કરાંચીથી કેમ ભાગેલા આ ગુજરાતી કવિ? તખ્તો બોલે છે...
ગયા અંકમાં આપણે જોયું કે ગુજરાતના જ એક કવિ-લેખકશ્રીએ શોર્યરસથી ભરપૂર નાટક લખ્યું જે કરાંચીમાં ભજવાયું અને લોકોમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. આઝાદીનાં લોકજુવાળ અને વિદ્રોહને વેગ આપતું એ નાટક હતું. જેના પ્રત્યેક સંવાદ લોકજીભે ચડી ગયા હતા. જેની અસર ગોરા અંગ્રેજ કલેક્ટર પર થતાં એમણે કવિની ધરપકડનો આદેશ આપ્યો અને કવિ કરાંચીમાંથી ભાગી વડોદરા સિંધીનાં પોષાકમાં પહોંચ્યા જ્યાં એક અમલદારે એમની મદદ કરી અને કરાંચીમાં અબુલ કલામ આઝાદ, જે ત્યાં વકીલાત કરી રહ્યા હતા એમને કેસ સોંપી કવિશ્રીનો આબાદ બચાવ કર્યો!! હવે આગળ.... આ નાટક હતું "સ્વામીભક્ત સામંત"!! જે વીર દુર્ગાદાસના જીવન પર આલેખાયેલું હતું. એમાં કવિશ્રીએ દેશની સ્વતંત્રતા અને બ્રિટિશરોની ગુલામીમાંથી મુક્તિની વાતને વણી લીધી હતી. ચુનીલાલ લક્ષ્મીરામ નાયકે એનું દિગ્દર્શન કર્યું હતું અને પોતે જ દુર્ગા દાસની મુખ્ય ભૂમિકામાં ઉતર્યા હતા. કવિશ્રીની શોર્યરસથી છલકાતી તેજ કલમને એમણે આંગિક, વાચિક અને આહાર્ય અભિનયથી સંપૂર્ણ ન્યાય આપ્યો અને તે નાટકથી ચુનીલાલ નાયક " દુર્ગાદાસ " તરીકે પ્રસિદ્ધિ પામ્યા!! શ્રી વિજય નૌતમ નાટક સમાજે કરાંચીમ...