Posts

Showing posts from October, 2018

જય ડાહ્યાભાઈ પંચાલ ઉર્ફ જયકિશન

Image
ગયા શુક્રવારે આપણે જોયું કે એક ગુજરાતી યુવાન ધીરે ધીરે પોતાની મંઝિલ તરફ આગળ વધી રહ્યો છે. એ ભાઈ રોજ ચંદ્રવદન ભટ્ટની ઓફિસમાં આંટાફેરા કરી રહ્યા હતા.   અહીં અચાનક એક બીજા છોકરા જોડે એની મુલાકાત થઇ જે એની જેમ જ રોજ અહીં કામ માટે આવતાં હતાં.  અને જેઓ પૃથ્વી થિયેટરમાં સંગીતકાર રામ ગાંગુલી સાથે કામગીરી બજાવતાં હતાં. આ ગુજરાતી યુવાનનું નામ હતું, જય (જયકિશન) ડાહ્યાભાઈ પંચાલ. અને જે છોકરા જોડે એની મુલાકાત આ ઓફિસમાં થઇ એનું નામ હતું  શંકર ર ઘુવંશી!! આ શંકર મુળ પંજાબના પણ સ્થાયી શરૂઆતના દિવસોમાં આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં થયા હતાં, જેમની ગઈકાલે એટલે કે 25મી ઓક્ટોબરે જ જન્મતિથિ ગઈ અને સંગીતકાર બનવા માટે મુંબઈ આવ્યાં હતાં. ત્યારે તેઓ પૃથ્વી થિયેટરમાં જોડાયાં હતાં. પૃથ્વી થિયેટરમાં સંગીત સાથે નાની મોટી ભૂમિકા પણ કરતાં હતાં. એક સમયે ઉપર જણાવ્યું એમ જય અને શંકર ચંદ્રવદન ભટ્ટની ઓફિસમાં મળી ગયાં. ધીરે ધીરે વાતચીત શરૂ થઈ. જયકિશને પોતાના મનની વાત કરી અને શંકરે પણ તેમના મનની વાત કરી. બંનેનું લક્ષ્ય એક જ હતું. શંકરે તરત જયને કહ્યું કે પૃથ્વી થિયેટર્સમાં હારમોનિયમ...

કોણ હતું આ સુપરહિટ ગુજરાતી સંગીતકાર ?

Image
નમસ્કાર , દર શુક્રવારે રજુ થતા રોચક પ્રસંગો વાંચવાની આપ સૌને જે ઇંતેજારી હોય છે એ જાણી મને ખુબ જ આત્મવિશ્વાસ મળી રહ્યો છે . આપ સૌનો સ્નેહ અને વાંચનરસ આમ જ બન્યો રહે એ અભ્યર્થના સાથે   આજે એક એવા જ ગુજરાતી વિષે વાત કરવી છે કે જેના ગુજરાતી હોવાની જ બહુ ઓછા લોકોને ખબર છે !! ઓર્કેસ્ટ્રાની ટીમ   ડાહ્યાભાઈ   પંચાલ   એ જમાનામાં પંચાલ લોકો મોટે ભાગે મિસ્ત્રી કામ કરતાં હતાં . એટલે ડાહ્યાભાઈ મિસ્ત્રીના નામથી તેઓ જાણીતા હતાં . ડાહ્યાભાઈનું મિસ્ત્રી કામ ચોખ્ખું રહેતું હતું . ત્યારે પરિવાર સુરત નજીકના કોસંબામાં રહેતો હતો . જ્યાં એક પુત્રનો   જન્મ 4 નવેમ્બર , 1929 ના રોજ   થયો હતો .  કોસંબાનો રાજવી અને ડાહ્યાભાઈ વચ્ચે કામને લઈને ગેરસમજ થતાં ડાહ્યાભાઈ પરિવારને લઈને વાંસદામાં વસ્યાં .  એ સમયે બાળકની વય હશે એકાદ વરસની . ડાહ્યાભાઈના પત્નીનું નામ અંબાબહેન હતું . પરિવાર ધર્મભીરુ હતો . અને રામ રાખે ત્યમ રહીએ તે મુજબ રહેતો ...