થડ વિનાનું વડ
થડ વિનાનું વૃક્ષ/વડ (સત્યઘટના) દુનિયાના તમામ ' થડ ' માટેની અભિવ્યક્તિ આ શીર્ષક જોઈને ચોક્કસ નવાઈ તો લાગે જ કે થડ વગરનું તો કંઈ વડ/વૃક્ષ હોતું હશે? કલ્પના પણ કરવી અશક્ય છે. હા, આ થડ તો છે જે વૃક્ષ ને મજબૂતી બક્ષે છે. આ થડ જ છે જે વૃક્ષને એના જીવન દરમ્યાન આવતા તોફાનોને કઈ રીતે ખાળવા? એ શીખવે છે. એ જ તો એને લચીલું બનાવે છે. થડની મજબૂતાઈ પર જ તો વૃક્ષ ની જીવાદોરી ટકેલી હોય છે, કેમ ખરું ને? પરંતુ મોટેભાગે આ પર્યાવરણમાં પણ થડને, એની ઉપયોગિતાને નજરઅંદાજ કરવામાં આવ્યું છે. વૃક્ષનો, પર્ણનો, પુષ્પોનો, લચકતી ડાળીઓનો, ફળોનો, એની ઘટાનો, તડકી-છાંયડીનો, પાનખરનો, વસંતનો વિગેરે તમામ પાસાઓનો મહિમા ગવાયો, પણ આ થડ તો સૌને ભુલાઈ જ ગયું....!!! આપણા ગુજરાતી સાહિત્યમાં પણ કૈક આવું જ જોવા મળ્યું છે, માતા અને કુટુંબનો મહિમા ખુબ ગવાયો, પુસ્તકો પણ ઘણાં ઉપલબ્ધ છે પણ એક પિતા જ નજરઅંદાજ થઇ ગયા. હવે, ધીમે ધીમે સાહિત્ય પણ સજાગ થયું છે. એકાદ-બે પુસ્તકો પણ ઉપલબ્ધ થયા છે. થડનો પણ મહિમા આલેખાય તો વૃક્ષના જીવનની એક અનન્ય પરિભાષા અનાવૃત્ત થાય. હા આજે વાત અનાવૃત્ત કરવી...