Posts

Showing posts from 2017

લગ્નજીવન - વહેવાર

Image
એક હકીકત, હૈયા પર હાથ રાખીને મૂલવજો. આપણે પતિ-પત્નીને ‘નજીક’ જ જોતાં હોઈએ છીએ અને જો એમ જ હોય તો લગ્નજીવનમાં પ્રવર્તતા લડાઈ-ઝગડા, અસંતોષ, અંજંપો ક્યાંથી હોય ? પણ આ નજીકતામાં ક્યાંક કંઈક ખૂટે છે. નજરે દેખાતી ‘નિકટતા’ એ ભૌતિક છે, આપણી વાત ‘માનસિક નિકટતા’ની છે, મનમેળની છે. પત્નીને અમુક રંગની સાડી કે ડ્રેસ પસંદ નથી જ્યારે પતિ તેને એવા જ રંગની સાડી ભેટ આપે અને પાછી એવી અપેક્ષા રાખે કે પત્ની પોતાની ભેટની કદર કરે. પત્નીને ઘરકામમાં કોઇ ટોકે એ ગમતુ નથી, પતિ પોતાનો અહમ સંતોષવા કે જ્ઞાનનું પ્રદર્શન કરવા ઘરકામમાં માથુ મારે. પત્ની ઇચ્છે કે પતિ વ્યવસાયમાંથી પરવારી સાંજનો સમય ઘરમાં વિતાવે, જ્યારે પતિને, પત્ની કે ઘર કરતાં મિત્રોમાં વધુ રસ હોય. સામે પક્ષે પણ પરસ્થિતિ સરખી જ છે. પતિને હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમવાનું પસંદ નથી પણ રજાના દિવસે રસોડામાં પણ રજા જ પડી હોય. વ્યવસાયમાંથી થાકેલો પતિ ઘરમાં પગ મૂકે ને ઘરપારાયણ શરુ થઈ જાય. બહેનપણીનો પતિ અમુક પ્રકારના કપડા પહેરે એટલે પોતાના પતિને પણ એવા જ કપડા પહેરવા જોઈએ એવો દુરાગ્રહ સેવાય. તમને બહુ સામાન્ય દેખાતા, આવા અસંખ્ય દાખલાઓ ગણાવી શકાય પણ આવા જ ...

શુભેચ્છાઓનો અતિરેક

Image
શુભેચ્છાઓનો અતિરેક નવરાત્રિના પહેલા દિવસથી શુભેચ્છાઓનું જે બૉમ્બાર્ડિંગ શરૂ થયેલું તે છેક લાભપાંચમ સુધી ચાલુ રહ્યું. થોડાક અઠવાડિયાના યુદ્ધવિરામ પછી આવ્યું ક્રિસમસ અને ઈસુનું નવું વર્ષ એટલે ફરી પાછી શરૂ થઈ ગઇ આ ગોલાબારી. પછી ઉતરાણ વખતે, હોળી વખતે, રામનવમી, અષાઢી બીજ અને રક્ષાબંધન વખતે, ગણેશોત્સવ અને જન્માષ્ટમી વખતે. હેપી ધિસ તહેવાર અને હેપી ધૅટ તહેવાર. ફલાણા ફેસ્ટિવલ નિમિત્તે શુભેચ્છાઓ અને ઢીંકણા ત્યોહાર પ્રસંગે શુભકામનાઓ. આ આપણી સંસ્કૃતિ જ નથી. હેપી ન્યુ યર અને મેરિ ક્રિસમસ એવી લાગણીઓની શાબ્દિક આપલે "એ" લોકો કરે. આપણે ત્યાં બોલીને નહીં, વર્તીને શુભ લાગણીઓ - આશીર્વાદોને આપલે કરવાનો રિવાજ હતો જે દેખાદેખીમાં ખોવાઈ ગયો. દિવાળી પછીના બેસતા વરસના દિવસે વડીલોને તમે પગે લાગો અને એ તમારા માથા પર હાથ મૂકે એટલે હેપી ન્યુ યર કે સાલ મુબારક બોલવા કરતાં અનેકગણી તીવ્રતાએ તહેવાર નિમિત્તના આનંદની આપલે થઈ ગઈ.  તમે મારે ત્યાં મગસ-મોહનથાળ, અને હું તમારે ત્યાં મઠિયાં-ચોળાફળીની થાળી મોકલો એટલે અપાઈ ગઈ શુભેચ્છાઓ. બોલવાની કંઈ જરૂર નથી. મારાં અને તમારાં છોકરાંઓ સાથે મળીને ફટાકડા ફોડ...

ફાધર પણ આખરે એક માણસ છે

Image
ફાધર પણ આખરે એક માણસ છે શ્રી કૃષ્ણકાંત ઉનડકટના શબ્દો ને મારી રીતે રજૂ કરું છું. " પપ્પા" વિશે મારા થોડા વધુ લેખોની પાછળ કદાચ કોઈ અજ્ઞાત શક્તિ, ઈચ્છા કે અભિલાષા કારણભૂત હોઈ શકે એ બદલ ક્ષમાયાચના🙏 સંપાદન: ડો. કાર્તિક શાહ નજર નજરથી મિલાવો તો હું કરું સાબિત,  કે દિલની વાત મેં શબ્દો વિના કરી કે નહીં? -મરીઝ બાપુ, પિતા, ડેડી, પપ્પા, સંબોધન ગમે તે હોય સંબંધ એક છે. લોહીનો સંબંધ, જિન્સનો સંબંધ, પ્રકૃતિનો સંબંધ અને પીડાનો સંબંધ. દીકરો હોય કે દીકરી, દરેક સંતાન માટે એનો ફાધર ફર્સ્ટ હીરો હોય છે. જોકે આ હીરોઈઝમ કાયમ માટે એકસરખું લાગતું નથી. હીરો હોય છે એ જ ક્યારેક વિલન લાગવા માંડે છે. કોઈ માણસ ક્યારેય એકસરખો રહી શકતો નથી તો પછી ફાધર ક્યાંથી રહી શકે ?ફાધર પણ આખરે એક માણસ છે. દરેક સંતાનને જિંદગીમાં કોઈ ને કોઈ તબક્કે એક વખત તો એવું લાગતું જ હોય છે કે મારા પપ્પા કંઈ સમજતા જ નથી. એની જગ્યાએ હોઉં તો મેં આવું કર્યું હોત,પણ આપણે એની જગ્યાએ હોતા નથી. આંગળી ઝાલીને જેણે ચાલતા શીખવ્યું હોય એ જ જ્યારે કોઈ વાતે આંગળી ચીંધે ત્યારે સહન થતું નથી. ફાધર્સ ડે ના દિવસે ...

પ્રામાણિકતા

Image
હિંમતનગરના બપોરના ચાર વાગ્યા હતા. હું મારી ઓપીડીનાં કામમાં વ્યસ્ત હતો. દરરોજ અનેક દર્દીઓને જોવા પડતા હોવાના કારણે અમે અત્યંત વ્યસ્તતા અનુભવતા હોઈએ છીએ. દરરોજ મશીનની માફક અમારું કામ ચાલતું હોય. અબાળ-વૃદ્ધ દર્દીઓને તપાસવા, એમના રિપોટ્ર્સને જોવા, દવા લખી આપવી, ખોરાકથી માંડીને દવા વિશે સમજાવવું, ઓપરેશન પહેલાની તૈયારીઓ, ઓપરેશન વિશે સમજ આપવી, ઓપરેશન કરવા, ઓપરેશન પછીની સારસંભાળ, અન્ય એડમિનિસ્ટ્રેશન લગતાં કામો, મેડિકલેઇમ અને કેશલેસ કેસોનું કો-ઓરડીનેશન એમ ઢગલાબંધ કામ ક્રમબદ્ધ ચાલતા હોય. ‘ સાહેબ, એક બાળક ખૂબ સિરિયસ લાગે છે, મોકલું? ’ એ યંત્રવત કામોની ભરમાર વચ્ચે મારા માણસે મને કહ્યું. ‘શું થયું છે?’ મેં પૂછ્યું. ‘નાનું બાળક છે અને પેટમાં ખૂબ દર્દની બુમ પાડે છે.’ એણે જવાબ આપ્યો. મેં એને મોકલવા માટે માથું હલાવીને સંમતિ આપી. થોડીવારમાં જ એક માજી અને એક દીકરાને લઈને મારી ચેમ્બરમાં દાખલ થયાં. બંનેનાં કપડાં પરથી એમનાની સ્થિતિનો તરત જ અંદાજ આવી જતો હતો. અનેક થીંગડાંવાળાં કપડાં બતાવી જ આપતાં હતાં કે એમની પરિસ્થિતિ કેવી હશે. બાળકને પણ એવાં જ ગાભામાં વીંટાળ્યું હતું. મેં એમને મારી બાજુમાં ...

બાળકો સાથે શી રીતે વાત કરશું ?

Image
આપણને ખબર પડે કે ઘરકામની નોટબુક દીકરો ફરી એકવાર સ્કૂલમાં ભૂલી આવ્યો છે ત્યારે સમજુ ગણાતા હોવા છતાં આપણે ઊકળી ઊઠશું, અને બોલી ઊઠશું, ‘આવો જડ ક્યાંથી પાક્યો ?’ વેકૅશનમાં તમારે ત્યાં ભેળાં થયેલાં ભૂલકાં આપસમાં ઝઘડતાં હશે ત્યારે તમે અતિ ધીરજવાન હશો છતાં ગળું ફાડીને બોલી ઊઠશો, ‘ક્યાંથી આ બધાં મારે નસીબે આવી ભરાયાં ?’ બાળ ઉછેર સૌની ધીરજને કસે એવું કાર્ય છે. બાળકનું સ્વમાન ઘવાય તેવા શબ્દો બોલતાં પહેલાં પૂરતો વિચાર કરીને બોલવું અતિ આવશ્યક છે. બાળકને સદવર્તન શીખવવું હશે તો સૌ પ્રથમ માતાપિતાએ જાત પર નિયંત્રણ રાખવું પડશે. પ્રાપ્ત પરિસ્થિતિને સંભાળી લેવાની માનસિક તેમજ ભાવનાત્મક સહજતા બધી પરિપક્વ વ્યક્તિઓમાં સ્વાભાવિક હોય છે. બાળકોથી અકળાયેલાં માતાપિતા વખતોવખત બોલી ઊઠે છે એવાં અતિશય કડવાં લાગતાં કેટલાંક વિધાનો અહીં આપ્યાં છે. [1] તું કેમ ફલાણાની માફક કામ નથી કરતો ? બિરાજની નાની બહેન મીરા સ્કૂલનું ઘરકામ નિયમિતપણે કરે છે. સવારે ઊઠતાં વેંત જ મોં સાફ કરી લેવાની તે કાળજી રાખે છે. બિરાજને બધું વારંવાર યાદ કરાવી આપવું પડે છે. શા માટે મીરા જેમ તે પણ બધું કામ નિયમિત અને કાળજીપૂર્વક નથી કરતો ? – સર...

સમયનું મહત્વ

Image
પૈસા-દોલત એ કીમતી ધન નથી પણ સમય સૌથી કીમતી ધન છે એ વસ્તુ તમે હંમેશાં યાદ રાખો. સમયસર કરેલાં કામ જ ઊગી નીકળે છે. સમય વીતી ગયા પછી કામનું ફળ મળતું નથી. કેટલાંક કાર્યો એવાં હોય છે કે જે નિશ્ચિત સમયે ન કરવામાં આવે તો તેનું પરિણામ સારું આવતું નથી. યુરોપનો વિજેતા નેપોલિયન સમયની કિંમત સુપેરે સમજતો હતો અને તે યુદ્ધ જીતવામાં અનુકૂળ સમયને ધ્યાનમાં રાખી સંગ્રામ ખેલતો અને તેને વિજય જ હાંસલ થતો. અંતિમ યુદ્ધ વેળા તે યોગ્ય સમય ચૂકી ગયો અને વોટરલૂના મેદાનમાં તેણે અને સેનાપતિ ગ્રાઉચીએ થોડી મિનિટનું મોડું કર્યું અને પરિણામે બાજી પલટાઈ ગઈ. વિજેતા બનવાને બદલે તે પરાજિત બની ગયો. કેટલીક વખત તક સામે આવીને ઊભી હોય છે પરંતુ એ વખતે લાંબો વિચાર કરવા રહો, અન્યની સલાહ લેવા જવાનું તમે વિચારો, કોઈ હા પાડે અને કોઈ ના પાડે ત્યારે દ્વિધા અનુભવો અને કોઈ એક ચોક્કસ નિર્ણય પર ન આવી શકો તો હાથમાં આવેલી એ તક સરી પડે છે અને કેટલીક વાર તો જીવનમાં એવી તક ફરી સાંપડતી નથી. લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા જશો નહિ. વિશ્વના મહાન પુરુષો સમયની કિંમત સારી પેઠે જાણતા હતા અને તેમને મળતી પ્રત્યેક ક્ષણોનો તેમણે સદઉપયોગ કર...

સ્નેહપૂર્ણ વ્યવહાર

Image
આ પૃથ્વી પર એવી કેટલીક વસ્તુઓ છે, જે મેળવવા માટે પૈસા ખર્ચવા પડતા નથી અને જેના ઉપયોગથી પૈસો જે કામ કરી શકતો નથી તે કામ તે કરી શકે છે. એમાંની એક છે સહાનુભૂતિ . તમારા કોઈ સંબંધીની તબિયતના સમાચાર પૂછવા તમારે હોસ્પિટલમાં જવાનો પ્રસંગ આવે ત્યારે દરદીની તબિયત અંગે શાંતિથી પૂછપરછ કરો. તેની વાત સહાનુભૂતિથી સાંભળી તેને આશ્વાસનના બે શબ્દો કહેશો તો તેને એટલું બધું સારું લાગશે કે વાત જ ન પૂછો. પોતાના પ્રત્યે હમદર્દી દાખવનાર પણ કોઈ છે એ વાતની પ્રતીતિ સામી વ્યક્તિને થતાં જ એ તમારા પ્રત્યે આદરની લાગણી અનુભવશે. હા, સહાનુભૂતિના શબ્દોમાં દંભ કે દેખાડો ન હોવો જોઈએ. તમારે સૌનો પ્રેમ જીતવો હોય તો તમે ટીકાકાર બનશો નહિ. ટીકાકાર બનતા પહેલાં તમારી જાતને પૂછજો કે મારી અંદર કશી જ નબળાઈઓ નથી ને ? જો તમે સંપૂર્ણ ન હો તો બીજાના દોષ જોવાનો તમને અધિકાર નથી. અને ધારો કે તમે દોષરહિત છો તો પણ અન્યની ટીકા કરતા રહેવું એ ઈચ્છનીય નથી. એમ કરવાથી તમે વધુ ને વધુ અળખામણા બનતા જશો. જગતમાં આપણે બધા જ માનવીઓ છીએ અને માનવતા પણ જગતમાં રહેલી છે. તો પણ આપણામાંના ઘણા જણ એકબીજાથી ભય પામીએ છીએ. જાણીતા વિચારક અને લેખક સત્યકામ...

અમિતાભની રિલીઝ ન થઈ શકેલી ફિલ્મો વિશે

Image
એક્ટિંગના શહેનશાહ ગણાતા અમિતાભ બચ્ચનનો અાજે આ ઉંમરે પણ ૪૪૦ વોલ્ટનો કરંટ જળવાયેલો રહ્યો છે. અાજે પણ અમિતાભની એક્ટિંગમાં એ જ દમ છે, જે દાયકાઅો પહેલાં જોવા મળતો હતો. અાજે પણ સ્ક્રીન પર અમિતાભ બચ્ચન દેખાય ત્યારે થિયેટર મૌન બની જાય છે. અમિતાભ બચ્ચને સાડા ચાર દાયકાની કરિયરમાં ૧૮૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. અા સંખ્યા હજુ પણ વધી શકત, પરંતુ અોછામાં અોછી ૪૦થી વધુ ફિલ્મ શૂટિંગ દરમિયાન જ બંધ થઈ અથવા તો કોઈ કારણસર બચ્ચને તે ફિલ્મમાં કામ ન કર્યું. યશરાજ ફિલ્મ્સે અમિતાભ બચ્ચનને લઈને ‘રિશ્તે’ ફિલ્મની જાહેરાત કરી હતી, પરંતુ અા ફિલ્મ શરૂ ન થઈ શકી. રાજ કપૂરે એક વાર અમિતાભ બચ્ચનને લઈને ‘પરમવીરચક્ર’ બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ અા ફિલ્મ ન બની.  પ્રકાશ મહેરાઅે ફિલ્મ ‘જાદુગર’ની સાથે ‘સાધુ અૌર સંત’ નામની એક ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. ફિલ્મમાં અમિતાભની સાથે મિથુન ચક્રવર્તી અને મીનાક્ષી શેષાદ્રી હતાં. જોકે ‘સાધુ ઔર સંત’ ફિલ્મ ડબ્બાબંધ જ રહી. ક્રાંતિવીર જેવી ફિલ્મ બનાવનાર મેહુલ કુમારે અમિતાભ બચ્ચન અને અરશદ વારસી સાથે એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, પરંતુ ફિલ્મ શરૂ ન થઈ શકી. રમેશ સિપ...

ઉંબટુ (Ubuntu)

Image
આફ્રિકન જન-જાતિની રહેણી-કરણી અને રિવાજોનું અધ્યયન કરતો એક માનવ-વિજ્ઞાની મોટાભાગનો સમય કબીલાનાં બાળકોથી ઘેરાયેલો રહેતો હતો. એક વાર તેણે બાળકો સાથે એક નાનકડી રમત રમવાનું વિચાર્યું.  તેણે વાડકીમાં કેટલીક ચોકલેટ્સ લઈ તેને એક ઝાડ નીચે મૂકી દીધી. ત્યારબાદ તેણે બાળકોને સમજાવ્યાં કે જેવું તેઓ ‘રન’ બોલે, ત્યારે બાળકોએ ઝાડ તરફ દોડવાનું શરૂ કરવું અને જે બાળક ત્યાં સૌથી પહેલાં પહોંચશે, બધી જ ચોકલેટ્સ તેની. બધાં બાળકો એક લાઈનમાં ઊભાં રહી ગયાં અને તેના સંકેતની રાહ જોવા લાગ્યાં. જેવું તેણે ‘રન’ કહ્યું, દરેક બાળકે એકબીજાના હાથ પકડી લીધા અને સૌ સાથે તે ઝાડ તરફ દોડવા લાગ્યાં. તે બધાં એક સાથે તે ઝાડ સુધી પહોંચ્યાં અને ત્યાં મૂકેલી ચોકલેટ્સ વહેંચી લીધી. આ જોઈ માનવ-વિજ્ઞાની તેમની પાસે ગયો અને તેમને પૂછ્યું કે બધાં સાથે જ કેમ દોડ્યાં ? જો કોઈ એક જણ સૌથી પહેલાં ત્યાં પહોંચી ગયો હોત તો બધી જ ચોકલેટ્સ મેળવી શક્યું હોત. ત્યારે બાળકોની પ્રતિક્રિયા હતી – ‘ઉબંટુ.’ તેમનામાંથી એક બાળક બોલ્યો, ‘ જો બાકીનાં દુઃખી હોય તો અમારામાંથી કોઈ એક ખુશ કેવી રીતે થઈ શકે છે ?’  ‘ ઉબંટુ’ આફ્રિકન જન જાતિઓની ...

સંભાષણ - તકરાર - એક કુનેહ

Image
પરસ્પર ઝઘડો થાય ત્યારે કુટુંબના સભ્યોએ શી કાળજી રાખવી જોઈએ ? આ ઉપરાંત સંતાનોના દેખતા થતા કેટલાંક લડાઈ-ઝઘડામાં કુટુંબમાં કેટલીક આચારસંહિતા જાળવવી સંતાનોના સામાજિક વિકાસની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે. * પોતાનો ગુસ્સો શાંત પાડવો જોઈએ. ગુસ્સામાં સામેના પાત્ર પર બેહુદા આક્ષેપો ન કરવા જોઈએ. સામેનું પાત્ર વિવાદની ગરમીમાં આક્ષેપો અને દલીલો કરવા પર ઊતરી આવે ત્યારે બીજી વ્યક્તિએ શાંત રહેવું જોઈએ અને પોતાના આવેગ પર કાબૂ જાળવી રાખવો જોઈએ. * પોતાનો અવાજ ધીમો રાખવો જરૂરી છે. લડવામાં ચીસો કે બૂમબરાડા પાડવાથી કશો હેતુ સરતો નથી. સામેના પાત્રની દલીલ કે તેના આક્ષેપનો જવાબ ધીમા અને હળવા અવાજમાં આપવો જોઈએ. * સામેની વ્યક્તિની વાત જરૂરથી સાંભળો. એ તમારી પાસેથી શું ઈચ્છા રાખે છે તેની નોંધ લો. પોતાનો પક્ષ ઉગ્ર રીતે રજૂ કરવા જતાં એની વિનંતી કે એના આગ્રહની ઉપેક્ષા થાય તે બરાબર નથી. * દલીલબાજીમાં પોતાનો દ્રષ્ટિકોણ કે વિવાદનો મૂળભૂત મુદ્દો ભુલાઈ ન જવો જોઈએ. મોટેભાગે લડાઈ-ઝઘડામાં એવું બનતું હોય છે કે ગુસ્સામાં અને પ્રસંગની ગરમાગરમીમાં લડાઈનો મૂળ મુદ્દો ભુલાઈ જાય છે અને વાત આડે પાટે ચઢી...

બ્રેઇન ડ્રેઈન આવું પણ!!!

Image
પ્રસંગ ૧~~~ ' મમ્મી, આમ તો અમે લંડનમાં સેટલ થઈ ગયાં છીએ. પણ એક વિચિત્ર મુશ્કેલી છે. રસોઈ કરતી વખતે કંઈ શેકીએ કે તળીયે તો રસોડાનાં એલાર્મની સીટી વાગવા માંડે, કેમ જાણે કોઈ ગુનો કર્યો હોય…' નવી નવી લંડનમાં આવેલી સીમાએ રજનીને ફોન પર કહ્યું. ‘આપણા ઘરમાં આપણે ગમે તે રસોઈ કરીએ એમાં સીટી શા માટે થવી જોઈએ ?’ રજનીએ પૂછ્યું. જવાબમાં સીમાએ ખુલાસો કર્યો : ‘અહીં બધાંને આગ લાગવાની બીક રહે છે, કારણ કે ઘરની બાંધણીમાં લાકડું બહુ વપરાય છે. ઘરમાં જરા જેટલો ધુમાડો થાય કે સ્મોક ડિટેકટર સીટીઓ વગાડવા માંડે. તળવાનું તો ઠીક પણ કોઈ વાર વઘાર બળી જાય, ધૂપ કે અગરબત્તી કર્યા હોય તોપણ એલાર્મ વાગે. પહેલાં મેં કહ્યું કે બધી બારી ખોલી નાખીએ એટલે ધુમાડો બહાર નીકળી જાય, પણ એવું કરીએ તો પડોશીને વાસ આવે, છીંક અને ઉધરસ આવે એટલે એ ફરિયાદ કરે. આમ પણ ઠંડીની ઋતુમાં તો બારી ખોલવાનો સવાલ જ નથી. ઠંડીમાં તો બંધ બારીએ પણ ઠરી જવાય છે.’ થોડા દિવસ પછી સીમાએ રાજી થઈને રજનીને ફોન કર્યો : ‘યૂ નો સમથિંગ ? ખૂબ વિચાર કર્યા પછી સુબોધે એ સ્મૉક ડિટેક્ટરનું એલાર્મ જ બંધ કરી દીધું. એ એન્જિનિયર છે ને એટલે એને આવાં રો...