અભ્યાસક્રમ અને બાળકનું ભવિષ્ય
અભ્યાસક્રમ અને બાળકનું ભવિષ્ય 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ તુષારભાઈ શુકલ્ કહે છે કે, અમે ભણતા તે શાળામાં શનિવારે સવારની સ્કુલ હતી . સ્કુલ બસ લેવા આવે ત્યારે ઉઠ્યા ન હોઇએ. એમાં ય શિયાળામાં તો એટલું અંધારું હોય ! તે અમને અમારા પપ્પાએ શનિવારે શાળાએ જવાનો કદી આગ્રહ ન કર્યો. શાળામાંથી અપાતા ગૃહકાર્ય વિષે પણ એમનો એ જ અભિગમ . નોટબૂકમાં ચિટ્ઠી લંખી રાખેલી "ચિ. તુષારે ગૃહકાર્ય કર્યું નથી." એ માનતા કે ઘરમાં હોય ત્યારે બાળકે શીખવા જેવું બીજું ઘણું છે. મને યાદ છે મારી નાની બ્હેનને ૧લા ધોરણમાં મૂકવા ગયેલા ત્યારે એ બહુ રડી તો અમે એને ઘેર લઇ આવેલાને એ વરસે નિશાળે ન મૂકી ને સીધી બીજા ધોરણમાં મૂકેલી. મારા પૂત્રે એની શાળાની વક્તૃત્વ સ્પર્ધામાં " ટીવી જોવાના ફાયદા " મૌલિક રીતે જ વર્ણવ્યા. પોતાને જે ગમતું હતું તે કહ્યું. પણ એના ગણિતના શિક્ષકને ન ગમ્યું. એમણે એના ભવિષ્ય વિષે ભાખ્યું કે " કામ વગર ભૂખે મરશો ". તે હું જઇને એનું L C લઇ આવેલો. એ જે પ્રાથમિક શાળામાં ભણેલો ત્યાંના શિક્ષકોનો અભિગમ અનેખો હતો પરિણામે બાળકો શાળાએ જવાની જીદ કરતા. ને આ શાળામાં પ્રથમ દ...