જીવન જીવવાની કળા !
વાત વિચારવા જેવી છે. જીવનનો નકાર એટલે ઈશ્વરનો ઇન્કાર. કેટલાક લોકો જિંદગી શું છે એ જાણવામાં જ સમય વેડફે છે અને તમે... જાણીને પણ કેટલું જાણો ? માણવું એજ જાણવું! નદીમાં હોવું એ જ નદીનું જ્ઞાન! જીવનમાં હોવું એટલું જ પૂરતું છે. ખુલ્લા મનથી જીવનનો સ્વીકાર કરવો જોઈએ. આપણી પ્રિય વ્યક્તિને જોઈને એને મળવા કે ભેટવા આપણા હાથ અને મન ખુલ્લા થાય તો જ એ આપણી ભીતર અંકાય છે તેમ જ ખુલ્લા મને અને ખુલ્લા હાથે જીવનને ઝીલવું જોઈએ - ચાહવું જોઈએ! ચાહવું એટલે પ્રત્યેક પળમાં રસ! ઉદાસીની પળને પણ ચાહવી જોઈએ -- એને પાળ્યા કે પંપાળ્યા વિના! જીવનરસથી મધુર (કઠિન સમયમાં પણ!) બીજો કોઈ રસ જ નથી! ઉદાસ થઇએ તો એમ કહીએ: "રામ રાખે તેમ રહીએ!" જે કંઈ કરવું હોય તે પૂર્ણ મનથી કરવું જોઈએ, કોઈ પણ જાતના દ્વિધા કે મનોમંથન વિના સંકલ્પના શિખર ઉપર પલાંઠી વાળીને અને ધૂણી ધખાવીને!! જે કાર્ય કરીએ એમાં એવા ઓતપ્રોત થઇ જઈએ કે જાણે કાલે મોત ના આવવાનું હોય! એક વાત હંમેશા યાદ રાખો કે પૂર્ણ રીતે સજ્જ અને સંપુક્ત (ઇન્વોલ્વ) થયા વિના કંઈ જ થતું નથી! જ્ઞાન ગુરુ પાસેથી જ મળે એવું નથી. હું તો ત્યાં સુધી કહું છું કે જેન...