Posts

Showing posts from May, 2017

ચંદનનો બગીચો

ચંદનનો બગીચો એકવાર એક રાજાએ ખુશ થઇને એક લુહારને ચંદનનો એક મોટો બગીચો ઉ૫હારમાં આપી દીધો.આ લુહારને ચંદનના વૃક્ષોની કિંમતનું જ્ઞાન ન હતું,તેથી તે ચંદનના વૃક્ષોને કાપીને તેના કોલસા બનાવી વેચતો હતો.ધીમે ધીમે બગીચો ખાલી થઇ ગયો. એક દિવસ અચાનક રાજા આ લુહારના ઘર પાસેથી ૫સાર થયા ત્યારે તે વિચારતા હતા કે અત્યાર સુધીમાં લુહાર અમીર બની ગયો હશે,પરંતુ રાજાને લુહારની હાલત ૫હેલાંના જેવી જ જોઇને ઘણી જ નવાઇ લાગી. તમામ હકીકતથી વાકેફ થયા બાદ રાજાએ લુહારને પૂછ્યું કેઃ "ચંદનના લાકડાનો કોઇ ટુકડો તારી પાસે બચ્યો છે..?  ત્યારે લુહારે કહ્યું કેઃ મહારાજ..! મારી કુહાડીનો હાથો જ બચ્યો છે." બાદશાહે તેને ચંદનના વહેપારી પાસે મોકલ્યો.લુહારને આ નાનકડા ચંદનના ટુકડાના ઘણા પૈસા મળ્યા. તે પસ્તાવાથી ઘણું જ રડવા લાગ્યો.તેને બાદશાહને આવો બીજો બગીચો ઉ૫હારના રૂ૫માં આપવા વિનંતી કરી, ત્યારે રાજાએ જવાબ આપ્‍યો કેઃ આવો ઉ૫હાર વારંવાર મળતો નથી. આપણા બધાનું જીવન આ લુહારના જેવું જ છે. માનવ જીવનના મૂલ્યની ખબર ત્યારે જ ૫ડે છે કે જ્યારે જીંદગીના અંતિમ શ્વાસ ચાલી રહ્યા હોય છે અને ત્યારે  પ્રભુન...

દીકરી વહુ બન્યા બાદ....

આપણે ત્યાં એક પરંપરા હતી કે દિકરીને સાસરે વળાવ્યા પછી મા-બાપ દિકરીના ઘરનું જમતા નહોતા કે પાણી પણ નહોતા પીતા. કોઇને આ બાબતમાં વેવલાવેળા લાગે પણ વડવાઓએ શરુ કરેલી આ પરંપરા પાછળ કુટુંબને ટકાવી રાખવાની ઉદાત ભાવના હતી. દિકરીના ઘરનું ના જમવુ એવું નથી પણ જ્યાં સુધી દિકરીને ત્યાં સંતાન ન થાય ત્યાં સુધી દિકરીના ઘરનું ન જમવું એવી શાસ્ત્રોની આજ્ઞા છે. દિકરી જ્યારે પરણીને સાસરે જાય ત્યારે પિયરીયા જેવુ જ વાતાવરણ સાસરીયામાં ન હોય તે સ્વાભાવિક છે. નવી પરણેલી દિકરી શરુઆતમાં સાસરીયે થોડી અકળાતી હોય.  આ સમય દરમ્યાન માતા-પિતા મળવા માટે આવે એટલે દિકરી  સાસરીયાની બધી વાતો કરે અને દિકરીને દુ:ખી જોઇ મા-બાપનું હૈયુ ભરાઇ આવે.  શક્ય છે કે મા-બાપ અને દિકરી વચ્ચેનો વાર્તાલાપ દિકરીનું ઘર તોડવામાં નિમિત બને.  આવુ ન બનવા દેવું હોય તો મા-બાપ અમુક સમય સુધી દિકરીને ન મળે એવું કંઇક કરવું પડે. દિકરીના ઘરનું જમવાની અને પાણી પિવાની જ મનાઇ કરવામાં આવે તો મા-બાપ દિકરીને મળવા જાય જ નહી અને જાય તો પણ લાંબુ રોકાઇ નહી.  એકાદ વર્ષ પછી દિકરીને ત્યાં સંતાન જન્મે પછી મા-બાપ એના ઘરન...

"રિઝલ્ટ"

આજકાલ ફેસબુક પર માતા-પિતા એમના સંતાનોના રિઝલ્ટ મિત્રો સાથે શેર કરીને સંતાનની હોશિયારી પર ગૌરવ લઇ રહ્યા છે. અમૂક વર્ષો પહેલા અમારા એક રિલેટવે પણ એમના દીકરાનું રિઝલ્ટ ફેસબુક પર મૂકેલું. દીકરાને 98% માર્ક આવ્યા એટલે રાજી થઈને પરિણામનું જાહેર પ્રદર્શન કર્યું. કોઈપણ પિતાને કે માતાને સંતાનના સારા પરિણામની જાણ કરવામાં આનંદ આવે જ એ સહજ છે. પણ પછી ખબર પડી કે મોટાભાગના વિદ્યાર્થીઓના પરિણામો આવા જ આવે છે. ખાનગી શાળાઓ માર્ક આપવામાં બહુ જ ઉદાર હોય છે. માર્કનો ઢગલો જ કરી દે. અરે ગુજરાતી કે અંગ્રેજી જેવા ભાષાના વિષયમાં પણ 100 માંથી 100 માર્ક આપે. પિતાને કોઈ દિવસ 50% ઉપર માર્ક ના આવ્યા હોય એ જ્યારે સંતાનના 98% જુવે એટલે એની છાતી 36ની નહિ પણ 56ની થઇ જાય. સંતાનની વિદ્વતાથી માં-બાપ મોજમાં આવી જાય અને બાળકનું બીજા વર્ષનું એડમિશન એ જ શાળામાં કન્ફર્મ થઇ જાય. બાળક પણ ખુશ, એના માં-બાપ પણ ખુશ અને શાળા પણ ખુશ. જો કે આમાં વાંક માત્ર શાળાનો પણ નથી કારણકે જો કોઈ શાળા ખરેખર સાચું જ પરિણામ આપવાનું ચાલુ કરે તો ટકાવારીનો ઢગલો કરી દેતી નબળી શાળાઓ શાળાઓ સામે પણ ટકી રહેવું મુશ્કેલ થાય. માર્કેટિંગ સ્ટ્રેટેજીના એ...

ગુજરાતી કે અંગ્રેજી માધ્યમ ?? "દુવિધા"

રોજે રોજ કેટલાય માં-બાપના ફોન આવે છે કે અમારે અમારા બાળકોને ક્યાં માધ્યમમાં ભણાવવા જોઈએ ? આ બાબતે મારે મારા વિચારો આપ સૌ સાથે પણ શેર કરવા છે. આ વિચારો મારા પોતાના અંગત વિચારો છે બીજા મિત્રો એની સાથે સહમત થાય એ બિલકુલ જરૂરી પણ નથી. ઘણા વાલીઓને આ પ્રશ્ન મૂંઝવે છે માટે થોડા વિચારો ફેસબુકના માધ્યમથી વહેતા મુકું છું. બાળકના સંપૂર્ણ વિકાસ માટે બાળકને એ ભાષામાં ભણાવવો જોઈએ જે ભાષા એના ઘરમાં બોલાતી હોય, એની આસપાસ બોલાતી હોય. ઘરમાં જો અંગ્રેજી ભાષાનો મહત્તમ ઉપયોગ થતો હોય તો બાળકનો અભ્યાસ અંગ્રેજી માધ્યમમાં અને જો ગુજરાતી ભાષાનો ઉપયોગ થતો હોય તો ગુજરાતી ભાષામાં બાળકનો અભ્યાસ થવો જોઈએ. માતૃભાષામાં અભ્યાસ કરનાર બાળકનું દિમાગ બાકીની બીજી ભાષાઓ બહુ ઝડપથી શીખી શકે છે. તમારે આ માટે એક પ્રયોગ કરવો હોય તો કરી જો જો. એકસમાન ધોરણમાં ભણતા એક ગુજરાતી માધ્યમના અને એક ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીને એકસમાન કામ સોંપજો. બંનેને ગુજરાતીમાં અને અંગ્રેજીમાં મોબાઈલ નંબર લખાવજો. ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી બંને ભાષામાં સરળતાથી લખી શકશે અને અંગ્રેજી માધ્યમમાં ભણતો વિદ્યાર્થી ગુજરાતીમાં નંબર લખવામાં મુશ્કેલી અનુભવશ...

નુકસાન

મને કોણ નુકસાન પહોંચાડે છે ? એક સુથાર પોતાના વર્કશોપમાં કામ કરી રહ્યો હતો. અચાનક અનરાધાર વરસાદ શરુ થયો. સુથાર પોતાનું વર્કશોપ બંધ કરીને ઉતાવળા પગલે ઘર તરફ ચાલ્યો. ઉતાવળમાં કામ કરવાના કેટલાક સાધનો વર્કશોપમાં જમીન પર જ પડ્યા રહ્યા. ખુબ વરસાદ પડવાને કારણે એક સાપ જમીનમાંથી બહાર આવ્યો. એ ખુબ જ ભુખ્યો થયો હતો. ખોરાકની શોધમાં આમ તેમ ભટકી રહ્યો હતો. આ સાપ રાત્રીના સમયે પેલા સુથારના વર્કશોપમાં દાખલ થયો અને કંઇક ખોરાક મળશે તે આશામાં આંટા મારવા લાગ્યો. જમીન પર કુહાડો પડેલો હતો. સાપ આ કુહાડા પરથી પસાર થયો અને કુહાડાની તિક્ષ્ણ ધારને કારણે એના શરિર પર એક કાપો પડ્યો. સાપને થોડી પીડા થઇ અને શરિરમાંથી લોહી પણ નિકળવા માંડ્યુ. એમણે બદલો લેવાનું નક્કિ કર્યુ. કુહાડાને પોતાના શરિરથી ભરડો લીધો અને કુહાડાની ધાર પર જ પ્રહાર કર્યો. આમ કરવાથી વધુ પ્રમાણમાં લોહી નિકળ્યું. કુહાડો લોહીથી લાલ થવા લાગ્યો. સાપને એવુ લાગ્યુ કે મારા પ્રહારોના કારણે કુહાડાને પણ લોહી નિકળી રહ્યું છે. સવારે આવીને સુથારે વર્કશોપ ખોલ્યુ તો મરેલો સાપ જોયો જે કુહાડાને વિંટળાયેલો હતો. આપણી દશા પણ આ સાપ જેવી જ છે. બીજાને નુ...

શબ્દો ની કિંમત

જેવો સમય એવા શબ્દો એકવખત લક્ષ્મી અને પનોતી વચ્ચે વિવાદ થયો. લક્ષ્મી કહે કે હું સારી દેખાવ છું અને પનોતી કહે કે હું સારી દેખાવ છું. છેવટે બંનેએ નક્કી કર્યુ કે કોઇ માણસને મળી...

"રાજ"ની મમ્મી

આજે મધર્સ ડે છે. એક માતાના સંતાન પ્રત્યેના અસાધારણ પ્રેમની એક સત્યઘટના આપની સાથે શેર કરવી છે. ખાસ વાંચજો અને બીજા મિત્રો સાથે વહેંચજો. રાજકોટમાં રહેતા ગીરાબેન પંડ્યાને ત્યાં આજથી આઠ વર્ષ પહેલા એક બાળકનો જન્મ થયો. પરિવારમાં નવા સભ્યનું આગમન થાય એ આનંદનો અવસર ગણાય પણ ગીરાબેનના કુખે જન્મેલો રાજ પરિવાર માટે આફત બનીને અવતર્યો. રાજ પંડ્યા જન્મથી જ અનેક ખોડખાપણ વાળો હતો. એને -20(માઇનસ વીસ) નંબર છે એટલે એ જોઇ નથી શકતો. અધુરામાં પુરુ એ બોલી કે ચાલી પણ નથી શકતો. રાજનો ફેઇસ પણ સીધો રહેતો નથી, થોડીવારમાં જ નીચે નમી જાય.પરિવારના બધા સભ્યો મુંઝાયેલા હતા પણ રાજની જન્મદાતા ગીરાબેન પોતાના લાડકવાયા રાજ માટે જે કંઇ કરવું પડે તે બધુ જ કરવા તૈયાર હતા. ફીઝીયોથેરાપીસ્ટ ડોકટરના માર્ગદર્શન નીચે રાજની સારવારનો પ્રથમ તબ્બકો શરુ થયો. ખબર નહિ કેમ પણ પરિવારના બાકીના સભ્યોનો જોઇએ એવો સહકાર નહોતો મળતો. બીજા તો ઠીક ખુદ બાળકના પિતાનો પણ પુરતો સહયોગ નહોતો. ગીરાબેન એકલા એકલા એના જીગરના ટુકડા માટે મહેનત કરતા હતા. એકસમય એવો આવ્યો કે ગીરાબેન અને રાજને એના પિયરમાં મોકલી દેવામાં આવ્યા. કોઇપણ સ્ત્રી આવી પરિસ્થિતી...

ભાંગેલાનો ભાઇબંધ

ભાંગેલાનો ભાઇબંધ કોણ ? એક યુવાન નાનો એવો ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. બજારમાં મંદીનું વાતાવરણ હોવાથી ધંધો ઠંડો પડી ગયો હતો. દિવસે અને દિવસે આ યુવાન નિરાસાની ઉંડી ખીણમાં ધકેલાઇ રહ્યો હતો. ક્યારેક ક્યારેક તો આત્મહત્યા કરી લેવાના વિચારો પણ આવતા હતા. આવી માનસિક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહેલા યુવાનને વધુ એક ફટકો પડ્યો. એના પિતાનું અવસાન થયુ. ઘરની બધી જ જવાબદારી હવે એના પર આવી. પિતાના અવસાન બાદ ખબર પડી કે પિતાજીએ તો બહુ મોટી લોન લીધેલી હતી. હવે તો યુવાન સાવ પડી ભાંગ્યો. શું કરવુ ? એની એને કશી જ ખબર નહોતી પડતી. પિતાજીની બધી જ ક્રિયાઓ પતાવ્યા પછી એક દિવસ પિતાના રૂમમાં કેટલાય સમયથી બંધ રહેલો કબાટ ખોલ્યો. કબાટમાં બીજુ તો કંઇ નહોતું પરંતું રેશમના કાપડમાં વીંટાળેલો કોઇ ગ્રંથ હતો. યુવાને ગ્રંથ પરનું કાપડ હટાવ્યુ તો તે એક ચોપડો નીકળ્યો. યુવાને ચોપડો ખોલતાની સાથે જ પિતાના અક્ષરો પરથી ઓળખી લીધુ કે આ પિતાજીએ પોતાના હાથે લખેલો ચોપડો છે. પ્રથમ પાનું ખોલીને વાંચવાની શરુઆત કરી. ચોપડામાં લખ્યુ હતુ ‘ મારા બાપદાદાની બહુ મોટી સંપતિ મે જતન કરીને જાળવી રાખી છે. આ ઘરના અગ્નિ ખુણામાં 3 હાથ ...

ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી

Image
ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી એકવખત ઘોડા પર સવાર થઇને કોઇ ગામની મુલાકાતે જઇ રહ્યા હતા. મહારાજા એકલા જ હતા અને પહેરવેશ પણ સામાન્ય આથી કોઇને ખબર પણ ના પડે કે આ ગોંડલ નરેશ છે. રસ્તામાં એક બહેન ઘાસનો ભારો નીચે રાખીને બેઠેલા. ઘોડેસવારને આવતા જોયો એટલે એ બહેને હાથ ઉંચો કરીને ઘોડા પર સવાર થયેલા મહારાજાને ઉભા રાખ્યા. મહારાજાએ પણ સામાન્ય માણસની જેમ ઘોડો ઉભો રાખી દીધો અને પુછ્યુ, "બોલો બહેન, શું કામ છે ?" પેલા બહેને કહ્યુ,"ભાઇ આ ઘાસનો ભારો મારા માથા પર ચડાવવામાં મને મદદ કરોને ?" મહારાજા ભગવતસિંહજી પોતાના હોદાને એક બાજુ રાખીને સામાન્ય માણસની જેમ એ બહેનને ભારો માથા પર મુકવા માટે નીચે ઉતર્યા. પેલી બહેને કહ્યુ,"આપણા ભગાબાપુ જો થાકલા કરી આપે તો કોઇ ભારો ચડાવવા વાળાની મદદની જરૂર ન પડે" મહારાજાએ પોતાનો પરિચય આપ્યા વગર જ પુછ્યુ,"બહેન આ થાકલા એટલે શું ? " પેલી સ્ત્રીએ વિસ્તારથી સમજાવતા કહ્યુ, " માણસની ઉંચાઇ જેટલા બે મોટા પથ્થર પર એક આડો પથ્થર મુકીને જે તૈયાર કરવામાં આવે એ થાકલો. વટેમાર્ગુ થાક ઉતારવા માથા પરનો ભારો ઉપરના આડા પથ્થર પર રાખીને થોડો વિ...

પરિસ્થિતિનો આનંદ

આનંદમાં કેમ રહેવું ? એક રાજા મોટું વહાણ લઇને દરીયાની સફર કરવા માટે નીકળ્યા.દરીયામાં આવેલા ટાપુઓ એને જોવા હતા.સાથે ઘણા બધા નોકરો અને મદદનિશો સેવા માટે લીધા હતા. વહાણ ધીમે-ધીમે સમુદ્રના મધ્યભાગમાં આવેલા ટાપુઓ તરફ આગળ વધી રહ્યુ હતુ. બધા આનંદથી ગીતો ગાતા ગાતા સફરની મજા લઇ રહ્યા હતા. સાવ અચાનક દરીયામાં તોફાન શરુ થયુ અને ધીમે ધીમે તોફાન વધવા લાગ્યુ. વહાણ પણ હાલક ડોલક થવા લાગ્યુ. વહાણ પર રસોઇની સેવા માટે લેવામાં આવેલો એક રસોઇયો રડવા લાગ્યો. ધીમે ધીમે એના રડવાનો અવાજ એટલો વધ્યો કે બધાના કાન દુ:ખવા લાગ્યા. રાજાએ ગુસ્સે થઇને કહ્યુ , ” આ રસોઇયાને ઉપાડીને દરીયામાં નાંખી દો. ક્યારનો રડ-રડ કરીને બીજાને પરેશાન કરે છે.” પ્રધાને રાજાને સમજાવતા કહ્યુ કે એને દરીયામાં ફેંકવાની જરુર નથી આપ મારા પર છોડી દો હું તેને રડતો બંધ કરી દઇશ. રાજાએ જે કરવુ હોય એ કરવાની પ્રધાનને મંજૂરી આપી. પ્રધાન રસોઇયા પાસે ગયા અને તેને દોરડેથી બાંધીને વહાણમાંથી નીચે લટકાવ્યો. રસોઇયો તો એકદમ ગભરાઇ ગયો. લટકતા- લટકતા તોફાનનો સામનો કરવો ખુબ મુશ્કેલ હતો. થોડીવાર એને એમ જ રહેવા દઇને પછી પ્રધાને એને ફરીથી વહાણમાં લઇ લીધો...

મેરા દરદ ન જાને કોઇ

મેરા દરદ ન જાને કોઇ ગામડાની એક નાની બજારમાં લુહાર અને સોનીની દુકાનો સામસામે આવેલી હતી. એકવખત લુહાર મોટો ઘણ લઇને લોખંડને ટીપી રહ્યો હતો ત્યારે ઘણ બાજુમાં વાગતા જ લોખંડનો એક નાનો ટુકડો ઉડીને બહાર ગયો અને બરાબર સામે આવેલી સોનીની દુકાનમાં પડ્યો. સોનીની દુકાનમાં રહેલા સોનાના ટુકડાએ જોયુ કે આજે લોખંડનો ટુકડો એમને ત્યાં આવ્યો છે એટલે એણે લોખંડના ટુકડાનું સ્વાગત કર્યુ. સોનાના ટુકડાએ લોખંડના ટુકડાને ફરિયાદ કરતા કહ્યુ, ” યાર , તમારા કરતા અમારુ મુલ્ય અનેકગણું વધારે છે અને આમ છતા અમે હંમેશા શાંત રહીએ છીએ બહુ અવાજ કરતા નથી ( સોની જ્યારે સોનું ઘડતો હોય ત્યારે કોઇ અવાજ ન થાય અને થાય તો પણ બહુ જ ધીમો ) અને તમે તો રાડા- રાડી કરતા હોવ છો ( લુહાર જ્યારે લોખંડને ટીપતા હોય ત્યારે બહુ જ અવાજ થાય અને અવાજ દુર-દુર સુધી સંભળાય). ખોટો અવાજ ન કરતા હોય તો ? સોનાના ટુકડાને જવાબ આપતા લોખંડનો ટુકડો બોલ્યો , ” ભાઇ, તું સોનુ છે પણ તને ટીપનાર હથોડી લોખંડની બનેલી હોય છે અને ઘા પણ બહુ જ ધીમા ધીમા મારે છે. જ્યારે હું લોખંડ છુ અને મને ટીપનાર હથોડો પણ લોખંડનો છે અને ઘા પણ એવા મારે છે કે સહન નથી થતા ” આંખમા...

પરિસ્થિતિનો આનંદ

આનંદમાં કેમ રહેવું ? એક રાજા મોટું વહાણ લઇને દરીયાની સફર કરવા માટે નીકળ્યા.દરીયામાં આવેલા ટાપુઓ એને જોવા હતા.સાથે ઘણા બધા નોકરો અને મદદનિશો સેવા માટે લીધા હતા. વહાણ ધીમે-ધી...

જીવનનું પડદા પાછળનું સત્ય

સત્ય એ પણ છે જે આપણને નથી દેખાતુ એક ભાઇ પોતાની સાથે બે-ત્રણ નાના બાળકોને લઇને ટ્રેનમાં ચડ્યા. એક ડબ્બામાં થોડી જગ્યા જોઇ એટલે સામાન ઉપર રાખીને બારી પાસે કંઇક વિચારતા વિચારતા એ ભાઇ બેસી ગયા. ટ્રેઇન ચાલુ થઇ અને સાથે સાથે પેલા બાળકોના તોફાન પણ ચાલું થયા જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તોફાન વધતા ગયા. પેલા ભાઇ તોફાન કરી રહેલા બાળકોને કંઇ જ કહેતા નહોતા આથી બાળકો વધુ ધમાચકડી મચાવતા હતા. થોડીવાર પછી તો એ બીજા મુસાફરોના સામનમાં હાથ નાખીને ફંફોસવા માંડ્યા અને આખો ડબો માથે લીધો. ડબાના અન્ય મુસાફરોથી હવે સહન કરવું મુશ્કેલ હતું એટલે બધાએ પેલા શૂન્ય મનસ્ક થઇને બેઠેલા ભાઇને ઢંઢોળીને કહ્યુ કે ભાઇ આ તમારા બાળકો કેવા તોફાન કરે છે તમે એને અટકાવતા કેમ નથી ? બાળકો સહેજ દુર ગયા એટલે પેલા ભાઇએ મુસાફરોને ધીમેથી કહ્યુ કે એ બાળકોના તોફાન બદલ હું આપની માફી માંગું છુ અને હું એમને એટલા માટે નથી અટકાવતો કારણ કે આ તોફાન અને સુખ એના જીવનમાં બહું ટુંકા ગાળાનું છે આ બાળકોની “માં” મૃત્યું પામી છે અને હું એમને સાથે લઇને ડેડબોડી લેવા જાઉં છું હવે તમે જ કહો આ બાળકોને હું કેવી રીતે ચુપ કરાવું ? તમામ મ...

સ્વામી રામતિર્થ

આ જીંદગીના ચોપડામાં સરવાળો માંડજો એકવાર સ્વામી રામતિર્થ ઋષિકેશમાં ગંગા નદીના કિનારે ફરી રહ્યા હતા. એમણે એક સન્યાસીને જોયા એટલે એમની પાસે જઇને વાતો ચાલું કરી. “શું આપ સન્યાસી છો ?” ” જી, હા હું યોગી છું” ”આપ કેટલા વર્ષથી યોગી છો?” “ લગભગ 40 વર્ષથી “ ” ઓહ ! આપ ખુબ અનુભવી છો. આપે આ 40 વર્ષ દરમિયાન કોઇ ખાસ ઉપલબ્ધિ મેળવી હોય તો એ જણાવવાની કૃપા કરશો ?” પેલા સન્યાસીએ થોડા અભિમાન સાથે કહ્યુ , “ ગંગા નદીનો આ વિશાળ પટ્ટ આપને દેખાય છે ને તે પાણીના પ્રવાહ પર, હું સડક પર ચાલતો હોવ એ રીતે ચાલી શકું છું.” સ્વામી રામતિર્થે કહ્યુ , “ આ સિવાય કોઇ બીજી ઉપલ્બ્ધિ મેળવી છે આપે ?” પેલા સન્યાસીએ કહ્યુ, “ પાણી પર ચાલવાની આ ઉપલબ્ધિ તમને નાની લાગે છે ?” સ્વામી રામતિર્થે હસતા હસતા કહ્યુ, “ યોગીરાજ , તમે તમારી જીંદગીના 40 વર્ષ ખર્ચીને જે ઉપલબ્ધિ મેળવી છે તેની કિંમત મારે મન તો બે આના જેટલી જ છે કેમ કે બે આનામાં નાવ વાળો કોઇપણ વ્યક્તિને નાવમાં બેસાડીને સામે કાંઠે આરામથી પહોંચાડી દે છે. માણસે એવી વિદ્યા શિખવી જોઇએ જે પોતાના માટે તો ફાયદાકારક હોય જ પણ સાથે-સાથે જગતના અન્ય...

બરાક ઓબામા

Image
આજથી લગભગ 30 વર્ષ પહેલાની આ વાત છે. મેરી એન્ડરસન નામની એક મહિલા નોર્વેમાં નોકરી કરતા એના પતિને મળવા માટે જઇ રહી હતી. અમેરીકાના મીયામી એરપોર્ટ પર ચેક-ઇન માટેની લાઇમાં ઉભેલી મેરી જાત-જાતના સપનાઓ જોઇ રહી હતી કારણકે હજુ હમણા જ એના લગ્ન થયા હતા અને પતિ સાથે વધુ સમય પણ વિતાવી શકી નહોતી. હવે પતિ સાથે જ બધો સમય વિતાવવા મળશે એ વિચાર મેરીને આનંદીત કરી રહ્યો હતો. મેરીનો વારો આવ્યો એટલે પોતાની ટીકીટ બતાવી અને બોર્ડીંગ માટેનો સામાન આપ્યો. સામાનનો વજન કર્યા બાદ ફરજ પરના કર્મચારીએ કહ્યુ, "મેડમ, આપના સામાનનું વજન મર્યાદા કરતા વધુ છે. કાં તો આપને સામાન ઓછો કરવો પડશે કાં તો વધારાના 103 ડોલર ચુકવવા પડશે." હજુ હમણા 1 મીનીટ પહેલા જે ચહેરા પર અનોખો આનંદ હતો તે ચહેરા પર ચિંતાની રેખાઓ દેખાવા લાગી. મેરી મુંઝાઇ ગઇ કારણકે એની પાસે ચૂકવણી કરવા માટે કોઇ રકમ નહોતી. આ અજાણ્યા એરપોર્ટ પર હવે શું કરવું એની મેરીને સમજ પડતી નહોતી. અચાનક પાછળથી અવાજ આવ્યો " બહેન ચિંતા ના કરો તમારા પૈસા હું ચુકવી આપુ છું. " મેરીએ પાછળ જોયુ તો એક અજાણ્યો પુરુષ હતો જે 103 ડોલર ચુકવી રહ્યો હતો. કોઇ ઓળખાણ...

નુકસાન અને કુટુંબપ્રેમ

એક સોનીથી લક્ષ્મીજી નારાજ થઇ ગયા. જતા સમયે બોલ્યા હું જઇ રહી છું, અને મારી જગ્યાએ નુકસાન આવી રહ્યું છે. તૈયાર થઇ જા. પરંતુ, હું તને છેલ્લી ભેટ જરૂર આપવા માંગીશ. માંગ, તારી જે પણ ઇચ્છા હોય તે. સોની બહુ જ સમજદાર હતો. તેણે વિનંતિ કરી કે નુકસાન આવે તો ભલે આવે, પણ એને કહેજો કે મારા પરિવારમાં પ્રેમ બન્યો રહે. બસ, મારી આ જ ઇચ્છા છે. લક્ષ્મીજી એ તથાસ્તુઃ કહ્યું. થોડાક દિવસો પછી, સોની ની દુકાને કામ કરતા ભત્રીજા એ ભુલથી ખોટું સોનું ધરાવતો સેટ એક ફેરિયા પાસેથી ખરીદી કરી લીધો. સોની ને ખબર પડતાં દુઃખ થયું, પરંતુ તે ૫૦,૦૦૦ ના નુક્સાન માટે પોતાના ભાઈના દીકરાને વઢયા નહિ, ફક્ત શિખામણ આપી. એ સમજી ગયા હતા કે નુકશાન પ્રવેશ કરી ચુક્યો છે. “ઘરે જતા પહેલા ભગવાનના મંદિરે જતો જાઉં”, એમ વિચારી તે લક્ષ્મી-નારાયણ મંદિરે ગયા. ત્યાં તેમના મોંઘા ચપ્પલ કોઈ ચોરી ગયું. નુકસાન એનો પરચો બતાવવા લાગ્યો હતો. આ બાજુ ઘરે, સોની ની સૌથી નાની વહુ ખીચડી બનાવતી હતી. તેણે મીઠું વગેરે નાખ્યું, અને બીજું કામ કરવા લાગી. ત્યારે બીજા છોકરાની વહુ આવી અને ચાખ્યા વગર મીઠું નાખીને ચાલી ગઈ. તેની સાસુએ પણ આવું જ કર્યું. ...

વાણી-વર્તન અને વિશ્વાસ સંપાદન

વાણી-વર્તન અને વિશ્વાસ સંપાદન   (A MOTIVATIONAL LESSON FOR STAFF AT VARIOUS INSTITUTES/COMPANIES) " એક પુસ્તકાલયમાં પુસ્તકો ઇસ્યુ કરતા ટેબલ નજીક એક કેમેરા ગોઠવી દેવામાં આવ્યો, આ કેમેરા વડે ખેંચાયેલી તસવીરો વડે તારણ કાઢવાનું હતું કે પુસ્તકો લેવા માટે આવતી વ્યક્તિઓ ઉપર પુસ્તકાલયના કર્મચારીઓના વર્તનની કેવી અસર થાય છે." ( આ વાત આપણી સંસ્થા મેક્સ હોસ્પિટલને પણ એકદમ બંધબેસતી છે) પ્રયોગ હાથ ધરતા પહેલા પુસ્તકોની આપ-લે કરતા કર્મચારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે તેમણે પુસ્તક આપવા-લેવા આવતા વાચકો પ્રત્યે ખાસ ધ્યાન ના આપવું, આંખોથી કોઈ જ સંપર્ક સ્થાપિત ના કરવો, સ્મિત પણ ના આપવું અને શક્ય હોય ત્યાં સુંધી દુર્લક્ષપૂર્ણ ટૂંકી વાતચિત્તમાં જ કામ પતાવવું, કર્મચારીઓ આવું વર્તન કરવા માટે સંમત થતા પ્રયોગ અમલમાં મુકવામાં આવ્યો. પુસ્તકાલયના દરવાજે પુસ્તકો લઇ બહાર નીકળતી વ્યક્તિઓ પાસેથી કર્મચારીઓની સેવા વિષે અભિપ્રાય પૂછવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી. પ્રયોગ શરુ થયો. વાચકો આવતા ગયા, જતા ગયા, અને અભિપ્રાયો લેવાતા ગયા. સાંજે તારણ  કાઢ્યા તો માલુમ પડ્યું કે મોટા ભાગના વાચકો ની ફરિયાદ હતી...

સ્ત્રીને ખરેખર શું જોઈએ છે?

રાજા હર્ષવર્ધન યુધ્ધમાં હારી ગયો. તેને હાથકડીઓ પહેરાવીને પાડોશી રાજાની સામે હાજર કરવામાં આવ્યો. પાડોશી દેશનો રાજા પોતાની જીતથી ખુશ હતો એટલે તે રાજાએ હર્ષવર્ધનની સામે એક  પ્રસ્તાવ રાખ્યો.. *“જો તું એક પ્રશ્નનો ઉત્તર મને લાવીને આપીશ તો અમે તારું રાજ્ય પાછું આપી દઈશું, તે સિવાય ઉમ્ર કેદ માટે તૈયાર રહેજે….પ્રશ્ન છે….. એક સ્ત્રીને ખરેખર શું જોઈતું હોય છે?”* આના માટે તારી પાસે એક મહિનાનો સમય છે. હર્ષવર્ધને આ પ્રસ્તાવ મંજૂર કર્યો. તે જગ્યાએ જગ્યાએ – ગામેગામ જઈને વિદુષીઓ, વિદ્વાનો અને તમામ ઘરેલું સ્ત્રીઓથી લઈને નૃત્યાંગનાઓ, વૈશ્યાઓ, દાસીઓ અને રાણીઓ, સાધ્વીઇઓ સૌને મળ્યા અને જાણવાં લાગ્યાં કે, એક સ્ત્રીને ખરેખર શું જોઈતું હોય છે ? કોઈકે સોનું, કોઈ કે ચાંદી, તો કોઈકે હીરા જવેરાત, કોઈ કે પ્રેમ, કોઈ કે પુત્ર, પિતા, પતિ અને પરિવાર તો કોઈ કે રાજ્યપાટ અને સન્યાસની વાતો કરી, પણ હર્ષવર્ધનને સંતોષ ન થયો. મહિનો પૂરો થવા આવ્યો છતા હર્ષવર્ધનને કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો. કોઈકે સલાહ આપી કે, દૂર દેશમાં એક જાદૂગરણી રહે છે, તેની પાસે દરેક વાતનો જવાબ હોય છે. કદાચ એની પાસે આ પ્રશ્ન...

રજાચીઠ્ઠી

‘ રજાચીઠ્ઠી’* (પ્રામાણિકતા નથી મરી પરવારી!!) ************************************* ઘરમા વેકેશનની તૈયારીઓ તડામાર ચાલી રહી હતી. ‘ચાર દિવસ પછી તો આપણે પ્લેનમા બેઠા હોઇશું..... અને ખૂબ મજા કરીશુ...!’ મમ્મી તો ગોવા જતી ફ્લાઇટમા જાણે સૌ બેસી ગયા હોય છે તેવુ આભાસી ચિત્ર મોટા દિકરા આયુધ અને નાની દીકરી રીધ્ધીને બતાવી રહી હતી. ‘અને જો મમ્મી... હું બીચ પર ખૂબ ન્હાવાનો છું... તું મને રોકતી નહી...!!’ દસમા ધોરણની પરીક્ષા પુરી થયા પછી આયુધ ક્યારનો’ય વેકેશનની મોજમસ્તીના સપના જોઇ રહ્યો હતો. ‘પણ.... મમ્મી.... આ ફરવા જવાનો ખર્ચ કેટલો થશે ?’ ક્યારનીયે ચુપ બેસેલી રિધ્ધિએ મમ્મીને પુછી લીધું. ‘એ.. તો.. તારા પપ્પાને ખબર...!!’ મમ્મી એ જવાબ વાળી દીધો તો ખરો, પણ જે ચિંતા મોટા વ્યક્તિને થવી જોઇતી’તી તે ચિંતા ઘરની સૌથી નાની વ્યક્તિ જે હજુ તો ચોથા ધોરણની પરીક્ષા આપી તે રિધ્ધિ કરી રહી હતી. ‘પણ.. જુઓ આ વખતે હુ તમારુ કોઇ બહાનુ નહી ચલાવી લઉ... મારી બધી બહેનો તો આખુ ભારત ફરી આવી... તમે મને અંબાજીથી ક્યાંય આગળ નથી લઇ ગયા....!!! ગમે તે કરી આ વેકેશન તો મારે ગોવા જ જવુ છે.....!!!’ આ સ્ત્રીહ્ઠે ...

ના બોલવામાં નવ ગુણ

"ના બોલવામાં નવ ગુણ"--- એ એક પ્રખ્યાત કહેવત છે, કોઈ કહેશે મને આ નવ ગુણો કયા??? જવાબ રજૂ કરું છું: 1. કોઈનું હૈયું દુભાય નહીં. 2. કોઈના કજિયા કંકાસ માં નિમિત્ત ના બનાય. 3. શત્રુ ઉભા ના થાય 4. આપણો વાંક ના નીકળે. 5. વ્યાપારજીવન ના રહસ્યો ના છતાં થાય. 6. કોઈની નિંદા ના થાય. 7. બીજાની ખાનગી વાત ના કેહવાઈ જાય. 8. લોકોનો વિશ્વાસ તૂટે નહીં. 9. મનની શાંતિ જળવાઈ રહે

આક્ષેપોથી આરંભો સફળતાની યાત્રા

આક્ષેપોથી આરંભો સફળતાની યાત્રા ■■■■◆◆◆◆◆■■■■ એકવખત એક ગધેડો માલિકના ઘરેથી નીકળીને ચાલતા-ચાલતા ગામની ભાગોળે પહોંચ્યો. ગામના પાદરમાં એક નાનો કુવો હતો જેમાં પાણી નહતુ અને લોકો તેમાં કચરો ફેંકતા. પેલો ગધેડો આ કુવામાં પડી ગયો અને ભોંકવા લાગ્યો. કોઇએ ગધેડાના માલિકને જઇને ગધેડો કુવામાં પડી ગયો છે તે સમાચાર આપ્યા. માલિક તો સમાચાર મળતા જ મનમાં મલકાયો. આમ પણ આ ગધેડો એને ભારરુપ લાગતો હતો કારણકે ઉંમરને કારણે એ કોઇ કામ કરી શકતો નહોતો. માલિકે વિચાર્યુ કે ગધેડાને કુવામાંથી બહાર કાઢીશ તો એને સાચવવો પડશે એના કરતા આ સરસ તક મળી છે કુવામાં માટી નાખીને કુવાને પુરી દઉં એટલે ગધેડો પણ દટાઇ જશે. માલિક કુવા કાંઠે પહોંચ્યો અને કુવામાં પડેલા ગધેડા સામે જોયુ. ગધેડાને લાગ્યુ કે માલિક બચાવવા આવ્યા છે એટલે એણે ભોંકવાનું બંધ કર્યુ. થોડીવારમાં ઉપરથી માટી પડવાની શરુ થઇ એટલે ગધેડાને માલિકનો ઇરાદો સમજાઇ ગયો. ગધેડાએ કોઇપણ જાતનો વિરોધ કર્યો નથી અને ડર્યો પણ નહી. એણે એક નવો નુસખો અજમાવ્યો. એમના પર પડેલી માટીને એ ખંખેરી નાખે એટલે માટી નીચે જતી રહે પછી એ જ માટી પર પોતે ઉભો રહી જાય. ધીમે ધીમે કુવો પુરાવા ...