Posts

Showing posts from March, 2017

ન્યાયમૂર્તિ રાનડે

Image
ન્યાયમૂર્તિ રાનડે  (18.01.1842-16.01.1901) ન્યા યમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે ભારતની એક નામાંકિત વ્યક્તિ હતા. ન્યાયક્ષેત્રે જ નહિ પરંતુ અન્ય વિવિધ સેવાભાવી ક્ષેત્રોમાં પણ તેમને સારી એવી નામના મેળવી હતી. એકવાર તેમની પત્ની રમાબેને તેમને ખાવા માટે રસદાર પાકી હાફુસની કેરીઓ આપી. પતિએ માત્ર એકજ હાફુસની કેરી ખાધી. બીજી હાફુસ કેરીને તેઓ અડ્યા પણ નહિ. આ જોઈ તેમની પત્ની રમાબેનને ખુબ આશ્ચ્રર્ય થયું।. તેમણે પતિને પૂછ્યું, "કેમ કેરી મીઠી નથી કે શું?" "કેરીતો ખુબ જ મીઠી અને સ્વાદિષ્ટ છે." "તો એક જ કેરી કેમ ખાધી? બીજી કેરી કેમ લેતા નથી? " " એક કરતા વધુ આવી મીઠી અને સ્વાદિષ્ટ કેરીઓ ખાવાથી શું પરિણામ આવે છે તેની તમને ખબર નથી લાગતી।. કોઈ પણ સ્વાદિષ્ટ ચીજનું જો એક વાર વ્યસન પડી જાય તો એમાંથી છટકવું સરળ નથી હોતું।. પછી તો જીભને એવી સ્વાદિષ્ટ ચીજો ખાવાની એવી તો તાલાવેલી અને લોલુપતા સદા માટે રહે છે કે માનવી જીભનો ચલાવ્યો ચાલવા જ લાગે છે. જીભ પર પછી એનો કાબુ નથી રહેતો। અને તેથી તો શાસ્ત્રો માં પણ કહેવામાં આવ્યું છે કે જેણે ઈચ્છા જીતી એને જગ જીત્યું! અ...

લાલ બહાદુર શાસ્ત્રી

Image
લાલ બહાદુર શાસ્ત્રી  (02.10.1904 - 11.01.1966) વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રી એક એવી વ્યક્તિ હતા કે જેઓ પ્રશંસાથી દૂર રહેવામાં અને જાહેર સન્માનોને શક્ય એ રીતે ટાળવામાં માનતા. તેમના જીવનમાં ઘણા એવા બનાવો બન્યા હતા કે તેમણે સામે પગલે ચાલીને પોતાના માનમાં સન્માન સભારંભ નહિ યોજવા લોકોને વિનંતી કરી હતી. તેમને ત્યાં એકવાર તેમના એક જુના મિત્ર આવ્યા. બંને મિત્રો વચ્ચે થોડો સમય આડીઅવળી વાતચીત થયી. ત્યાર બાદ મિત્ર બોલ્યો, " શાસ્ત્રીજી એક વાત પૂછું ?" " કઈ વાત?" " આપ પ્રશંસાથી દૂર રહેવાનું કેમ પસંદ કરો છો? આપના  માનમાં સભારંભ યોજાય એ પણ આપણે મહદંશે પસંદ નથી. આનું કઈ કારણ? " લાલ બહાદુર શાસ્ત્રી બોલ્યા, "ઘણા સમયથી હું પ્રશંસાથી દૂર રહુ છું. પ્રશંસાથી દૂર રહીને, આપણે જે કામ કરવાની જવાબદારી સ્વીકારી હોય તે સતત કર્યે જવાની એમ હું હંમેશા માનતો આવ્યો છું. મને આ બોધ લાલા  લજપતરાય પાસેથી શીખવા મળ્યો હતો."  " એક વાર એમણે  મને કહ્યું હતું કે શાસ્ત્રી! આપણે પ્રશંસાથી દૂર રહીને આપણું કર્તવ્ય બજાવતા રહેવું. જુઓ, તાજમહાલ માં બે પ્રકા...

બાળકના બાળપણની મજા

Image
બાળકના બાળપણની મજા એક મોટા બગીચામાં બાળકો રમતાં હતાં. બગીચાની એક બેંચ પર એક પુરુષ બેઠેલો હતો. ઘણા સમયથી શાંતિથી બેઠેલો હતો. થોડીવાર પછી ઘડિયાળમાં સમય જોઈને તેણે પોતાની દીકરીને પાસે બોલાવીને કહ્યું, ‘દીકરી, હવે ઘરે જઈશું ?’ દીકરીએ મીઠા અને લાડભર્યા સ્વરે કહ્યું, ‘પપ્પા પાંચ મિનિટ, પ્લીઝ !’ પપ્પાએ માથું હલાવી હા પાડી. દીકરીએ આનંદમાં આવી જઈ સાયકલ ચલાવવાનું ચાલું રાખ્યું. જાણે ધરાઈને સાયકલ ચલાવી હોય એવો સંતોષ એના ચહેરા પર દેખાતો હતો. થોડીવાર પછી પપ્પાએ દીકરીને ફરી બોલાવી કહ્યું, ‘દીકરી, ચાલ હવે તો ઘરે જઈશું ને ?’ વળી દીકરીએ વધુ પાંચ મિનિટ સાયકલ ચલાવવા દેવા મીઠી ભાષામાં આજીજી કરી અને કહ્યું, ‘પાંચ જ મિનિટ !’ પપ્પાએ સ્મિત કર્યું અને કહ્યું : ‘જા ભલે !’ આ બધું બાજુની બેંચમાં બેઠેલી વ્યક્તિ ખૂબ જ ધ્યાનથી જોઈ રહી હતી. પછી કહ્યું, ‘મિત્ર, તમે તો ભારે ધીરજવાળા પપ્પા છો !’ તેણે સ્મિત કર્યું અને પછી લાગણીભર્યા અવાજે કહ્યું, ‘મારે એક દીકરો પણ છે. આ દીકરીથી મોટો છે. મારી ભાગદોડભરી જિંદગીમાં હું તેનું બાળપણ કોઈ દિવસ જોઈ શક્યો નહિ. હવે તો એટલો મોટો થઈ ગયો છે કે તે પોતાનું કામ પોતે જ ક...

ભાગ્ય અને કર્મ

Image
ભાગ્ય અને કર્મ સંત જ્ઞાનેશ્વરના બે શિષ્યો તનય અને મનય વચ્ચે ચર્ચા થઈ કે માનવજીવનને ભાગ્ય ઘડે છે કે કર્મ ? બંને વચ્ચે ઘણી ચર્ચા વિચારણા થઈ પરંતુ કોઈ ઉકેલ ના આવ્યો. તેથી તેઓ સંત જ્ઞાનેશ્વર પાસે ગયા. સંત જ્ઞાનેશ્વરે કહ્યું : ‘તમને જવાબ જરૂર મળશે, તે પહેલાં તમારે મારી શરત પાળવી પડશે કે એક દિવસ તમારે બંધ ઓરડામાં રહેવું પડશે. તમને ભોજન, પાણી. ઉજાસ નહીં મળે.’ બીજે દિવસે સંત જ્ઞાનેશ્વરે બંનેને નાના ઓરડામાં પૂરી દીધા. ઉજાસ ક્યાંય હતો નહીં. મનયને ભૂખ લાગી, તેને તનયને કહ્યું, ‘ભૂખ લાગી છે. ચાલ આ અંધારા ઓરડામાં તપાસ કરીએ, કદાચ કશું ખાવા મળી જાય.’ તનયે કહ્યું : ‘આવી ઝંઝટ શું કામ કરવી, ભાગ્યમાં હશે તો મળી જશે માટે શાંતિથી ભાગ્યને ભરોસે બેસ.’ પુરુષાર્થમાં માનનારો મનય અંધારા ઓરડામાં ખાવા યોગ્ય કંઈક મળે તે માટે શોધવા લાગ્યો. તેમના હાથમાં એક માટલી આવી એમાં બાફેલા ચણા હતા. તેને ખુશી થઈ. એણે તનયને કહ્યું ‘જોયોને કર્મનો મહિમા ! તું ભાગ્યને આધારે બેસી રહ્યો તને કશું મળ્યું નહીં મને ચણા મળ્યા.’ તનયે કહ્યું : ‘આમાં આનંદ પામવા જેવું કંઈ નથી ? તારા ભાગ્યમાં ચણા પામવાનું લખ્યું હશે એટલે તને મળ્યા.’...