સર્વપલ્લી રાધાકૃષ્ણન

સર્વપલ્લી રાધાકૃષ્ણન (૧૮૮૮-૧૯૭૫)
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે રાજ્યસભામાં એમની અધ્યક્ષતા હેઠળ ‘છૂટાછેડા’ના ખરડા પર ચર્ચા ચાલતી હતી. આ ખરડાની એક કલમમાં ‘પાગલ’ શબ્દને સ્થાને ‘જેનું મગજ અસ્થિર હોય’ એ શબ્દ મૂકવાનું કોઈએ સૂચન કર્યું.
ત્યાં રાધાકૃષ્ણને વ્યંગના સ્વરમાં કહ્યું : ‘આવું થશે તો આપણે સૌને છૂટાછેડા લેવાની નોબત આવી પડશે. કેમ કે મહિનામાં એકાદ વખત તો કોનું મગજ અસ્થિર નથી થતું ?’ એ સાંભળીને સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું. ત્યાં તો વિનોબાએ એક બીજું વ્યંગબાણ ફેંક્યું : ‘આ અંગે જો આપણી પત્નીઓનો અભિપ્રાય લેવામાં આવે, તો આપણાંમાંથી કોઈનુંયે મગજ સ્થિર નહિ નીકળે !’

Comments

Popular posts from this blog

પૃથ્વી ગોળ છે અને એના પરિઘની ચોક્કસ માપણી ખરેખર કોણે સાબિત કરી?

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

આ કવિતા એટલે શું?