બાદ તે એમ કહેવા માટે મારી શિકાગોની ઓફિસમાં આવ્યો કે તે માત્ર બિલ જ નહોતો ચૂકવવાનો પણ ભવિષ્યમાં ક્યારેય ડેટમેર વુલન કંપનીમાંથી એક ડોલરનો પણ માલ ખરીદવાનો નહોતો." "તેને જે કહેવાનું હતું તે બધું જ મેં ધૈર્ય પૂર્વક સાંભળ્યું. મને વચ્ચે બોલવાની લાલચ થઈ પણ મને લાગ્યું કે તે ખરાબ રીત બનશે, આથી મેં તેને પોતાને જ બોલવા દીધો. છેવટે જ્યારે તેનો ઉભરો શમ્યો, ત્યારે મેં શાંતિ અને ધીરજપૂર્વક કહ્યું:" " આના વિશે તમે કહેવા છેક શિકાગો આવ્યાતે માટે હું તમારો આભારી છું. તમે મારા પર ઘણો જ ઉપકાર કર્યો છે કારણકે જો અમારા ક્રેડિટ ડિપાર્ટમેન્ટે તમને પ...