ક્રોધ
હિંદુ શાસ્ત્રોમાં કામ, ક્રોધ ,લોભ ,મોહ , મદ અને મત્સર એ બધી માણસની વૃતિઓને ષડરીપુ એટલે કે છ પ્રકારના દુશ્મનો કહેવાયા છે . માણસ માટે ક્રોધ એ એના શરીર અને મન માટે એક ધીમું ઝેર છે . ક્રોધ માણસને અંદરથી ખોખલો બનાવી દે છે . એની અસર નીચે એ સારા કે નરસાનું ભાન ગુમાવી દે છે. બધાં જ દર્દોની એક દવા-જડીબુટ્ટી જેવી આપણી શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણે સ્થિતપ્રજ્ઞનાં જે લક્ષણો બતાવ્યાં છે , એમાં પણ જણાવાયું છે કે – *' વિષયોનું રહે ધ્યાન, તેમાં આસક્તિ ઉપજે,* *જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નિપજે.* *ક્રોધથી મૂઢતા આવે , મૂઢતા સ્મૃતિને હરે,* *સ્મૃતિલોપે બુદ્ધિ નાશ , બુદ્ધિનાશે વિનાશ છે.' * સંત કબીરે પણ એમના એક દુહામાં ગાયું છે કે; *" કામ, ક્રોધ, મદ, લોભકી, જબલગ મનમેં ખાન,* *તબલગ પંડિત મુરખ હી, કબીર એક સમાન. * * જ્યારે માણસની બુદ્ધિ ઉપર ક્રોધની લાગણી હાવી થઇ જાય છે ત્યારે ન કહેવાનું કહેવાઈ જાય છે અને ન કરવાનું કાર્ય થઇ જાય છે.ક્રોધ કર્યાં પછી જ્યારે માણસની બુદ્ધિ ઠેકાણે આવે છે ત્યારે એને સાચી વાત સમજાતાં પુષ્કળ પસ્તાવાની લાગણી થતી હોય છે .* "એક ...