માણસો કામ કેમ ટાળે છે?
જીવનમાં નિષ્ફળ જતી વ્યક્તિઓની અનેક કુટેવોમાંથી એક કુટેવ કામને મુલતવી રાખવાની એટલેકે ટાળવાની હોય છે. અને પાછા એ લોકો એ કામ ટાળવાની કેમ ખાસ જરૂર હતી અને કેવા અસાધારણ અને અદ્વિતીય સંજોગોના કારણે એ કામ ટાળ્યું છે એ બહુ જ ભારપૂર્વક તમને સમજાવી પણ શકે છે !! એમના એ કારણો સાચા લાગે એવા હોય તેમ છતાં એ લોકો એ સમયે એ ભૂલી જતા હોય છે કે એમના જીવનમાં જ કેમ એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે?! જે વિદ્યાર્થીએ પરીક્ષાની પુરી તૈયારી નથી કરી, એ નક્કી કરે છે કે જો આ વખતે પાસ થઇ જવાય, તો આવતા વર્ષે પહેલા જ દિવસથી વાંચવા બેસી જવું છે. માણસ બીમારીમાંથી સાજો થાય પોતે ખાન-પાન, વ્યાયામમાં કેવો નિયમિત રહેશે એનો નિર્ણય કરે છે. અમુક કામ નહિ કરવા બદલ નુકસાન થાય ત્યારે એ કામ પોતે ક્યારેય ટાળશે નહિ એવું તે પ્રણ પણ લે છે! અને છતાં, પાસ થઇ ગયા પછી, બીજે વર્ષે પણ વિદ્યાર્થી અભ્યાસ શરૂ કરવાનું મુલતવી રાખે છે.આવતીકાલથી વહેલો જાગીશ (આજે નહિ) એમ વિચારીને સવારે ચાલવા જવા કે વ્યાયામ કરવાનું માણસ પાછું ઠેલ્યા કરે છે. અગત્યના મેઈલ ચેક કરીને એના રીપ્લાય નહિ કરવાથી હજારો કે કોઈ વાર લાખોનું નુકસાન ...