આર્ટસ કે આટર્સ અને માર્કસ કે માર્ક્સ ?
આર્ટસ કે આટર્સ ??? --------------------------- કોલેજના નામમાં ARTS આવતું હોય ત્યારે કેટલીક કોલેજો 'ટ' પર રેફ કરે છે અને કેટલીક કોલેજો 'સ' પર રેફ કરે છે. 'ટ' પર રેફ કરનાર અધ્યાપકોની દલીલ એવી હોય છે કે મૂળ શબ્દ ARTમાં 'ટ' પર રેફ આવે છે: આર્ટ તેની પાછળ બહુવચનનો પ્રત્યય લાગે છે, તેથી ARTSમાં રેફ 'ટ' પર આવે અને તેથી જ આર્ટસ એમ જ લખાય. ખરેખર શું હોઈ શકે? અને શા માટે? તેનો ઉત્તર મેળવવાની કોશિશ કરીયે ચાલો...... ગુજરાતી ભાષાના મૂળાક્ષરો આકારની દ્રષ્ટિએ બે પ્રકારના છે: (1) લીટી-કાનાવાળા જેમ કે, ખ, પ, લ, ય, ત વગેરે. (2) ગોળાકાર જેમ કે, ક, ટ, ઠ, ડ, જ વગેરે. જયારે લીટીવાળા અક્ષર જોડાક્ષરમાં પૂર્વવ્યંજન તરીકે આવે ત્યારે તેનો કાનો દૂર કરવામાં આવે છે. જેમ કે, 'પ' - 'કાપ્યો', 'શ' - 'રશ્મિ' વગેરે. જયારે ગોળાકાર અક્ષર હોય તો તેને 'ખોડો' 'હલન્ત'નું ચિહ્ન કરવામાં આવે છે અથવા આજુબાજુમાં કે ઉપરનીચે જોડીને લખાય છે જેમ કે, 'જ' - 'જ્યોત', 'ઠ' - 'લઠ્ઠો' વગેરે. એટલે કે...