Posts

Showing posts from July, 2017

મુલ્લા નસીરુદ્દીન

Image
➞ એક દિવસ કેટલાક વિદ્યાર્થીઓએ મુલ્લા નસરુદ્દીન પાસે જઈને પોતાના વિદ્યાલયમાં પધારવાની અને શિખામણના બે શબ્દો કહેવાની વિનંતી કરી. નસરુદ્દીને વિનંતી માન્ય રાખી અને પોતાના ગધેડા પર, પૂંછડી તરફ મોં રાખીને, સવારી કરીને વિદ્યાલય તરફ જવા રવાના થયા. વિદ્યાર્થીઓ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. આ વિચિત્ર સરઘસને જોઈને લોકો હસવા લાગ્યા. વિદ્યાર્થીઓ અકળાયા અને મુલ્લા પાસે જઈને કહેવા લાગ્યા : ‘ મુલ્લાસાહેબ, આમ ઊંધા ગધેડે શા માટે બેઠા છો ? લોકો આપણા પર હસે છે !’ મુલ્લાએ કહ્યું : ‘ તમે બીજા લોકો પર વધારે પડતું ધ્યાન આપો છો. જરા વિચાર કરો – તમે મારી આગળ ચાલો તો તમારી પીઠ મારા તરફ આવે એટલે મારું અપમાન થાય. હું પગે ચાલીને આવું તો યોગ્ય ન ગણાય. મારા ગધેડા ઉપર હું સીધા મોંએ બેસું અને તમે પાછળ ચાલો તો મારી પીઠ તમારા તરફ આવે તે પણ બરાબર ન ગણાય, એટલે તમારું અને મારું માન જાળવવાનો આ જ એકમાત્ર માર્ગ છે...!’ ➞ મુલ્લા નસરુદ્દીન ભારે ચતુર હતા. જેવા સાથે તેવા થઈ છેતરનારને છેતરતા. મુલ્લા નસરુદ્દીનના ગામમાં ત્રણ મૌલવી આવી ચડ્યા. ચોરામાં આવી મૌલવીઓએ કહ્યું, ‘અમે જે સવાલ કરીએ તેનો જવાબ તમારા ગામમાંથી કો...

શ્રી દિનકર જોશી

Image
 ‘પુસ્તકનો પહેલો પ્રકાર એ પોથી . દાખલા તરીકે રામાયણ, મહાભારત; જેનું વાંચન પણ થાય અને પૂજન પણ થાય. બીજો પ્રકાર ગ્રંથ , જે કાલિદાસની રચના અને રવીન્દ્રનાથ ટાગોરનું સાહિત્ય. પુસ્તક એ ત્રીજો પ્રકાર જે મનુષ્યના માનસિક, આત્મિક, આધ્યાત્મિક લેવલને અપલિફ્ટ કરે . ચોથો પ્રકાર ચોપડી અને પાંચમો પ્રકાર હલીથો (માળિયામાં મુકાતો કચરા જેવો સામાન). લખાય છે તો બહુ જ, પણ શું વાંચવું એ વાચકે નક્કી કરવાનું અને લેખકને જણાવવાનું જેથી લખનાર પણ સજાગ રહે.’ અહીં આજે આ ઉપર્યુક્ત માર્મિક વિધાન કરનાર એક લેખકના જીવન-ઝંઝાવાતની એવી વાત હું રજૂ કરું છું- જે આવી બીજી અનેક વાતોમાંની માત્ર એક જ વાત છે. એ વાત છે લેખક દિનકર જોશીના જીવનની. એમના પોતાના શબ્દોમાં જ એમની એ સ્થિતિનું વર્ણન વાંચીએ : ‘ દોઢ ફૂટ પહોળું અને સાડાપાંચ ફૂટ લાંબું એવું એક વિશિષ્ટ પ્રકારનું ટેબલ અને ટેબલ ઉપર એક બાળક ચત્તુંપાટ સૂતું છે. એના બંને પગ ટેબલના પાયા સાથે બાંધી દેવામાં આવ્યા છે અને છાતીથી કમર સુધીના ભાગમાં એક કપડું એવી રીતે વીંટાળી દેવામાં આવ્યું છે કે જેથી એનું શરીર ટેબલ સાથે બંધાઈ જાય અને એ હલન-ચલન કરી શકે નહીં. આ સિવાય દેહ ઉપર બી...

ડો. વિલિયમ એલ. એડગર અને કાર્ય કુશળતા

Image
અમેરિકાના વિખ્યાત મનોચિકિત્સક ડૉ. વિલિયમ એલ. એડગરની પાસે ‘નર્વસ-બ્રેકડાઉન’થી પીડાતા શિકાગો શહેરમાં વ્યાપારી પેઢી ધરાવતા ધનપતિ સારવાર માટે આવ્યા. તેઓ ગભરાયેલા, મૂંઝાયેલા, ચિંતાથી ઘેરાયેલા અને પુષ્કળ ટેન્શન અનુભવતા હતા.  એમણે આ મનોચિકિત્સકને પોતાની રામકહાણી કહેવાની શરૂ કરી, ત્યાં તો એડગર પર એક ફોન આવ્યો અને એડગરે એનો ત્વરિત ઉત્તર આપી દીધો. એ પ્રશ્નને કઈ રીતે ઊકેલવો એનું સીધેસીધું માર્ગદર્શન આપ્યું. એવામાં એક બીજો ફોન આવ્યો અને એણે એડગર સાથે ચર્ચા કરવાની વાત કરી, તો એડગરે પોતાનો નિરાંતનો સમય ફાળવી આપ્યો. પછી એડગર નિરાંતે ધનિક દર્દીની વ્યથાની કથા સાંભળવા લાગ્યા. શિકાગોમાં વ્યાપારી પેઢી ધરાવતા સજ્જન એડગરની કાર્યપદ્ધતિ અત્યાર સુધી જોતા રહ્યા અને એમના મનમાં ચમકારો થયો. એમણે ડૉ. એડગરને કહ્યું, ‘મારે તમારા ટેબલનાં બધાં ખાનાં જોવા છે’ અને જોતાં ખ્યાલ આવ્યો કે એક માત્ર ‘સપ્લાય’ કરવાના ખાનાં સિવાય બીજાં બધાં ખાનાં ખાલી હતાં. ‘તમારા વ્યવસાયના બીજા કાગળો ક્યાં મૂક્યા છે ?’ ‘સઘળું કામ પૂરું થઈ ગયું છે. જરૂરી કાગળો ફાઈલ થઈ ગયા છે.’ ‘પણ જવાબ આપવાના પત્રો તો બાકી હશે ને ?’ એડગ...

ડો. ખખ્ખર

Image
સુરેન્દ્રનગર જિલ્લાનો લખતર તાલુકો 45 ગામડાંનો બનેલો તાલુકો છે. વિઠ્ઠલગઢ ગામ તાલુકા મથકથી 25 કિલોમીટર દૂર છે. વિઠ્ઠલગઢ ગામ એટલે આજુબાજુનાં 8 થી 10 ગામોનું મુખ્ય મથક. આ વિઠ્ઠલગઢમાં મુખ્યત્વે કોળી, ભરવાડ, દલિતોની મુખ્ય વસ્તી. ઉપરાંત જૈન, પટેલ, ક્ષત્રિય, મુસલમાન, ખોજા, લુહાણા, વાળંદ વગેરેના વસવાટવાળું આ ગામ છે. ગામમાં 8 થી 10 નોકરિયાત પરિવારો વસવાટ કરતા હતા. જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદિક દવાખાનામાં ડૉક્ટર તરીકે ડૉ. રસિકલાલ હરજીવનદાસ ખખ્ખર છેલ્લાં 15 વર્ષથી ગામમાં વસવાટ કરીને, ગામને પોતીકું ગણીને સૌની સારવારનું કાર્ય કરી રહ્યા છે. ડૉ. ખખ્ખર કોડીનારના ગર્ભશ્રીમંત લોહાણા પરિવારનું સૌથી નાનું સંતાન. મોટા ત્રણ ભાઈઓ બાપ-દાદાનો વ્યવસાય સંભાળીને રાજકોટ શહેરના મધ્યમાં સારા, આલીશાન બંગલાઓમાં વસવાટ કરે. પરંતુ ડૉ. ખખ્ખરને ગરીબ, પછાત, અશિક્ષિત લોકોની વચ્ચે રહીને તેમના આરોગ્યની જાળવણીના કાર્ય સાથે પોતાની આજીવિકા રળવામાં આનંદ આવતો હતો. 15 મે, 1985ની બપોરે ડૉ. ખખ્ખર વામકુક્ષી પતાવીને દવાખાને જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં જ પોસ્ટમેન મુઝલખાન મલેક ડૉ. ખખ્ખરના નામનો તાર લઈને આવ્યો. ડૉ. ખખ્...

વિશ્વનાથન આનંદ

Image
1986માં ચેસ ચેમ્પિયન વિશ્વનાથ આનંદ નેશનલ બી રમી રહ્યો હતો. બાળખેલાડી ભારતના વર્ષો જૂના ખેલાડી નાસીર અલી સામે રમી રહ્યો હતો. રમત આનંદ જીતી શકે તેમ હતું પરંતુ બાજી ડ્રો થઈ ગઈ. આનંદે એકદમ ગુસ્સામાં આવી મહોરા પાડી નાખ્યાં. આ રમત એનાં મોમ જોઈ રહ્યાં હતાં. તેમણે આવી આનંદને એક ધબ્બો લગાવી દીધો અને કહ્યું, ‘ તેમની માફી માગ. સારી ચેસ રમતા પહેલાં સારી રીતભાત શીખ .’ આનંદ હવે રડી પડ્યો. નાસીરસાહેબ એકદમ  શાંત સ્વભાવના અને આદરણીય ખેલાડી. તેમણે આનંદનાં મોમને કહ્યું, ‘ ધીમે ધીમે શીખશે. જ્યારે વધારે પડતા રમતમાં ડૂબી જઈએ ત્યારે જ આટલું દુઃખ થાય. એને જીતેલ બાજી ડ્રો જવાનું દુઃખ થયું. ખરેખર તે ઘણો આગળ વધશે. ’ પરંતુ આનંદનાં મધર એવું માનતાં કે ખેલાડી મોટો હોય કે નાનો પરંતુ બીજી વ્યક્તિઓ પ્રત્યેનો આદરભાવ અને વર્તન તો સૌમ્ય જ હોવું જોઈએ. આ બાળપણના પાઠને લીધે તે હવે વર્તનમાં ઘણો જ સૌમ્ય છે.  (‘ચેસની રસપ્રદ વાતો’ પુસ્તકમાંથી સાભાર.)

મેરી એન્ડરસન

Image
૧૯.૦૨.૧૯૬૬ - ૧૭.૦૬.૧૯૫૩ વર્ષ 1903ના કોઈ મહિનાનો એક દિવસ, જ્યારે 1866માં જન્મેલ અને વ્યવસાયે એસ્ટેટ ડેવલપર અને પોતાની વિધવા મા સાથે અમેરિકાના અલ્બામામાં રહેતી મેરીને પોતાના વ્યવસાયના કામે ન્યૂયોર્ક જવાનું થયું. એ દિવસે વાતાવરણ થોડું ખરાબ હતું. બરફ પડવાની શરૂઆત થવામાં હતી, પરંતુ તેને ત્યાં પહોંચવું જરૂરી હતું. તેથી હવામાનની ફિકર કર્યા વગર મેરી ટ્રોલી કારમાં બેસી નીકળી પડી ન્યૂયોર્ક જવા માટે. કાર થોડી આગળ ચાલી પછી અચાનક બરફ વરસવો શરૂ થયો અને ડ્રાઈવર થોડી થોડી વારે કાર ઊભી રાખી દેતો. જલદી પહોંચવાનું હતું અને મેરી વિલંબ થવાથી પરેશાન થતી હતી. થોડીવાર પછી ફરી જ્યારે ડ્રાઈવરે કાર ઊભી રાખી તો અકળાઈને મેરી પણ નીચે ઊતરી કે કારનો ડ્રાઈવર કેમ વારંવાર કાર ઊભી રાખી દે છે. તેણે જોયું કે ડ્રાઈવર કાર ઊભી રાખી આગળના કાચ પરથી હાથથી બરફ સાફ કરતો હતો. મેરીએ જોયું તો રસ્તે કેટલીયે કારના ડ્રાઈવર આ રીતે જ કાર ઊભી રાખી કાચ સાફ કરી આગળ વધતા હતા અને બીજી વાર આખો કાચ ખરડાઈ જાય તો ફરી કાર ઊભી રાખી કાચ સાફ કરતા હતા. આ જફાને કારણે પરેશાન મેરી ન્યૂયોર્ક સમયસર પહોંચી તો ના શકી, પરંતુ તેણે નક્કી કરી લીધું કે...

સ્વાભિમાન

Image
"કરીને વાત શું મળશે?, કર્યા બાદ શું મળશે?, હશે કિસ્મત માં તે મળશે, કરી ફરિયાદ શું મળશે?" અમદાવાદ નું સીટી ગોલ્ડ થીએટર. રવિવાર ની બપોર નો લગભગ સાડા ત્રણ વાગ્યા નો સમય. હુ મિત્રો સાથે ફિલ્મ જોઈ ને થીએટર ની બહાર નીકળતો હતો. "યાર ! આ મુવી માં પણ પૈસા પડી ગયા." મારા એક મિત્ર એ આક્રોશ વ્યક્ત કર્યો. "ખબર નહિ આ આજકાલ ના ડીરેકટરો ને શું થઇ ગયું છે?" મેં હળવી મજાક કરી. "ભગવાન બચાવે આ ફિલ્મો ના ત્રાસ થી." મારો એક મિત્ર હસ્યો અને અમે સૌ હસી પડ્યા. આ હળવી મજાક માં મારી નજર રસ્તા ની બાજુ માં પાર્ક કરેલા વાહનો પર પડી, અને હુ એકદમ ચોંકી ગયો. "અરે મારું બાઈક ક્યાં?" મેં કહ્યું. "તેં ક્યાં મુક્યું હતું?" મારા એક મિત્ર એ ગભરાતા પૂછ્યું.અમે બધા મિત્રોએ આજુબાજુ શોધખોળ કરી પણ બાઈક ક્યાય દેખાતું ન હતું. રોડ ની બાજુ માં ખૂણા પર આવેલા ગલ્લા પર મેં પૂછ્યું તો ખબર પડી કે ટોઈંગ વાળા બાઈક લઇ ગયા છે. મેં મારા બધા મિત્રો ને રવાના કર્યા અને હુ થીએટર ની નજીક આવેલા ટ્રાફિક કંટ્રોલ પોઈન્ટ પર જઈ ચઢ્યો. ત્યાં ઉભેલા એક ટ્રાફિક પોલીસ ને મ...

"સીસો"

ઇટાલીના અસીસી પ્રાંતમાં વસતા એક ધનિક વેપારીના પુત્ર સીસોનું મન દુનિયાના દુઃખો દ્રવી જતું હતું. બીજા બાળકો જ્યારે ખેલકૂદમાં આનંદ માણતા હોય, ત્યારે સીસોને બીજા લોકોની પીડા અને દુઃખને જોઇને વેદના થતી હતી. એનામાં દીન- દુખિયા પ્રત્યે એવી પ્રબળ કરુણા હતી કે એને જોઇને એમને મદદ કર્યા વિના રહી શકતો નહી. એકવાર રસ્તા પર રક્તપિત્તગ્રસ્ત ભિખારીને ભીખ માગતો જોયો અને ધનવાન પિતાના પુત્ર સીસોએ એને થોડાં પૈસા આપ્યા. પરંતુ એ રક્તપિત્તની બિમારી ધરાવતો માનવી સીસો તરફ વેધક નજરે જોઇ રહ્યો. સીસો એની આંખના ભાવો વાંચીને પારખી ગયો કે આને પૈસા કરતાં વધુ તો પ્રેમ અને સેવાસુશ્રૂષાની જરૃર છે. સીસો એની સેવામાં ડૂબી ગયો. એના ધનવાન પિતાએ એને કહ્યું કે, 'આપણો આટલો બહોળો વેપાર છે, તું વેપારમાં ધ્યાન આપ.' ત્યારે સીસાએ એના પિતાને કહ્યું કે, 'મારે માટે કોઇ વેપાર હોય કે જીવન હોય તો તે ગરીબ અને બિમારની સેવા કરવાનું છે.' અને સીસોએ ગરીબોની સેવા કરવાનું લક્ષ્ય રાખ્યું. એ રક્તપિત્ત ધરાવતા લોકોની સેવા કરતો એટલું જ નહી, પરંતુ એમને અગાધ સ્નેહ આપીને એમનામાં જીવવાની નવી તમન્ના પેદા કરતો હતો. એકવાર...

માઓ- ત્સે-તુંગ

માર્કસ અને લેનિનના સાચા વારસદાર અને પ્રજાસત્તાક ચીનના સ્થાપક માઓ- ત્સે-તુંગ બાળપણમાં દાદીમા સાથે રહેતા હતા. એમના દાદીમાને બગીચાનો ભારે શોખ, પરંતુ એકાએક બીમાર પડતાં એમણે બગીચાની સંભાળ લેવાનું કામ માઓને સોંપ્યું. એમણે માઓને કહ્યું, 'બેટા! આ બગીચાનાં વૃક્ષ-છોડ મારા પ્રાણ સમાન છે એટલે એમને તું ભારેજતનથી જાળવજે.' બાળક માઓએ વચન આપ્યું કે એ બગીચાનું સંપૂર્ણ ધ્યાન રાખશે. એ પછી થોડા સમય બાદ દાદીમા સ્વસ્થ થતાં બગીચામાં લટાર મારવા ગયા, તો એમને ઊંડો આઘાત લાગ્યો. એમણે જોયું કે ઘણાં વૃક્ષ અને છોડ સૂકાઇ ગયાં હતાં. બગીચો લગભગ ઉજ્જડ બની ગયો હતો. દાદીમાએ માઓને પૂછ્યું કે તેં આપેલું વચન કેમ પાળ્યું નહીં, ત્યારે માઓએ કહ્યું, 'દાદીમા, હું રોજ આ પાંદડાઓને સંભાળી-સંભાળીને લૂછતો હતો અને એનાં મૂળિયાં પાસે નિયમિત રોટલીના ટુકડા નાખતો હતો, છતાં કોણ જાણે કેમ, એ બધાં સૂકાઇ ગયાં!' દાદીમાએ કહ્યું, 'બેટા, પાંદડાં લૂછવાથી કે રોટીના ટુકડા નાખવાથી વૃક્ષ વધતું નથી. તારે તો વૃક્ષનાં મૂળમાં પાણી નાખવું જોઇએ. વૃક્ષ પાસે એટલી શક્તિ હોય છે કે એના મૂળએની આસપાસની ધરતીમાંથી જ પોતાનું ભોજન પ્રાપ્ત કર...

આલ્બર્ટ આઈન્સ્ટાઈન

Image
આલ્બર્ટ આઈન્સ્ટાઈન ને સ્વિટ્ઝર્લેન્ડની પેટન્ટ ઓફિસમાં બર્ન ખાતે નમૂનાઓના નિરીક્ષક તરીકે નોકરી મળી. અહીં એણે વિવિધ પ્રકારની શોધખોળોની ચકાસણી કરવાની કામગીરી હતી. ચકાસણીના આવા કામને કારણે વૈજ્ઞાાનિક સંશોધનોના પરિણામોના પાયામાં રહેલા તત્ત્વો તારવવાની એની શક્તિ કેળવાઈ. એ પેટન્ટ ઓફિસમાં નોકરી કરતો હતો, ત્યારે ૧૯૦૫માં ઝુરિચના પ્રસિદ્ધ સામયિક 'અનાદે દર ફિઝિક'માં પ્રગટ થયેલા આલ્બર્ટ આઈન્સ્ટાઈનના પાંચ લેખોએ દુનિયાનું એની તરફ ધ્યાન ખેંચ્યું અને સમય જતાં પેટન્ટ ઓફિસ છોડીને એ યુનિવર્સિટી શિક્ષણમાં જોડાયો. પહેલાં પ્રાગ અને ઝુરિચની યુનિવર્સિટીમાં અને પછી બર્લિનની વિલ્હેમ કૈઝર ઈન્સ્ટિટયૂટમાં એણે પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. પોતાનો મોભો વધતા આઈન્સ્ટાઈનને પોષાક બદલવો પડે તેમ હતો. તે હંમેશાં કરચલીવાળો શૂટ પહેરતો અને એના વાળ એના કપાળને ઢાંકી દેતા હતા. પ્રાધ્યાપક થયા પછી આમ કેમ ચાલે? પરંતુ સંશોધનમાં ડૂબેલા આઈન્સ્ટાઈનને માટે પોષાક કે સામાજિક મોભો સહેજે મહત્ત્વનો ન હતો. કોઈ રૂઢિ કે પરંપરા પ્રમાણે ચાલવાનું એને સહેજે મંજૂર નહોતું. આઈન્સ્ટાઈને એની સહાધ્યાયિની મિલેવા મેરીક સાથે લગ્ન કર્યા...

સૌથી સુંદર ફૂલ

કિશનગઢના રાજાના મુખ્ય સલાહકારનું અણધાર્યું અવસાન થયું. રાજાનામુખ્ય સલાહકાર સદૈવ પ્રજાહિતને જોનારા અને રાજાને સાચી સલાહ આપનારા હતા. પરિણામે પ્રજા ખૂબ સુખી હતી અને લોકો રાજ પ્રતિ વફાદાર હતા. હવે રાજા સમક્ષ વિકટ પ્રશ્ન ઊભો થયો. રાજનું હિત ઇચ્છનારો અને પ્રજાનું કલ્યાણ ચાહનારો સલાહકાર મેળવવો ક્યાંથી ? આને માટે રાજાએ દિવસોના દિવસો સુધી વિચાર કર્યો અને છેવટે નક્કી કર્યું કે પોતાના દરબારમાંથી જ કોઈ યોગ્ય વ્યક્તિને શોધીને મુખ્ય સલાહકારના પદે નિયુક્ત કરવો. એક દિવસ રાજાએ ભરદરબારમાં સહુને પ્રશ્ન કર્યો,  ' જગતમાં સૌથી વધુ સુંદર ફૂલ કયું કહેવાય ?' રાજાના મુખ્યમંત્રીએ તત્કાળ કહ્યું, 'મહારાજ, ગુલાબનું ફૂલ સૌથી સુંદર કહેવાય. એ ફૂલોમાં મહારાજા છે. એનાં પર કવિઓએ કેટલાય કાવ્યો રચ્યાં છે. કોઈ માનસન્માન હોય કે કોઇનું અવસાન હોય, ત્યારે ગુલાબનો હાર પહેરાવવામાં આવે છે.' રાજકવિએ કહ્યું, 'મહારાજ, જગતમાં શ્રેષ્ઠ ફૂલ તો કમળનું. એ કાદવમાં ખીલે છે, પણ એની શોભા અનુપમ ગણાય છે. કવિઓએ સુંદરતાના વર્ણન માટે હંમેશાં કમળની ઉપમા આપી છે. ખરું સૌંદર્ય શોધવું હોય તો કમળમાં મળે.' આ સમય...

સંગીત માર્તંડ -- પંડિત જસરાજ

Image
' સંગીત માર્તંડ' પંડિત જસરાજનાં જીવનની અછૂતી કથા  એક સમય હતો જ્યારે યુવા જસરાજ માતાની દવા શોધવા માટે સાઉથ કોલકાતાથી સેન્ટ્રલ કોલકાતા પગપાળા જતા હતા! જાણીએ પદ્મ વિભૂષણ પંડિત જસરાજના જીવનના એ કિસ્સાઓ જેને આજે પણ વાગોળી તેઓ અનેક લોકોને પ્રેરણા પૂરી પાડે છે... કોઈ પણ સફળતા પાછળ સંઘર્ષની એક લાંબી કથા છૂપાયેલી હોય છે. ક્યારેક ક્યારેક આ સંઘર્ષની ગાથાઓ લોકોને ખબર પડે છે પરંતુ ક્યારેક આ કથાઓ અને સંઘર્ષો સફળતાની ઝાકઝમાળમાં ઓઝલ થઈ જાય છે. માંડમાંડ આ પડળો પાછાં ઉખડે છે અને સંઘર્ષની વણસ્પર્શેલી કથાઓ સામે આવે છે. હિન્દુસ્તાનના સંગીત ઇતિહાસમાં લાંબા સમય સુધી ચમકતા રહેલા સૂર્ય સમાન ' સંગીત માર્તંડ' પંડિત જસરાજ આજે સંગીતનાં ક્ષેત્રે સૌથી વરિષ્ઠ કલાકાર તરીકેનું અસ્તિત્વ ધરાવે છે. આખા વર્ષ દરમિયાન તેઓ ભલે ગમે ત્યાં રહે પરંતુ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં તેઓ હૈદરાબાદ ચોક્કસ આવે છે. અને જ્યારે તેઓ હૈદરાબાદ આવે છે ત્યારે સંઘર્ષની અનેક સ્મૃતિઓ તેમનાં માનસપટ ઉપર છવાઈ જાય છે. હૈદરાબાદમાં આ સ્મૃતિઓને તાજી કરીને વાગોળવા માટેની એક જ જગ્યા છે. અને તે છે તેમના પિતાની સમાધિ, જ્યાં આગળ કલ...

લીયો ટોલ્સટોય

Image
મહાત્મા લીયો ટોલ્સટોય એક વખત સાવ સાધારણ કપડા પહેરીને સ્ટેશન નાં પ્લેટફોર્મ પર લટાર મારતા (ફરતા)  હતા.  એક સ્ત્રીએ તેને  કુલી સમજી બેઠી અને બોલાવીને કહ્યું, “આ કાગળ લઇ અને સામેની હોટેલમાં મારા પતિ બેઠા છે તેને આપી આવો.  હું તને બે રૂબલ આપીશ.” ટોલ્સટોય એ તે પત્ર પહોંચાડી આપ્યો અને તેણે બે રૂબલ હજુ હાથમાં લીધા હતા ત્યાં જ તેનો એક મિત્ર ત્યાં આવી પહોંચ્યો, તેણે ‘કાઉન્ટ’ કહી અને તેનું અભિવાદન કર્યું.  આ સાંભળી અને તે સ્ત્રીને ખૂબજ આશ્ચર્ય થયું અને તેણે તે અજાણી આવનાર વ્યક્તિને પૂછ્યું,  “આ કોણ છે ?”  ટોલ્સટોય નો પરિચય જાણી અને તે સ્ત્રી ખૂબજ લજ્જિત થઇ ગઈ અને તેણે તેની માફી માંગતા પોતાના રૂબલ પરત આપવા કહ્યું. આ વાત પર ટોલ્સટોય એ હસતાં કહ્યું, “દેવીજી, માફી આપવી તે તો ઈશ્વર- પરમકૃપાળુ પરમાત્માનું કામ છે.  મેં કામ કરીને પૈસા લીધા છે.  મારી મહેનત ની કમાઈ કેમ કરી ને પરત / પાછી આપું ?”

વિનોબા ભાવે

Image
નિંદક / ટીકાકાર ને પાસે રાખો … વિનોબાભાવે પોતાના પત્રોને હંમેશાં સંભાળીને રાખતા હતા અને તે બધાનો તે યોગ્ય ઉત્તર પણ હંમેશાં આપતાં હતા.  એક દિવસ તેમની પાસે ગાંધીજી નો પટ આવ્યો,  તો તેમણે તે પત્રને વાંચી અને ફાડી નાખ્યો.  તેમની નજીકમાં જ કમલનયન બજાજ બેઠા હતા.  તેમને આ  જોઈને  આશ્ચર્ય થયું.  તે તેમની જિજ્ઞાસા ને દબાવી ન શક્યા અને તેમણે તે ફાટેલાં ટુકડાઓ ને સાથે રાખી જોડી ને વાંચ્યું તો તે પત્ર વિનોબાજી ની પ્રસંશાથી ભરેલો હતો.  તેમાં લખ્યું હતું – “તમારા જેવો મહાન –ઉચ્ચ આત્મા મેં ક્યાંય જોયો નથી.” આશ્ચર્યચકિત થઇ બજાજજી એ પૂછ્યું, “તમે આ પત્ર ફાડી કેમ દીધો – નાખ્યો ?  સાચી વાત તો લખી છે તેમાં.  આ તો સંભાળી ને રાખવો જોઈએ.”  હસતાં હસતાં વિનોબાજી એ જવાબ આપ્યો, “આ પત્ર મારા માટે નકામો – બેકાર છે, તેથી મેં તેને ફાડી નાખ્યો.  પૂજ્ય બાપુએ પોતાની વિશાળ દ્રષ્ટિથી જે રીતે મને જોયો, આ પત્રમાં તે લખી આપ્યું છે,  પણ મારા દોષોની ક્યાં તેમને ખબર છે ?  મને તો આત્મ પ્રસંશા બિલકુલ પસંદ નથી.  કોઈ મારા દોષ – ભૂલ ...

પ્લેટો

Image
ક્યાં  સુધી અભ્યાસ ચાલુ રાખવાનો ? – શીખવાનું ક્યાં સુધી ? … પ્રસિદ્ધ યુનાની દાર્શનિક પ્લેટોને તેમના એક મિત્રએ એક દિવસ વાતો વાતોમાં પ્રશ્ન કર્યો, “ભાઈ, તમારી પાસે તો દુનિયાના મોટા મોટા વિદ્વાન કંઈ ને કંઈ શીખવા માટે આવતા જ રહે છે;  આમ છતાં એક વાત મારી સમજમાં નથી આવતી આપ સ્વયંમ આવાડા મોટાં દાર્શનિક અને વિદ્વાન હોવા છતાં બીજાની પાસે શીખવા માટે હંમેશાં તત્પર કેમ રહો છો ?  અને તે પણ ખૂબજ ઉત્સાહ અને ઉંમંગ સાથે.  જરા સમજાવો તો, તમારો આ શિક્ષા મેળવવાનો – શીખવાનો ક્રમ ક્યાં સુધી ચાલતો રહેશે ?” તત્વજ્ઞાની પ્લેટોએ જવાબ આપ્યો,  “જ્યાં સુધી બીજા પાસેથી  કાંઈ પણ શીખવા માટે જતાં મને શરમ નહીં આવે ત્યાં સુધી.”

નમ્રતા

Image
એક વખત ચીની સંત ચાંગ-ચુઆંગ બીમાર પડ્યા, ત્યારે તેને જોવા માટે લાઓત્સે તેમની પાસે ગયા.  લાઓત્સેએ  પોતાને  કશોક ઉપદેશ દેવા  માટે તેમને વિનંતી કરી.  ચાંગ-ચુઆંગ એ પૂછ્યું, “જ્યારે  કોઈ પોતાના મૂળ ગામડે-ગામ  જાય છે, ત્યારે ગામના સીમાડે પહોંચે ત્યારે પોતાની ગાડીમાંથી કેમ નીચે ઉતરી જાય છે ?”  લાઓત્સેએ જવાબ આપ્યો, આ પ્રથા નો ઉદ્દેશ – હેતુ એ છે કે મનુષ્યએ પોતાનાં ઉદ્દ્ગ્મ -ઉદભવ (સ્થળ) ને ન ભૂલવું જોઈએ.” ત્યાર બાદ ચાંગએ પોતાનું મોઢું ખોલી બતાવીને  પૂછ્યું, “ શું મારા મોઢામાં દાંત છે ? ”  “ના, નથી તો.” – લાઓત્સેએ જવાબ આપ્યો.  “ અને જીભ ? ”  – ચાંગ નો બીજો સવાલ/ પ્રશ્ન હતો.  “તે તો છે.”  –  લાઓત્સેએ કહ્યું, “આમ કેમ છે.  શું તેનું કારણ જણાવી શકો છો ?”  – ચાંગ નો હવે પછીનો સવાલ  – પ્રશ્ન હતો. – “મહોદય શ્રી, મારી સમજ મુજબ નમ્ર હોવાથી જીભ કાયમ છે, જ્યારે દાંત કડક હોવાથી તેનો નાશ થવા જવા પામેલ છે.” “તમે સાચો જ જવાબ આપ્યો છે.  મનુષ્યએ વિનમ્ર રહેવામાં જ તેમનું  હિત – ભલાઈ છે.  મને વિ...

મોટું હૃદય

એક અત્યંત પૈસાદાર પરિવારના એકના એક દિકરાના લગ્ન હતા. એકમાત્ર સંતાન હોવાથી દિકરાના માતા-પિતાએ ધામધૂમથી લગ્ન ઉજવવાનું નક્કી કરેલુ. લગ્નમાં સામેલ થનાર તમામ લોકોને કંઇક ભેટ આપવી એવુ નક્કી થયુ. એકદિવસ પતિ-પત્નિ બંને સાથે બેસીને કોને કોને શું ભેટ આપવી ? એની ચર્ચા કરી રહ્યા હતા. લાંબી ચર્ચાના અંતે એવુ નક્કી થયુ કે લગ્નમાં આવનાર તમામ સ્ત્રીઓને એક સાડી અને તમામ પુરુષોને એક સુટ ભેટમાં આપવુ. મેનેજરને બોલાવીને આદેશ આપ્યો ” લગ્નમાં આવનાર મહેમાન માટે 500 સાડી અને 500 સુટના કાપડનો ઓર્ડર આપી દો. મારા લાડકા દિકરાના લગ્ન છે એટલે સાડી અને સુટ મોંઘામાં મોંઘા હોય એવા લેવાના છે એમા જરા પણ કંજૂસાઇ ન કરતા.” મેનેજર જતા હતા એટલે શેઠાણીએ એને અટકાવીને કહ્યુ, ” તમે થોડી સાડી અને સુટ સસ્તા હોય એવા પણ લેજો.” શેઠે કહ્યુ, ” કેમ એવુ ? ” શેઠાણીએ કહ્યુ, ” ઘરના નોકરને જે ભેટ આપીશું એ બહુ મોંઘી આપવાની જરૂર નથી એમને તો સસ્તી આપીએ તો પણ ચાલે. ” સાંજે સાડી અને સુટના કાપડની ખરીદી કરવા માટે મેનેજર શહેરના એક અત્યંત આધુનિક શોરૂમ પર પહોંચ્યા. આ શોરૂમ શહેરનો સૌથી મોંઘો શોરૂમ હતો.મેનેજર અંદર પ્રવેશ્યા કે એનું ધ્યાન ...

વિશ્વની શ્રેષ્ઠ ડાન્સર, કોરીયોગ્રાફર --- ગિલીયન લિની

Image
૧૩ વર્ષની ઉંમરની એક વિદ્યાર્થીનીથી શાળાના બધા શિક્ષકો કંટાળી ગયા હતા કારણ કે આ છોકરી વર્ગમાં પગ વાળીને બેસતી જ નહોતી. વર્ગમાં બેઠા બેઠા સતત પોતાના પગ હલાવ્યા કરે અને પાંચ મીનીટ ન થાય ત્યાં પોતાની જગ્યાએથી ઉભી થઇને વર્ગમાં આંટો મારે. શિક્ષકો ગમે તેવી સજા કરે તો પણ એની કોઇ અસર આ છોકરી પર થતી નહોતી. છેલ્લા ઉપાય તરીકે આ છોકરીની મમ્મીને શાળાએ બોલાવવામાં આવી. શિક્ષકે એમને કહ્યુ કે ” આ છોકરી ભણવામાં બિલકુલ ધ્યાન નથી આપતી. એ શાંતીથી વર્ગમાં બેસી પણ શકતી નથી. આ છોકરીને અમે આ શાળામાં રાખી શકીએ તેમ નથી કારણકે એનામાં કંઇક ખામી હોય એવુ અમને લાગે છે તમે ખામીવાળા બાળકોને અભ્યાસ કરાવતી હોય એવી કોઇ શાળામાં એને પ્રવેશ અપાવો.” વાત સાંભળીને છોકરીની મમ્મી પડી ભાંગી. પોતાની દિકરીના ભવિષ્યની ચિંતા માતાને સતાવી રહી હતી. દિકરીમાં શું ખામી છે એ તપાસવા માટે એણે એક મનોવૈજ્ઞાનિક ડોકટરની મુલાકાત લીધી. ડોકટરે નાની છોકરીની બધી વાતો ધ્યાનથી સાંભળી અને એનું નિરિક્ષણ કર્યુ. છોકરી શાંત બેસી રહેવાને બદલે એના પગ હલાવતી હતી અને વારે વારે ઉભી થતી હતી. ડોકટરે એની ચેમ્બરમાં રહેલો રેડીયો ચાલુ કર્યો અને છોકરીને...

રાજા નાઈક --- મોટિવેશન જરૂરી છે ભલે કાલ્પનિક હોય!

Image
દલિત જાતિમાં જન્મેલા અને રંકમાંથી રાય બનેલા રાજા નાઇકના જીવનની સફળતાની આ ગાથા ઘણી પ્રેરક છે.આજે ઘણાં વેપાર-ધંધા દ્વારા એમનું 60 કરોડથી વધારેનું ટર્નઓવર છે. પોતે દલિત છે અને દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ છે. તેઓ અભાવગ્રસ્ત બાળકો માટે સ્કૂલ પણ ચલાવે છે.એમની સફળતા માટેની પ્રેરણા એમને 1978ની હિટ ફિલ્મ ‘ ત્રિશૂલ’માં વિજયનું પાત્ર ભજવતા અમિતાભ બચ્ચનના સંવાદના આ શબ્દો ‘શાંતિ કન્સ્ટ્રક્શન- હું આ નામને આકાશમાં લખેલું જોવા માંગુ છું.”  બન્યો હતો. જીવનમાં સફળતા માટે કોઈ એક મોટિવેટર કે સફળતાની સીડી ચડેલા કોઈ પણ વ્યક્તિની વાર્તા- Sucees Story- ની જરૂર હોય છે, પછી એ વાસ્તવિક હોય કે આ ત્રિશુલ હિન્દી ફિલ્મના નાયક અમિતાભ બચ્ચન જેવી કોઈ એક ફિલ્મની કાલ્પનિક સ્ટોરી હોય. સફળતા માટે મોટિવેશન જરૂરી, ભલે તે કાલ્પનિક હોય.. ‘શાંતિ કન્સ્ટ્રક્શન- હું આ નામને આકાશમાં લખેલું જોવા માંગુ છું.”આ તો ઘણા જાણીતા સંવાદોમાંનો એક છે જે 1978ની હિટ ફિલ્મ ‘ત્રિશૂલ’માં વિજય બોલ્યો હતો. તે પાત્ર અમિતાભ બચ્ચને ભજવ્યું હતું. બે વર્ષ પછી ફિલ્મ ‘કભી-કભી’માં અમિતાભ બચ્ચનની પત્ની...

જ્યોર્જ બર્નાડ શૉ અને એમના વ્યંગ - કટાક્ષ

Image
એક આક્ષેપ સ્ત્રીઓ પર અવારનવાર કરવામાં આવે છે. સ્ત્રીઓના પેટમાં વાત ટકતી નથી. સ્ત્રીઓ કોઈ રહસ્ય છુપાવી શકતી નથી. આ બાબત તદ્દન ખોટી છે. સ્ત્રીઓ અમુક રહસ્ય જીવનભર છુપાવી શકે છે. ખાતરી ન થતી હોય તો..... વિચારીને જુઓ કે વર્ષો સુધી તેમની સાચી ઉંમર છુપાવવી એ કાંઈ સહેલી વાત નથી. મેકઅપની સજાવટથી સજ્જ, સુંદર વસ્ત્રો પરિધાન કરેલ એક શ્રીમંત મહિલાએ જ્યોર્જ બર્નાર્ડ શૅાને પૂછ્યું, ‘મારી ઉંમર આપ કેટલી ધારો છો?’ શૉએ કહ્યું, ‘દાંત પરથી જો અનુમાન કરવામાં આવે તો તો આપની ઉંમર અઢાર વર્ષ જણાય છે. ભૂરા વાંકડિયા વાળ પરથી તો ઓગણીસ વર્ષ હોય એવું જણાય છે અને તમારી આ અદા પરથી ઉંમરનો અંદાજ લગાડવામાં આવે તો એમ માનીને ચૌદ વર્ષ જણાય છે.’ મહિલા બહુ ખુશ થઈ. શૉની પ્રશંસા કરતાં તેણે કહ્યું, ‘ આપના અભિપ્રાય બદલ આભાર, પરંતુ આપને હું કેટલાં વર્ષની લાગું છું?’ બર્નાર્ડ શૉએ સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘ મેં તો ઉંમર જણાવી દીધી છે. છતાં આપ અઢાર, ઓગણીસ અને ચૌદનો સરવાળો કરી લ્યો .’ બર્નાર્ડ શૉ કટાક્ષ કરવા માટે જાણીતા હતા, પરંતુ ક્યારેક એમને પણ ઊભા વેતરી નાખે એવા કટાક્ષ સહી લેવા પડતા. સ્ટ્રેટફર્ડ અપૉન ...

અબ્રાહમ લિંકન

Image
પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા પછી અબ્રાહમ લિંકનને એક સંસદસભ્યે કહ્યું, ‘મિ. લિંકન, એ ન ભૂલો, તમારા પિતાએ રિપેર કરેલા બૂટ હજી મારા ઘરમાં પડ્યા છે.’ અબ્રાહમ લિંકનના પિતા મોચીકામ કરતાં. તેમણે લિંકનની રેખાને ભૂંસવા પ્રયાસ કર્યો, લિંકને કહ્યું, ‘એ બૂટ રિપેર તો બરાબર થયા છેને? એમાં કોઈ ઊણપ, કોઈ ફરિયાદ તો નથીને? યાદ રાખો શ્રીમાન, મારા પિતા જેટલું સારું મોચીકામ શીખ્યા એટલો સારો હું પ્રેસિડન્ટ નહીં બની શકું. માનવીનું મૂલ્યાંકન તેણે કરેલાં નિષ્ઠાપૂર્વકના જીવનકાર્યોથી થાય છે, સ્થાનથી નહીં. ’ લિંકનનું વક્તવ્ય સાંભળી સૌ ચૂપ થઈ ગયા.

અમેરિકન હાસ્યલેખક માર્ક ટ્વેઇન

Image
૧. અમેરિકન હાસ્યલેખક માર્ક ટ્વેઇને એકવખત તેમનાં એક પાડોશી પાસે તેની પાસે રહેલા સારા પુસ્તકો વાંચવા માટે માંગ્યા. પાડોશીએ કહ્યું, ‘હું કોઇને ઉછીનું આપતો નથી. તમારે વાંચવા જ હોય તો અહીં બેસીને વાંચી શકો છો.’ બીજા જ મહિને પેલો પાડોશી ટ્વેઇન પાસે ઘાસ કાપવાનું મશીન લેવા માટે આવ્યો. ટ્વેઇને કહ્યું, ‘હું કોઇને ઉછીનું આપતો નથી. તમારે ઘાસ કાપવું જ હોય તો અહીં મારા બગીચામાં તે વાપરી શકો છો.’!!! 💐💐💐💐----💐💐💐💐 ૨. અમેરિકાના સુપ્રસિદ્ધ હાસ્યલેખક માર્ક ટ્વેઈન કાર્યક્રમ આપવા એક શહેરમાં આવી પહોંચ્યા. શહેરમાં પોતાના કાર્યક્રમનો પ્રચાર બરાબર થયો છે કે નહીં, તેની બારીક તપાસ તેમણે કરી, પરંતુ દીવાલો પર પોસ્ટર કે ચોપાનિયાં અથવા છાપામાં મોટી જાહેરાત આવું કાંઈ તેમના જોવામાં ન આવ્યું. એક દુકાનદાર પાસે ઊભા રહી તેમણે તપાસ કરી, ‘આ શહેરમાં કોઈ મનોરંજન કાર્યક્રમ આજે છે?’ દુકાનદારે વિચારીને કહ્યું, ‘હા કોઈનો છે ખરો.’ માર્ક ટ્વેઈન કહે, ‘કોનો કાર્યક્રમ છે?’ દુકાનદાર કહે, ‘એ તો ખબર નથી.’ માર્ક ટ્વેઈન કહે, ‘તો પછી કાર્યક્રમની કેમ ખબર પડી?’ દુકાનદારે શાંતિથી કહ્યું, ‘આ તો અહીં ઈંડાં બહુ વેચાયાં...

ગુગ્લીલ્મો માર્કોની

Image
ગુગ્લીલ્મો માર્કોની મહાન વૈજ્ઞાનિક અને સંશોધક માર્કોનીનો જન્મ 25/4/1874 ના રોજ ઇટાલીમાં થયો હતો. અભ્યાસ દરમિયાન જ તેજસ્વી વિદ્યાર્થી તરીકે તેમણે પોતાનું નામ રોશન કર્યું હતું. બાળપણથી જ તેમને વિદ્યુત સંશાધનોમાં અનોખો રસ હતો. ઘરમાં જ પુસ્તકાલય હોવાથી તેઓ સતત વાંચતા રહેતા. માર્કોની અને તેના ભાઇ બંનેએ મળીને વીજળીના તરંગો મોકલવાના પ્રયાસો કર્યા અને એક દિવસ સફળતા મળી.  કોઇપણ જાતના તાર વગર અવાજ એક સ્થળેથી બીજે સ્થળેથી બીજે સ્થળે મોકલવાનું સંશોધન કર્યું. માર્કોનીના આ આવિષ્કારે વિશ્વને હલબલાવી નાખ્યું. ઇટાલીના સમ્રાટ અને સામ્રાજ્ઞીને પણ તેમનો પ્રયોગ જોવાની ઇચ્છા થઇ અને પ્રસન્ન થયાં. માર્કોનીને હવે પ્રથમ કરતા વધારે મદદ મળવા લાગી. કેનેડાની સરકારે માર્કોનીને આમંત્રણ આપી સંદેશા-વ્યવહારનું સેન્ટર ઊભું કર્યું. ત્યારબાદ તેમણે ‘અલ્ટ્રા શોર્ટ એન્ડ માઇલ વેવ્ઝ’ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું, જેની મદદથી રેડિયોની શોધ થઇ.  માર્કોનીને ભૌતિક વિજ્ઞાનનો ‘નોબેલ પુરસ્કાર’ મળ્યો. ઇટાલિયન સરકારે એનું ભારે સન્માન કર્યું. ઇટાલીના રાજાએ તેને માટે વારસાગત ઉમરાવપદ પણ આપ્યું. સં...

આલ્બર્ટ આઈન્સ્ટાઈન

Image
મહાન વૈજ્ઞાનિક અલ્બર્ટ આઈનસ્ટાઇન E=MC²નું સૂત્ર આપી જગતભરમાં પ્રખ્યાત થનાર આલબર્ટ આઇન્સ્ટાઇનનો જન્મનો ૧૪ માર્ચ ૧૮૭૯નાં જર્મનીનાં ઉલ્મ ખાતે  થયો હતો. તે જન્મ્યાં ત્યારે તેમનું સિર ઘણું મોટું હતું. ૪ વર્ષ સુધી તો તેમણે બોલવાનું પણ શરૂ નહોતું કર્યું. એક દિવસ ૪ વર્ષની ઉમરે તે પોતાનાં માતા-પિતા સાથે રાત્રે જમવાં બેઠાં હતાં ત્યારે તેમણે ૪ વર્ષની ચુપ્પી તોડતા કહ્યું કે ‘સૂપ કેટલો ગરમ છે. આ સાંભળી માતા-પિતા ખૂશ થયાં પરંતુ આ સાફ અવાજ પર ચોંકી ગયા. તેમણે આઇન્સ્ટાઇનને પૂછ્યું કે હમણાં સુધી તું કેમ નહોતો બોલતો? તો આઇન્સ્ટાઇને કહ્યું કે ‘હમણાં સુધી તો બધું ઠીક હતું.’!! આઇન્સ્ટાઇન ખુદ તો મજાકિયા હતાં; સાથે-સાથે તેમની આદતો પણ હસાવનાર હતી. તેઓ ક્યારેય મોજાં નહોતાં પહેરતાં કારણ કે તેમનાં મોજાંમાં છેદ થઈ જતાં હતાં. તેમનું એક કારણ એ પણ હતું કે તે માનતા હતાં કે એકથી કામ થઈ જતું હોય તો બે પહેરવાની શું જરૂર છે. કેટલીયે ફોર્મલ ડિનર પાર્ટીમાં મોજાં વગર જ ચાલ્યાં જતાં. ઓક્સફોર્ડમાં લેકચર દરમિયાન તે આમ જ ચાલ્યાં ગયાં; પરંતુ સ્ટુડન્ટનું ધ્યાન તેમનાં મોજાં કરતાં તેમનાં લાંબા વાળમાં હતું....