પિતાની રચના
ભગવાને જયારે પિતાની રચના કરવાનું શરુ કર્યું ત્યારે સૌથી પ્રથમ એણે ઊંચું અને પડછંદ માળખું બનાવ્યું. બાજુમાં ઉભેલા દેવદૂતને નવાઈ લાગી. એનાથી બોલ્યા વિના ન રહેવાયું, ખુબ જ નમ્રતાપૂર્વક એણે કહ્યું, "ભગવાન, ક્ષમા કરજો! પણ તમે આ કેવી વિચિત્ર રચના કરી છે? જો બાળકો સૌ નાના જ હોય અને જમીનથી એટલા નજદીક રહેવાના હોય તો પિતાની આટલી બધી ઊંચાઈ શું કામની? એ બાળકો સાથે ન તો લખોટીઓ રમી શકશે કે ન તો એ બાળકો સાથે કુદકા કે કુંડાળા રમી શકશે! એ બાળકોને પથારીમાં બરાબર રીતે સુવડાવી પણ નહિ શકે અને સાવ નીચે નમશે ત્યારે માંડ આ નાના બાળકોને બચી ભરીને વ્હાલ કરી શકશે! જો એવું જ હોય તો આટલી બધી ઊંચાઈ આ માળખામાં બનાવવાનું મહત્વ શું? ભગવાન હસી પડ્યા અને બોલ્યા, "હા, એ બધી વાત બરાબર છે. પણ જો હું એને બાળકો જેવડો જ બનાવત તો પોતે પણ મોટા થઈને ઊંચા થવાનું છે એવો ખ્યાલ બાળકોને ક્યાંથી આવત? પોતાના પિતાની ઊંચાઈ એમના માટે પથદર્શક બની રહેશે!" આ "ઊંચાઈ" શબ્દ પેલા દેવદૂતને બરાબર સમજાયો નહિ! એ પછી ભગવાને પિતાના હાથની રચના કરી. ખુબ મોટા અને ના તો જરાય સુંવાળા કે ના તો સહેજેય કુણા! આંગળીઓ ...