ઉત્તર - એક કળા
ઇ.સ. ૧૯૩૦ની સાલ. કારાવાસ ભોગવતાં સરદાર વલ્લભભાઈ પટેલને મળવા મહાદેવભાઈ દેસાઈ આવ્યા. મુલાકાત પૂર્ણ થઈ. વિદાયવેળાએ મહાદેવભાઈ કહે, " તમને ત્રણ મહિનામાં એક જ મુલાકાત મળે અને આ એક મુલાકાત તો થઈ ગઈ. હોવી તમે પાછા નહીં મળી શકો એનું દુઃખ થાય છે. " સરદાર ― " મને અહીં કોઈએ મળવા આવાની જરૂર નથી. ઉલટા કોઈ મળવા આવે તો મને યાદ આવે છે કે આ હજી બહાર રહી ગયેલા છે !! " વાણીસ્વાતંત્ર્ય ના મિજાજી વિગ્રહ જેવા આચાર્ય રજનીશને એક દિવસ એક પત્રકારે પૂછ્યું, " તમે કહો છો કે ભારત શ્રેષ્ઠ દેશ છે, પણ ક્યારેક તમે તદ્દન વિરોધી વાત કહો છો કે ભારત દંભી, ખોખલો અને કંનિષ્ઠ દેશ છે - તો સત્ય શુ છે ? " ઓશો મૃદુ સ્મિત સાથે બોલ્યા ― " આત્મન! આપની બંને વાત સાવ સત્ય છે! ભારતમાં હું પણ રહું છું અને આપ પણ રહો છો ! " શ્રીમતી ઇન્દિરા ગાંધી જ્યારે ભારતના વડાપ્રધાન હતા ત્યારે તેમના વિશે પાકિસ્તાનના સરમુખત્યાર ઝિયાએ ઘણી વખત અણછાજતી, અયોગ્ય ટીકાઓ કરેલી. બન્યું એવું કે ઝિમ્બાબ્વેના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સલિસબરી શહેરમાં પાકિસ્તાની વડા જનરલ ઝિયા ઉલ હક અને ભારતના વડાપ...