Posts

Showing posts from February, 2018

પૂજા મૂર્તિની કે સાક્ષાત પ્રભુની?!

Image
એક ભાઈ ખૂબ ધાર્મિક હતા. ઘરમાં એક સરસ મજાનું નાનું મંદિર બનાવેલું. એમાં ભગવાનની મૂર્તિ પધરાવીને તેની સવાર-સાંજ પૂજા કરતા હતા. ભગવાન કૃષ્ણ પ્રત્યે એમને અપાર શ્રદ્ધા આથી મુરલીધરની મૂર્તિની પૂજા કરતા હતા. એકવાર કોઈ મોટી નાણાકીય મુશ્કેલી આવી. એણે ઘરમંદિરમાં રહેલી મૂર્તિ સમક્ષ મુશ્કેલીના નિવારણ માટે પ્રાર્થના કરી. સમાસ્યાનો નિવેડો આવવાને બદલે સમસ્યા વધતી ચાલી. દિવસે દિવસે આ ભાઈને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ઘટવા લાગી. ભગવાન કૃષ્ણ કંઈ કામ કરતા નથી એવી માન્યતા દ્રઢ થઈ એટલે એણે નક્કી કર્યું કે જે મારી મુશ્કેલીના સમયે મને મદદ ન કરે એની પૂજા મારે શા માટે કરવી જોઈએ ? ભગવાન કૃષ્ણની મૂર્તિ મંદિરમાંથી દૂર કરી અને ભગવાન રામને પધરાવ્યા. હવે એ ભગવાન રામની મૂર્તિની પૂજા કરવા લાગ્યો. એક દિવસ સવારમાં ભગવાન રામની મૂર્તિની પહેરાવેલા કપડા પર એ ભાઈ અત્તર છાંટતા હતા. અત્તર ખૂબ સારું હતું. અત્તર છાંટતા છાંટતા એમનું ધ્યાન મંદિરમાંથી દૂર કરેલી અને ઘરના ખૂણામાં રાખી મૂકેલી કૃષ્ણની મૂર્તિ તરફ ગયું. એ ભાઈ ઊભા થયા અને કૃષ્ણની મૂર્તિના નાકમાં રૂ ભરાવી દીધું અને પછી બોલ્યો, “કંઈ કામ તો કરતા નથી તો પછી આ અત...

ઋણ માતપિતાનું

Image
એક નાનો બાળક હતો. બાળકને કેરીનું ઝાડ (આંબો) બહુ ગમતો. જ્યારે નવરો પડે કે તુરંત આંબા પાસે પહોંચી જાય. આંબા પર ચડે, કેરી ખાય અને રમીને થાકે એટલે આંબાના વૃક્ષની ઘટાદાર છાયામાં સૂઈ જાય. બાળક અને આ વૃક્ષ વચ્ચે એક અનોખો સંબંધ હતો. બાળક જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ એણે આંબા પાસે આવવાનું ઓછું કરી દીધું. અમુક સમય પછી તો સાવ આવતો જ બંધ થઈ ગયો. આંબો એકલો એકલો બાળકને યાદ કરીને રડ્યા કરે. એક દિવસ અચાનક એને પેલા બાળકને પોતાના તરફ આવતો જોયો. આંબો તો ખુશ થઈ ગયો. બાળક જેવો નજીક આવ્યો એટલે આંબાએ કહ્યું, “તું ક્યાં ચાલ્યો ગયો હતો ? હું રોજ તને યાદ કરતો હતો. ચાલ હવે આપણે બંને રમીએ.” બાળક હવે મોટો થઈ ગયો હતો. એણે આંબાને કહ્યું, “હવે મારી રમવાની ઉંમર નથી. મારે ભણવાનું છે પણ મારી પાસે ફી ભરવાના પૈસા નથી.” આંબાએ કહ્યું “તું મારી કેરીઓ લઈ જા. એ બજારમાં વેચીશ એટલે તને ઘણા પૈસા મળશે. એમાંથી તું તારી ફી ભરી આપજે.” બાળકે આંબા પરની બધી જ કેરીઓ ઉતારી લીધી અને ચાલતો થયો. ફરીથી એ ત્યાં ડોકાયો જ નહીં. આંબો તો એની રોજ રાહ જોતો, એક દિવસ અચાનક એ આવ્યો અને કહ્યું, “હવે તો મારા લગ્ન થઈ ગયા છે. મને નોકરી મળ...

મનનો અવાજ

Image
શાળામાં ભણતા બે જીગરજાન મિત્રો. સાથે હરવા-ફરવાનું, સાથે ખાવા-પીવાનું, સાથે નાચવા ગાવાનું. એક જ્યાં હાજર હોય ત્યાં બીજો હાજર હોય જ. શાળા પૂરી કરીને કૉલેજમાં જવાનું થયું અને બંને મિત્રો છૂટા પડ્યા. જેમ જેમ સમય પસાર થવા લાગ્યો તેમ તેમ બંને વચ્ચેનું અંતર પણ વધવા લાગ્યું. વર્ષો પછી બંને મિત્રો અચાનક ભેગા થઈ ગયા. એકબીજાને મળીને ખૂબ જ આનંદ થયો. બંને એકબીજાના જીવન વિષે જાણવા ઉત્સુક હતા. એક બગીચામાં ચાલતાં ચાલતાં બંને એકબીજાને શાળા પછીના જીવન વિષે વાતો કરવા લાગ્યા. “ શાળા પૂરી કરીને મેં કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. એક પૈસાદાર બાપની દીકરી સાથે મારી ઓળખાણ થઈ. એની સાથે જ લગ્ન કરી લીધા. આજે ૪ ફેક્ટરીઓનો માલિક છું અને લાખો રૂપિયા કમાઉં છું .” બીજો મિત્ર ધ્યાનથી આ વાતો સાંભળી રહ્યો હતો. એ ખિસ્સામાંથી રૂમાલ કાઢવા ગયો તો એક સિક્કો પણ ખિસ્સામાંથી નીચે પડી ગયો. એને તો કંઈ ખબર જ નહોતી. એ મિત્રની વાત સાંભળવામાં મશગૂલ હતો પણ વાત કરી રહેલા મિત્રને સિક્કો પડવાનો અવાજ સંભળાયો એટલે એણે જોયું અને મિત્રનું ધ્યાન દોર્યું કે તારો સિક્કો નીચે પડી ગયો છે. પેલા મિત્રએ સિક્કો ઉપાડીને ખિસ્સામાં મૂક્યો અને પ...

છ દિશાઓને પ્રણામ, શા માટે??

Image
એકવાર ગૌતમ બુદ્ધ પસાર થતા હતા ત્યારે તેણે એક સજ્જનને સ્નાન બાદ દિશાઓને વંદન કરતા જોયો. બુદ્ધ ઊભા રહીને આ સજ્જન શું કરે છે તે જોવા લાગ્યા. પેલી વ્યક્તિએ પૂર્ણ ભાવ સાથે છ દિશાઓ (ચારે દિશાઓ, ઉપર આકાશ અને નીચે ધરતી)ને વંદન કર્યા. વંદન વિધિ પૂર્ણ થઈ એટલે બુદ્ધ એમની પાસે ગયા અને પૂછ્યું, “ભાઈ, તું આટલા ભાવથી આ છ દિશાઓને વંદન કરતો હતો પણ તને ખબર છે કે દિશાઓને શા માટે વંદન કરવામાં આવે છે ?” પેલા સજ્જને કહ્યું, “આપણા શાસ્ત્રોમાં કહ્યું છે માટે હું વંદન કરું છું પણ સાચું પૂછો તો મને એ ખબર નથી કે આ વંદન શા માટે કરવામાં આવે છે ?” બુદ્ધે કહ્યું, ‘તું જે કાર્ય કરે છે તેની પાછળ રહેલા ઉદ્દેશની તને ખબર જ નથી તો પછી આવું કાર્ય તો માત્ર યંત્રવત જ બની જાય ! એમાં કોઈ ભાવ ના હોય.” સજ્જને બુદ્ધને જ પ્રાર્થના કરતા કહ્યું, “આપ વિદ્વાન છો. આપ જ કૃપા કરીને મને સમજાવોને કે આ દિશાવંદનનું રહસ્ય શું છે ?” ગૌતમ બુદ્ધે દિશાવંદનના રહસ્યને ઉજાગર કરતા કહ્યું, “માતા અને પિતા પૂર્વ દિશા છે, ગુરુ અને શિક્ષક દક્ષિણ દિશા છે, જીવનસાથી (પતિ-પત્ની) અને સંતાનો પશ્ચિમ દિશા છે, મિત્રો ઉત્તર દિશા છે, માલિક (જેના કારણ...

પરફેક્શન અંગેની માન્યતા

Image
એકવાર કોઈ ગુરુ પોતાના શિષ્યો સાથે એક ગામથી બીજે ગામ જતા હતા. રસ્તામાં જ સાંજ પડી ગઈ એટલે ગુરુજીએ બધા શિષ્યોને રસ્તામાં જ રાતવાસો કરવાની સૂચના આપી અને કહ્યું કે, “આપણે સવારે આગળ જવા માટે પ્રયાણ કરીશું.” સાંજનું ભોજન બનાવવાની શરૂઆત થઈ એટલે ગુરુજીએ કહ્યું કે, “આજે રોટલી હું બનાવીશ.” બધા શિષ્યો આનંદમાં આવી ગયા કારણ કે આજે ગુરુની બનાવેલી પ્રસાદીની રોટલી જમવા મળવાની હતી અને ગુરુજીને ક્યારેય રોટલી બનાવતા જોયેલા નહીં આજે એ દર્શનનો લાભ પણ મળવાનો હતો. ગુરુજીએ પ્રથમ રોટલી બનાવી. રોટલીનો કોઈ જ આકાર નહીં. ઓસ્ટ્રેલિયાના નકશા જેવી બની. રોટલી તાવડીમાંથી નીચે ઉતારતી વખતે ગુરુજી બોલ્યા, “પરફેક્ટ.” શિષ્યો મનમાં હસ્યા કે આને પરફેક્ટ કહેવાય ? પણ કોઈ કંઈ બોલ્યું નહીં. બીજી રોટલી ત્રિકોણ આકારની થઈ અને તાવડીમાંથી નીચે ઉતારતા ઉતારતા તૂટી પણ ગઈ. ગુરુજી ફરી બોલ્યા, “પરફેક્ટ.” શિષ્યો મૂંઝાયા કે ગુરુજી ગાંડા થયા છે કે શું ? ત્રીજી રોટલી પણ ચોરસ બની અને વચ્ચે કાણા પણ પડ્યા. આ રોટલી નીચે ઉતારતી વખતે ગુરુજી ફરીથી બોલ્યા, “પરફેક્ટ.” હવે ના રહેવાયું એટલે એક શિષ્યએ પૂછ્યું, “ગુરુજી, આમાં પરફેક્ટ જે...

આપણને ખરી જરૂર શેની છે?

Image
એક બાળક પોતાના પિતા સાથે મેળામાં ગયો હતો. મેળામાં જે કંઈ પણ જુએ એટલે બાળક તરત જ પોતાના પિતા પાસે એની માગણી કરે. મેળાના મેદાનમાં દાખલ થતાં જ એમણે ફુગ્ગાવાળાને જોયો એટલે બાળકે ચાલુ કર્યું, “પપ્પા, મને ફુગ્ગો જોઈએ.” પિતાએ બાળકને ફુગ્ગો અપાવ્યો. થોડા આગળ વધ્યા ત્યાં આઇસ્ક્રીમ જોયો એટલે બાળકે તુરંત જ માગણી કરી, “પપ્પા, મને આઇસ્ક્રીમ જોઈએ છે.” પિતાએ આઇસ્ક્રીમ લઈ આપ્યો. આગળ વધતા એક રમકડાંનો સ્ટૉલ આવ્યો એટલે ફરી માગણી મૂકી, “પપ્પા, મને પેલું રમકડું જોઈએ છે.” એક રમકડું લઈ આપ્યું એટલે બીજુ અને બીજુ લઈ આપ્યું એટલે ત્રીજા માગણી રજૂ થઈ. પિતા હવે કંટાળ્યા એમણે થોડા ઊંચા અવાજે બાળકને કહ્યું, “તારે હવે કેટલુંક જોઈએ છે ? તારા માટે આટલું તો બસ છે અને હું તારી સાથે જ છું ને. જ્યારે જરૂર પડે ત્યારે કહેજે મને.” બાળકે કહ્યું, “પપ્પા, મને તમારી નહીં વધુ રમકડાંની જરૂર છે.” હજુ પપ્પા કંઈ જવાબ આપે એ પહેલા એક જોરદાર ધક્કો આવ્યો અને બાળક પોતાના પિતાથી વિખૂટો પડી ગયો. બાળક મોટેમોટેથી રડવા લાગ્યો. કોઈ સજ્જન આ બાળકની નજીક આવ્યા. સજ્જનને સમજાઈ ગયું કે આ બાળક પોતાના વાલીથી વિખૂટું પડી ગયું છે. વાલ...

સમજણથી સમસ્યાનો ઉકેલ

Image
એક ગરીબ ખેડૂતે નગરના શાહુકાર પાસેથી મોટી રકમ વ્યાજ પર લીધેલી હતી. એક દિવસ શાહુકારે ખેડૂતને બોલાવીને કહ્યું, “મને મારી રકમની જરૂર છે માટે બધી જ રકમ વ્યાજ સહિત એક અઠવાડિયામાં આપી દેજે નહીંતર તારી જમીન મને લખી આપજે.” ખેડૂત મૂંઝાયો. આટલી રકમની વ્યવસ્થા કરવી શક્ય જ ન હતી. જીવનનો એકમાત્ર આધાર એવી જમીન હાથમાંથી જતી રહેશે એ વિચારમાત્રથી ખેડૂત ધ્રૂજતો હતો. એક અઠવાડિયું પૂરું થયું અને ખેડૂત રકમ ન આપી શક્યો એટલે શાહુકારે ગામના પંચને ભેગું કર્યું અને બધી વાત કરી. પંચે કહ્યું કે, “ખેડૂત રકમ નથી આપી શક્યો માટે એમણે જમીન શાહુકારને આપી દેવી જોઈએ.” આ વાતચીત ચાલતી હતી ત્યાં પેલા ખેડૂતની યુવાન દીકરી આવી. અત્યંત સ્વરૂપવાન છોકરી જોઈને આ શાહુકારને બીજો વિચાર આવ્યો. શાહુકારે ગામલોકોને કહ્યું, “હું આ ગામનો જ છું એટલે મને આ ખેડૂતની ચિંતા થાય છે. હું એની જમીન છીનવવા નથી માંગતો. હું એમને એક તક આપવા માગું છું. મારી આ થેલીમાં બે પથ્થર નાખીશ અને પછી એની દીકરી આ બે પથ્થરમાંથી એક ઉપાડશે. જો તે ધોળો પથ્થર ઉપાડે તો એનું તમામ દેવું માફ, પણ જો એ કાળો પથ્થર ઉપાડે તો એણે એમની છોકરી મારી સાથે પરણાવવાની ર...

પ્રોત્સાહન

Image
૧૯મી સદીની આ વાત છે. પ્રખ્યાત ચિત્રકાર દાંતે ગ્રેબિયલ રાઝોટીને એક આધેડવયનો ચિત્રકાર મળવા માટે આવ્યો હતો. ચિત્રકાર પોતાની સાથે કેટલાંક ચિત્રો લાવ્યો હતો. દાંતેને આ ચિત્રો બતાવીને કહ્યું, “મહાશય, મેં ખૂબ મહેનત કરીને આ ચિત્રો તૈયાર કર્યા છે. આપ આ ક્ષેત્રના શહેનશાહ છો એટલે મારાં ચિત્રો માટે આપનો અભિપ્રાય લેવા માટે આવ્યો છું.” દાંતેએ ધ્યાનથી ચિત્રો જોયા પછી ચિત્રો પેલા આધેડના હાથમાં પરત આપતા કહ્યું, “ આપે ચિત્રો તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે બધાં જ ચિત્રો સાવ સામાન્ય છે. એમાં કોઈ વિશેષતા જોવા મળતી નથી.” આધેડ માણસે થોડા દુઃખ સાથે દાંતેના હાથમાંથી ચિત્રો લઈ લીધા. પોતાની પાસેના થેલામાંથી એક ફાઈલ કાઢી અને એ દાંતેના હાથમાં આપતા કહ્યું, “આ એક યુવાને તૈયાર કરેલાં ચિત્રો છે. જરા આપ આ જોઈને આપનો અભિપ્રાય આપો.” ફાઈલનું એક એક પાનું ફરતું ગયું તેમ દાંતેના ચહેરા પરની પ્રસન્નતા પણ વધતી ગઈ. ફાઈલમાં રહેલા બધાં જ ચિત્રો દાંતેએ બીજી વખત જોયા. આધેડની સામે જોઈને કહ્યું, “ભાઈ, આ ચિત્રો તો અદ્દભુત છે. કલાકારે પોતાનો જીવ નીચોવી દીધો છે. આ ચિત્રો તૈયાર કરવામાં જો આ...

દિલ જીતવાની જડીબુટ્ટી

Image
જંગલી વિસ્તારમાં રહેતી એક સ્ત્રીને એના પતિ સાથે બહુ સારા સંબંધો નહોતા. એને હંમેશાં એવું લાગતું કે એનો પતિ એને પ્રેમ કરતો નથી. એક દિવસ જંગલમાં રહેતા એક સંન્યાસી પાસે એ ગઈ અને સંન્યાસીને કહ્યું, “મહારાજ, મારા પતિ મને પહેલા ખૂબ સારી રીતે રાખતા પણ છેલ્લા કેટલાક સમયથી મારા પ્રત્યેનો એનો પ્રેમ નહિવત્ થઈ ગયો છે. એ પથ્થર જેવા જડ બની ગયા છે. મેં આપના વિષે ખૂબ સાંભળ્યું છે. આપ એવી કોઈ જડીબુટ્ટી આપો કે મારા પતિનો પ્રેમ પુનઃ પ્રાપ્ત થાય અને હું એને વશમાં કરી શકું.” સંન્યાસીએ બધી જ વાત સાંભળ્યા પછી કહ્યું, “બહેન, હું આ માટે એક ખાસ દવા બનાવીને તને આપીશ પણ એ દવા બનાવવા માટે મારે વાઘની મૂછનો વાળ જોઈએ. બોલ તું એ લાવી શકીશ ?” જંગલમાં રહીને જ મોટી થયેલી આ સ્ત્રી શૂરવીર હતી એટલે એણે તુરંત જ હા પાડી દીધી. બીજા દિવસે એ વાઘની શોધમાં નીકળી પડી. એક ગુફા પાસે એણે વાઘ જોયો એટલે એ હરખાઈ કે ચાલો વાઘ મળી ગયો. હવે એની મૂછ પણ મળી જાશે. જેવી એ વાઘ તરફ આગળ વધી કે વાઘે ત્રાડ પાડી અને પેલી સ્ત્રી ગભરાઈને દૂર ખસી ગઈ. દૂર ઊભા ઊભા એ વાઘને જોયા કરતી હતી પણ એની નજીક જવાની હિંમત ચાલતી નહોતી. એ રોજ પેલી ગુફા પાસે...

કામ પ્રત્યેની નિષ્ઠા એ જ ઈશ્વર

Image
બે મિત્રો હતા. જિગરજાન મિત્રો. બંનેને એકબીજા વગર ન ચાલે એવા મિત્રો. પણ એક મિત્ર આસ્તિક હતો અને બીજો નાસ્તિક. આસ્તિક એ અર્થમાં કે એ ઈશ્વરના અસ્તિત્વ પર વિશ્વાસ રાખનારો હતો. પરમાત્માના સર્વોપરિપણાને સ્વીકારનારો હતો અને ધાર્મિક ક્રિયાકાંડમાં માનનારો હતો. નાસ્તિક ધાર્મિક ક્રિયાકાંડનો તો વિરોધી હતો જ પરંતુ ઈશ્વરના અસ્તિત્વને પણ એ માનતો ન હતો. આસ્તિક મિત્રનો એક દૈનિક ક્રમ હતો. એ રોજ સવારે ભગવાન ભોળાનાથના મંદિરે જતો અને ત્યાં દીવો પ્રગટાવીને આંખો બંધ કરીને ભગવનને પ્રાર્થના કરતો. બસ એની આ આંખ બંધ કરવાના સમયનો પેલો નાસ્તિક મિત્ર લાભ લેતો અને હળવેકથી ફૂંક મારીને દીવાને ઓલવી નાખતો. આસ્તિક દીવો પ્રગટાવે અને એ જ સમયે પેલો નાસ્તિક મિત્ર આવીને દીવાને ઓલવી નાખે. આ હવે નિત્યક્રમ બની ગયો હતો. ચોમાસાના દિવસોમાં એકવાર વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. વરસાદ બંધ થવાનું નામ નહોતો લેતો. આસ્તિક મિત્ર નાહીધોઈને મંદિર જવા માટે તૈયાર થયો. પણ બહાર અનરાધાર વરસતા વરસાદને જોઈને વિચારે ચડ્યો, “આવા વરસાદમાં મંદિરે જઈશ તો પણ પેલો નાસ્તિક આવીને મારો પ્રગટાવેલો દીવો ઓલવી નાખશે. એના કરતા આજે મંદિરે ...

સંકલ્પનું બળ

Image
૧૬-૧૭ વર્ષની ઉંમરનો એક ફૂટડો યુવાન હિપેટાઈટીસ-બીનો ભોગ બન્યો. બૅન્કમાં સારી પોસ્ટ પર નોકરી કરતા એના પિતા પોતાના લાડકવાયા દીકરાની સારવાર માટેના તમામ પ્રયાસો કરી રહ્યા હતા. એક સમય એવો આવ્યો કે યુવાન દીકરાને એના પિતા પોતાની બાંહોમાં ઉપાડીને ડૉક્ટર પાસે લાવ્યા. આ છોકરાને તપાસ્યા બાદ ડૉક્ટરો અંગ્રેજીમાં અંદરોઅંદર વાત કરી રહ્યા હતા. છોકરો આ વાત સાંભળે એ પહેલા જ એના પિતાએ ડૉક્ટરને વાત કરતા અટકાવ્યા. છોકરો પણ હોશિયાર હતો અને અંગ્રેજી સારું જાણતો હતો એટલે ડૉક્ટરોની વાત સાંભળીને એની આંખમાં આંસુ આવી ગયા. બાપને સમજતા વાર ન લાગી કે દીકરાને પણ સમજાઈ ગયું છે કે એ હવે લાંબું જીવી શકે તેમ નથી અને માત્ર થોડા દિવસનો જ મહેમાન છે. બાપે દીકરાને એટલું કહ્યું, “બેટા, તારી મમ્મીને આ વાતની ખબર ન પડવા દેતો.” છોકરાએ એના પપ્પાને હિંમત આપતા એટલું જ કહ્યું, “પપ્પા, ચિંતા ના કરશો. મમ્મીને આ બાબતે કંઈ જ ખબર નહિ પડે.” છોકરાને હૉસ્પિટલથી ઘેર લાવ્યા. આ પરિવાર સાથે અંગત સંબંધ ધરાવતા એક ડૉક્ટરને આ બાબતની ખબર પડી એટલે એ ડૉક્ટર છોકરાને રૂબરૂ મળવા માટે આવ્યા. છોકરાના રૂમમાં ગયા. બીજા સભ્યોને રૂમની બહાર મોકલી ...

તો હું માણસ શાનો?

Image
મારા બંગલાની સામે એક રિક્ષા આવીને અટકી. રિક્ષામાંથી કોણ ઊતરે છે એ જોવા મેં એ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. રિક્ષામાં પ્રૌઢ વયની એક મહિલા બેઠેલી હતી. એ પોતે રિક્ષામાંથી ઊતરી નહીં. પણ રિક્ષાવાળો મારી પાસે આવ્યો. એણે પૂછ્યું : ‘અહીં ડૉ. મહેતા ક્યાં રહે છે ?’ ‘ખબર નથી ભાઈ, બીજા કોઈને પૂછો.’ મેં જવાબ આપ્યો. રિક્ષાવાળો મોં બગાડીને બોલ્યો : ‘સોસાયટીમાં અડધા કલાકથી આ બહેનને ફેરવું છું. કોઈ ડૉ. મહેતાની ભાળ આપતું નથી. મહેતા આ સોસાયટીમાં જ રહે છે. ડૉક્ટર છે. ડૉક્ટર જેવા માણસને કોઈ જ ન ઓળખતું હોય એ કેવું ?’ ‘તમારી પાસે પૂરું સરનામું છે ?’ મેં એને કહ્યું. ‘મૂળ મથકે તો આવી પહોંચ્યા છીએ. હવે ડૉ. મહેતા એ સરનામું.’ ‘બંગલા નંબર, લેન નંબર….’ આ સંવાદ ચાલતો હતો એ વખતે પેલી મહિલા મારી પાસે આવી. કાગળના એક ટુકડામાં લખેલું સરનામું એણે મારી સામે ધર્યું. સરનામામાં માર્ગ, વિસ્તાર વગેરે ચોકસાઈપૂર્વક લખેલાં હતાં. એ નોંધ પ્રમાણે રિક્ષાવાળો એ સત્યાગ્રહ છાવણીમાં લઈ આવ્યો હતો. સત્યાગ્રહ છાવણી એટલે સેટેલાઈટ રોડ પર ભાવનિર્ઝર મંદિરથી માંડીને સરખેજ-ગાંધીનગર હાઈ-વે સુધીનો વિસ્તાર. એમાં 400, 500 કે 1000 ચોરસ વારના ...

આબીદભાઈ કરીમભાઈ ખાનજી

Image
દિવસે દિવસે લોકોમાં વાચનવૃત્તિ ઘટતી જાય છે. જે લોકો વાંચે છે તે વધુ વાંચવા પ્રેરાય, આજની આવી પરિસ્થિતિમાં પણ જેઓ નથી વાંચતા તેઓ પણ વાંચતા થાય તે માટે દાહોદના રહેવાસી ‘ આબિદભાઈ કરીમભાઈ ખાનજી’ છેલ્લાં 29 વર્ષથી એકલા હાથે કોશિશ કરી રહ્યા છે. જેનું સારું પરિણામ ધીરે ધીરે નજર પડી રહ્યું છે.   તેઓએ આ સેવાકાર્યની શરૂઆત ‘અખંડ આનંદ’ માસિકથી કરેલી. ‘ ભણો અને ભણાવો, વાંચો અને વંચાવો ’ ને જીવનમંત્ર બનાવી, દર માસે તેમને મળતા ‘અખંડ આનંદ’ના દરેક અંકને, પ્રથમ ચારે બાજુ ટ્રાન્સપેરેન્ટ સેલ્ફ એડહેસિવ ટેપ લગાવી દે છે. જેથી તેની આવરદા વધી જાય, સાથે જોવામાં આકર્ષક પણ લાગે છે . પછી તેમાં પીરસાયેલ સાહિત્યને વાંચતા જાય છે. સાથે સાથે ભિન્ન ભિન્ન રુચિ ધરાવતા લોકો પણ વાંચવા પ્રેરાય એવાં ભાગોને લાલ શાહીવાળી પેનથી ચોકઠું (ચોરસ) બનાવી વાંચવા માટે અન્યને આપે છે. એક પાસેથી વંચાઈને આવે એટલે બીજાને, ત્રીજાને એમ વાંચવા આપતા રહે છે. અને છેલ્લે દાહોદમાં, ગુજરાતમાં, ભારતમાં તો ભારત બહાર પણ વાંચીને વંચાવતા રહેવાની અપીલ સાથે ભેટ મોકલી આપે છે. આમ, તેમના હાથનો સ્પર્શ પામેલ આ અંકો ગુજરાતના મુખ્યમંત્રીથી માંડીને ...

આકાશનો આધાર અને ધરાનો ભાર...

Image
હું બીમાર હતો ત્યારની વાત છે. મોટે ભાગે દવા લેવા જવાનું હોય ત્યારે મારો ભાઈ મને ગાડીમાં લઈ જાય પણ એને કામ હોય અને મારે બતાવવા જવાનું હોય ત્યારે હું રિક્ષામાં ત્યાં જાઉં. દવા લઉં. ત્યાર બાદ આજુબાજુ દસેક મિનિટ ફ્રૂટની, શાકની તથા બીજી રેંકડીઓને જોઉં અને મન થાય તેવું કંઈક મારા માટે તથા ઘેર બાળકો માટે લઈ જાઉં. એક વખત મેં એક મોટી ઉંમરના ડોસીમાને રેંકડી ઉપર જોયાં. હું ત્યાં ગયો. ત્યાંથી આદું, ફુદીનો વગેરે પાંચ રૂપિયામાં ખરીદ્યું. અને ડોસીમાને પૈસા ચૂકવી હું રવાના થયો. મારી બીજી ભૂલી જવાની પણ એક તકલીફ હતી. આ બનાવ પછી પંદરેક દિવસ બાદ હું એ જ ડોસીમાની રેંકડીએ પહોંચ્યો. મેં આદું, ફુદીનો વગેરે ચીજ ખરીદી. હું પૈસા આપવા જાઉં ત્યાં એક બહેન ત્યાં આવ્યાં અને ભીંડાના ભાવ પૂછ્યા. માજીએ 12 રૂપિયા કહ્યા. પેલાં બહેન બોલ્યાં કે ’10 રૂપિયા નહીં થાય ?’ માજી બોલ્યાં કે ‘થાય પણ પછી જમવા તમારે ઘેર આવવું પડે !’ માજી ખૂબ હસમુખા અને શાંત જણાયાં. બહુ જ લહેકાથી બોલ્યાં. પેલાં બેનને એમાં કાંઈ રસ ન હતો. તેઓએ ભીંડા લીધાં. હવે મેં માજીને પૂછ્યું : ‘કેટલા રૂપિયા થયા ?’ માજી કહે : ‘પાંચ રૂપિયા.’ મેં કહ્યું : ‘...

મુશ્કેલી સામે ટકવું કે અટકવું?

Image
      નવીજ ગાડી ખરીદી હતી અને વળી હમણાંજ તો, નવયુવાન દીકરીને પાકું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ મળ્યું હતું. તેથી સાથે આવતી બે ત્રણ રજાનો લાભ લઇ અને તેઓનું નાનકડું કુટુંબ  નીકળી પડ્યું હતું આનંદ કરવા. નવ યુવાન દીકરી ગાડી ચલાવે અને તેના પિતા બાજુમાં બેઠા બેઠા સૂચનાઓ અને માર્ગદર્શન આપતા જાય. પાછળની સીટ ઉપર આરામથી બેઠી બેઠી મા પોરસાય !  હજી બે કલાકનો રસ્તો કપાયો હશે અને સામે મોટો વંટોળ આવતો દેખાયો ! જાણે મોટું ઘનઘોર રેતનું વાદળું !  દીકરી મુંઝાઈ ગઈ, “હવે શું કરું ?” તેને તેના પિતાને પ્રશ્ન કર્યો. “કશુંજ નહિ, બસ તું ધીરે ધીરે સાચવીને ગાડી ચલાવ્યા કર ” દીકરીએ પણ હિમંત રાખી અને પિતાના શબ્દો પર વિશ્વાસ રાખી ને આગળ વધતી ગઈ. ધીરે ધીરે શેતાની વંટોળની અસર વર્તાવા લાગી અને ગાડી ચલાવવી વધુ ને વધુ મુશ્કેલ થતી ગઈ. હાઇવે પરના બીજા વાહનો સાઈડ પર ખસી અને રોકાઇ જવા લાગ્યા. ધીરે ધીરે વંટોળનું જોર વધવા લાગ્યું. વાહન ચલાવવું વધુ ને વધુ મુશ્કેલ થતું જતું હતું. દીકરીને પણ એક બાજુ ઉભા રહી જવાનુંજ જ યોગ્ય લાગવા માંડ્યું. તેને વાળી પાછું તેના પિતાને પૂછ્યું, “શું કરીએ પપ્પા?...

એમ. બી. એ.

Image
એક સ્ત્રી એક “હોટએર બલુન”માં બેસી પોતાની બહેનપણીના ઘરે જવા નીકળી. એની ગણત્રી પ્રમાણે એ એક કલાકમાં ત્યાં પહોંચી જવાની હતી. જમીનથી ઉપરની ઉંચાઈએ એને દિશા સમજવામાં મુશ્કેલી પડવા લાગી અને એ ધારેલા ઠેકાણે પહોંચસે કે નહિં એની પણ શંકા થવા લાગી. એણે નીચે નજર કરી તો રસ્તે જતો એક માણસ દેખાયો. એણે બલુન નીચે લાવી, એ વ્યક્તિને પૂછ્યું, “આપ મને જણાવશો કે હું અત્યારે ક્યાં છું?” એ વ્યક્તિએ કહ્યું, “તમે અત્યારે હોટએઅર બલુનમાં છો, જમીનથી દસ ફૂટની ઉંચાઇ પર છો અને આ સ્થળ ૪૦ ડીગ્રી અક્ષાંશ અને ૭૧ ડીગ્રી રેખાંશ પર છે.” સ્ત્રીએ કહ્યું, “તમે એંજીનિયર લાગો છો એટલે તમારી માહિતીતો ચોક્કસ હશે, પણ મને એનાથી કોઈ મદદ મળશે નહિં.” પેલા માણસે કહ્યું, “હા હું એંજિનીઅર છું, અને તમે M.B.A. છો.” તમે સમજ્યા, એંજીનિયરે સ્ત્રીને તમે એમ.બી.એ. છો એમ કેમ કહ્યુ? નહિં સમજ્યા તો એ એંજીનિયરની ભાષામાં જ સાંભળો.   “તમે તમારા મિત્રને ઘેર બધાની જેમ કાર લઈને જઈ શક્યા હોત, પણ એમ.બી.એ. હોવાથી તમે હવામા ઉડો છો. તમે ક્યાં છો એ તમને ખબર નથી, અહીંથી આગળ કેમ જવું એનીપણ તમને ખબર નથી. તમને સફળતાની પૂરી ખાત્રી ન...

અવિનાશ વ્યાસ

Image
ગુજરાતી ગીતો, રાસ કે ગરબાના શબ્દો સાંભળીએ ત્યારે તરત જ શ્રી અવિનાશ વ્યાસનું નામ યાદ આવી જાય. તેમના ગીતો અને ગરબાના શબ્દો મનમાં રણકવા લાગે અને હોઠ પર રમવા લાગે. આવા એક શબ્દકાર, સ્વરકાર અને ગીતકારે કેટલા બધા ગીતો ગુજરાતી ભાષાને અને ગુજરાતના લોકોને આપ્યા છે. એવું પણ કહેવાય છે કે તેમણે એક ગીતનગર ઊભું કર્યું છે ! તેમણે લગભગ સાડાબાર હજાર જેટલી ગીત રચનાઓ ગુજરાતને આપી છે. આ કલા તેમનામાં જન્મજાત હશે તેવું તો માનવું જ રહ્યું. તેઓ નાનાં હતાં અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારના કેટલાક પ્રસંગો સ્મરીએ. તેઓ અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલી ‘પ્રોપ્રાયટરી’ હાઈસ્કૂલમાં ભણતાં હતાં જે અત્યારે ‘દિવાન બલ્લુભાઈ હાઈસ્કૂલ’ તરીકે ઓળખાય છે. તેઓ ભણતા હતા ત્યારે એક દિવસ વર્ગમાં ભાષાનો પિરિયડ હતો. તેમના ભાષાના શિક્ષકે વર્ગમાંના બધાં વિદ્યાર્થીઓને નિબંધ લખવાનું કામ સોંપ્યું હતું. તે પિરિયડ પૂરો થતાં શિક્ષકે બધાં વિદ્યાર્થીઓની નોટબુકો એકઠી કરી લીધી. શિક્ષકે તે બધી નોટોમાં લખેલો નિબંધ વાંચવા માંડ્યો. વાંચતા વાંચતા એક વિદ્યાર્થીની નોટબુકમાં તેમને નિબંધની જગ્યાએ એક ગીત વાંચવામાં આવ્યું. ગીત બહુ જ સુંદર હતું...

માનો ન માનવા જેવું!

Image
તમે ચમત્કાર માં માનો છો ? હું પણ…. આમ છતાં કોઈકની શ્રધ્ધા નું બળ અથવા વ્યક્તિનું આત્મબળ ન માની શકાય એવું કૈક કરી જાય છે.સાવ સામાન્ય માણસની આ વાત છે,કોણ કેવી રીતે ઘડાતો હોય છે અને કોણ એને ઘડતો હોય છે?આ બે સવાલ અને તેના જવાબ મને આ એક પ્રસંગ થી મળ્યા જે તમારી આગળ…. મારા ઘરમાં એક છોકરી કામ કરતી હતી,હવે તો એના લગ્ન થઇ ગયા,પણ એ છોકરી એની દાદી સાથે આવતી.હવે કિશોર વયમાં બુટ્ટી માળા બંગડી પહેરવાના શોખ હોય.તેથી એક દિવસ ચાંદીના ઝાંઝર પહેરીને આવી, હવે છમ છમ છમ અવાજ મને પહેલેથી જરાય પસંદ નહિ.મેં પોતે કોઈ દિવસ ઘુઘરી વાળા ઝાંઝર પહેર્યા ય નથી અને મારી દીકરીઓને પણ અવાજ થાય એવા પહેરવા નથી દીધા.ખબર નહિ કેમ પણ ઘુઘરીઓનો અવાજ મને બહુ ડીસ્ટર્બ કરે.તો મેં બે દિવસ રાહ જોઈ કે આ છોકરી કદાચ કાલથી નહિ પહેરી આવે, પણ એવું કાઈ બન્યું નહિ એટલે મેં એને સમજાવ્યું કે કામ કરવા જઈએ ત્યારે આવા દાગીના પહેરીને ન જવાય.એટલે ડરના માર્યા એણે એક બીજો રસ્તો અપનાવ્યો. તે એ કે, ઘરેથી ઝાંઝર પહેરીને આવે,અને અમારા કમ્પાઉન્ડમાંએક ગોખલા જેવું છે એમાં છુપાવી દે અને આ વાતની મને જરાય ખબર નહિ.હવે એકાદ બે દિવસમાં મારે પસ્તી આપવાની થઇ...

કરજ 200 રૂપિયાનું!!

Image
કવિતા, ગીત, ગઝલ વિશેની વાતો કરતા કરતા ચાલો આજે થોડી વાત કવિ, ગીતકાર અને શાયરની પણ કરીયે. ગઈકાલે મારે મારા મામાજીના ટ્વિન્સ પુત્રોના એટલેકે જોડિયા લગ્ન સમારંભમાં હાજરી આપવા જવાનું થયું. ખૂબ જ જાહોજહાલી અને આનંદ ભર્યા વાતાવરણમાં સૌ મશગુલ હતાં. સ્વાભાવિક રીતે જ આવા સામાજિક મેળાવડામાં અલકમલકની ચર્ચાઓ થાય. એક સુંદર ગીતકારની સત્યઘટનાના રસપ્રદ વિષય પર એક ચર્ચા શરૂ થઈ. એને શબ્દોમાં અહીં રજું કરું છું!! વર્ષો પહેલાની વાત છે. હિન્દી ફિલ્મોના એક ખૂબ જ પ્રસિદ્ધ ગીતકાર તરીકે જેમની ગણના થતી હતી એ લુધિયાનામાં જન્મેલા એવા  શાહીર લુધિયાનવીની  આ વાત  છે ...કોણ નથી ઓળખતું એમને...!! એવું કહેવાતું કે એ અરસાના લગભગ તમામ સંગીતકારોની કારકિર્દી ઘડવામાં એમનો બહુ મોટો ફાળો હતો. તેઓ બધા માટે શુકનિયાળ કહેવાતા. તેથીજ એમની બહુ જ ડિમાન્ડ પણ રહેતી. એ સિવાય પણ તેઓ મુશાયરામાં તથા પોતાના ઘરે એમના શાગીર્દ સાથે બેઠકો કરતા. મોડી સાંજ કે રાત્રિ સુધી ચાલતી એ બેઠકોમાં સૌનું રાત્રિભોજન પણ તેમના ઘેરજ હોય. બન્યું એવું કે  એક નવોદિત ગીતકાર/શાયર ને એમના સમાચાર મળ્યા. આ નવોદિત માટે ફિલ્મી...

જિંદગી―જન્મારો―જીવન

Image