Posts

દેશ-પરદેશ!!

Image
પૂર્વ આફ્રિકાની ધરતી ઉપર બુકોબા નામનું એક નાનકડું શહેર. ‘ટાઉન’ જ કહો ને ! આપણાં ભારતીયો અને એશિયનોની વસ્તી પણ ત્યાં ઠીક ઠીક. રમા અને ચન્દ્રકાન્ત પણ ત્યાં આવી વસેલાં. ચન્દ્રકાન્ત શાહ વ્યવસાયે વકીલ અને અંગ્રેજો સાથે પેઢીમાં ભાગીદાર (એટોર્નિઝ એટ લૉ.) ધીકતી પ્રેકટિસ, સુખી જીવન ! એમાં વધુ સુખનો પ્રસંગ આવ્યો. રમાને પહેલી પ્રસૂતિ આવવાની હતી. ગામમાં ડૉકટરો ખરા, પણ સરકારી હૉસ્પિટલ અને પ્રસૂતિગૃહ એક માઈલ દૂર. વળી ઘરમાં બીજું ત્રીજું કોઈ માણસ નહિ. રમાએ સૂચન કર્યું : ‘ઈન્ડિયાથી મારા બાને બોલાવી લઈએ તો ?’ ‘ભલે, જેવી તારી ઈચ્છા !’ ચન્દ્રકાન્તે સંમતિ દર્શાવી. અને જેમણે પોતાના શહેર બહાર યાત્રા નિમિત્તે પણ કદી પગ મૂક્યો નહોતો એવા કમળાબા વિમાનમાં ઊડીને સીધાં આફ્રિકાની ધરતી પર ઊતરી આવ્યાં. રમા રાજી થઈ. ચન્દ્રકાન્તને નિરાંત થઈ. કમળાબાને આનંદ થયો, દીકરી જમાઈની સુખી સમૃદ્ધ જીંદગી જોઈને. દિવસો પસાર થવા લાગ્યા. કમળાબા એ ક્ષણની રાહ જોતાં હતાં, જે માટે એ જન્મભૂમિ છોડીને આ પરદેશીઓ વચ્ચે, કાળા લોકો વચ્ચે આવ્યાં હતાં. પહેલાં પહેલાં તો એમને જરાયે ગમ્યું નહોતું. ભાષા અજાણી, કાળા કદરૂપા આફ્રિકન લોકો અને વાત કરનારું સ...

ખરો જ્ઞાની કોણ?

Image
યૂનાનનાં પ્રાચીન ડોલ્ફીના દેવીનાં મંદિરમાં દેવી તરીકે એક સ્ત્રી બીરાજમાન રહેતી. તત્વચિંતક જેવું જ્ઞાન અને ક્ષમતા ધરાવતી આ સ્ત્રી અમુક વિશેષ પ્રસંગોએ કેટલીક ઘોષણાઓ કરતી તો ક્યારેક મંદિરમાં એકઠા થયેલા સમાજનાં લોકો એમને ભવિષ્યની વાતો પૂછતાં. એકવખત ટોળામાંથી એક વ્યક્તિએ દેવીને પૂછ્યું કે, “યૂનાનમાં અત્યારે સૌથી બુદ્ધિમાન અને જ્ઞાની પુરૂષ કોણ છે?” . દેવીએ જવાબ આપ્યો, “સુકરાત”. . આ સાંભળીને લોકો સુકરાત પાસે ગયા અને તેને જણાવ્યું કે દેવીએ આવું કહ્યું છે. . સુકરાતે કહ્યુ, “તદન ખોટી વાત. હું તો અજ્ઞાની છું. હા, જ્ઞાન મેળવવા માટેની મારી જિજ્ઞાસા થોડી વધારે જરૂર છે.” . આ વાત લોકોએ ફરી વખત જ્યારે દેવી પાસે એકઠા થયા ત્યારે દેવીને જણાવી કે, “તમોએ સૌથી જ્ઞાની સુકરાતને કહ્યો પણ સુકરાત તો કહે છે કે હું તો અજ્ઞાની છું.” . દેવીએ કહ્યું, “બસ આ જ તો વાત છે. જેને જ્ઞાની હોવા છતાં પોતાનાં જ્ઞાનનું અભિમાન નથી એ જ સૌથી મોટો જ્ઞાની છે.” .

જ્ઞાનનો અહમ

Image
ઓસ્પેન્સકી (૧૮૭૮-૧૯૪૭) એકવખત ઓસ્પેન્સકી (ચિંતક – જન્મ ૧૮૭૮) ગુર્જિએફ પાસે ગયો. પોતે ઘણું જાણે છે તેવા ગર્વ સાથે તે ગુર્જિએફ પાસે આવ્યો હતો. ગુર્જિએફ આ વાત જાણી ગયાં હતાં. તેમણે ઓસ્પેન્સકીને કહ્યું કે એ જે જાણે છે તે કાગળ ઊપર લખી આપે. આપણે બંને એ બધુ છોડીને એ સિવાયની ચર્ચા કરીશું. માણસ જ્યારે કાંઇ લખવા બેસે છે ત્યારે તેને સાચી ખબર પડે છે કે પોતે કેટલામાં છે. ઓસ્પેન્સકીનું પણ એવું જ થયું. તેને તેની મર્યાદાઓ સમજાય. એ પછી તે ગુર્જિએફનો શિષ્ય બની ગયો.

સ્વમાની હેન્સ એન્ડરસન

Image
હેન્સ એન્ડરસન (૧૮૦૫-૧૮૭૫) પરીકથાઓનાં લેખક હેન્સ એન્ડરસનનાં જીવનનાં શરૂઆતનાં દિવસોની આ વાત છે. મુશ્કેલ પરીસ્થિતીમાં એકવખત તે ત્યાંનાં રાજાની પાસે મદદ માંગવા ગયેલ. રાજાએ તેને મદદ તો ન કરેલ અને ‘મોચીનો દિકરો તો જીવે ત્યાં સુધી સીવે’ એમ કહીને તેને ઉતારી પાડેલ. એ પછી એન્ડરસન તેની પરીકથાઓને કારણે ખૂબ જ મશહૂર થયો. એ વખતે આ જ રાજાએ તેને મદદ આપવા માટે આમંત્રણ આપેલ. એ વખતે આમંત્રણનો અસ્વીકાર કરતાં એન્ડરસને કહેલ, ‘હવે હું શું માંગુ? મારે જે જોઇતુ હતું એ તો મેં મારી મેળે મેળવી લીધું છે.’

મનની કડવાશ

Image
આ સમગ્ર લેખ શ્રી ભુપત વડોદરિયા દ્વારા આલેખાયેલો છે જે આ બ્લોગના વાચકો માટે અહીં રજૂ કરું છું. અન્ય વ્યકિતઓ સાથેના વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક આપણા દિલમાં પેદા થયેલી કડવાશને દૂર કરવાની આપણે ખાસ જરૂર જોતા નથી. આ કડવાશ દૂર કરવાની જરૂર બીજા કોઈને માટે નહીં પણ આપણી પોતાની માનસિક તંદુરસ્તી માટે પણ હોય છે.  સ્વ. વિજિયાલક્ષ્મી પંડિતે વર્ષો પહેલા એક લેખ લખ્યો હતો.  ‘ ધી રીડર્સ ડાઈજેસ્ટ ’  નામના અંગ્રેજી માસિકમાં પ્રગટ થયેલા એ લેખનું મથાળું આવું હતું :   ‘ ધી બેસ્ટ એડવાઈસ આઈ એવર હેડ ’ . ગુજરાતી ભાષામાં તેનો ભાવાર્થ કરીએ તો  ‘ મને જિંદગીમાં મળેલી સર્વોતમ સલાહ ’  એવો થાય. વિજયાલક્ષ્મીએ એમાં પોતાની જિંદગીને એક ગંભીર ઘટના વિશે લખ્યું છે. વિજયાલક્ષ્મીના પતિ રણજિત પંડિતનું અવસાન થયું હતું. વિજયાલક્ષ્મીના શ્વસુર રાજકોટના શ્રીમંત રહીશ હતા. સારી જાગીર ધરાવતા હતા. વિજયાલક્ષ્મીને પુત્ર ન હતો. પુત્રીઓ હતી. વિજયાલક્ષ્મી તો સુશિક્ષિત, ખૂબ આગળ વધેલાં અને નવા વિચારનાં. એમને તો કલ્પના પણ ક્યાંથી આવે કે મારા સસરા મારી બાળકીઓ માટે મારા પતિની મિલકતમાંથી ભાગ આપવાની ના પાડશે...

જીવનઉપયોગી સાત શબ્દો કયા? - વાંચો શબ્દસંપુટ!

Image
  જો તમને કોઈ જીવનોપયોગી કોઈ પણ છ કે સાત શબ્દો કહેવાનું કહે તો..? આજે આપણે શબ્દસંપુટમાં એવાં જ થોડા શબ્દો વિષે વાત કરવા જઈ રહ્યાં છીએ. ચાલો તો સંપુટમાંથી થોડા ખુબ જ ઉપયોગી એવા શબ્દો બહાર કાઢીએ! મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને એક માણસે એક વાર પત્ર લખ્યો હતો કે, આપ જગતના મહાન વિજ્ઞાની છો એ જ રીતે મહાન વિચારક પણ છો, તો આપના વિચારના  નિચોડરૂપ મને છ શબ્દો ન લખીને મોકલી શકો?  એના જવાબમાં આઇન્સ્ટાઇને લખ્યું: 'ઈશ્વર, દેશ, પત્ની, ગણિત, મનુષ્ય, શાંતિ!' કોઈ પણ માણસ આ છ શબ્દો ઉપર વિચાર કરશે તો તેમાં તેને આઈન્સ્ટાઈનના મહાન વિચારોનું રહસ્ય અને જીવન વિશેની તેમની ઊંડી સમજણ ચોક્કસ પ્રતીત થશે. શબ્દોને આજકાલ આપણે સાવ છીછરા અને અર્થહીન બનાવી મુક્યા છે! ત્યારે એક શબ્દ કેટલું બધું કહી શકે છે એનો ઉપરથી આપણને ખ્યાલ આવે છે. આજે તો બધું ગરમાગરમ જ વેચાય છે, મોટા મોટા શબ્દો અને ખોટી ખોટી વાતો! ક્યારેક તો જેનો કશો જ અર્થ ન હોય એવા ભારે અને નિરર્થક શબ્દોના ઢગલા જ વાચકો સામે ખડકાયેલા હોયછે. લખનારને જયારે કશું જ કહેવાનું નથી હોતું ત્યારે તે મોટા શબ્દોમાં ખોટી વાતો કહેવાનું શરુ કરે છે. અને...

જીવન જીવવાની કળા !

Image
વાત વિચારવા જેવી છે. જીવનનો નકાર એટલે ઈશ્વરનો ઇન્કાર. કેટલાક લોકો જિંદગી શું છે એ જાણવામાં જ સમય વેડફે છે અને તમે... જાણીને પણ કેટલું જાણો ? માણવું  એજ જાણવું! નદીમાં હોવું એ જ નદીનું જ્ઞાન! જીવનમાં હોવું એટલું જ પૂરતું છે. ખુલ્લા મનથી જીવનનો સ્વીકાર કરવો જોઈએ. આપણી પ્રિય વ્યક્તિને જોઈને એને મળવા કે ભેટવા આપણા હાથ અને મન ખુલ્લા થાય તો જ એ આપણી ભીતર અંકાય છે તેમ જ ખુલ્લા મને અને ખુલ્લા હાથે જીવનને ઝીલવું જોઈએ - ચાહવું જોઈએ! ચાહવું એટલે પ્રત્યેક પળમાં રસ! ઉદાસીની પળને પણ ચાહવી જોઈએ -- એને પાળ્યા કે પંપાળ્યા વિના! જીવનરસથી મધુર (કઠિન સમયમાં પણ!) બીજો કોઈ રસ જ નથી!  ઉદાસ થઇએ તો એમ કહીએ: "રામ રાખે તેમ રહીએ!" જે કંઈ કરવું હોય તે પૂર્ણ મનથી કરવું જોઈએ, કોઈ પણ જાતના દ્વિધા કે મનોમંથન વિના સંકલ્પના શિખર ઉપર પલાંઠી વાળીને અને ધૂણી  ધખાવીને!! જે કાર્ય કરીએ એમાં  એવા ઓતપ્રોત થઇ જઈએ કે જાણે કાલે મોત ના આવવાનું હોય! એક વાત હંમેશા યાદ રાખો કે પૂર્ણ રીતે સજ્જ અને સંપુક્ત (ઇન્વોલ્વ) થયા વિના કંઈ જ થતું નથી! જ્ઞાન ગુરુ પાસેથી જ મળે એવું નથી. હું તો ત્યાં સુધી કહું છું કે જેન...