Posts

Showing posts from June, 2017

દર્દ ડોક્ટરનું! -- સત્યઘટના

Image
આજથી બરાબર ૧૦ વર્ષ પહેલાંની વાત છે . મારી ઓપીડી માં એક ૧૩ - ૧૪ વર્ષની સાવ એકવડીયું શરીર ધરાવતી અત્યંત બીમાર હાલતમાં છોકરીને લઈને એક મુસ્લિમ પરિવાર પ્રવેશ્યું . છોકરીનું નામ બેનઝિર . હાડપિંજર જ દેખાતું હતું જાણે . વજન માંડ આશરે 27-28 કિલો હશે .  આખા શરીર પર કરચલીઓ , પાતળી સૂકી ચામડી , મોં પર ખૂબ ચાંદા પડી ગયેલ સાથે હોઠ અને જીભ સુજી ગયેલા લાલઘૂમ .... કોઈપણ તબીબ સિવાયનો સામાન્ય માનવી પણ સમજી શકે એ હદે બીમાર અને બિસ્માર હાલત હતી એના સ્વાસ્થ્યની !!! વાત ચાલુ થઈ . " શાહ સાહેબ , તમે જ હવે છેલ્લો આશરો છો , મારી દીકરી માટે ! કેવી હાલત કરી દીધી છે આ બીમારીએ મારી રૂપ રૂપની અંબાર છોકરીની . ગામના તથા શહેરના કેટલાય ડોક્ટરોને બતાવ્યું .... પણ સ્થિતિ લથડતી જ જાય છે . આ તો ભલું થજો ડો . ભટ્ટ સાહેબનું કે એમણે એક છેલ્લું આશાનું કિરણ અમને બતાવ્યું છે ને તમારી પાસે અમે બહુ જ આશા લઈને આવ્યા છે . મારી દીકરીને સાજી કરી આ ' લો બસ !!"   આટલું બોલતા તો...