Posts

Showing posts from 2019

સ્પર્ધામુક્ત શિક્ષણ

Image
સ્પર્ધા જેટલી વધુ રાખશો એટલી વધુ અતૃપ્તિ થશે... સંતોષ જેટલો વધુ રાખશો એટલી વધુ તૃપ્તિ થશે! પરમપૂજ્ય મોરારીબાપુએ કહ્યું છે કે, " હું અવારનવાર કહું છું કે દેવતાઓએ અને દાનવોએ સમુદ્રમંથન કર્યું પરંતુ દ્વેષ અને ઇર્ષ્યાથી કર્યું એટલે ચૌદ રત્નો નીકળ્યાં. જો સ્પર્ધામુક્ત અને દ્વેષમુક્ત સમુદ્રમંથન થયું હોત તો સમુદ્રમાંથી અનંત રત્નો નીકળ્યા હોત. બધાં શાસ્ત્રોને આદર આપીને ‘માનસ’નું મંથન કરીએ છીએ તો એમાંથી અગણિત રત્નો નીકળે છે. મારે સિદ્ધાંત રજૂ નથી કરવો. મારે વિચાર જરૂર રજૂ કરવો છે ." આવો, સરળ દૃષ્ટાંતથી સમજીએ: દિગ્વિજયી થવા સૈન્ય સાથે સંચરતા એક સમ્રાટને નગરદ્વાર પાસે જ મહાન સંત મળી ગયા. સમ્રાટે એમને નમન કરી સફળતાના- વિજયી થવાના આશીર્વાદ યાચ્યા. દયાર્દ્ર અને વિચક્ષણ સંતે વિચાર્યું કે આ તો મોતની મહેફિલ અને લોહીની નદીઓ વહાવવાના આશીર્વાદ આપવાની વાત. એ ક્યાંથી અપાય ? એમણે સમ્રાટને નવી જ વાત કરી કે, ''જો તને વિના યુદ્ધે દિગ્વિજયી થવાનો કિમીયો મળી જાય તો ચાલે ?''  ખુશ ખુશ થઈ જતાં સમ્રાટે કહ્યું : ''તો તો બહુ સારું. યુદ્ધમાં તો માથાં સાટે માથા...

દીકરી ને ગાય, દોરે ત્યાં જાય! લોકોક્તિ, કહેવત, લોકગીત કે રચના?

Image
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય! લોકોક્તિ, કહેવત, લોકગીત કે રચના?   ―  એક સંશોધન (ડો. કાર્તિક શાહ) બેના રે.. સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય દીકરીતો પારકી થાપણ કહેવાય દીકરી ને ગાય, દોરે ત્યાં જાય દીકરીતો પારકી થાપણ કહેવાય... આજે આપણે વાત કરવી છે ગુજરાતી સાહિત્યની તદ્દન અજાણી એવી એક હકીકત વિશે….ચાલો, તો શરૂઆત કરીએ ફ્લેશ બેકમાં વિહરવાની!! ગુજરાતી ભાષાનાં આ અમર અવિનાશી ગીતથી ભાગ્યે જ કોઈ અજાણ હશે! એમાંય "દીકરી ને ગાય, દોરે ત્યાં જાય!"  પંક્તિઓ તો જાણે લોક-કહેવત, લોકગીત કે લોકોક્તિ તરીકે સદાય ગુજરાતી ભાષા જોડે રહેશે, એમ કહું તો જરાય ખોટું નથી!  અનિલ આચાર્યે એક વાર લખ્યું છે કે, દીકરી પોતાની છે છતાંય પારકી છે એથી તે વધુ નજીક હોય છે. ‘દીકરી’ શબ્દનાં ‘દી’ અને ‘રી’ દિર્ધમાં છે. તે શબ્દનાં ઉચ્ચારને પણ નહીં છોડવાની આટલી જીદ હોય તો દીકરીને છોડવા મન ક્યાંથી તૈયાર થાય? દીકરી, એક શમણું, આપણું છતાં પરાયું.  દીકરી શું નથી ? દીકરી આપણી હથેળીની સૌથી લાડકી ટચલી આંગળી છે. દીકરી જિંદગીની શુષ્કપળોમાં ભીનાશ જન્માવતી ભીની ભીની લાગણી છે. દીકરી માબાપનાં વ...

પિતાની રચના

Image
ભગવાને જયારે પિતાની રચના કરવાનું શરુ કર્યું ત્યારે સૌથી પ્રથમ એણે ઊંચું અને પડછંદ માળખું બનાવ્યું. બાજુમાં ઉભેલા દેવદૂતને નવાઈ લાગી. એનાથી બોલ્યા વિના ન રહેવાયું, ખુબ જ નમ્રતાપૂર્વક એણે કહ્યું, "ભગવાન, ક્ષમા કરજો! પણ તમે આ કેવી વિચિત્ર રચના કરી છે? જો બાળકો સૌ નાના જ હોય અને જમીનથી એટલા નજદીક રહેવાના હોય તો પિતાની આટલી બધી ઊંચાઈ શું કામની? એ બાળકો સાથે ન તો લખોટીઓ રમી શકશે કે ન તો એ બાળકો સાથે કુદકા કે કુંડાળા રમી શકશે! એ બાળકોને પથારીમાં બરાબર રીતે સુવડાવી પણ નહિ શકે અને સાવ નીચે નમશે ત્યારે માંડ આ નાના બાળકોને બચી ભરીને વ્હાલ કરી શકશે! જો એવું જ હોય તો આટલી બધી ઊંચાઈ આ માળખામાં બનાવવાનું મહત્વ શું? ભગવાન હસી પડ્યા અને બોલ્યા, "હા, એ બધી વાત બરાબર છે. પણ જો હું એને બાળકો જેવડો જ બનાવત તો પોતે પણ મોટા થઈને ઊંચા થવાનું છે એવો ખ્યાલ બાળકોને ક્યાંથી આવત? પોતાના પિતાની ઊંચાઈ એમના માટે પથદર્શક બની રહેશે!" આ "ઊંચાઈ" શબ્દ પેલા દેવદૂતને બરાબર સમજાયો નહિ! એ પછી ભગવાને પિતાના હાથની રચના કરી. ખુબ મોટા અને ના તો જરાય સુંવાળા કે ના તો સહેજેય કુણા! આંગળીઓ ...

દ્રુપદ શૈલીનાં મહાન ગુજરાતી ગાયક......

Image
ગયા શુક્રવારે આપણે જોયું કે આપણા જ ગુજરાત રાજ્યમાંથી જ...... ▪ એ કોણ હતું કે જેઓ પોતાનાં રાજ્યના રાજાના ડરથી નદીમાં કૂદીને ભાગી ગયેલા? ▪ એ કોણ હતું કે જેઓ ફરી બીજી વાર રાજાના ડરથી કિલ્લો કૂદીને ભાગી ગયેલા? ▪ એ કોણ હતું કે જેઓને ભાવનગરના રાજાએ રાજગાયકની પદવી આપી હતી? ▪ દિલ્લી જતી અને અજમેર રોકવામાં આવેલી ટ્રેનને કેમ ખાસ એમના માટે દિલ્લી રવાના કરવામાં આવી? તો આવો આજે જાણીએ આ મહાન પણ અલ્પ-પ્રસિદ્ધ દ્રુપદ શૈલીનાં મહાન ગુજરાતી ગાયકને અને વાંચીયે વધુ આગળ....!! બીજી વાર કિલ્લો કૂદીને ભાગી જઈ તેઓ જૂનાગઢથી વીરપુરમાં શ્રી જલારામ બાપાના દર્શન કરી એ જ જગ્યામાં રોકાઈ અને મુંબઈ આવી 1889માં શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં છેવટે જોડાઈ ગયા. મનુષ્યને મનગમતી વસ્તુઓ મળે એટલે એનું હૃદય કેવું પુલકિત બને છે!!  કવિકુલગુરુ કાલિદાસનું સર્વશ્રેષ્ઠ અને દુનિયાભરમાં ખ્યાતિ પામેલું નાટક "શાકુંતલ" અને મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ એના ગીતોનું સંગીત આપવા આ ભાઈને નિયુક્ત કર્યા એટલું જ નહિ પરંતુ નાટકમાં દુષ્યન્તની મુખ્ય ભૂમિકા પણ એમને સોંપાઈ!! ઓગષ્ટ 1889માં આ નાટક મુંબઈમાં રજુ થયું! આવા...

આવો જાણીયે ગુજરાતના આ મહાન ગાયકને...

Image
એ સમયના જૂનાગઢના નવાબ મહાબતખાનજી (1838-1882) ચાલો, આજે આંખમાં એક નાટકનું દ્રશ્ય સજીવન કરીએ, સભામાં ઘંટનાદ થયો, નેપથ્યમાં પોટાશનો ધડાકો થયો. મંચ આગળના ઓર્કેસ્ટ્રા વિભાગમાં બેઠેલા હાર્મોનિયમ વગાડનાર વસંતરાયે સ્તુતિની પ્રથમ પંક્તિસૂરો વગાડ્યા. અંધ પખવાજી બલદેવ દાસે તાલ ઠેકો આપ્યો, અને પડદો ઉઘડ્યો. મંચ પરથી લાલ પીતામ્બરી, ડગલો, ખભે જરીનો ખેસ, માથે લાલ પેશવાઈ ચાકરી પાઘડી, પગમાં પુનાશાઈ પગરખાં અને હાથમાં તાનપુરો લઇ સુત્રધારે "રાણકદેવી રાખેંગાર" નાટકની સ્તુતિ શરુ કરી. આ બધી વાતો આપણે એટલે કરી રહ્યા છીએ, કે આજનો આ અંક સંગીતને લગતો છે. અને એમાંય ખાસ કરીને દ્રુપદ ગાયકીના એક મહાન ગુજરાતી ગાયકને હું અહીં શબ્દ-નિરૂપણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ સ્તુતિ એ દ્રુપદ અંગમાં રાગદારી બંદિશ હતી. સ્થાયી, અંતરો, સંચારી અને અભોગ ચારે ચરણ પુરા કરી લયકારીનો પ્રકાર શરુ કર્યો. નાભિમાંથી નીકળતો મધઘૂંટયો સ્વર અને બહુ જ સરળતાથી તાર-સપ્તક પર રમતો કંઠ સાંભળી પહેલી હરોળમાં બેઠેલા વડોદરા રાજ્યના રાજગવૈયા ઉસ્તાદ મૌલાબક્ષ તથા તેમના શિષ્યો બેઠા હતા, તેમાંથી ખાં સાહેબ એટલા તો ખુશ થઇ ગયા કે પોતાની બ...

આ હતા સાબરકાંઠાના કર્તવ્ય નિષ્ઠ કવિ....

Image
મારે તે ગામડે  એક   વાર  આવજો હે આવો ત્યારે મને સંદેશો કહાવજો આપણે ગયા શુક્રવારે જોયું કે ગુજરાતનાં જ સાબરકાંઠાના એક ગામમાં જન્મેલા આ કવિ બહુમુખી પ્રતિભા હોવા છતાં, આપ નહીં માની શકો કે નિરાભિમાની અને પ્રસિદ્ધિથી સદાયે દૂર રહ્યા! પછીથી  ૨૭ જેટલા નાટકો લખ્યા, ૨૧ ચલચિત્રો અને લગભગ અધધધ ૩૦૦૦ જેટલા ગીતો પણ લખ્યા છે!! અને એમાંથી ઘણાં બધાં ગીતો તો ગ્રામોફોન રેકર્ડ રુપે પણ બહાર પડ્યા છે. તેઓ મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં 35 રૂપિયા પગારે રહ્યા અને આ જ કંપનીમાં પંડિત વાડીલાલ પાસે તેઓએ સંગીતનું જ્ઞાન મેળવ્યું. અને જયશંકરભાઈ પાસેથી એમને શબ્દ, સૂર, અને ભાવની જાણકારી મળી. એ પછી તેઓ જયારે જયારે ગીતો લખતા ત્યારે પ્રસંગ અને ગીતમાં રહેલા કાવ્યત્વને અનુરૂપ કયા રાગો અથવા હાળ લેવા તેનું સૂચન પણ સંગીત નિયોજકને કરી શકતા જે શક્તિ ઘણાં કવિઓમાં હોતી નથી! એમનો સાહિત્ય પ્રેમ એક આ પ્રસંગ પરથી નીરખીએ: પ્રાગજીભાઈ ડોસા એ સમયે "ગુજરાતી નાટ્ય માસિક"ના તંત્રી હતા. એકવાર આ કવિશ્રી એમના કાર્યાલયમાં આવ્યા. ભારત નાટ્ય સમાજે એમનું એક નાટક "આવતીકાલ" પસંદ કર્યું હતું...

કોણ હતા ગુજરાતી ભાષાના આ લબ્ધપ્રતિષ્ઠ કવિ?

Image
અમદાવાદ પાસે સાબરકાંઠામાં એક ગામ આવેલું હતું જે અત્યારે તો તાલુકો છે,  આ ગામે ભીખાભાઇ જોશીને ઘરે ૧૯૦૪માં એક બાળકનો જન્મ થયો. માતાજીનું નામ હતું પ્રસન્નબેન. બાળકનું નામ હતું ચીમન. મોટા થયા એટલે ચીમનલાલ થયાં!! પણ બાળપણથી જ ધુની સ્વભાવ. નિશાળે જાય તો બીજા બધા પાઠો કરતાં કવિતાઓમાં જ વધુ રસ પડે. આમ એક દિવસ એક કવિતા પાઠ કરવા માટે આપવામાં આવી: "માને દેખી બહુ હરખાઉં, દોડી દોડી સામે જાઉં!" આ કવિતા પાઠ કરતી વખતે તેઓ હર્ષઘેલા થઈ ગયા. સીધા સરળ શબ્દોમાં પણ કવિએ માતૃત્વનું કેવું ઉત્કૃષ્ટ દર્શન કરાવ્યું છે અને માતૃભક્તિ એ બાળકના હૃદયમાં સ્થાન પામી. જ્યારે જ્યારે પણ માતાની સેવા કરવાના પ્રસંગો આવ્યા ત્યારે મુંબઈથી પણ તેઓ પોતાના વતન પહોંચી જતા અને માતા વૃદ્ધ થતાં બીમાર થયા ત્યારે ખડે પગે અને અખંડ રાતોના રાત ઉજાગરા કરી માતૃસેવામાં લાગી ગયાં! પરંતુ ખાસ વાત એ હતી કે આ કવિતાનો પાઠ કરતા કરતા એમના બાલમાનસમાં એક બીજ રોપાયું અને પછી આગળ જતાં અંકુર પણ ફૂટ્યો કે, "લાવ, હું પણ કવિતા કરું!" તેઓ જ્યારે જ્યારે મંદિરમાં જતા ત્યારે ભજન કીર્તનમાં કલાકોના કલાક સુધી બેસી રહે. ...

વિદ્યા વિનયેન શોભતે

Image
આ ત્યારની વાત છે જયારે આપણા દેશમાં અંગ્રેજી હુકુમતના ડંકા વાગતા હતા. અને પાછું આ એ શહેરની વાત છે જે વસ્તીની દ્રષ્ટિએ ભારત દેશમાં પ્રથમ સ્થાન ભોગવે છે. અને બીજી એક રીતે કહું તો આ એ વ્યકતિની વાત છે જે આ શહેરની ત્યારની હાઇકોર્ટના વડા ન્યાયાધીશ હતા અને સાથે સાથે ત્યાંના વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ પણ હતા. નોંધી રાખવા જેવી એક વાત છે કે, એ જમાનામાં એવો હોદ્દો અંગ્રેજ સિવાય બીજા કોઈને જવલ્લે જ મળતો. અને એવા ગણ્યાગાંઠ્યા ભાગ્યશાળી જીવોમાંના આ ભાઈ એક હતા. એ પણ ભૂલવા જેવી વાત નથી, કે આજના જેવી લાગવગશાહીને ત્યાં જરાય સ્થાન નહોતું. કેવળ લાયકાતને જ લક્ષમાં લેવાતી હતી. સવારના અગિયાર વાગ્યાનો સુમાર હતો. કલકત્તાની હાઇકોર્ટનો એક ભવ્ય ખંડ હતો. વાદી, પ્રતિવાદી, વકીલો તથા પ્રેક્ષકોથી આખોય હોલ ચિક્કાર ભરાઈ ગયો હતો. અગત્યનો કેસ આજે ચાલવાનો હતો. આપણે જે ઉપર વાત  કરી એ ન્યાયાધીશ પણ સમયસર આવીને આસનપર બિરાજ્યા હતા. વકીલ મહાશય ટેબલ પર હાથ ઠોકીઠોકીને પોતાની વાત ન્યાયાધીશના મગજમાં ઠસાવવા જોરદાર પ્રયાસ કરી રહ્યા હતા. પોતાના પેટનું પાણીય ન હાલતું હોય એવી અદાથી સૌ ઠંડે કલેજે, ન્યાયાધીશ મહાશય મ...

વાતચીત "એક કળા"

Image
29.01.1860 - 15.07.1904 રશિયાના વિખ્યાત નવલિકા અને લઘુવાર્તા લેખક એન્ટન ચેખોવને મળવા માટે ત્રણ સ્ત્રીઓ આવી આ સ્ત્રીઓએ વિચાર્યું હતું કે આવા મહાન સર્જકને મળીએ છીએ તો એમની સાથે વાતો પણ કંઈ સામાન્ય ન જ થાય. આથી ત્રણેયે કોઈ ગંભીર પ્રશ્ન વિષે એમની સાથે વાર્તાલાપ કરવાનું નક્કી કર્યું. એ સમયે ગ્રીસ અને તુર્કસ્તાન વચ્ચે યુદ્ધ ચાલતું હતું. એક મહિલાએ આ ગંભીર પ્રશ્નને પ્રસ્તુત કરતા કહ્યું, "ગ્રીસ અને તુર્કસ્તાનના યુદ્ધની બાબતમાં આપણું શું મંતવ્ય છે?" એન્ટન ચેખોવે કહ્યું, "મારી ધારણા મુજબ આ યુદ્ધનો અંત શાંતિમાં આવશે!" બીજી મહિલાએ પ્રશ્ન કર્યો, "આ યુદ્ધમાં કોની જીત થાય એમ તમને લાગે છે? ગ્રીસની કે તુર્કસ્તાનની?" એન્ટન ચેખોવે કહ્યું,  "મા રી ધારણા પ્રમાણે તો જે વધુ શક્તિશાળી હશે, તે વિજયી બનશે!" ત્રીજી મહિલાએ પૂછ્યું, "તમારી દ્રષ્ટિએ કોણ વધુ શક્તિશાળી છે?" ચેખોવે કહ્યું, "એ જ સહુથી શક્તિશાળી છે, જે પુરુષાર્થયુક્ત અને શિક્ષિત છે!' આવા જવાબોથી હતપ્રભ થઈને હવે શું પૂછવું અને શું વાત કરવી એની દ્વિધા સાથે ત્રણે ...

જાતમહેનતથી આગળ આવેલા મહામાનવો

Image
ગતાંકથી શરૂ... લક્ષ્મણરાવ કિર્લોસ્કર, શાંતનુ કિર્લોસ્કર અને તેમનું સાહિત્ય ક્ષેત્રે અને ટેકનોલોજી ક્ષેત્રે કેવું અજોડ પ્રદાન રહ્યું એ આપણે ગયા અંકમાં જોયું. ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે એવી કેટલીય ચીજ છે જે પહેલવહેલી કિર્લોસ્કર લઈને આવ્યું! હવે આગળ....... આ રીતે ઈ.સ. 1930 સુધી કિર્લોસ્કર ઉદ્યોગો વિકસતા રહ્યા. પછીથી વિશ્વવ્યાપી મંદીના એંધાણ વર્તાઈ રહ્યા હતા. પ્રત્યેક ઉદ્યોગો માટે નાણાભીડ અને નવા કામની અછત શરુ થવા લાગી. કિર્લોસ્કરને કદાચ થોડી વધારે કારણકે, એનો મુખ્ય ગ્રાહક ગ્રામ્ય હતો. અને બીજા ઉદ્યોગોના ધંધાઓ શહેરને અનુલક્ષીને વિસ્તર્યા હતા. એટલે પૈસાની અછત સૌ પ્રથમ ગ્રામ્ય વિસ્તારના ધંધાની ડિમાન્ડને ભરખી ગઈ.  સૌ પ્રથમ હળ બનાવવાનું બંધ કરવું પડ્યું, શેરડી પીલવાના યંત્રો પણ બંધ કર્યા. ઓર્ડર વિના કારખાના પણ બંધ રહ્યા, આ સિચ્યુએશનનો રસ્તો કાઢવો પડે એમ જ હતો. નવા ઉકેલોની શોધ કર્યા વિના છૂટકો નહોતો. એટલે કિર્લોસ્કરએ નવા ઉત્પાદનોનું સંશોધન કર્યું અને બજારમાં મુકવાના ચાલુ કર્યા! હવે તેમણે ડ્રિલિંગ મશીનો બનાવવા માંડ્યા! સાથે સાથે લેથ મશીન અને ગેસ પ્લાન્ટનું પણ ઉત્પાદન શરુ ક...