જીવનઉપયોગી સાત શબ્દો કયા? - વાંચો શબ્દસંપુટ!
જો તમને કોઈ જીવનોપયોગી કોઈ પણ છ કે સાત શબ્દો કહેવાનું કહે તો..? આજે આપણે શબ્દસંપુટમાં એવાં જ થોડા શબ્દો વિષે વાત કરવા જઈ રહ્યાં છીએ. ચાલો તો સંપુટમાંથી થોડા ખુબ જ ઉપયોગી એવા શબ્દો બહાર કાઢીએ! મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને એક માણસે એક વાર પત્ર લખ્યો હતો કે, આપ જગતના મહાન વિજ્ઞાની છો એ જ રીતે મહાન વિચારક પણ છો, તો આપના વિચારના નિચોડરૂપ મને છ શબ્દો ન લખીને મોકલી શકો? એના જવાબમાં આઇન્સ્ટાઇને લખ્યું: 'ઈશ્વર, દેશ, પત્ની, ગણિત, મનુષ્ય, શાંતિ!' કોઈ પણ માણસ આ છ શબ્દો ઉપર વિચાર કરશે તો તેમાં તેને આઈન્સ્ટાઈનના મહાન વિચારોનું રહસ્ય અને જીવન વિશેની તેમની ઊંડી સમજણ ચોક્કસ પ્રતીત થશે. શબ્દોને આજકાલ આપણે સાવ છીછરા અને અર્થહીન બનાવી મુક્યા છે! ત્યારે એક શબ્દ કેટલું બધું કહી શકે છે એનો ઉપરથી આપણને ખ્યાલ આવે છે. આજે તો બધું ગરમાગરમ જ વેચાય છે, મોટા મોટા શબ્દો અને ખોટી ખોટી વાતો! ક્યારેક તો જેનો કશો જ અર્થ ન હોય એવા ભારે અને નિરર્થક શબ્દોના ઢગલા જ વાચકો સામે ખડકાયેલા હોયછે. લખનારને જયારે કશું જ કહેવાનું નથી હોતું ત્યારે તે મોટા શબ્દોમાં ખોટી વાતો કહેવાનું શરુ કરે છે. અને...