Posts

Showing posts with the label kartik

માણસો કામ કેમ ટાળે છે?

Image
  જીવનમાં નિષ્ફળ જતી વ્યક્તિઓની અનેક કુટેવોમાંથી એક કુટેવ કામને મુલતવી રાખવાની એટલેકે ટાળવાની હોય છે.  અને પાછા એ લોકો એ કામ ટાળવાની કેમ ખાસ જરૂર હતી અને કેવા અસાધારણ અને અદ્વિતીય સંજોગોના કારણે એ કામ ટાળ્યું છે એ બહુ જ ભારપૂર્વક તમને સમજાવી પણ શકે છે !! એમના એ  કારણો સાચા લાગે એવા હોય તેમ છતાં એ લોકો એ સમયે એ  ભૂલી જતા હોય છે કે એમના જીવનમાં જ કેમ એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે?! જે વિદ્યાર્થીએ પરીક્ષાની પુરી તૈયારી નથી કરી, એ નક્કી કરે છે કે જો આ વખતે પાસ થઇ જવાય, તો આવતા વર્ષે પહેલા જ દિવસથી વાંચવા બેસી જવું છે. માણસ બીમારીમાંથી સાજો થાય  પોતે ખાન-પાન, વ્યાયામમાં કેવો નિયમિત રહેશે એનો નિર્ણય કરે છે. અમુક કામ નહિ કરવા બદલ નુકસાન થાય ત્યારે એ કામ પોતે ક્યારેય ટાળશે નહિ એવું તે પ્રણ પણ લે છે! અને છતાં, પાસ થઇ ગયા પછી, બીજે વર્ષે પણ વિદ્યાર્થી અભ્યાસ શરૂ કરવાનું મુલતવી  રાખે છે.આવતીકાલથી વહેલો જાગીશ (આજે નહિ) એમ વિચારીને સવારે ચાલવા જવા કે વ્યાયામ કરવાનું માણસ પાછું ઠેલ્યા કરે છે. અગત્યના મેઈલ ચેક કરીને એના રીપ્લાય નહિ કરવાથી હજારો કે કોઈ વાર લાખોનું નુકસાન ...

મોહે પનઘટપે નંદલાલ છેડ.. અજાણી વાત: આ ગીત માટેની

Image
" રસકવિ"  જેમનું ઉપનામ છે, શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ... એક સિદ્ધહસ્ત નાટ્યકાર હતાં. અને એમના નાટકો  ખાસ એમનાં ગીતો માટે જ વખણાતાં!! નડિયાદના આ ગીતકાર દ્વારા પોતાના જ ગુજરાતી નાટક " છત્રવિજય"માં  કથ્થક નૃત્ય માટે હિંદી ગીત લખવામાં આવ્યું હતું. નડિયાદના આ ગીતકાર દ્વારા નિર્માણ પામેલા " મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે… " ની કોઈપણ જાતની મંજુરી વિના એમ કહી શકાય કે શબ્દોમાંથી પ્રે રિત થઈને એક આવું જ ગીત  કે.આસીફની મુગલે આઝમ ફિલ્મમાં સમાવી લેવામાં આવ્યું હતું, જે તે સમયે તેનો કોઈ વિરોધ ગીતકારે ઉઠાવ્યો નહોતો, પરંતુ ચાર દાયકા પછી મુંબઈમાં રહેતા ગીતકારના પૌત્રએ વાંધો ઉઠાવતાં ધ ડિસ્પ્યુટ સેટલમેન્ટ કમિટી ઓફ ધ રાઈટર્સ દ્વારા ૯ જાન્યુઆરી ર૦૦૬ના રોજ વિવાદનો ચુકાદો આપીને એ વાત માન્ય રાખી હતી કે મોહે મનઘટ પે નંદલાલ છેડ ગયો રે… ગીતના ખરા નિર્માણકર્તા નડિયાદના રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ હતા. સૌથી વધુ સાહિત્યકારોની જન્મભૂમિ, કર્મભૂમિ કે વતન છે તેવા નડિયાદ શહેરના જ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટનો જન્મ ૧૮૯રમાં થયો હતો. અભ્યાસ બાદ કવિતાઓ લખવામાં નિપુણ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે ગુ...

લિંકનની બીજી બાજુ

Image
અમેરિકાના ગુલામોના મુક્તિદાતા અને માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકન સ્પ્રિંગફીલ્ડમાં વકીલાત કરતા હતા, ત્યારની આ વાત છે. એ સમયે એમનો એક પાર્ટનર હતો વકીલ હર્નડન! એ ક્યારેક વહેલી સવારે ઓફિસમાં આવતો, ત્યારે ઓફિસના ઓરડાની છત તરફ ગ્લાનિભરી નજર કરીને ચત્તાપાટ સુતેલા અબ્રાહમને જોતો! આ દૃશ્ય જોતાવેંત એ કળી જતો કે ઘરકંકાસથી ત્રાસેલો લિંકન આજે વહેલી સવારે ઓફિસે આવી ગયો છે. લિંકનના ચહેરા પર વેદના અને  ગ્લાનિભરી  રેખાઓને જોઈને હર્નડન એને બોલાવવાની હિમ્મત કરતો નહિ. દુઃખી મિત્રને હકીકત પૂછીને એ એને વધુ દુઃખી કરવા ચાહતો નહોતો! આથી હર્નડન ઓફિસમાંથી પોતાના જરૂરી કાગળો લઈને ચાલ્યો જતો. રોજ બપોરે હર્નડન ભોજન માટે પોતાના ઘરે જતો. જયારે નજીકમાં રહેતો હોવા છતાં લિંકન ઘેરથી પાંઉનાં ટુકડા, થોડીક ચીઝ અને થોડા બિસ્કિટથી જ ઓફિસમાં બપોરનું ભોજન કરી લેતો. શનિવાર અને રવિવારે અદાલતનું કામકાજ બંધ હોય ત્યારે સાથી વકીલો પોતાને ગામ જતા હતા, પરંતુ લિંકન કંકાસભર્યા ઘરમાં જવાને બદલે એ ગામની નાનકડી વીશીમાં અનેક પ્રતિકૂળતાની વચ્ચે "વીક-એન્ડ" ગાળવાનું વધુ પસંદ કરતા. ક્રિસમસના દિવસોમાં લિંકનને પોત...

અનુભવસિદ્ધ નમ્રતા

Image
જન્મ: 16.12.1917    અવસાન: 19.03.2008 યુનિવર્સીટીના શતાબ્દી મહોત્સવ વખતે યુનિવર્સીટીના પૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને આચાર્યો એકત્રિત થયા હતા. કુલપતિશ્રીના પ્રમુખસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં અગ્રણી વ્યક્તિઓએ વક્તવ્યો આપ્યા.  વ ક્તવ્યો પછી દસેક મિનિટના વિરામ બાદ પુન: કાર્યક્રમનો પ્રારંભ થવાનો હતો. આ સમયે એક પ્રૌઢ  સજ્જને પોતાની બાજુમાં બેઠેલા એક યુવાનને પૂછ્યું, "કેમ, તમારે બહાર જવું નથી?" યુવાને કહ્યું, "ના સાહેબ, મારે કાર્યક્રમ માણવો છે. એની એક ક્ષણ પણ જવા નથી દેવી, તેથી બહાર જઈને પાછા આવતા જો થોડું મોડું થઇ જાય તો શું? વળી, મને એવી કોઈ આદત પણ નથી, સિગારેટ તો શું, પણ ચા-કૉફીય પીતો નથી!" પ્રૌઢ સજ્જન સ્નેહલ સ્મિત સાથે બોલ્યા, "ભાઈ, તમારો સ્વભાવ મને ગમ્યો,આપણે બંને સરખા જ છીએ. નાહકની દોડાદોડી કરવાનો અર્થ શો? બરાબરને?" આ યુવાન અને પ્રૌઢ સજ્જન વચ્ચે આ સંવાદમાંથી સંબંધ સર્જાયો અને ત્યારે એ પ્રૌઢ સજ્જને યુવાનને પૂછ્યું, "આપ શું કરો છો? ક્યાં સુધી અભ્યાસ કર્યો?" યુવાને કહ્યું, "મેં? મેં ખગોળશાસ્ત્રનો અભ્યાસ ...

ગુસ્સો

Image
લગભગ 1950-60ના દસકાની આ વાત આજે હું કરું છું. એન્ડ્રુ કાર્નેગીની આ વાત છે. એક દિવસ કાર્નેગીના ગુસ્સાનો પાર ના રહ્યો! એક નાનકડી ભૂલ બદલ આટલી બધી ટીકા અને ગુસ્સો!! પોતાના જેવી ખ્યાતનામ વ્યક્તિને એક સામાન્ય નારી આવી રીતે કઠોર અને કટુ શબ્દોમાં ઠપકો આપે અને આકરાં વાક્યો લખી આલોચના કરે, તે તો કેમ ચાલે? અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકન વિષે કાર્નેગીએ એક રેડિયો વાર્તાલાપ કર્યો હતો અને  લિંકનના જીવન અંગે એક ખોટી તારીખ બોલાઈ ગઈ હતી! એક મહિલાએ આ વાર્તાલાપ આખો સાંભળ્યો અને કાર્નેગીની ભૂલનો ખ્યાલ આવ્યો.  આ નારી કાર્નેગી પર જાણે રીતસરની તૂટી જ પડી,એણે પત્ર લખ્યો કે "લિંકન જેવી  મહાન વ્યક્તિ વિષે વક્તવ્ય આપતી વખતે તારીખની બાબતમાં ઝીણવટભરી કાળજી લેવી જ જોઈએ. તમારામાં આ ચીવટ અને ચોક્સાઈનું નામોનિશાન જોવા મળતું નથી! જો આવી સામાન્ય બાબતોનું ધ્યાન આપ રાખી શકતા ન હો, તો કૃપા કરીને વાર્તાલાપો કરવાનું બંધ કરશો!!" કાગળ વાંચતાની સાથે જ કાર્નેગી ઉકાળી ઉઠ્યા!! એક સામાન્ય ભૂલ માટે આટલો સખત ઠપકો! કાર્નેગીએ એ મહિલાને સણસણતો જવાબ આપતો પત્ર લખ્યો. એની અભદ્ર ભાષા વિ...

સેમ્યુઅલ લેંગહોર્ન કેલમેન્સ

Image
જન્મ: 30.11.1835      અવસાન: 21.04.1910 અમેરિકાના ફ્લોરિડાના મિઝુરીમાં જન્મેલા સેમ્યુઅલ લેંગહોર્ન કેલમેન્સ એ સાહિત્ય જગતનું અતિખ્યાત નામ છે. તેઓએ અમેરિકન વસાહતીઓમાં ચાલતી ટોળટપ્પાની પ્રક્રિયા પકડી અને એમાં અહોભાવરહિત અભિગમ અને લાક્ષણિક શૈલીનું ઉમેરણ કરીને વિશેષ પ્રકારનું વિનોદ-હાસ્ય સાહિત્ય સર્જ્યું છે. "ધ ઇન્સ્ટન્સ એબ્રોડ", "રફીંગ ઈટ", જેવી કૃતિઓમાં એમનો આ વિનોદ જોવા મળે છે. એમણે વિશેષ ખ્યાતિ તો "ધ એડવેન્ચર્સ ઓફ ટોમ સોયર" અને "ધ એડવેન્ચર્સ ઓફ હક્લબરી ફિન" જેવી કિશોરકથાઓ દ્વારા મેળવી. એમણે  જીવનના છેલ્લા વીસ વર્ષ અત્યંત કપરી પરિસ્થિતિમાં પસાર કર્યા. તેઓએ ધંધામાં ઝંપલાવ્યું હતું અને જેમાં ઘણું મોટું નુકસાન થયું. એ ધીરે ધીરે સ્વાસ્થ્ય પણ ગુમાવી રહયા હતા. એમાં એમની સૌથી વ્હાલી પુત્રી સર્જીનું અવસાન થયું અને એ પછી આઠેક વર્ષે એમના પત્ની ઓલિવિયાએ આ દુનિયાની વિદાય લીધી. જિંદગીની ઉત્તરાવસ્થામાં આવા એક પછી એક આઘાતો આવતા ગયા. એમાં વળી હાસ્યલેખકના જીવનમાં એક બીજી દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની. એમના ઘેર ઘણી મોટી ચોરી થઇ અને લગભગ આખુંય ઘર...

મહાભારતમાં દ્રૌપદી વસ્ત્રાહરણનો પ્રસંગ ખરેખર બન્યો હતો?

Image
મહાભારતની કૌરવ પાંડવની દ્યૂતક્રીડા અને પરિણામ સ્વરૂપ થયેલ દ્રૌપદી વસ્ત્રાહરણની કથા અતિ ખ્યાત છે. તે કેટલાક પ્રશ્નો પણ ઉભા કરે છે. આની પ્રથમ પૂર્વભૂમિકા તપાસીએ:  કૌરવ મહારાજ ધૃતરાષ્ટ્રના સર્વ પુત્રોમાં જ્યેષ્ઠ યુવરાજ દુર્યોધન હસ્તિનાપુરનો ઉત્તરાધિકારી હોવા છતાં તેને પાંડવોના ઇન્દ્રપ્રસ્થ રાજ્યની સમૃદ્ધિ જોઈ ઈર્ષા-અદેખાઈ થઇ ને તે મનોમન દુઃખી થયો. તેણે તે પડાવી લેવાના ઈરાદાથી ધૃતરાષ્ટ્ર પાસેથી દ્યુત રમવાની મંજૂરી મેળવી. પાંડવોને આનું આમંત્રણ મોકલતા પાંડવો પણ તેનો સ્વીકાર કરી નિશ્ચિત સમયે દ્યૂત રમવા હસ્તિનાપુર આવ્યા. હસ્તિનાપુરની રાજધાનીમાં ધૃતરાષ્ટના દરબારમાં કૌરવ મહાનુભાવો - મહારથીઓની હાજરીમાં રમાયેલ આ દ્યૂતક્રીડામાં પાંડવો ક્રમશઃ બધું જ હારી જતા અંતે યુધિષ્ઠિરે દ્રૌપદીને દાવમાં મૂકી. (સભાપર્વ: શ્લોક 58.32 થી 37). આ કારણે સભામાં હાહાકાર મચી ગયેલો અને જોતજોતામાં શકુનિએ દ્રૌપદી જીતી લીધાની જાહેરાત પણ કરી દીધી. (સભાપર્વ: 58.9 થી 43) આની સાથે જ દુર્યોધને વિદુરને દ્રૌપદીને લઇ આવવાની આજ્ઞા કરી, પરંતુ તેમણે સાફ શબ્દોમાં ઇન્કાર કરતા સ્પષ્ટ કહ્યું: "કૃષ્ણા (દ્રૌપદી) દાસીપણું પ...

વાહ દોસ્ત વાહ!

Image
કચ્છના અબડાસા તાલુકાનું સાંધો ગામ. પિતાની જન્મભૂમિ! જ્યાં પ્લેગ ફેલાયો હતો ત્યારે એક પરિવારના તેરમાંથી અગિયાર માણસોને પ્લેગ ભરખી ગયો. નાના બાળકને લઈને એક સ્ત્રી પહેરે લુગડે મુંબઈ ભાગી. તેની પરવરીશ કરી મુંબઈ વસતા કચ્છીઓએ. સ્ત્રીનું નામ તો ક્યાંથી લખાય? પણ પેલું બાળક મોટું થયું અને તે દીકરાનું નામ જે જે સ્કૂલ ઓફ આર્ટ્સના વિદ્યાર્થી તરીકે નોંધાયું. એ સમય વીસમી સદીના શરૂના દોઢ બે દસકનો. સિરામિકના કોર્સ સૌ પહેલા શરુ થયેલા તેમાં પહેલો વિદ્યાર્થી સિદ્દીકભાઈ અબ્બાસભાઈ . સિદ્દીકભાઈના પત્નીનું નામ હસીનાબેન. સૌ એને નાનીબેન કહે. આ દંપતીના પરિવારમાં ચાર સંતાનો. અમીનાબહેન, છોટુભાઈ, કરીમભાઇ અને શાહબુદ્દિન. આખું કુટુંબ પછી તો મુંબઈ છોડી થાન આવ્યું.  થાનમાં 1913માં પોટરી શરુ થયેલી. 1934 સુધી સોહરાબ દલાલ નામના પારસી શેઠે પોટરી ચલાવી. પછી પરશુરામ શેઠે પોટરી લીધી. થાનગઢમાં બહાર બનેલું પહેલું મકાન "સિદ્દીક મંઝિલ" ત્યાં જીવન શરુ થયું. લેટ્રીન ઘરમાં હોય તેવો કોઈને ખ્યાલ જ નહિ. માંદા હોય તે જ ઘરમાં  જાય. બાકી બધા તો તળાવે જ જાય. અહીંના બાળકો હાલતાં શીખે હારોહાર તરતા શીખે!! ગામમાં બે ત...

અનોખી સંગીત સારવાર

Image
એક વાર ઘેઘુર કંઠના માલિક અને સુગમ સંગીતના દિગ્ગજ રાસબિહારી દેસાઈ ગાડીમાં તેમના નિવાસથી વસ્ત્રાપુર ખાતે નવરાત્રી નિમિત્તે શ્રી માતાજીનું સ્તુતિગાન કરવા જઇ રહ્યા હતા. ગાડીમાં ૐકારની શાસ્ત્રીય ધ્વનિ અસર ઉભી કરતી સીડી વાગી રહી હતી. રાસભાઈ બે જ મિનિટમાં મૌન થઇ ગયા અને જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચ્યા સુધીમાં તો ધ્યાનસ્થ થઇ ગયા. થોડી ક્ષણો પછી શ્રી માતાજીના સ્થાપન પાસે બિરાજી એમણે એકાદ સ્તુતિગાન કર્યું. પણ આજે આંખમાંથી અશ્રુ વહ્યા કર્યા!! રાસભાઈ ભાવસમાધિના કલાકાર હતા, પણ આજે સૌને આશ્ચર્ય થયું કારણકે રાસભાઈએ શ્રી માને કંઠગાનનો નહિ પણ અશ્રુધારાનો અભિષેક આજે  કરાવ્યો હતો. રાસભાઈ એ કહ્યું, " આજે ગાડીમાં જે સીડી સાંભળી છે એની આ અસર છે!! " આટલો બધો પ્રભાવ સંગીતનો !! અને એ પણ સિદ્ધહસ્ત દિગ્ગજ કલાકાર પર...સાચે જ જાણવા જેવી વાત પર આજે આપણે આગળ વધી રહયા છીએ. આ જે સીડી રાસભાઈએ ગાડીમાં સાંભળી એ એક નવ સીડીના સેટનો એક ભાગ હતી. આલ્ફા મ્યુઝિકની આવી નવ સીડી એક વિજ્ઞાન કોલેજના પ્રોફેસર અને એમના બે એન્જીનીયર દીકરાઓએ બનાવી છે. જી હા, જેમને સંગીતમાં પાંડિત્ય જરાય નહોતું પણ હા, વિજ...

તોટકાચાર્ય

Image
સંતોના અનેક નામો પૈકીનું એક નામ છે જંગમ વિદ્યાપીઠ!! જ્યાં વિદ્યાપીઠ હોય ત્યાં વિદ્યાર્થીઓ, લોહચુંબકની જેમ ખેંચાઈ આવે. મધપૂડો હોય ત્યાં મધમાખીને આમંત્રણ આપવાનું હોય ખરું? ભગવાન શંકરાચાર્ય પાસે અનેક વિદ્યાપિપાસુ વિદ્યાર્થીઓ જ્ઞાનવારિનું પાન કરવા આવતા. તેમાંના એક હતા ગિરિ! ભણવામાં એ મોટો "ઢ"!! બીજા વિદ્યાર્થીઓ રમતવાતમાં જે સમજી લે તેને સમજતા આ ભાઈને લાખ પ્રયત્ન કરવા પડે. છતાં હૈયે વિદ્યા ન ચડે તે ન જ ચડે.  પણ ઈશ્વરની લીલા અગમ્ય છે. એકને એક શક્તિ ઓછી આપે તો અન્ય કોઈ શક્તિ બમણી આપે છે.  આ ગિરિનું પણ એવું જ કૈક હતું. ભણવામાં ભલે એ ઢ  રહ્યો પણ સેવામાં એક્કો. કોઈનુંય કામ કરી આપવામાં તે ભારે આનંદ અનુભવે. તેમાંય ગુરુસેવામાં તો ખરેખર અજોડ. ગુરુ કૈક આજ્ઞા કરે તે પહેલા તો તેમનું હૈયું વાંચીને હાર કોઈ સેવા કાર્ય ઉપાડી લેતો.પછી ગુરુને એને માટે મમતા કેમ ન હોય? એક વાર એવું બન્યું કે, ગુરુદેવના કપડાં ધોવા ગિરિ નદીએ ગયેલો. કોઈ કારણસર ધાર્યા કરતા વધુ વાર થઇ.  બીજી બાજુ વિદ્યાઅધ્યયન નો સમય પણ થઇ ગયો હતો. શુક્રાચાર્ય પણ આસાન પાર બિરાજમાન હતા. કોણ નથી આવ્યું તે ...

આપણું રાજચિહ્ન કયું? અશોકસ્તંભ કે અશોકચક્ર? ખરેખર, સાચું કે ખોટું?

Image
ભારત સરકારનું રાજચિહ્ન કયું? આપણું રાજચિહ્ન આ પ્રશ્નનો સીધો અને સરળ જવાબ હોઈ શકે...અશોકસ્તંભ અથવા તો અશોકચક્ર. જે ઉપરનાં ચિત્રમાં છે, પણ શું એ જ સત્ય હકીકત છે? જો હું એમ કહું કે ના આ બંને જવાબો ખોટાં તો!! એટલે કે, ભારતનું રાજચિહ્ન કંઈક અલગ જ છે તો? ચાલો વાંચીએ આગળ અને જાણીએ શું હકીકત છે. પ્રસ્તુત ચક્ર મૂળ સમ્રાટ અશોકના સારનાથના સિંહશીર્ષકવાળા સ્તંભનું છે. વારાણસી નજીક આવેલ સારનાથ બૌદ્ધ-જૈનોનું તીર્થ મનાય છે. ભગવાન બુદ્ધે સૌ પ્રથમ અહીં ધર્મચક્રપ્રવર્તન અર્થાત ધર્મોપદેશ આપેલ. જૈનોનાં 11માં તીર્થંકર શ્રેયાન્સનાથનું અહીં નિર્વાણ થયું હતું. ભગવાન બુદ્ધે અહીં પોતાના પ્રથમ ધર્મોપદેશમાં 'ચાર આર્ય સત્ય' સમજાવ્યા હતાં. મૌર્ય સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનાં પ્રચાર-પ્રસાર અર્થે જે પ્રવૃત્તિઓ કરેલી તેમાં તેના સ્તંભનિર્માણનો પણ સમાવેશ થાય છે. ચીની પ્રવાસી ફાહ્યાને અશોકનાં 6 સ્તંભો જોયાનું નોંધ્યું છે!! પરંતુ સમ્રાટ હર્ષવર્ધનના સમય દરમ્યાન ભારત આવેલ ચીની પ્રવાસી હ્યુ એન સંગે 15 સ્તંભોનો ઉલ્લેખ કર્યો છે!! આમાનો એક એ સારનાથનો સ્તંભ! તેનાં વર્ણન મુજબ 70 ફૂટ ઊંચો આ સ્તંભ વિશેષ રૂપે...