Posts

Showing posts from February, 2017

સિક્કાની બીજી બાજુ

Image
સિક્કાની બીજી બાજુ..... કેબિનનો દરવાજો ખોલી પ્યૂને હળવેક રહીને ટેબલ પર વિઝિટિંગ કાર્ડ મૂક્યું. કાર્ડ મૂકીને એ ગયો નહિ. ઊભો રહ્યો. કાગળમાંથી માથું ઊંચકીને પૂછ્યું : ‘કેમ ?’ ‘કોઈ ભાઈ બહાર મળવા આવ્યા છે. કહે છે કે…’ વિઝિટિંગ કાર્ડ ઉપર નજર ફેંકી- ભગીરથ પંડ્યા. બી.એ. બી.કૉમ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એકદમ ખુરશી ઉપરથી ઊભો થઈ ગયો. પ્યૂનને પૂછ્યું : ‘ક્યાં છે ? ક્યાં છે આ ભાઈ ?’ ‘બહાર સોફા ઉપર બેસાડ્યા છે…’ ‘બોલાવો, બોલાવો એમને…’ ભગીરથભાઈ આવ્યા. ઉષ્માથી ભેટ્યા. ખબરઅંતર પૂછ્યા. ચા પીતાં પીતાં પૂછ્યું : ‘ઘણાં વર્ષે મળ્યા, નહિ ?’ ‘હા, સાત-આઠ વર્ષ થઈ ગયા.’ ‘નોકરી છોડી દીધી ?’ ‘હા. ત્રણેક વર્ષ થઈ ગયાં. પ્રેક્ટિસ શરૂ કરી દીધી. આજે એક કંપનીનું ઑડિટિંગ હતું એટલે અહીં આવ્યો છું. કામ પૂરું થયું કે મળતો જાઉં. થોડું શોપિંગ પણ કરવું છે એટલે સાથે નીકળીએ એ ગણતરીથી…’ અને ઘડિયાળમાં જોઈને કહ્યું, ‘ઑફિસ સમય તો પૂરો થયો ને ?’ શૉપિંગ અને તે પણ ભગીરથ પંડ્યા જોડે ? આ વિચારથી મનમાં થોડી ગભરામણ થવા લાગી. વર્ષો પહેલાં પંડ્યાજી જોડે જ્યારે જ્યારે શૉપિંગમાં ગયા છીએ ત્યારે ત્યારે દુકાનદાર જોડે જ...