Posts

Showing posts from December, 2018

કરાંચીથી કેમ ભાગેલા આ ગુજરાતી કવિ? તખ્તો બોલે છે...

Image
ગયા અંકમાં આપણે જોયું કે ગુજરાતના જ એક કવિ-લેખકશ્રીએ શોર્યરસથી ભરપૂર નાટક લખ્યું જે કરાંચીમાં ભજવાયું અને લોકોમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. આઝાદીનાં લોકજુવાળ અને વિદ્રોહને વેગ આપતું એ નાટક હતું. જેના પ્રત્યેક સંવાદ લોકજીભે ચડી ગયા હતા. જેની અસર ગોરા અંગ્રેજ કલેક્ટર પર થતાં એમણે કવિની ધરપકડનો આદેશ આપ્યો અને કવિ કરાંચીમાંથી ભાગી વડોદરા સિંધીનાં પોષાકમાં પહોંચ્યા જ્યાં એક અમલદારે એમની મદદ કરી અને કરાંચીમાં અબુલ કલામ આઝાદ, જે ત્યાં વકીલાત કરી રહ્યા હતા એમને કેસ સોંપી કવિશ્રીનો આબાદ બચાવ કર્યો!! હવે આગળ.... આ નાટક હતું "સ્વામીભક્ત સામંત"!! જે વીર દુર્ગાદાસના જીવન પર આલેખાયેલું હતું. એમાં કવિશ્રીએ દેશની સ્વતંત્રતા અને બ્રિટિશરોની ગુલામીમાંથી મુક્તિની વાતને વણી લીધી હતી. ચુનીલાલ લક્ષ્મીરામ નાયકે એનું દિગ્દર્શન કર્યું હતું અને પોતે જ દુર્ગા દાસની  મુખ્ય ભૂમિકામાં ઉતર્યા હતા. કવિશ્રીની શોર્યરસથી છલકાતી તેજ કલમને એમણે આંગિક, વાચિક અને આહાર્ય અભિનયથી સંપૂર્ણ ન્યાય આપ્યો અને તે નાટકથી ચુનીલાલ નાયક " દુર્ગાદાસ " તરીકે પ્રસિદ્ધિ પામ્યા!! શ્રી વિજય નૌતમ નાટક સમાજે કરાંચીમ...

તેજીને ટકોરો ➖ જેને લાગતું વળગતું હોય એ સમજે!

Image
વિખ્યાત વૈજ્ઞાનિક બેન્જામીન ફ્રેન્કલીન સમયનું મૂલ્ય જાણતાં હતા. પોતાની પ્રત્યેક ક્ષણનો ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક એક ગ્રંથભંડાર ધરાવતાં હતા. એક વાર એક વ્યક્તિ પુસ્તક ખરીદવા આવી અને એણે કાઉન્ટર પર ઉભેલા કર્મચારીને પૂછ્યું, "અરે ભાઈ! આ પુસ્તકની કિંમત કેટલી છે?" પુસ્તક જોઈ નોકરે કહ્યું, "સાહેબ, એક ડોલર!" "ઓહ! આની કિંમત એ....ક ડોલર? કંઈક સહેજ ઓછી કરોને!" કર્મચારીએ કહ્યું, "સાહેબ, અમારી દુકાનમાં આ રીતે ભાવતાલ કરવાનો વ્યવહાર નથી! અને આવી પ્રથા નથી. એથી જો આપને આ પુસ્તક ખરીદવું હોય તો આપશ્રીએ એક ડોલર આપવો પડશે!" ગ્રાહકને ખ્યાલ હતો કે આ બેન્જામીન ફ્રેન્કલીનનો ગ્રંથભંડાર છે એટલે તેણે પૂછ્યું, "અંદર મિસ્ટર ફ્રેન્કલીન છે? જરા બોલાવો તો? કર્મચારીએ કહ્યું, "તેઓ મહત્વના કામમાં ડૂબેલા છે. આપને ખરેખર શું એમનું જરૂરી કોઈ કામ છે? તો જ એમને હું બોલાવું!" પેલા ગ્રાહકે કહ્યું, "હા, બહુ જ જરૂરી કામ છે, પ્લીઝ એમને બહાર બોલાવો!" પોતાનું કામ અટકાવીને બેન્જામીન ફ્રેન્કલીન બહાર આવ્યા. ત્યારે પેલા ગ્રાહકે ફરી એ જ પુસ્ત...

વિલિયમ હેઝલીટ

Image
પ્રસિદ્ધ નિબંધકાર વિલિયમ હેઝલીટનાં જીવનમાં પારાવાર મુશ્કેલીઓ આવી. ગરીબી અને હતાશાના બોજ હેઠળ એણે જીવનના ઘણાં વર્ષો કાઢ્યા. ઉત્તમ સર્જનકાર્ય કરનાર આ લેખકના માથે દેવું એટલું બધું વધી ગયું કે એને કારાવાસ ભોગવવો પડ્યો. સારા વોકર નામની યુવતીને એ ચાહતો હતો. એની સાથે લગ્ન કરવા માટે વિલિયમ હેઝલીટે પોતાની પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા. પરંતુ એ પછી એને ખ્યાલ આવ્યો કે સારા વોકર તો એની સાથે પ્રેમનું નાટક કરતી હતી, પરણવા ચાહતી નહોતી. વિલિયમ હેઝલીટે છવ્વીસ વર્ષની વયે સાહિત્ય સર્જનનો પ્રારંભ કર્યો. બાવન વર્ષની વયે એ અવસાન પામ્યા. 25 વર્ષનાં આ સર્જનકાળમાં એમણે ઘણું સાહિત્યપ્રદાન કર્યું, કિન્તુ એની યોગ્ય પ્રતિષ્ઠા એમને પ્રાપ્ત ન થઈ. જ્હોન કિટ્સની કવિતાની વિવેચકો અવગણના અને આકરી ટીકા કરતા હતા, જ્યારે હેઝલીટે એની પ્રતિભા પારખીને એની કવિતાને યોગ્ય સ્થાન આપ્યું. પોતાને યોગ્ય સાહિત્યિક સન્માન મળતું નહોતું તે છતાં એમણે બીજાને ઉચિત સન્માન આપવામાં કદીએ પાછીપાની કરી નહોતી. જીવનમાં અને સાહિત્ય ક્ષેત્રે અનેક કટુઅનુભવો થયાં હોવા છતાં હેઝલીટે પોતાના મનની પ્રસન્નતા જાળવી રાખી અને નિજાનંદમાં રહ્યા. પોતાન...

કરાંચીથી ભાગેલા ગુજરાતી કવિ!!

Image
આઝાદીની હાકલ પડી ચુકી હતી. દક્ષિણ આફ્રિકામાં ગોરાઓ સામે સત્યાગ્રહની સફળ લડત કરી ગાંધીજી સ્વદેશે પરત ફર્યા હતા અને ભારતવાસીઓને એ મુક્તિમંત્ર સંભળાવ્યો હતો. એ મંત્રના શબ્દો એક લેખક-કવિને કાને પડે છે. અને એ એક નાટક લખે છે! ઇ.સ. ૧૯૧૫ની આ વાત છે. શ્રી વિજય નૌતમ નાટક સમાજ આ નાટકને ભજવે છે. કરાંચીમાં આ નાટક જોઈ જનતામાં દેશપ્રેમનો જુવાળ ઉઠે છે. નાટકના જુસ્સાભર્યા સંવાદો કરાંચીની ગલીએ ગલીએ લોકો બોલવા માંડે છે. અને એ સમાચાર ગોરા મેજિસ્ટ્રેટ રિચર્ડસનને મળે છે. નાટક બંધ કરાવવાનું વોરંટ નીકળે છે અને એટલું જ નહીં એ લેખક-કવિને કરાંચીથી તાત્કાલિક ભાગવું પડે છે!! લાગે છે ને, એક રોમાંચક ફિલ્મની સ્ટોરી!! આ રિયલ લાઇફનો પ્રસંગ છે, અને આવા જ બીજા ફિલ્મી પ્રસંગો જાણે આ કવિના જીવનમાં ઘટનાઓ રૂપે હકીકત પામ્યા છે!! આ લેખક-કવિનો જન્મ સંવત ૧૯૪૪ આસો વદ બારસ એટલેકે ૧૪ ઓગષ્ટ, ૧૮૮૯ના રોજ ધોળકામાં થયો હતો! જ્ઞાતિએ તપોધન બ્રાહ્મણ હતા. ઘરમાં દારુણ ગરીબાઈ હતી, એટલે આ બાળક ધોળકાના ધોળેશ્વર મંદિરના ઓટલે પડી રહે. એથી લોકો એને ગાંડો ગણે. તેમ છતાં અક્ષરજ્ઞાન તો મેળવવું જ જોઈએ એ હેતુથી પિતાજીએ એને શાળામાં મુક્યો. પ...

ડોક્ટર અને બર્નાર્ડ શૉ - વિઝીટ ફી કોની?

Image
ઇંગ્લેન્ડના વિખ્યાત નાટ્યસર્જક જ્યોર્જ બર્નાર્ડ શૉ અસ્વસ્થતાનો અનુભવ કરતા હતા. એમણે ડોક્ટરને વિઝિટે આવવા કહ્યું. જ્યોર્જ બર્નાર્ડ શૉની ઊંચી સીડી ચડતાં ડોક્ટર હાંફી ગયા. ડોક્ટરે પોતાની બેગ મૂકતા કહ્યું,  "મિસ્ટર શૉ, આ તમારો દાદરો કેવડો ઊંચો બનાવ્યો છે! ભલભલા હાંફી જાય. મને તો પરસેવો વળી ગયો અને માથામાં ચક્કર આવવા લાગ્યા." બર્નાર્ડ શૉએ ડોક્ટરને આરામથી બેસવા વિનંતી કરી અને પોતાની પાસે માથાના દુઃખાવાની જે ટેબ્લેટ હતી તે આપી. ડોક્ટરે ટેબ્લેટ લીધી અને શૉએ જાણે એમની તપાસ કરી નિદાન કરતા હોય એ છટાથી કહ્યું, "ડોક્ટર સાહેબ, તમારે વધતી જતી ચરબીનું ધ્યાન રાખવું જોઈએ. મિષ્ટ વાનગીઓ પરથી મન હટાવી લેવું જોઈએ. રોજ ફળ ખાવા અને લીલા શાકભાજીઓને ભૂલવા નહિ." ડોક્ટર આ વિખ્યાત વ્યંગકાર લેખકને સાંભળી રહ્યા. એમણે કહ્યું, "વાહ, ધન્યવાદ!" બર્નાર્ડ શૉએ આગળ ચલાવ્યું, "જુઓ, તમારે નિયમિત વ્યાયામની જરૂર છે! મારી ઉંમર તમારા કરતા બમણી છે, છતાં મારી સ્ફૂર્તિ અને સ્વસ્થતા જુઓ! મને આ સીડી ચડતાં કોઈ જ અગવડ પડતી નથી. એટલે મારી સલાહો માનો અને આ સલાહો માટે તમારે મને 15 પ...

લિંકનની બીજી બાજુ

Image
અમેરિકાના ગુલામોના મુક્તિદાતા અને માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકન સ્પ્રિંગફીલ્ડમાં વકીલાત કરતા હતા, ત્યારની આ વાત છે. એ સમયે એમનો એક પાર્ટનર હતો વકીલ હર્નડન! એ ક્યારેક વહેલી સવારે ઓફિસમાં આવતો, ત્યારે ઓફિસના ઓરડાની છત તરફ ગ્લાનિભરી નજર કરીને ચત્તાપાટ સુતેલા અબ્રાહમને જોતો! આ દૃશ્ય જોતાવેંત એ કળી જતો કે ઘરકંકાસથી ત્રાસેલો લિંકન આજે વહેલી સવારે ઓફિસે આવી ગયો છે. લિંકનના ચહેરા પર વેદના અને  ગ્લાનિભરી  રેખાઓને જોઈને હર્નડન એને બોલાવવાની હિમ્મત કરતો નહિ. દુઃખી મિત્રને હકીકત પૂછીને એ એને વધુ દુઃખી કરવા ચાહતો નહોતો! આથી હર્નડન ઓફિસમાંથી પોતાના જરૂરી કાગળો લઈને ચાલ્યો જતો. રોજ બપોરે હર્નડન ભોજન માટે પોતાના ઘરે જતો. જયારે નજીકમાં રહેતો હોવા છતાં લિંકન ઘેરથી પાંઉનાં ટુકડા, થોડીક ચીઝ અને થોડા બિસ્કિટથી જ ઓફિસમાં બપોરનું ભોજન કરી લેતો. શનિવાર અને રવિવારે અદાલતનું કામકાજ બંધ હોય ત્યારે સાથી વકીલો પોતાને ગામ જતા હતા, પરંતુ લિંકન કંકાસભર્યા ઘરમાં જવાને બદલે એ ગામની નાનકડી વીશીમાં અનેક પ્રતિકૂળતાની વચ્ચે "વીક-એન્ડ" ગાળવાનું વધુ પસંદ કરતા. ક્રિસમસના દિવસોમાં લિંકનને પોત...

અનુભવસિદ્ધ નમ્રતા

Image
જન્મ: 16.12.1917    અવસાન: 19.03.2008 યુનિવર્સીટીના શતાબ્દી મહોત્સવ વખતે યુનિવર્સીટીના પૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને આચાર્યો એકત્રિત થયા હતા. કુલપતિશ્રીના પ્રમુખસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં અગ્રણી વ્યક્તિઓએ વક્તવ્યો આપ્યા.  વ ક્તવ્યો પછી દસેક મિનિટના વિરામ બાદ પુન: કાર્યક્રમનો પ્રારંભ થવાનો હતો. આ સમયે એક પ્રૌઢ  સજ્જને પોતાની બાજુમાં બેઠેલા એક યુવાનને પૂછ્યું, "કેમ, તમારે બહાર જવું નથી?" યુવાને કહ્યું, "ના સાહેબ, મારે કાર્યક્રમ માણવો છે. એની એક ક્ષણ પણ જવા નથી દેવી, તેથી બહાર જઈને પાછા આવતા જો થોડું મોડું થઇ જાય તો શું? વળી, મને એવી કોઈ આદત પણ નથી, સિગારેટ તો શું, પણ ચા-કૉફીય પીતો નથી!" પ્રૌઢ સજ્જન સ્નેહલ સ્મિત સાથે બોલ્યા, "ભાઈ, તમારો સ્વભાવ મને ગમ્યો,આપણે બંને સરખા જ છીએ. નાહકની દોડાદોડી કરવાનો અર્થ શો? બરાબરને?" આ યુવાન અને પ્રૌઢ સજ્જન વચ્ચે આ સંવાદમાંથી સંબંધ સર્જાયો અને ત્યારે એ પ્રૌઢ સજ્જને યુવાનને પૂછ્યું, "આપ શું કરો છો? ક્યાં સુધી અભ્યાસ કર્યો?" યુવાને કહ્યું, "મેં? મેં ખગોળશાસ્ત્રનો અભ્યાસ ...

ગુસ્સો

Image
લગભગ 1950-60ના દસકાની આ વાત આજે હું કરું છું. એન્ડ્રુ કાર્નેગીની આ વાત છે. એક દિવસ કાર્નેગીના ગુસ્સાનો પાર ના રહ્યો! એક નાનકડી ભૂલ બદલ આટલી બધી ટીકા અને ગુસ્સો!! પોતાના જેવી ખ્યાતનામ વ્યક્તિને એક સામાન્ય નારી આવી રીતે કઠોર અને કટુ શબ્દોમાં ઠપકો આપે અને આકરાં વાક્યો લખી આલોચના કરે, તે તો કેમ ચાલે? અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકન વિષે કાર્નેગીએ એક રેડિયો વાર્તાલાપ કર્યો હતો અને  લિંકનના જીવન અંગે એક ખોટી તારીખ બોલાઈ ગઈ હતી! એક મહિલાએ આ વાર્તાલાપ આખો સાંભળ્યો અને કાર્નેગીની ભૂલનો ખ્યાલ આવ્યો.  આ નારી કાર્નેગી પર જાણે રીતસરની તૂટી જ પડી,એણે પત્ર લખ્યો કે "લિંકન જેવી  મહાન વ્યક્તિ વિષે વક્તવ્ય આપતી વખતે તારીખની બાબતમાં ઝીણવટભરી કાળજી લેવી જ જોઈએ. તમારામાં આ ચીવટ અને ચોક્સાઈનું નામોનિશાન જોવા મળતું નથી! જો આવી સામાન્ય બાબતોનું ધ્યાન આપ રાખી શકતા ન હો, તો કૃપા કરીને વાર્તાલાપો કરવાનું બંધ કરશો!!" કાગળ વાંચતાની સાથે જ કાર્નેગી ઉકાળી ઉઠ્યા!! એક સામાન્ય ભૂલ માટે આટલો સખત ઠપકો! કાર્નેગીએ એ મહિલાને સણસણતો જવાબ આપતો પત્ર લખ્યો. એની અભદ્ર ભાષા વિ...

સેમ્યુઅલ લેંગહોર્ન કેલમેન્સ

Image
જન્મ: 30.11.1835      અવસાન: 21.04.1910 અમેરિકાના ફ્લોરિડાના મિઝુરીમાં જન્મેલા સેમ્યુઅલ લેંગહોર્ન કેલમેન્સ એ સાહિત્ય જગતનું અતિખ્યાત નામ છે. તેઓએ અમેરિકન વસાહતીઓમાં ચાલતી ટોળટપ્પાની પ્રક્રિયા પકડી અને એમાં અહોભાવરહિત અભિગમ અને લાક્ષણિક શૈલીનું ઉમેરણ કરીને વિશેષ પ્રકારનું વિનોદ-હાસ્ય સાહિત્ય સર્જ્યું છે. "ધ ઇન્સ્ટન્સ એબ્રોડ", "રફીંગ ઈટ", જેવી કૃતિઓમાં એમનો આ વિનોદ જોવા મળે છે. એમણે વિશેષ ખ્યાતિ તો "ધ એડવેન્ચર્સ ઓફ ટોમ સોયર" અને "ધ એડવેન્ચર્સ ઓફ હક્લબરી ફિન" જેવી કિશોરકથાઓ દ્વારા મેળવી. એમણે  જીવનના છેલ્લા વીસ વર્ષ અત્યંત કપરી પરિસ્થિતિમાં પસાર કર્યા. તેઓએ ધંધામાં ઝંપલાવ્યું હતું અને જેમાં ઘણું મોટું નુકસાન થયું. એ ધીરે ધીરે સ્વાસ્થ્ય પણ ગુમાવી રહયા હતા. એમાં એમની સૌથી વ્હાલી પુત્રી સર્જીનું અવસાન થયું અને એ પછી આઠેક વર્ષે એમના પત્ની ઓલિવિયાએ આ દુનિયાની વિદાય લીધી. જિંદગીની ઉત્તરાવસ્થામાં આવા એક પછી એક આઘાતો આવતા ગયા. એમાં વળી હાસ્યલેખકના જીવનમાં એક બીજી દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની. એમના ઘેર ઘણી મોટી ચોરી થઇ અને લગભગ આખુંય ઘર...

મહાભારતમાં દ્રૌપદી વસ્ત્રાહરણનો પ્રસંગ ખરેખર બન્યો હતો?

Image
મહાભારતની કૌરવ પાંડવની દ્યૂતક્રીડા અને પરિણામ સ્વરૂપ થયેલ દ્રૌપદી વસ્ત્રાહરણની કથા અતિ ખ્યાત છે. તે કેટલાક પ્રશ્નો પણ ઉભા કરે છે. આની પ્રથમ પૂર્વભૂમિકા તપાસીએ:  કૌરવ મહારાજ ધૃતરાષ્ટ્રના સર્વ પુત્રોમાં જ્યેષ્ઠ યુવરાજ દુર્યોધન હસ્તિનાપુરનો ઉત્તરાધિકારી હોવા છતાં તેને પાંડવોના ઇન્દ્રપ્રસ્થ રાજ્યની સમૃદ્ધિ જોઈ ઈર્ષા-અદેખાઈ થઇ ને તે મનોમન દુઃખી થયો. તેણે તે પડાવી લેવાના ઈરાદાથી ધૃતરાષ્ટ્ર પાસેથી દ્યુત રમવાની મંજૂરી મેળવી. પાંડવોને આનું આમંત્રણ મોકલતા પાંડવો પણ તેનો સ્વીકાર કરી નિશ્ચિત સમયે દ્યૂત રમવા હસ્તિનાપુર આવ્યા. હસ્તિનાપુરની રાજધાનીમાં ધૃતરાષ્ટના દરબારમાં કૌરવ મહાનુભાવો - મહારથીઓની હાજરીમાં રમાયેલ આ દ્યૂતક્રીડામાં પાંડવો ક્રમશઃ બધું જ હારી જતા અંતે યુધિષ્ઠિરે દ્રૌપદીને દાવમાં મૂકી. (સભાપર્વ: શ્લોક 58.32 થી 37). આ કારણે સભામાં હાહાકાર મચી ગયેલો અને જોતજોતામાં શકુનિએ દ્રૌપદી જીતી લીધાની જાહેરાત પણ કરી દીધી. (સભાપર્વ: 58.9 થી 43) આની સાથે જ દુર્યોધને વિદુરને દ્રૌપદીને લઇ આવવાની આજ્ઞા કરી, પરંતુ તેમણે સાફ શબ્દોમાં ઇન્કાર કરતા સ્પષ્ટ કહ્યું: "કૃષ્ણા (દ્રૌપદી) દાસીપણું પ...

વાહ દોસ્ત વાહ!

Image
કચ્છના અબડાસા તાલુકાનું સાંધો ગામ. પિતાની જન્મભૂમિ! જ્યાં પ્લેગ ફેલાયો હતો ત્યારે એક પરિવારના તેરમાંથી અગિયાર માણસોને પ્લેગ ભરખી ગયો. નાના બાળકને લઈને એક સ્ત્રી પહેરે લુગડે મુંબઈ ભાગી. તેની પરવરીશ કરી મુંબઈ વસતા કચ્છીઓએ. સ્ત્રીનું નામ તો ક્યાંથી લખાય? પણ પેલું બાળક મોટું થયું અને તે દીકરાનું નામ જે જે સ્કૂલ ઓફ આર્ટ્સના વિદ્યાર્થી તરીકે નોંધાયું. એ સમય વીસમી સદીના શરૂના દોઢ બે દસકનો. સિરામિકના કોર્સ સૌ પહેલા શરુ થયેલા તેમાં પહેલો વિદ્યાર્થી સિદ્દીકભાઈ અબ્બાસભાઈ . સિદ્દીકભાઈના પત્નીનું નામ હસીનાબેન. સૌ એને નાનીબેન કહે. આ દંપતીના પરિવારમાં ચાર સંતાનો. અમીનાબહેન, છોટુભાઈ, કરીમભાઇ અને શાહબુદ્દિન. આખું કુટુંબ પછી તો મુંબઈ છોડી થાન આવ્યું.  થાનમાં 1913માં પોટરી શરુ થયેલી. 1934 સુધી સોહરાબ દલાલ નામના પારસી શેઠે પોટરી ચલાવી. પછી પરશુરામ શેઠે પોટરી લીધી. થાનગઢમાં બહાર બનેલું પહેલું મકાન "સિદ્દીક મંઝિલ" ત્યાં જીવન શરુ થયું. લેટ્રીન ઘરમાં હોય તેવો કોઈને ખ્યાલ જ નહિ. માંદા હોય તે જ ઘરમાં  જાય. બાકી બધા તો તળાવે જ જાય. અહીંના બાળકો હાલતાં શીખે હારોહાર તરતા શીખે!! ગામમાં બે ત...