Posts

Showing posts from February, 2019

કોણ હતા ગુજરાતી ભાષાના આ લબ્ધપ્રતિષ્ઠ કવિ?

Image
અમદાવાદ પાસે સાબરકાંઠામાં એક ગામ આવેલું હતું જે અત્યારે તો તાલુકો છે,  આ ગામે ભીખાભાઇ જોશીને ઘરે ૧૯૦૪માં એક બાળકનો જન્મ થયો. માતાજીનું નામ હતું પ્રસન્નબેન. બાળકનું નામ હતું ચીમન. મોટા થયા એટલે ચીમનલાલ થયાં!! પણ બાળપણથી જ ધુની સ્વભાવ. નિશાળે જાય તો બીજા બધા પાઠો કરતાં કવિતાઓમાં જ વધુ રસ પડે. આમ એક દિવસ એક કવિતા પાઠ કરવા માટે આપવામાં આવી: "માને દેખી બહુ હરખાઉં, દોડી દોડી સામે જાઉં!" આ કવિતા પાઠ કરતી વખતે તેઓ હર્ષઘેલા થઈ ગયા. સીધા સરળ શબ્દોમાં પણ કવિએ માતૃત્વનું કેવું ઉત્કૃષ્ટ દર્શન કરાવ્યું છે અને માતૃભક્તિ એ બાળકના હૃદયમાં સ્થાન પામી. જ્યારે જ્યારે પણ માતાની સેવા કરવાના પ્રસંગો આવ્યા ત્યારે મુંબઈથી પણ તેઓ પોતાના વતન પહોંચી જતા અને માતા વૃદ્ધ થતાં બીમાર થયા ત્યારે ખડે પગે અને અખંડ રાતોના રાત ઉજાગરા કરી માતૃસેવામાં લાગી ગયાં! પરંતુ ખાસ વાત એ હતી કે આ કવિતાનો પાઠ કરતા કરતા એમના બાલમાનસમાં એક બીજ રોપાયું અને પછી આગળ જતાં અંકુર પણ ફૂટ્યો કે, "લાવ, હું પણ કવિતા કરું!" તેઓ જ્યારે જ્યારે મંદિરમાં જતા ત્યારે ભજન કીર્તનમાં કલાકોના કલાક સુધી બેસી રહે. ...

વિદ્યા વિનયેન શોભતે

Image
આ ત્યારની વાત છે જયારે આપણા દેશમાં અંગ્રેજી હુકુમતના ડંકા વાગતા હતા. અને પાછું આ એ શહેરની વાત છે જે વસ્તીની દ્રષ્ટિએ ભારત દેશમાં પ્રથમ સ્થાન ભોગવે છે. અને બીજી એક રીતે કહું તો આ એ વ્યકતિની વાત છે જે આ શહેરની ત્યારની હાઇકોર્ટના વડા ન્યાયાધીશ હતા અને સાથે સાથે ત્યાંના વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ પણ હતા. નોંધી રાખવા જેવી એક વાત છે કે, એ જમાનામાં એવો હોદ્દો અંગ્રેજ સિવાય બીજા કોઈને જવલ્લે જ મળતો. અને એવા ગણ્યાગાંઠ્યા ભાગ્યશાળી જીવોમાંના આ ભાઈ એક હતા. એ પણ ભૂલવા જેવી વાત નથી, કે આજના જેવી લાગવગશાહીને ત્યાં જરાય સ્થાન નહોતું. કેવળ લાયકાતને જ લક્ષમાં લેવાતી હતી. સવારના અગિયાર વાગ્યાનો સુમાર હતો. કલકત્તાની હાઇકોર્ટનો એક ભવ્ય ખંડ હતો. વાદી, પ્રતિવાદી, વકીલો તથા પ્રેક્ષકોથી આખોય હોલ ચિક્કાર ભરાઈ ગયો હતો. અગત્યનો કેસ આજે ચાલવાનો હતો. આપણે જે ઉપર વાત  કરી એ ન્યાયાધીશ પણ સમયસર આવીને આસનપર બિરાજ્યા હતા. વકીલ મહાશય ટેબલ પર હાથ ઠોકીઠોકીને પોતાની વાત ન્યાયાધીશના મગજમાં ઠસાવવા જોરદાર પ્રયાસ કરી રહ્યા હતા. પોતાના પેટનું પાણીય ન હાલતું હોય એવી અદાથી સૌ ઠંડે કલેજે, ન્યાયાધીશ મહાશય મ...

વાતચીત "એક કળા"

Image
29.01.1860 - 15.07.1904 રશિયાના વિખ્યાત નવલિકા અને લઘુવાર્તા લેખક એન્ટન ચેખોવને મળવા માટે ત્રણ સ્ત્રીઓ આવી આ સ્ત્રીઓએ વિચાર્યું હતું કે આવા મહાન સર્જકને મળીએ છીએ તો એમની સાથે વાતો પણ કંઈ સામાન્ય ન જ થાય. આથી ત્રણેયે કોઈ ગંભીર પ્રશ્ન વિષે એમની સાથે વાર્તાલાપ કરવાનું નક્કી કર્યું. એ સમયે ગ્રીસ અને તુર્કસ્તાન વચ્ચે યુદ્ધ ચાલતું હતું. એક મહિલાએ આ ગંભીર પ્રશ્નને પ્રસ્તુત કરતા કહ્યું, "ગ્રીસ અને તુર્કસ્તાનના યુદ્ધની બાબતમાં આપણું શું મંતવ્ય છે?" એન્ટન ચેખોવે કહ્યું, "મારી ધારણા મુજબ આ યુદ્ધનો અંત શાંતિમાં આવશે!" બીજી મહિલાએ પ્રશ્ન કર્યો, "આ યુદ્ધમાં કોની જીત થાય એમ તમને લાગે છે? ગ્રીસની કે તુર્કસ્તાનની?" એન્ટન ચેખોવે કહ્યું,  "મા રી ધારણા પ્રમાણે તો જે વધુ શક્તિશાળી હશે, તે વિજયી બનશે!" ત્રીજી મહિલાએ પૂછ્યું, "તમારી દ્રષ્ટિએ કોણ વધુ શક્તિશાળી છે?" ચેખોવે કહ્યું, "એ જ સહુથી શક્તિશાળી છે, જે પુરુષાર્થયુક્ત અને શિક્ષિત છે!' આવા જવાબોથી હતપ્રભ થઈને હવે શું પૂછવું અને શું વાત કરવી એની દ્વિધા સાથે ત્રણે ...

જાતમહેનતથી આગળ આવેલા મહામાનવો

Image
ગતાંકથી શરૂ... લક્ષ્મણરાવ કિર્લોસ્કર, શાંતનુ કિર્લોસ્કર અને તેમનું સાહિત્ય ક્ષેત્રે અને ટેકનોલોજી ક્ષેત્રે કેવું અજોડ પ્રદાન રહ્યું એ આપણે ગયા અંકમાં જોયું. ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે એવી કેટલીય ચીજ છે જે પહેલવહેલી કિર્લોસ્કર લઈને આવ્યું! હવે આગળ....... આ રીતે ઈ.સ. 1930 સુધી કિર્લોસ્કર ઉદ્યોગો વિકસતા રહ્યા. પછીથી વિશ્વવ્યાપી મંદીના એંધાણ વર્તાઈ રહ્યા હતા. પ્રત્યેક ઉદ્યોગો માટે નાણાભીડ અને નવા કામની અછત શરુ થવા લાગી. કિર્લોસ્કરને કદાચ થોડી વધારે કારણકે, એનો મુખ્ય ગ્રાહક ગ્રામ્ય હતો. અને બીજા ઉદ્યોગોના ધંધાઓ શહેરને અનુલક્ષીને વિસ્તર્યા હતા. એટલે પૈસાની અછત સૌ પ્રથમ ગ્રામ્ય વિસ્તારના ધંધાની ડિમાન્ડને ભરખી ગઈ.  સૌ પ્રથમ હળ બનાવવાનું બંધ કરવું પડ્યું, શેરડી પીલવાના યંત્રો પણ બંધ કર્યા. ઓર્ડર વિના કારખાના પણ બંધ રહ્યા, આ સિચ્યુએશનનો રસ્તો કાઢવો પડે એમ જ હતો. નવા ઉકેલોની શોધ કર્યા વિના છૂટકો નહોતો. એટલે કિર્લોસ્કરએ નવા ઉત્પાદનોનું સંશોધન કર્યું અને બજારમાં મુકવાના ચાલુ કર્યા! હવે તેમણે ડ્રિલિંગ મશીનો બનાવવા માંડ્યા! સાથે સાથે લેથ મશીન અને ગેસ પ્લાન્ટનું પણ ઉત્પાદન શરુ ક...