દ્રુપદ શૈલીનાં મહાન ગુજરાતી ગાયક......
ગયા શુક્રવારે આપણે જોયું કે આપણા જ ગુજરાત રાજ્યમાંથી જ...... ▪ એ કોણ હતું કે જેઓ પોતાનાં રાજ્યના રાજાના ડરથી નદીમાં કૂદીને ભાગી ગયેલા? ▪ એ કોણ હતું કે જેઓ ફરી બીજી વાર રાજાના ડરથી કિલ્લો કૂદીને ભાગી ગયેલા? ▪ એ કોણ હતું કે જેઓને ભાવનગરના રાજાએ રાજગાયકની પદવી આપી હતી? ▪ દિલ્લી જતી અને અજમેર રોકવામાં આવેલી ટ્રેનને કેમ ખાસ એમના માટે દિલ્લી રવાના કરવામાં આવી? તો આવો આજે જાણીએ આ મહાન પણ અલ્પ-પ્રસિદ્ધ દ્રુપદ શૈલીનાં મહાન ગુજરાતી ગાયકને અને વાંચીયે વધુ આગળ....!! બીજી વાર કિલ્લો કૂદીને ભાગી જઈ તેઓ જૂનાગઢથી વીરપુરમાં શ્રી જલારામ બાપાના દર્શન કરી એ જ જગ્યામાં રોકાઈ અને મુંબઈ આવી 1889માં શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં છેવટે જોડાઈ ગયા. મનુષ્યને મનગમતી વસ્તુઓ મળે એટલે એનું હૃદય કેવું પુલકિત બને છે!! કવિકુલગુરુ કાલિદાસનું સર્વશ્રેષ્ઠ અને દુનિયાભરમાં ખ્યાતિ પામેલું નાટક "શાકુંતલ" અને મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ એના ગીતોનું સંગીત આપવા આ ભાઈને નિયુક્ત કર્યા એટલું જ નહિ પરંતુ નાટકમાં દુષ્યન્તની મુખ્ય ભૂમિકા પણ એમને સોંપાઈ!! ઓગષ્ટ 1889માં આ નાટક મુંબઈમાં રજુ થયું! આવા...