" ગુર્જીએફ " -- ક્રોધ
ગુર્જીએફ ગુર્જીએફ એક મહાન તત્વચિંતક હતાં જગતભરમાં જાણીતા થયાં હતાં. તેઓ જ્યારે યુવાન હતાં ત્યારે ખૂબ જ સંઘર્ષ માં હતાં અને કોઈ તેમને વિશેષ ઓળખતું પણ નહોતું. તેમનાં પિતા ઘણાં બુદ્ધિશાળી હતાં. જ્યારે તેઓ મરણ પથારી એ હતાં ત્યારે તેમણે પોતાના પુત્રને બોલાવીને કહ્યુ, " બેટા, હુ ગરીબ છું. તારા માટે કશી મૂડી મુકી જતો નથી. મારી પાસે તને આપવા યોગ્ય કોઈ વસ્તુ નથી. પરંતું મારા પિતાએ મને જે આપ્યું હતુ તેં હુ તને પણ આપતો જાઉં છું, જીવનભર તુ એને સાચવજે અને નિભાવવજે. " પુત્ર ગુર્જીએફએ જિજ્ઞાસા થી પુછ્યું, " એ શુ છે તેં કહો !! " પિતાએ કહ્યુ, " ક્રોધ પર કાબુ!! બેટા, તુ હંમેશા ક્રોધ પર કાબુ રાખજે. તને જ્યારે ક્રોધ આવે ત્યારે ચોવીસ કલાક પછી જ એનો જે જવાબ આપવો હોય તેં આપજે. તેં પહેલા ક્રોધ કરતો નહીં. " પછી તેમણે શાંત ચિત્તે કહ્યુ, " બસ, આ જ મારી મોટી મૂડી છે, તેને હુ તને આપુ છું. મને મળેલી આ મૂડી મેં સાચવીને રાખી છે તુ પણ સાચવીને રાખજે !!" ગુર્જીએફએ જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો, અપમાન સહન કર્યું....ગુસ્સો આવે ત્યારે ચોવીસ કલાક પછી જવાબ આપીશ એમ ...