Posts

Showing posts from May, 2016

પીઝઝા ના એ આઠ ટુકડા..........

પીઝઝા ના એ આઠ ટુકડા.......... ઘણા સમય પહેલા હિન્દી માં વાંચેલી એક પોસ્ટ આપની સમક્ષ અહી રજુ કરું છુ. સારી લાગે તો અચૂક શેર કરજો પત્ની એ કહ્યું – આજે ધોવા માટે વધારે કપડા નહિ કાઢતા કામવાળી બે દિવસ નહિ આવે... પતિ: કેમ??? પત્ની: ગણપતી ના તહેવાર માટે તે તેની દીકરી ના છોકરાઓ ને મળવા જવાની છે. અને હા ગણપતિ ના તહેવાર માં તેને 500 રૂપિયા આપું બોનસ?? પતિ: કેમ?? હમણાં દિવાળી આવે જ છે ને ત્યારે આપશું પત્ની: અરે ગરીબ છે બિચારી, દીકરી ને મળવા જાય છે તો તેને પણ સારું લાગશે અને આ મોંઘવારી માં આટલા પૈસા થી એ શું તહેવાર ઉજવશે? પતિ: તું પણ જરૂર થી વધારે દયાળુ થઇ જા છો પત્ની: ના ચિંતા નહિ કરો આજે આપણે પીઝઝા ખાવા જવાનો પ્રોગ્રામ હતો એ હું કેન્સલ કરી નાખું છુ. વાંસી પાવ ના એ 8 ટુકડા માં ખાલી ખોટા 500 રૂપિયા ઉડી જશે. પતિ: વાહ...અમારા મોઢા માંથી પીઝઝા છીનવી ને બાઈ ની થાળી માં??? ત્રણ દિવસ પછી કચરું કાઢતી કામવાળી ને સાહેબે એ પૂછ્યું. પતિ:કેમ રહી રજા? કામવાળી: બહુ સારી રહી સાહેબ...દીદી એ 500 રૂપિયા આપ્યા હતા ને...તહેવાર નું બોનસ પતિ: તો જઈ આવી જમાઈ ને ત્યાં?? મળી લ...

રાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણન

Image
" સર, આપનું જ્ઞાન અગાધ છે. અહીં હિન્દુસ્તાનમાં આપની કોઈ જ કદર નહિ થાય. આપના જેટલું જ્ઞાન ધરાવતી વ્યક્તિ યુરોપમાં તો ખુબ જ આદર અને પ્રસિદ્ધિ પામે. આપ અહીં નકામા સમય વેડફી રહ્યા છો.", એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ કોલેજકાળના પોતાના પ્રાધ્યાપકની પ્રશંશા કરતા કહ્યું. એ ભૂતપૂર્વ વિદ્યાર્થી અત્યારે ખુબ મોટો આઈ.સી.એસ. અમલદાર બની ગયો હતો. "ભાઈ, આપણા હિન્દુસ્તાનમાં શાની ખોટ છે? મને પરદેશનો બિલકુલ મોહ નથી.", પ્રાધ્યાપકે વળતા કહ્યું. "આપને ભલે મોહ ના હોય, પણ આપશ્રીની પ્રગતિમાં રસ મારા જેવા આપના ભૂતપૂર્વ વિદ્યાર્થીને તો હોય જ ને ! કેમ્બ્રિજ કે ઓક્સફર્ડની ડિગ્રી લઈને અહીં આવશો એટલે તમારા માનપાન અત્યારે છે એના કરતા અનેક ગણા વધી જશે." આ વાત અંગ્રેજોનું હિન્દુસ્તાન પર શાસન ચાલતું હતું એ સમયની છે. ત્યારે વિદેશનું આકર્ષણ ખુબ હતું. એ પ્રાધ્યાપકે ખુમારીપૂર્વક જવાબ આપતા કહ્યું: " ભાઈ, મેં અહીં હિન્દુસ્તાનમાં જ રહીને વિદ્યાભ્યાસ કર્યો છે. જે કઈ જ્ઞાન ની તમે પ્રશંશા કરો છો એ મને આ દેશે જ આપ્યું છે. મારા પર મારા દેશનું ઋણ છે, એ કઈ કેમ્બ્રિજ કરતા લગીરેય ઉતરતો નથી. ...

" દીકરી "

એક પિતાએ એની લાડક્વાયી દીકરીની સગાઇ કરી. છોકરો ખુબ સારો અને સઁસ્કારી હતો એટલે છોકરીનાં પિતા ખૂબ ખુશ હતા. વેવાઈ પણ માણસાઈ વાળા હતા એટલે છોકરીના પિતાને માથા પરથી મોટો બોજો ઉતારી ગયો હોય એવી હળવાશ અનુભવતા હતા. એકદિવસ છોકરીના સાસરિયાં વાળાએ  વેવાઈને જમવા માટે તેડાવ્યા. તબિયત સારી ના હોવા છતાં છોકરીના પિતા એમના નવા વેવાઈના મહેમાન બન્યા. દીકરીના સાસરિયામાં એમને આદર સાથે આવકાર આપવામાં આવ્યો. વેવાઈ માટે ચા આવી. ડાયાબિટીસ હોવાથી ડોક્ટરે ખુબ સાવચેતી રાખવાનું કહેલું અને ખંડવાલી ચા પીવાથી મનાઈ કરેલી પણ નવા સંબંધીને ખોટું ના લાગે એટલે ચા લઈ લીધી. ચાની પહેલી ચૂસકી મારી તો બિલકુલ ઘર જેવી જ ચા હતી. ખાંડ વગરની અને ઈલાયચી નાંખેલી. છોકરીના પિતાને થયું મારા ટેસ્ટની આ લોકોને કેમ ખબર હશે ? બપોરે જમવા બેઠા ત્યારે પણ બધી જ રસોઈ ડોકટરે જેવી સલાહ આપી હતી તે મુજબની જ હતી. બપોરની આરામની વ્યવસ્થા,  ઉઠીને તુરંત વરિયાળીનું પાણી બધી જ વ્યવસ્થા ઘર જેવી જ હતી.  છોકરીના પિતાને સમજાતું નહોતું કે નવા વેવાઈને આ બધી ખબર કેમ પડી? જયારે એમણે દીકરીના સાસરિયામાંથી વિદાય લીધી ત્યારે પૂછ્યા વગર ના રહી શક્યા ...

"બા"

એક પરિવારમાં પતિ, પત્નિ અને તેના બે સંતાનો એમ બધા મળીને કુલ ચાર સભ્યો હતા. એક દિવસ સાંજે જમ્યા પછી પતિ-પત્નિ મકાનની છત પર બેસીને વાતો કરી રહ્યા હતા. પતિએ કહ્યુ, " ગઇકાલે બાનો મારા મોબાઇલ પર કોલ આવેલો. બા બહુ દુ:ખી લાગતા હતા. મોટાભાઇ અને ભાભી હવે બાનું બરોબર ધ્યાન રાખતા નથી...." હજુ તો પતિ આગળ કંઇ બોલે એ પહેલા જ પત્નિએ વચ્ચેથી વાત કાપતા કહ્યુ, " મોટાભાઇ કે ભાભી બાનું ધ્યાન ન રાખતા હોય તો એમાં આપણે શું કરવાનું ? " પતિએ હળવેથી કહ્યુ, " હું વિચારું છું કે બાને આપણા ઘરે લઇ આવું. આ ઉંમરે આવી રીતે હેરાન થાય એ સારુ ન લાગે. હું જીવતો હોઉ અને બાને તકલીફ પડે એ કેમ ચાલે ? " પત્નિએ જરા ઉંચા અવાજે કહ્યુ, " તમને બાની તકલીફનો વિચાર છે અને મારી તકલીફનો કોઇ વિચાર નથી આવતો ? બા આવશે એટલે મારુ કામ વધી જશે, મારી સ્વતંત્રતા છીનવાઇ જશે, મારે એમની સેવામાં રહેવું પડશે એ બધુ મને ન પોસાય માટે મહેરબાની કરીને આજ પછી આવી વાત કરતા જ નહી. તમને બહુ એવુ લાગતું હોય તો બા પાસે આંટો મારી આવજો પણ બા મારા આ ઘરમાં ના જોઇએ." બીજા દિવસે પત્નિ કોઇ કામ માટે બહાર ગઇ એટલે પતિ બાને...

મોબાઈલ અને જીવનનું સામ્ય!

Image
એક યુવાન જીવનથી ખુબ કંટાળેલો હતો. સુખ સુવિધાના તમામ સાધનો હોવા છતા પણ નિરાશા અને હતાશા એને સતત પરેશાન કરી રહી હતી.ફેસબુક પર હજારો ફ્રેન્ડસ હોવા છતા એને એકલતા કોરી ખાતી હતી. એકદિવસ એ કોઇ વિદ્વાન માણસને મળવા ગયો અને પોતાના જીવનની બધા પ્રશ્નો આ વિદ્વાન માણસ પાસે રજુ કરીને નિરાશા-હતાશાને દુર કરવાનો ઉપાય બતાવવા માટે વિનંતી કરી. વિદ્વાન માણસે કહ્યુ, " ભાઇ તારી સમસ્યાઓનો ઉકેલ તારી પોતાની પાસે જ છે અને તું ઉપાય જાણવા માટે ભટકી રહ્યો છે." પેલા યુવાને વિદ્વાનને પ્રશ્ન કર્યો , " એ વળી કેવી રીતે ?" વિદ્વાને કહ્યુ , " તમે મોબાઇલનો ઉપયોગ કરો છો કે નહી?" સામે તુરંત જ જવાબ મળ્યો , " અરે મોબાઇલ વગર કેવી રીતે જીવી શકાય ! હું એક નહી ત્રણ-ત્રણ મોબાઇલ રાખુ છું" વિદ્વાને વાતને આગળ વધારતા કહ્યુ , " આ તમારા મોબાઇલમાં કોઇના મેસેજ આવે તો પછી તમે શું કરો ? એ બધા જ મેસેજને સાચવીને રાખો ખરા?" યુવાને કહ્યુ, " ના મહારાજ, બધા મેસેજ સાચવીને રાખીએ તો મોબાઇલ કામ કરતો બંધ થઇ જાય અને આમ પણ બધા જ મેસેજ કંઇ કામના નથી હોતા. અમુક તો સાવ ફાલતુ હોય એને તો...

જૂલિયો ઇગ્લેસિયસનું દ્રઢ મનોબળ

Image
જૂલિયો ઇગ્લેસિયસ (જન્મ: 23-09-1943) સ્પેનની રાજધાની મેડ્રીડમાં તા. 23મી સપ્ટેમ્બર 1943ના રોજ જન્મેલો એક બાળક નાનપણથી ફુટબોલના ખેલાડી બનવાનું સપનું જોતો હતો.જ્યારથી સમજતો થયો ત્યારથી એણે પોતાની જાતને ફુટબોલ માટે સમર્પિત કરી. સ્પેનને પણ આ છોકરામાં ફુટબોલની રાષ્ટ્રીય ટીમ માટેનો એક શ્રેષ્ઠ ખેલાડી દેખાતો હતો. કિશોરાવસ્થામાં જ એણે સ્પેનની ફુટબોલ ટીમમાં સ્થાન મેળવી લીધુ અને થોડા સમયમાં એ સ્પેનનો નંબર - 1 ગોલકીપર પણ બની ગયો. 1963ના વર્ષમાં મિત્રો સાથે બહાર ફરવા માટે ગયેલા આ યુવાનની કારનો અકસ્માત થયો અને એની કમરનો નીચેનો ભાગ કામ કરતો બંધ થઇ ગયો. બે વર્ષ સુધી તે ચાલી શકે એવી સ્થિતીમાં પણ નહોતો. 18 મહીના સુધી તો પથારીવશ રહ્યો. આ સમયગાળા દરમ્યાન શરુઆતમાં એ ખુબ નિરાશ થઇ ગયો. પોતાના સપનાને રોળાતુ જોઇને એ ખુબ દુ:ખી થયો. તેની સેવામાં રહેલી નર્સે ઉદાસ યુવાનના જીવનમાં નવા રંગો પુરવા માટે એક ગીટાર ભેટમાં આપી. આખો દિવસ પથારીમાં બેસીને કંટાળેલા આ યુવાને ગીટાર વગાડવાનું શરુ કર્યુ. ધીમે ધીમે ગીટાર વગાડવામાં એ નિપૂણ બની ગયો. હવે તો એ ગીતો પણ લખવા લાગ્યો. પોતે જ લખે , પોતે જ વગાડે અને...

સાચી સમજ

Image
એક કોલેજીયન છોકરી એની બહેનપણીઓ સાથે પીકનીક પર જઇ રહી હતી. છોકરીના પિતાએ પીકનીક પર જઇ રહેલી દીકરીને કહ્યુ, " બેટા, રાત્રે સમયસર પાછી આવી જજે." છોકરીને પપ્પાની આ વાત સહેજ ખટકી એટલે એણે એના પપ્પાને કહ્યુ, " પપ્પા, હું ક્યાંય પણ બહાર જાવ ત્યારે જાત-જાતની સુચનાઓ મને જ કેમ આપવામાં આવે છે ? ભાઇ જ્યારે બહાર જાય ત્યારે એને તો કોઇ સુચના આપવામાં નથી આવતી ! " પિતાએ દિકરીના માથા પર હાથ ફેરવીને કહ્યુ, " બેટા, તારી મનોવેદના હું સમજુ છું, તું પણ મારી વેદનાને સમજવા માટેનો પ્રયાસ કર. " પિતા દિકરીનો હાથ પકડીને શેરીમાં લાવ્યા. જીઇબી વાળાનું કંઇક કામ ચાલતું હતું એટલે લોખંડની ઘણી વસ્તુઓ ત્યાં કેટલાક દિવસથી પડી હતી. પિતાએ દિકરીને આ વસ્તુઓ બતાવીને કહ્યુ, " બેટા, તને ખબર છે આ વસ્તુઓ ઘણા દિવસથી બહાર એમ જ પડી છે." છોકરીએ તુરંત જ જવાબ આપ્યો, " હા પપ્પા મને ખબર છે. " પિતાએ દિકરીને કહ્યુ, " બેટા, આ જીઇબી વાળા લોખંડને એમ જ મુકીને જતા રહ્યા છે એના પર જો ખરોચ પડે તો ? " દિકરીએ હસતા હસતા કહ્યુ, " અરે પપ્પા, લોખંડ પર ખરોચ પડે તો એનાથી એના મ...

શિક્ષિકા હંસાબેન માઢક

Image
એક શાળામાં શિક્ષકની વિદાયનો કાર્યક્રમ હતો. વર્ષો સુધી ગામડાની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવીને વિદ્યાર્થીઓના વહાલા બહેન આજે વયમર્યાદાને કારણે નિવૃત થઇ રહ્યા હતા. શાળાના આચાર્ય, બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ કાર્યનિષ્ઠ શિક્ષકને વિદાય આપવા માટે શાળાના મેદાનમાં ભેગા થયા હતા. નિવૃતિ લઇ રહેલા શિક્ષિકાની સેવાઓ યાદ કરીને બધા પ્રવચનો કરી રહ્યા હતા અને નિવૃતિ જીવન માટે શુભેચ્છાઓ આપી રહ્યા હતા. પ્રવચનો પુરા થયા એટલે શાળાના આચાર્ય તથા સૌ શિક્ષકોએ સાથે મળીને આ શિક્ષિકા બહેનને શાલ, શ્રીફળ અને સાકરનો   પળો આપ્યો. કેટલાક શિક્ષકો એમના માટે ગીફ્ટ લાવ્યા હતા એ ગીફ્ટ પણ આપવામાં આવી. સામે બેઠેલા વિદ્યાર્થીઓમાંથી એક છોકરી ઉભી થઇ અને શરમાતા શરમાતા બોલી, " મારે પણ મારા તરફથી બહેનને કંઇક આપવું છે ". આચાર્યએ એ છોકરીને આગળ બોલાવી અને કહ્યુ, " બેટા, તારે જે આપવુ હોય તે આપ." છોકરીએ પોતાના દફતરમાંથી એક નાનુ લંચબોકસ કાઢ્યુ અને પોતાના વહાલા બહેનને આપ્યુ. બધાને આશ્વર્ય થયુ કે આ છોકરી લંચબોક્ષમાં શું લાવી. શિક્ષિકાએ લંચબોક્સ ખોલ્યુ તો એમાં થોડી રોટલી અને ગોળ હતો. શિક્ષિકા...

આત્મબળ અને પડકાર

Image
એક રાજાને વિવિધ પ્રકારના પક્ષીઓ પાળવાનો શોખ હતો. એકવખત રાજા કોઇ બીજા રાજ્યની મુલાકાતે ગયા અને ત્યાંથી બે સરસ મજાના બાજ પક્ષી એમની સાથે લાવ્યા. બંને પક્ષી દેખાવમાં ખુબ સુંદર હતા. રાજાએ એ બંનેને તાલીમ આપીને બીજા બાજ પક્ષી કરતા જુદા પાડવાનું નક્કી કર્યુ. પક્ષીઓને તાલીમ આપવા માટે રાજાએ એક ખાસ માણસની નિમણૂંક કરી. બંને બાજ પક્ષીઓને તાલીમ આપવાની એ નિષ્ણાંતે શરુઆત કરી. દિવસો પસાર થવા લાગ્યા. એક પક્ષી ખુબ સરસ રીતે આકાશમાં ઉડતું હતુ. ઉડતી વખતે જાતજાતના કરતબ પણ કરતુ હતુ જ્યારે બીજુ પક્ષી તો માત્ર ઝાડની ડાળી પર બેસી રહે. તાલીમ આપનારાએ રાજા પાસે આવીને બધી વાત કરી. રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જે કોઇ વ્યક્તિ પક્ષીને ઉડતુ કરી દેશે તેને 100 સોનામહોરનું ઇનામ આપવામાં આવશે. ઘણા નિષ્ણાંતો આવ્યા. જાત જાતની તરકીબો અજમાવી પણ પક્ષી ઉડવાનું નામ જ ન લે. બધાએ કંટાળીને પ્રયાસો છોડી દીધા. એકદિવસ એક સાવ સામાન્ય જેવો દેખાતો ખેડુત રાજાને મળવા આવ્યો અને પક્ષીને ઉડતુ કરવાની જવાબદારી સંભાળવાની તૈયારી બતાવી. રાજાએ કહ્યુ , " ભાઇ , આ ક્ષેત્રના મોટા મોટા નિષ્ણાંતો પણ આ કામ કરી શક્યા નથી મને લાગે છે કે તું...

દુઃખ:- એક ઈશ્વરીય સંકેત

Image
એક ભાઇને બોર ખુબ ભાવે. માણસોને કેરી ભાવે પણ આ ભાઇને બોર કેરી કરતા પણ વધુ સ્વાદિષ્ટ લાગે. બોર જોઇને એ પોતાની જાતને રોકી જ ન શકે. એકદિવસ આ ભાઇ એના એક મિત્રની વાડીએ ગયા. મિત્રની વાડીમાં બોરડી પણ વાવેલી અને ખુબ સારા બોર આવેલા. પેલા ભાઇ તો સીધા જ બોરડી પાસે પહોંચી ગયા અને જાણે કે સાત જન્મના ભૂખ્યા હોય એમ બોર પર તુટી પડ્યા. ઉતાવળે- ઉતાવળે બોર ખાવામાં બોરનો ઠળીયો અંદર જતો રહ્યો. ઠળીયો જો પેટમાં ઉતરી ગયો હોત તો તો બીજો કોઇ વાંચો નહોતો પરંતું એ અન્નનળીમાં ક્યાંક ફસાઇ ગયો. ઠળીયો ન તો બહાર આવે કે ન તો અંદર જાય. પેલા ભાઇ બરોબરની તકલીફમાં મુકાયા. આંખમાંથી આંસુ ચાલ્યા જાય અને કંઇ બોલી પણ ન શકાય. થોડીવાર પહેલાની મજા હવે સજામાં ફેરવાઇ ગઇ. મિત્રની પરિસ્થિતી જોઇને ખેતરના માલીક એમના મિત્રને પોતાની ગાડીમાં લઇને હોસ્પીટલ પહોંચ્યા. ડોકટર દ્વારા તપાસ કરવામાં આવી પણ ઠળીયો ક્યાં સલવાયો છે તેની કંઇ ખબર પડતી નહોતી. ઠળીયાનું સ્થાન જાણવા માટે રેડીયોલોજીસ્ટ ડોકટરની સેવા લેવાનું નક્કી કરવામાં આવ્યુ અને દર્દીને રેડીયોલોજીસ્ટને ત્યાં રીફર કરવામાં આવ્યા. રેડીયોલોજીસ્ટ ડોકટરે તમામ પ્રકારના ટેસ્ટ કર...

નમે એ સૌને ગમે!

Image
સાગરને મળી રહેલી નદી આજે ખૂબ પ્રસન્ન હતી.સાગરે નદીને પ્રસન્નતાનું કારણ પૂછ્યું.નદી કહે, ‘કેટલાંય વરસોથી વચ્ચે રહેલો એક પર્વત તને જલદી મળવામાં મને અંતરાય કરતો હતો. એ પર્વતને મેં વર્ષો પછી આજે તોડી નાખ્યો ! ચારેય બાજુ હું જાહેરાત કરતી આવી છું કે મારા રસ્તામાં જે કોઈ પણ અવરોધ કરશે તેના આ પર્વત જેવા હાલ-બેહાલ થઈ જશે.’ સાગર હસ્યો અને બોલ્યો , 'એક કામ કરીશ ? આ એક બાજુ નેતરની સોટીઓ ઊગી છે તેમાંથી બે-ચાર સોટીની મારે જરૂર છે, લાવી આપીશ ?’ નદી તો ઊપડી નેતરની સોટી લેવા. ભારે જોશથી નેતર પર આક્રમણ કર્યું પણ નદી જેવી નેતર પર કૂદી કે તરત જ નેતરે પોતાની કાયા નમાવી દીધી. નદીનું પાણી રવાના થતાં નેતર વળી પાછું ઊભું થઈ ગયું. આ જોઈને નદી વધુ ગુસ્સે થઈ ગઈ. બમણા જોશથી નેતર પર કૂદી પણ પરિણામ એનું એ જ ! આખો દિવસ નદીનાં આક્રમણો ચાલુ રહ્યાં. નેતર ન તૂટ્યું ! હારી-થાકીને નદી સાગર પાસે આવી. સાગરે પૂછ્યું , ‘કેમ બહેન ! નેતર ક્યાં ?’ નદી બોલી , ‘ન લાવી શકી. મને ખબર નથી પડતી કે આમ કેમ થયું ? પર્વતને હું તોડી શકી પણ આ નેતરને મૂળમાંથી હચમચાવી પણ ન શકી !’ ‘જો, આ રહ્યું તેનું કારણ ! પર્...

કેરોલી ટાકસ

Image
કેરોલી ટાકસ (૨૧.૦૧.૧૯૧૦ - ૦૫.૦૧.૧૯૭૬) હંગેરીયન આર્મીમાં કેરોલી ટાકસ નામનો એક યુવાન ફરજ બજાવતો હતો. આ યુવાન પ્રીસ્ટલ શુટીંગમાં માસ્ટર હતો. એને તાકેલું નીશાન ક્યારેય ખાલી ન જાય. 1940ની સાલમાં રમાનારી વિશ્વ ઓલમ્પિકમાં પ્રીસ્ટલ શુટીંગમાં ભાગ લેવા માટે એ ક્વોલીફાઇ થયો. કેરોલી ખુબ ખુશ હતો કારણકે આવનારી ઓલમ્પિકમાં પ્રિસ્ટલ શુટીંગમાં એ ગોલ્ડમેડલ જીતશે જ એવો એમને પુરો વિશ્વાસ હતો.  1938ની સાલમાં એના જીવનમાં એક દુર્ઘટના બની. 28 વર્ષનો કેરોલી એક ગંભીર અકસ્માતનો ભોગ બન્યો. એક ખામીવાળો હેન્ડગ્રેનેડ કેરોલીના હાથમાં જ ફુટ્યો અને એના જમણા હાથના ફુરચા ઉડી ગયા. બધાને એવુ લાગ્યુ કે કેરોલી હવે સાવ પડી ભાંગશે કારણકે પ્રિસ્ટલ શુટીંગની એની આવડત પર હવે પાણીઢોળ થઇ ગયુ હતું. જે હાથથી એ નીશાન તાકતો તે હાથ જ હવે એની પાસે નહોતો.  કોઇપણ માણસ પડી ભાંગે એવી સ્થિતીમાં કેરોલીએ મનને મજબુત કરીને પોતાની પાસે શું નથી એનો વિચાર કરવાને બદલે શું છે એના પર ધ્યાન કેન્દ્રીત કર્યુ. જમણા હાથને બદલે એણે ડાબા હાથથી નીશાન તાકવાની શરુઆત કરી. 1939માં જ્યારે નેશનલ ચેમ્પીયનશીપનું આયોજન થયુ ત્યારે આ ચેમ્પિયનશ...

સિંધુ તાઈ

Image
સિંધુતાઈ (૧૪.૦૯.૪૮) મહારાષ્ટ્રના વર્ધા જીલ્લામાં પીંપરી નામનું એક ગામ છે. આ ગામમાં એક સામાન્ય પરિવારમાં એક દિકરીનો જન્મ થયો. છોકરીને ભણવાની ખુબ ઇચ્છા પરંતું પરિવારની નબળી આર્થિક પરીસ્થિતીને કારણે માત્ર 4 ધોરણ સુધીનો અભ્યાસ જ કર્યો. હજુ તો 10 વર્ષની ઉંમર થઇ ત્યાં તેના લગ્ન કરી દેવામાં આવ્યા અને તે પણ ઉંમરમાં તેના કરતા 20 વર્ષ મોટા પુરુષ સાથે. 10 વર્ષની આ છોકરીએ પોતાનું નસીબ સમજીને 30 વર્ષના પતિને સ્વિકારી લીધો અને પિયરમાંથી સાસરીયે પ્રસ્થાન કર્યુ. આ છોકરી 20 વર્ષની થઇ અને એના જીવનમાં સુખનો સુરજ ઉગ્યો. ભગવાને એની કુખમાં સંતાનનું સુખ રોપ્યુ. જેમ જેમ મહીના ચઢવા લાગ્યા તેમ તેમ આ યુવતીના ચહેરા પરનું તેજ વધવા લાગ્યુ. 9મો મહીનો પુરો થવા આવ્યો હવે બાળકના જન્મની ઘડીઓ ગણાતી હતી અને તે સમયે એના પતિએ તેણીને ઘરની બહાર કાઢી મુકી. કોઇ જાતના વાંક વગર આ ગર્ભવતી મહિલાને ઉપાડીને ઘરની બહાર ફેંકી દેવામાં આવી. ચાલી શકવાની કોઇ ક્ષમતા નહોતી એટલે ઘરના ફળીયામાં જ ઢોરને બાંધવાની જગ્યા સુધી એ માંડ પહોંચી શકી અને ત્યાં એક બાળકીને એણે જન્મ આપ્યો. મદદ માટે આજુ બાજુમાં કોઇ જ નહોતું. બાળકની નાળ કાપવા...

સંત એકનાથ

Image
સંત એકનાથ (૧૫૩૩-૧૫૯૯) જનાર્દન સ્વામીના ઘણા શિષ્યો પૈકીના એક સંત એકનાથ હતા. ગુરુજીએ દરેક શિષ્યોને કંઇકને કંઇક જવાબદારી સોંપી હતી. સંત એકનાથને હિસાબ-કિતાબનું કામ સોંપવામાં આવેલુ. ગુરુ આદેશથી મળેલી સેવા સંત એકનાથ દિલ લગાવીને કરતા હતા. એકદિવસ સાંજે સંત એકનાથ હિસાબ કરવા બેઠા પણ હિસાબમાં એક પાઇની ભૂલ આવતી હતી. ખુબ પ્રયાસ કરવા છતા પણ ભૂલ મળતી નહોતી. જમવાનો સમય થયો તો એકનાથજી જમવા માટે પણ ન ગયા. ભૂલ શોધવામાં સવાર પડવા આવી પણ ભૂલ મળતી નહોતી. વહેલી સવારે ગુરુ જનાર્દન સ્વામીની આંખો ખુલી તો એમણે જોયુ કે બાજુના ઓરડામાં દિવો બળે છે. આટલી વહેલી સવારે કોણે દીવો કર્યો હશે એ જોવા માટે જનાર્દન સ્વામી બાજુના ઓરડામાં ગયા. સંત એકનાથ એકચિતે હિસાબ મેળવી રહ્યા હતા. ગુરુજી ઉભા છે એની એને જાણ પણ નહોતી. જનાર્દન સ્વામી સમજી ગયા કે એકનાથ હિસાબમાં કંઇક ગોટે ચડ્યા છે અને આજે આખી રાત આ હિસાબમેળમાં જ કાઢી છે. સંત એકનાથને બરાબર એ જ સમયે ભૂલ મળી ગઇ અને એ નાચી ઉઠ્યા. ચોપડો અને કલમ નીચે મુકીને એ નાચવા લાગ્યા. તાળી વગાડતા જાય અને નાચતા જાય. જનાર્દન સ્વામીએ અતિ આનંદનું કારણ પુછ્યુ એટલે એકનાથજીએ કહ્યુ, ...

કાનજી રવજી

Image
નાના એવા શહેરના મુખ્ય રસ્તા પરથી બેફામ ઝડપે પસાર થતી એક અમીરની મોટરગાડીને પાછળથી એને આંબી ગયેલા મોટર સાયકલ-સવાર પોલીસે ઊભી રખાવી. હાંકનાર સન્નારીના નામઠામ એણે પોતાની ડાયરીમાં નોંધવા માંડ્યા એટલે બાનુ જરા ગરમ થઈને બોલ્યાં : ‘તમે વધારે કંઈ લખો એ પહેલાં એટલું જાણી લેજો કે આ ગામના નગરપતિ મારા મિત્ર છે. એક પણ શબ્દ બોલ્યા વિના પોલીસે નોંધ ટપકાવવાની ચાલુ રાખી. ‘અહીંના પોલીસ ઉપરી પણ મને સારી રીતે ઓળખે છે.’ સન્નારીએ આગળ ચલાવ્યું. એમના મિજાજનો પારો ચડતો જતો હતો. તે છતાં પોલીસે તો ડાયરીમાં લખવાનું ચાલુ રાખ્યું. ‘ભલા આદમી હું તમારા મેજીસ્ટ્રેટને અને અહીંના ધારાસભ્યને પણ સારી રીતે ઓળખું છું.’ નોંઘ પૂરી કરી ડાયરી બંધ કરતા પોલીસે અંતે મધુરતાથી પૂછ્યું, ‘હવે કહો જોઈએ તમે કાનજી રવજીને પણ ઓળખો છો ?’ ‘ના !’ બાનુએ કબૂલ કરતાં અચરજ બતાવ્યું. ‘ત્યારે ખરી જરૂર તમારે એની ઓળખાણની હતી.’ પોતાની મોટરસાયકલ પર ચડતાં તેણે કહ્યું અને ઉમેર્યું, ‘હું કાનજી રવજી છું!!!'