Posts

Showing posts from November, 2018

અનોખી સંગીત સારવાર

Image
એક વાર ઘેઘુર કંઠના માલિક અને સુગમ સંગીતના દિગ્ગજ રાસબિહારી દેસાઈ ગાડીમાં તેમના નિવાસથી વસ્ત્રાપુર ખાતે નવરાત્રી નિમિત્તે શ્રી માતાજીનું સ્તુતિગાન કરવા જઇ રહ્યા હતા. ગાડીમાં ૐકારની શાસ્ત્રીય ધ્વનિ અસર ઉભી કરતી સીડી વાગી રહી હતી. રાસભાઈ બે જ મિનિટમાં મૌન થઇ ગયા અને જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચ્યા સુધીમાં તો ધ્યાનસ્થ થઇ ગયા. થોડી ક્ષણો પછી શ્રી માતાજીના સ્થાપન પાસે બિરાજી એમણે એકાદ સ્તુતિગાન કર્યું. પણ આજે આંખમાંથી અશ્રુ વહ્યા કર્યા!! રાસભાઈ ભાવસમાધિના કલાકાર હતા, પણ આજે સૌને આશ્ચર્ય થયું કારણકે રાસભાઈએ શ્રી માને કંઠગાનનો નહિ પણ અશ્રુધારાનો અભિષેક આજે  કરાવ્યો હતો. રાસભાઈ એ કહ્યું, " આજે ગાડીમાં જે સીડી સાંભળી છે એની આ અસર છે!! " આટલો બધો પ્રભાવ સંગીતનો !! અને એ પણ સિદ્ધહસ્ત દિગ્ગજ કલાકાર પર...સાચે જ જાણવા જેવી વાત પર આજે આપણે આગળ વધી રહયા છીએ. આ જે સીડી રાસભાઈએ ગાડીમાં સાંભળી એ એક નવ સીડીના સેટનો એક ભાગ હતી. આલ્ફા મ્યુઝિકની આવી નવ સીડી એક વિજ્ઞાન કોલેજના પ્રોફેસર અને એમના બે એન્જીનીયર દીકરાઓએ બનાવી છે. જી હા, જેમને સંગીતમાં પાંડિત્ય જરાય નહોતું પણ હા, વિજ...

તોટકાચાર્ય

Image
સંતોના અનેક નામો પૈકીનું એક નામ છે જંગમ વિદ્યાપીઠ!! જ્યાં વિદ્યાપીઠ હોય ત્યાં વિદ્યાર્થીઓ, લોહચુંબકની જેમ ખેંચાઈ આવે. મધપૂડો હોય ત્યાં મધમાખીને આમંત્રણ આપવાનું હોય ખરું? ભગવાન શંકરાચાર્ય પાસે અનેક વિદ્યાપિપાસુ વિદ્યાર્થીઓ જ્ઞાનવારિનું પાન કરવા આવતા. તેમાંના એક હતા ગિરિ! ભણવામાં એ મોટો "ઢ"!! બીજા વિદ્યાર્થીઓ રમતવાતમાં જે સમજી લે તેને સમજતા આ ભાઈને લાખ પ્રયત્ન કરવા પડે. છતાં હૈયે વિદ્યા ન ચડે તે ન જ ચડે.  પણ ઈશ્વરની લીલા અગમ્ય છે. એકને એક શક્તિ ઓછી આપે તો અન્ય કોઈ શક્તિ બમણી આપે છે.  આ ગિરિનું પણ એવું જ કૈક હતું. ભણવામાં ભલે એ ઢ  રહ્યો પણ સેવામાં એક્કો. કોઈનુંય કામ કરી આપવામાં તે ભારે આનંદ અનુભવે. તેમાંય ગુરુસેવામાં તો ખરેખર અજોડ. ગુરુ કૈક આજ્ઞા કરે તે પહેલા તો તેમનું હૈયું વાંચીને હાર કોઈ સેવા કાર્ય ઉપાડી લેતો.પછી ગુરુને એને માટે મમતા કેમ ન હોય? એક વાર એવું બન્યું કે, ગુરુદેવના કપડાં ધોવા ગિરિ નદીએ ગયેલો. કોઈ કારણસર ધાર્યા કરતા વધુ વાર થઇ.  બીજી બાજુ વિદ્યાઅધ્યયન નો સમય પણ થઇ ગયો હતો. શુક્રાચાર્ય પણ આસાન પાર બિરાજમાન હતા. કોણ નથી આવ્યું તે ...

આપણું રાજચિહ્ન કયું? અશોકસ્તંભ કે અશોકચક્ર? ખરેખર, સાચું કે ખોટું?

Image
ભારત સરકારનું રાજચિહ્ન કયું? આપણું રાજચિહ્ન આ પ્રશ્નનો સીધો અને સરળ જવાબ હોઈ શકે...અશોકસ્તંભ અથવા તો અશોકચક્ર. જે ઉપરનાં ચિત્રમાં છે, પણ શું એ જ સત્ય હકીકત છે? જો હું એમ કહું કે ના આ બંને જવાબો ખોટાં તો!! એટલે કે, ભારતનું રાજચિહ્ન કંઈક અલગ જ છે તો? ચાલો વાંચીએ આગળ અને જાણીએ શું હકીકત છે. પ્રસ્તુત ચક્ર મૂળ સમ્રાટ અશોકના સારનાથના સિંહશીર્ષકવાળા સ્તંભનું છે. વારાણસી નજીક આવેલ સારનાથ બૌદ્ધ-જૈનોનું તીર્થ મનાય છે. ભગવાન બુદ્ધે સૌ પ્રથમ અહીં ધર્મચક્રપ્રવર્તન અર્થાત ધર્મોપદેશ આપેલ. જૈનોનાં 11માં તીર્થંકર શ્રેયાન્સનાથનું અહીં નિર્વાણ થયું હતું. ભગવાન બુદ્ધે અહીં પોતાના પ્રથમ ધર્મોપદેશમાં 'ચાર આર્ય સત્ય' સમજાવ્યા હતાં. મૌર્ય સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનાં પ્રચાર-પ્રસાર અર્થે જે પ્રવૃત્તિઓ કરેલી તેમાં તેના સ્તંભનિર્માણનો પણ સમાવેશ થાય છે. ચીની પ્રવાસી ફાહ્યાને અશોકનાં 6 સ્તંભો જોયાનું નોંધ્યું છે!! પરંતુ સમ્રાટ હર્ષવર્ધનના સમય દરમ્યાન ભારત આવેલ ચીની પ્રવાસી હ્યુ એન સંગે 15 સ્તંભોનો ઉલ્લેખ કર્યો છે!! આમાનો એક એ સારનાથનો સ્તંભ! તેનાં વર્ણન મુજબ 70 ફૂટ ઊંચો આ સ્તંભ વિશેષ રૂપે...

ગુજરાતી થાળી - મિનિ અન્નફૂટ

Image
આપણાં ગુજરાતી ભાઇ બહેનો માટે   ખાસ ગુજરાતીમાં લેખ  :  ==================================== ત્રણ - ત્રણ પ્રકારની ચટણી , એટલા જ પ્રકારના સલાડ , બે - ત્રણ ફરસાણ , બે - ત્રણ મીઠાઇ , ત્રણ - ચાર શાક , પાપડ , દાળ અથવા કઢી , ભાત , રોટલી , ભાખરી , થેપલાં અથવા રોટલો , છાશ , ગણ્યાં ગણાય નહીં , અને ખાધાં ખવાય નહીં એટલાં હેતકનાં ( જાણે ગાડામાં માલ ભરાયો હોય એવું !!)  વ્યંજનો !! તમતમારે ખાઓ દબાવી - દબાવીને ! વ્યંજનોની સંખ્યા 20 થી વધુ અને 30 ની અંદર .  વ્યક્તિ જમવા માટે સ્થાન ગ્રહણ કરે એટલે વેઇટરોનું ધાડું આક્રમણ કરે . એક પછી એક પીરસણિયાઓ થાળી પર તૂટી પડે . એક પછી એક આવે અને નિયત સ્થાને વ્યંજન મૂકીને અદૃશ્ય થઈ જાય . હજી તો કોળિયા અન્નનળીમાં અધવચ્ચે હોય ત્યાં એ જ ધાડું બીજી વખત હાજર થાય .  થાળીમાં 25 પ્રકારનાં વ્યંજન છે ને પીરસનારો ઓછામાં ઓછો પાંચ વખત તો આવે જ . જમવાના 20 થી 30 મિનિટના સમયકાળમાં આશરે 125 વખત નિર્ણય લેવો પડે તેવી આકરી સ્થિતિનુ...