Posts

Showing posts from March, 2020

કર્તવ્યનિષ્ઠા અને પુરુષાર્થ

Image
આ સમય જે ભાગી રહ્યો છે, આપણે તેને પકડી રાખવાનો છે. એટલે કે એનો સદુપયોગ કરવાનો છે. ધન ગયું તો કશું નહિ, પણ સમય ગયો તો જિંદગીનો એક અંશ ગયા બરાબર છે. ફક્ત રાત્રિમાંસૂવા અને દિવસમાં નિત્ય કર્મ તેમજ જરૂરી આરામના પળ સિવાય સમય વ્યર્થ કરવો ભગવાનનું આપેલું જીવન નષ્ટ કરવાની સમાન છે. નિત્ય-પ્રતિના કાર્યોને કરવા સમયની બરબાદી નથી. ફક્ત આળસ તેમજ પ્રમાદવશ બસ એમ જ પડે-પડે સમયને પસાર કરતો જોવો હકીકતમાં એટલા સમયની આત્મહત્યાની સમકક્ષ છે. કેટલાક વ્યક્તિ સમયને એમ સમજી કાપી રહ્યા હોય છે જેમ કે એમને હજારો વર્ષો જીવવાનું છે. પળ-પળ, મિનિટ, કલાકો તો વીતતા નજરે આવે છે, પણ એમની સાથે સાથે જીવન પણ ચાલી જઈ રહ્યું છે, એ ખબર નથી પડી શકતી!! પણ જયારે એ સમયની અણમોલતાનો આભાસ થાય છે, ત્યારે પક્ષી ઉડી ચૂક્યું હોય છે અને પશ્ચાતાપ તેમજ આત્મગ્લાનિ સિવાય કશું નથી બચતું. હકીકતમાં સમયનો સર્જનાત્મક કાર્યોમાં ખર્ચ થવો એ જ એનો સાચો ઉપયોગ છે. સમયનો તકાજો એ છે કે ધનને છોડીને સમયને પકડો, ધન તો આપમેળે આવી જશે. જેણે  પણ સમયના મહત્વને જાણી લીધું, સમજો કે એણે  સૌથી મોટી દોલત મેળવી લીધી. સમયની નિયતિ એ છે કે તે બતાવ્ય...