અલબેલા કિશોરદા
ગત 20/07/2018ના રોજ અવસરના સ્થાપના દિવસના શુભ પ્રસંગે આપણે પ્રારંભ કર્યો "ડો. કાર્તિકની કલમે" વિભાગનો. જેમાં આપણે જોયું કે કિશોરકુમારજીએ કેવી રીતે એક ગુજરાતી સંગીતકારની પાસેથી ધાર્યું કામ કરાવી લીધું અને જોયું કે, "સાપ પણ મર્યો અને લાઠી પણ ના તૂટી"!! ચાલો તો આજે એ જ વાત ને થોડી હજુ આગળ વધારીએ. અને આજે જોઈએ કે કિશોરકુમારે એમના જીવનનું આ પ્રથમ ગુજરાતી ગીત ગાયું કેવા સંજોગોમાં અને કેવી યાદગાર ઘટનાઓ બની એ દરમ્યાન!! છેવટે એ દિવસ આવ્યો જેની સૌને આતુરતાથી રાહ હતી. તાડદેવ ફિલ્મ સેન્ટરમાં એ ફિલ્મના ગીતનું રેકૉર્ડિંગ કરવાનું હતું. સવારની શિફટ જે નવથી એકની હોય છે એ સમય બુક થયો હતો. આ ગીત અગાઉ જે ઘટના બની એ તો આપ સૌએ ગયા અઠવાડિયે " ડો. કાર્તિકની કલમે "ના પ્રથમ અંકમાં વાંચી જ હશે કે શું થયું હતું? અને કેમ કિશોરકુમારે કહેલું કે હું આ ગીત નહિ ગઈ શકું? હવે આગળ..... સામાન્ય રીતે નવ વાગ્યે મ્યુઝિશ્યનો આવે અને તેમની સાથે રિહર્સલ થાય. લગભગ કલાક-દોઢ કલાક પછી ચા-પાણીનો બ્રેક થાય અને ત્યાર બાદ સિંગર્સ આવે અને તેમની સાથે એક-બે રિહર્સલ થયા બાદ ગીત ફાઇનલી રેકૉર્ડ...