Posts

Showing posts from May, 2018

એવું ન થઈ શકે કે પતિઓને પણ પિયર હોય ?

Image
▪એવું ન બને કે પતિઓને પણ પિયર હોય?▪ ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ વેકેશન....શબ્દ માત્રથી જ છલકાતો ઉમંગ! આનંદ, મુક્ત થઈ ફરવાનો એહસાસ...! વેકેશન આવે એટલે સૌથી પહેલું શું યાદ આવે? જી, બાળકો માટે મામાનું ઘર અને પત્ની, દીકરી માટે એમનું પિયર!!  મામાનું ઘર ભાણેજથી છલકાય, મોજ મસ્તી અને એય હૈયા હિલ્લોળા લેતા હોય તથા પત્ની/દીકરીઓ એમના પિયર રોકાવા જાય અને પોતાના બાળપણને વાગોળતી હોય એવું ચિત્ર તરત જ આપણી નજર સમક્ષ ઉપસી આવે, ખરું ને?  પણ મારી ટૂંકી નજરથી અવલોકન કરતાં, ખબર નહીં કેમ આ વેકેશન મને કોઈની તરફદારી કરતું હોય એમ લાગ્યું!! આપણે વેકેશન ઉજવણીની આ સામાજિક પ્રણાલીમાં અને ખરું કહો તો આપણાં સાહિત્યમાં કોઈને ભૂલી તો નથી ગયાને?  હા, આ વેકેશન એટલે વરસથી રાહ જોવાતો બાળકોનો આંનદ-પ્રમોદ કરવાનો ભણતરના બોજ વિનાનો સુખદ સમય! હા, આ વેકેશન એટલે (ભલે કહેવાતું હોય કે આપણે ખૂબ મોર્ડન યુગમાં જીવી રહ્યા છીએ તો પણ) પત્ની-દીકરીઓ માટે સાસરિયામાં કામની પળોજણથી અને સાસુ-સસરાની આમન્યાથી મુક્ત થઈ પિયરમાં રિલેક્સ થવાનો સુખદ સમય! હા, આ વેકેશન એટલે મામા-ભાણેજનો સંબંધ વધુ પ્રગાઢ અને મૈત્રીપૂર્ણ રી...

કે. એલ. સાયગલ

Image
કુંદનલાલ સાયગલનો જન્મ 1904ની 11 એપ્રિલે જમ્મુમાં થયો હતો અને 1947ની 18 જાન્યુઆરીએ જલંધરમાં એમનું નિધન થયું હતું. માત્ર 42 વર્ષના આયુષ્યમાં સાયગલે ગાયક અને અભિનેતા તરીકે ભારતભરમાં લોકપ્રિયતા હાંસલ કરી હતી. સાયગલના માતા કેસરબાઈ ધાર્મિક ગીતોનાં ચાહક હતા. તેઓ પુત્ર કુંદનને અનેક ધાર્મિક કાર્યક્રમોમાં એમની સાથે લઈ જતાં હતાં, જ્યાં ભજન, કીર્તન ગવાતા હતાં. એમની પાસેથી જ બાળક કુંદનને સંગીત પ્રત્યે આકર્ષણ થયું હતું અને ગાવાનો શોખ જાગ્યો હતો. જમ્મુથી સાયગલ યુવાન વયે કલકત્તા ગયા હતા અને ત્યાં ઘણી વાર મેહફિલ-એ-મુશાયરામાં ગાતા હતા. સાયગલના વખતમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગનું કેન્દ્ર કલકત્તા શહેર હતું, પણ બાદમાં મુંબઈ બન્યું હતું. 1930ના દાયકાના આરંભમાં શાસ્ત્રીય સંગીતકાર અને ફિલ્મ સંગીતકાર હરિશ્ચંદ્ર બાલી સાથે ઓળખાણ થતાં બાલીએ સાયગલને કલકત્તામાં ફિલ્મ સ્ટુડિયો ન્યૂ થિયેટર્સ સાથે એમને કોન્ટ્રાક્ટ કરાવી આપ્યો હતો, મહિને 200 રૂપિયાનો. એને પગલે સાયગલની મુલાકાત પંકજ મલિક, કે.સી. ડે, પહાડી સન્યાલ જેવા એ વખતના જાણીતા ગીતકાર-સંગીતકારો સાથે થઈ હતી. સાયગલ અભિનેતા તરીકે જાણીતા થયા હતા. હિન્દી...

કે. એલ. સાયગલ - ઉમદા વ્યક્તિત્વ

Image
૧૯૫૭ - ૫૮ની સાલમાં અમદાવાદના રિગલ કે લાઇટહાઉસ સિનેમામાં “સાયગલકી અમર કહાની” નામનું કે.એલ.સાયગલનું bio-pic આવ્યું. ફિલ્મમાં જોયેલી સાયગલ સાહેબની જીવન યાત્રા કેવળ સંગીતના ઉત્સવ જેવી ન રહેતાં માનવતા અને કરૂણાના વહેણ જેવી હતી. ક્યારે ચિત્ર શરૂ થયું, ક્યારે સમાપ્ત થયું તેનો ખ્યાલ ન રહ્યો.. કેવળ અંતિમ ‘શૉટ’ બાદ ગાલ પર ભિનાશ અનુભવી ત્યારે સમજાયું ફિલ્મ પૂરી થઇ હતી.  ફિલ્મનો એક પ્રસંગ માનસપટલ પર હંમેશ માટે અંકાઇ ગયો. આ પ્રસંગ હતો કલકત્તામાં તેમને પહેલ વહેલું કામ મળ્યું હતું તેનું -- કાપડની ફેરી કરી વેચાણ કરવાનું!! આ પ્રસંગ દિગ્દર્શકે ચિતર્યો હતો. એક મજુરના માથે કાપડનો મોટો થેલો મૂકાવી કુંદનલાલ સહગલ - જે બદલાઇને સાયગલ થઇ ગયું -કલકત્તાની શ્રીમંત વ્યક્તિઓની હવેલીમાં જઇ કાપડ, સાડીઓ બતાવે અને વેચે. એક વાર તેઓ કોઇ ગૃહિણીને સાડીઓ બતાવી રહ્યા હતા. તેમની પાછળ તેમની દાસી તથા દાસીની પુત્રી ઉભાં હતા. દાસીની નાનકડી દિકરીને એક સાડી ગમી અને તે બોલી પડી, “ મા, કોતો શુંદર શાડી! આમાકે ખૂબ ભાલો લાગે. કિનબે તો? ” (કેટલી સુંદર સાડી છે! મને ખુબ ગમી. વેચાતી લઇશું કે?) “ અરે જા, જા, ”...

Understanding the offset/wet ink transfer error

Image
Wet ink transfer error or offset error is the most common error in the currency note printing world wide. Is the wet ink transfer really happens from a sheet to other sheet or it is something more interesting??  And how can such incidents happen during the printing process?  Here's how : below is a simple illustration of the normal printing process, in which the printing plate for the portrait is a the top drum (Drum A) and as the paper goes in between the drums, the plate on drum A is pressed against drum B and the image of the portrait gets transferred to the paper. Now image transfer happens when there is a momentary break in the paper feeding and as a result the image on drum A gets transferred to Drum B, as shown below : And when the paper feed resumes, the wet ink on drum B gets printed to the bottom of the same paper. The image transferred will fade as more paper gets fed into the printing drums : The image on drum A is a negative, wh...