Posts

Showing posts from January, 2018

ગીત-સંગીત

Image
" કોઈ હમનફસ નહીં હૈ, કોઈ રાઝદાં નહીં હૈ ફકત એક દિલ થા અબ તક સો વો મેહરબાં નહીં હૈ ઇનહીં પથ્થરો પે ચલ કર અગર આ સકો તો આઓ, મેરે ઘર કે રાસ્તેમેં કોઈ કહકશાં નહીં હૈ." એક સાવ સાચી ઘટના છે. એક યુવાન બીમાર પડ્યો. સ્વાભાવિક જ છે કે તે એક હોસ્પિટલમાં દાખલ કરાયો. બીમારી જોકે એવી ગંભીર નહોતી પણ સારવારની કોઈ સારી અસર એના શરીર પર જણાતી નહોતી! ડોક્ટરને સમજાતું નહોતું કે સારામાં સારી દવાની અસર પ્રોપર નિદાન થયા બાદ પણ કેમ નથી થતી? એવામાં ડૉક્ટરે એક વાત નોટિસ કરી કે જ્યારે જ્યારે એ દર્દીની ચેકઅપ માટે વિઝીટ લેતાં ત્યારે એ દર્દીના કાનમાં હેડફોન ભરાવેલાં જ હોય!! એ કંઈ ને કંઈ ગીતો સાંભળતો જ હોય. એટલું જાણ્યા પછી કુતુહલવશ ડોક્ટરે પૂછ્યું, "તું શું સાંભળે છે આમાં?" જવાબ મળ્યો, "સોંગ્સ !" ડોકટરે પૂછ્યું, "લાવ, મને ય તારાં આ સોંગ્સનું પ્લેલિસ્ટ જોવા દે! મને પણ સંગીતનો શોખ છે, મારા કામમાં પણ આવે ક્યારેક!" તેમણે જોયું તો પ્લેલિસ્ટમાં તમામ સોંગ્સ સેડ મૂડના જ હતાં!! તેથી ડોક્ટરે તરત કીધું, "અહીં બીમાર છે ત્યારે આવા મૂડના સોંગ્સ તારે ન સા...

વિલ્મા રુડોલ્ફ

Image
અમેરિકામાં રેલવેમાં નોકરી કરતા પિતા અને મેઇડ તરીકે કામ કરતી માતાને ત્યાં 23.06.1940ના રોજ જન્મેલી વિલ્મા રુડોલ્ફ તેના માતા-પિતાના 22 સંતાનો પૈકીનું 20મુ સંતાન હતી. એનો જન્મ અધૂરા મહિને થયો હતો. જેથી એ શારીરિક રીતે ખુબ જ નબળી હતી તેમ છતાં થોડી સારવારને લીધે એ જીવી ગઈ. 4 વર્ષની ઉંમરે એને ભયંકર ઝેરી તાવ આવ્યો અને સાથે સાથે પોલિયોના વાયરસને કારણે એના ડાબા પગે લકવો થયો અને પરમેનન્ટ ડિસેબિલિટી આવી ગઈ !! લકવાગ્રસ્ત ડાબા પગે ધાતુની પ્લેટ લગાડવામાં આવી. પ્લેટને કારણે એને ખાસ ઓર્થોપેડિક શૂઝ પહેરવા પડતા ત્યારે એ ચાલી શકતી . વિલ્માની મોટી બહેન બાસ્કેટબોલ પ્લેયર હતી અને વિલ્મા પણ બહેનની જેમ જ બાસ્કેટબોલ રમવા ઇચ્છતી હતી. પરંતુ એના માટે એ શક્ય નહોતું. પોતાના સંકલ્પને સાકાર કરવા 9 વર્ષની ઉંમરે એને ધાતુની પ્લેટ કઢાવી નાખી. અને પ્લેટ વગર જ એક સામાન્ય માણસની જેમ ચાલવાનું શરુ કર્યું. શરૂઆતમાં એને બહુ જ તકલીફ પડતી આથી ચાલવા માટે સહારો લેવો પડતો. 12 વર્ષની ઉંમરે તે કોઈ પણ જાતના સપોર્ટ વગર લંગડાતા લંગડાતા ચાલવા લાગી અને સતત પ્રેક્ટિસ કરવાથી એ  બાસ્કેટબોલ પણ રમવા લાગી. એ જયારે હાઈસ્કૂલમા...

ગોવિંદ જયસ્વાલ અને ડો. કરણરાજ વાઘેલા

Image
વારાણસી માં એક રીક્ષા ચલાવનાર એના પરિવાર સાથે રહેતો હતો. એનું નામ નારાયણ . પરિવાર માં પત્ની એક છોકરો અને 3 છોકરી ઓ.  વારાણસી ના એક પ્રિન્ટિંગ ની ફેક્ટરી અને જનરેટરો ધરાવતા ખુબ જ ઘોંઘાટ અને પ્રદુષણ યુક્ત વિસ્તાર માં 12×8 ફૂટ ની રૂમ માં આ 6 વ્યક્તિ ભાડે થી રહે. પિતા નારાયણ આ બધા નું ભારણ પોષણ રીક્ષા ચલાવી ને કરે.  એ સમયે અને આજે પણ ઘણા ભારત ના રાજ્ય માં સાયકલ રીક્ષા છે એ રીક્ષા ચલાવી ને ગુજરાન ચાલવતા નારાયણ. ઓછી આવક અને પહેલેથી જ દરિદ્ર પરિસ્થિતિ હોવાથી સમાજ માં પણ સામાજિક દરજ્જો પણ ઘર ની કથળેલી પરિસ્થિતિ જેવો જ. બાળકો ને પૂરતું અને સારું ખાનગી શાળા માં શિક્ષણ મળે એમ નહતું એટલે સરકારી શાળા માં છોકરો અભ્યાસ કરતો.દિવસ માં 12-14 કલાક પાવર ના હોવા છતાં પણ છોકરો અભ્યાસ માં ધ્યાન આપવા માટે મહેનત કરે.  એક વખત એ એના એક મિત્ર ના ઘરે રમવા ગયો. મિત્ર નું ઘર અને આર્થિક પરિસ્થિતિ સારી હતી. ત્યાં મિત્ર ના પિતા એ જોયું કે આવો છોકરો મારા છોકરા સાથે રમે છે. એટલે એમને થોડો ગુસ્સો આવ્યો અને ગુસ્સા માં એમને નારાયણ ના છોકરા ને પોતાના ઘરે આવવા ની ના પાડી અને કહ્યું કે તું એક રીક્...

એન્ડ્રુ કાર્નેગી - ૫

Image
અમેરિકાના ટોચના ધનપતિઓમાંના એક અને અનન્ય દાનવીર એન્ડ્રુ  કાર્નેગી ના જીવનનો એક કિસ્સો જાણવા  જેવો છે. આપણને કોઇ વધુ પડતો હોંશિયાર, સાદી ભાષામાં કહીએ તો, દોઢ ડાહ્યો માણસ ભટકાઇ જાય ત્યારે તેને બોધપાઠ આપવો જોઇએ, એ આ કિસ્સાનો સૂર છે.  એન્ડ્રુ કાર્નેગી ઘણી સંસ્થાઓને મદદરૂપ બનતા હતા એટલે તેમની પાસે દાનની આશા સાથે ઘણી વ્યક્તિઓ જતી રહેતી હતી. એવી રીતે એક દિવસ એક સંસ્થાનો મંત્રી તેમની પાસે દાન માગવા ગયો પરંતુ તે માણસ વધુ પડતો સ્માર્ટ હતો. તેણે એન્ડ્રુ કાર્નેગીને સીધું ન કહ્યું કે અમારી સંસ્થાને દાન આપો. એને બદલે તેણે પોતાનું દોઢ ડહાપણ ડહોળતા મૂડીવાદના અનિષ્ટો અને સમાજવાદના લાભો વિશે પોતાના વિચારોનો મારો ચલાવ્યો.  તે મંત્રીએ એન્ડ્રુ કાર્નેગીને આંજી દેવાના આશયથી કડકડાટ વકતવ્ય જ ઠપકારી દીધું. કાર્નેગી ચૂપચાપ તેને સાંભળતા રહ્યાં. પેલા મંત્રીએ મૂડીવાદના અનિષ્ટો સામે આક્રોશ ઠાલવી લીધો અને સમાજવાદની વકીલાત પૂરી કરી લીધી પછી છેવટે ઉમેર્યું : ‘શ્રીમંતો લોકોના પૈસા થકી જ શ્રીમંત બનતા હોય છે. એથી શ્રીમંતોએ પોતાની સંપત્તિમાંથી બીજાઓને ભાગ આપવો જોઇએ.’ દાનવીર તરી...

ગાંધીજી અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

Image
મહાત્મા ગાંધીજી ભારતીય પ્રજાની નાડ પારખી ગયા હતા. લોકોને એકત્રિત કરવાની, સૌનો સહકાર પ્રાપ્ત કરવાની અને દરેકની શક્તિ અને આવડતને પિછાણી એનો યોગ્ય ઉપયોગ કરવાની એમનામાં અસાધારણ આવડત હતી. એમના વ્યક્તિત્વમાં ચુંબકત્વ હતું. સત્યાગ્રહ સમયે દેશના બધાં જ રાજ્યોમાંથી એમને અત્યંત પ્રતિભાશાળી વ્યક્તિઓનો પૂરેપૂરો સાથ મળ્યો. એમના નેતૃત્વ નીચે બધા એક જ ધ્યેય માટે સર્વસ્વ છોડી સંગ્રામમાં ઝંપલાવવા તૈયાર થયા હતા. એમાં એક હતા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ. ડૉ. રાજેન્દ્રપ્રસાદ 1946ના વર્ષમાં ‘કૉન્સ્ટીટ્યુઅન્ટ’ એસેમ્બલીમાં પ્રમુખપદે ચૂંટાયા હતા. સ્વાભાવિક રીતે જ આ અતિ મહત્વની એસેમ્બલીમાં દેશની કેટલીક ખ્યાતનામ વ્યક્તિઓ હતી. સ્વાભાવિક છે એમની વચ્ચે ક્યારેક મતભેદ ઊભા થાય. ઉગ્ર ચર્ચા થાય. વિખવાદ ઊભો થાય. જ્યારે આવા કોઈ પ્રશ્નો ઊભા થતા ત્યારે સમજી-વિચારી વાતચીત કરીને એનું નિરાકરણ કરવામાં આવતું. એક વખત એવું બન્યું કે ડૉ. રાજેન્દ્રપ્રસાદના એક નિકટના અને જૂના સહકાર્યકર્તાએ એમને માટે ખરાબ ટીકા કરી. એમને માટે હિણપતભર્યા શબ્દો વાપર્યા. ડૉ. રાજેન્દ્રપ્રસાદને સખત માઠું લાગ્યું. મતભેદ થાય એ સ...

ચાર્લ્સ સ્કવોબ

Image
માનવસંબંધો માટે કોઈ મોટી ‘ફૉર્મ્યુલા’ નથી હોતી, પરંતુ જીવનની સફળતા માટે જીવનના સર્વ ક્ષેત્રોના સંબંધોનાં પર્ણોને લીલાંછમ રાખવાની આપણામાં કોઠાસૂઝ હોવી જોઈએ. અને આ એક કળા છે. આને આપણે કુનેહ કે કાબેલિયત કહી શકીએ . કુનેહ વગરના માણસો અવિચારી શબ્દોથી બીજાનું હૃદય દુભવે છે, એટલું જ નહિ પણ મિત્રને પણ દુશ્મન બનાવે છે – પોતીકાંને અળગાં કરે છે. આપ્તજનોને પરાયા કરે છે. એ પણ મોટેભાગે એમની બોલવાની-કહેવાની અણઆવડતને કારણે...!  આપણી જીવનયાત્રામાં શબ્દો આપણા સંગાથી છે. એનો સર્જનાત્મક અને કલ્યાણકારી ઉપયોગ કરીએ. શબ્દો જોડવાનું અને ઠારવાનું કામ કરે છે. વિચારીને બોલીએ, કારણ કે, બોલ્યા પછી વિચારવાનો કોઈ અર્થ રહેતો નથી. આવો એક ઉદાહરણ રૂપી સત્ય ઘટનાથી એની અસર સમજીએ... ચાર્લ્સ સ્કવોબ મોટી સ્ટીલ કંપનીનો મેનેજર હતો. લાખો ડોલરની એની વાર્ષિક કમાણી ! શા માટે એને આટલો મોટો પગાર મળતો હતો ? એનું કારણ એ હતું કે એને માનવસંબંધો સાચવતાં અને વિકસાવતાં આવડતું હતું : ‘He knew how to handle people well.’ એક દિવસ બપોરની વખતે ચાર્લ્સ એની સ્ટીલ મિલમાં કામ કરતો હતો. ત્યાં એણે અચાનક થોડાક યુવાનોને જોયા. તેઓ...

એન્ડ્રુ કાર્નેગી - ૪

Image
એન્ડ્રુ કાર્નેગી અમેરિકાનો એક વિખ્યાત ઉદ્યોગપતિ થઈ ગયો. એ નાની વયે અમેરિકા આવ્યો. સાવ ગરીબ છોકરો. એ માણસ પ્રચંડ પુરુષાર્થ કરી અમેરિકાનો સૌથી મોટો લોખંડનો ઉત્પાદક બન્યો. હજારો માણસો એના હાથ નીચે કામ કરતા હતા. એક સમય તો એવો હતો, જ્યારે એના હાથ નીચે 43 જેટલા લક્ષાધિપતિઓ કામ કરતા હતા ! તે સમયે એક પત્રકારે કાર્નેગીને બહુ જ સુંદર પ્રશ્ન પૂછ્યો હતો : ‘સાહેબ, તમે આ બધા માણસો પાસે કેવી રીતે કામ લઈ શકો છો ?’ એમણે જવાબ આપ્યો : ‘હાથ નીચેના માણસો પાસે કામ લેવું એ ખાણમાંથી એક ઔંસ સુવર્ણ મેળવવા જેવું છે. એક ઔંસ સોનું મેળવવા માટે તમારે અસંખ્ય ટનનો કચરો અને માટી ખોદવા પડે. તમે જેમ જેમ ખોદતા જાવ અને ઊંડે ઊતરતાં જાવ તેમ તમને કચરો નહિ પણ સોનું દેખાવા માંડશે. તમારું લક્ષ્ય સોનું ખોદવાનું છે ને ? તો તમે લોકોમાં ખોટું શું છે અથવા તો પરિસ્થિતિમાં ખોટું શું છે એ જાણી લો. તમને જે નથી જોઈતું એવું ઘણું તમને જોવા અને જાણવા મળશે. પણ તમારે તમારી જાતને એ જ કહી દેવાનું છે કે તમે ઉપરનો બધો કચરો, ધૂળ, માટી જોવા માંગતા નથી. દરેક પરિસ્થિતિમાં અને દરેક વ્યક્તિમાં કંઈક સારું રહ્યું હોય છે. વ્યક્તિમાં પણ કોઈક ને કો...

એન્ડ્રુ કારનેગી - ૩

Image
એન્ડ્રુ કારનેગી ની બીજી એક પ્રેરક વાત : ======================== પ્રસિધ્ધ ઉદ્યોગપતિ અને દાનવીર એવા એન્ડ્રુ કાર્નેગીને કોણ નહીં ઓળખતું હોય?તેમનો જન્મ ૧૮૩૫ માં સ્કોટલેન્ડમાં થયો અને મૃત્યુ ૧૯૧૯ માં.તેમનામાં નાનપણથી જ બીજા લોકોને અને તેમની જરૂરિયાતોને સમજવાની અસાધારણ સૂઝ હતી.બાળપણમાં તેમણે એક સસલી પાળી હતી. તેનાથી ઘણા બચ્ચાં ઉત્પન્ન થયા.હવે આટલા બધા બચ્ચાંઓને પાળવા કઈ રીતે અને તેમને ખવડાવવા કેટલો બધો ખોરાક જોઈએ? બાળક એન્ડ્રુએ તેનો ઉપાય શોધી કાઢ્યો.તેણે પાડોશમાં રહેતા પોતાના મિત્રોને બોલાવ્યા અને તેમને સસલા રમાડવાની ટેવ પાડી, પછી ધીમેથી તેમની પાસે દાણા મંગાવ્યા અને બચ્ચાંને ખવડાવવાનું શરૂ કર્યું. હજી આગળ તેમણે દરેક મિત્રના નામ પરથી બચ્ચાનું નામ પાડ્યું અને દરેકે પોતાના નામધારી બચ્ચાનું જતન કરવાનું.બાળકો હોંશેહોંશે પોતાના નામધારી બચ્ચાને ખવડાવવા અને તેમનું જતન કરવા લાગ્યા. બોલો કેવો સરસ ઉપાય??? એન્ડ્રુ કાર્નેગી ૧૩ વર્ષની ઉંમરે અમેરિકા ગયા.આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે અભ્યાસ માટેની સગવડ ન થઈ શકી અને ખૂબ ઓછું ભણી શક્યા. ત્યારબાદ તાર ઓફિસમાં મામૂલી નોકરી કરવા લાગ્યા. તેમન...

એન્ડ્રુ કારનેગી - ૨

Image
માગવાનું કહે છે તો, માગી રહું છું આ પ્રભુ, દઈ દે મન એવું કે માગે એ કશુંયે નહીં અમેરિકાના એક અબજોપતિ એન્ડ્રુ કારનેગી ના જીવનનો આ પ્રસંગ છે : એક વાર એ પોતાની ઓફિસમાં બેઠો હતો, એવામાં સામેથી એક યુવાન પસાર થયો. એણે પોતાના સેક્રેટરીને પૂછ્યું કે હમણાં જે અહીંથી ગયો તે યુવક કોણ છે ? સેક્રેટરીએ મનોમન કહ્યું : આ તો હદ કહેવાય ! પોતાના દીકરાને ય શું આ માણસ નથી ઓળખતો ? અને પછી ઝબકીને જાગતો હોય તેમ બોલ્યો - 'એ આપનો પુત્ર છે. શું આપ એને ન ઓળખી શક્યા ?' કારનેગીએ કહ્યું - 'કાયમ હું એટલા બધા કામમાં રોકાયેલો રહું છું કે સવારે છોકરાઓ ઊઠે તે પહેલાં તો બહાર નીકળી જવું પડે છે અને રાત્રે ઘેર પહોંચું તે પહેલાં તો એ ઊંઘી ગયા હોય છે. આથી નિરાંતે બેસીને એમની સાથે વાત થઈ શકતી નથી. રજાના દિવસોમાં પણ કોઈ ને કોઈ મીટિંગ, કોઈ પાર્ટી કે મુલાકાતીઓ સાથેની વાતોમાં જ સમય પસાર થઈ જતો હોય છે.' 'મનમાં તો ખૂબ  હોય છે કે હું એમની સાથે રહું, કોઈવાર એમની રમતમાં ભાગ લઈને રમું, ક્યાંક એમની સાથે પ્રવાસમાં નીકળી જાઉં અને પૂરેપૂરો સમય એમની સાથે જ પસાર કરું પણ એકેય વાર મારી આ ઈચ્છાને પૂરી કરી...

એન્ડ્રુ કાર્નેગી - ૧

Image
શ્રીમંત ઐતિહસિક વ્યક્તિઓની યાદીમાં અમેરિકન ધનપતિ એન્ડ્રુ કાર્નેગીનું નામ આદરથી લેવાય છે. ડનફર્મલાઇન ( સ્કોટલેન્ડ) માં જન્મેલા કાર્નેગી તેમના માતા-પિતા સાથે યુનાઇટેડ સ્ટેટ્સમાં આવીને વસ્યા. મોટા થઈને યુનાટેડ સ્ટેટ્સની એક બોબીન ફેક્ટરીમાં સામાન્ય કામદાર તરીકે શરૂ થયેલી તેમની કારકિર્દી કાર્નેગી સ્ટીલ કંપનીની સ્થાપના સુધી પહોંચી હતી અને વિશ્વમાં ભારે નફો કરતા મહાકાય ઔદ્યોગિક એકમ તરીકે ઉભરી આવી હતી. કાર્નેગી સ્ટીલ કંપનીની સ્થાપના બાદ તેમનું નામ અનેક “ કેપ્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રી ” માંના એક તરીકે જાણીતું થયું હતું. કાર્નેગીએ પોતાના ધનનો હિસ્સો અનેક દાનેશ્વરી સંસ્થાને સમર્પિત કર્યો હતો. ગ્રંથાલયો, વૈશ્વિક શાંતિ, શિક્ષણ અને વૈજ્ઞાનિક સંશોધનને ખાસ મહત્વ આપતા કાર્નેગીના જીવનને “ રેગ્સ ટુ રિચીસ ” તરીકે મૂલવવામાં આવે છે. એન્ડ્રુ કાર્નેગીએ બહોળો કારોબાર જમાવેલો પણ એ ધંધાની જાહેરાત કરવાના હંમેશા વિરોધી હતા. વિજ્ઞાપન માટે એમનો સંપર્ક કરવા માટે ઘણા નિષ્ફળ પ્રયાસો પણ થયેલા. એમાંના એક વિજ્ઞાપનના સંપર્ક અધિકારી તો ક્યારેક કાર્નેગીને સમજાવવામાં સફળતા મળશે એવી આશાએ અવારનવાર એમની મુલાકાત લેતા. આવ...

તો મારે ધોકો ન લેવો પડત!!

Image
એક વાર એક વૈષ્ણવ પરિવારમાં સદૈવ ઠાકોરજીની પૂજા થતી હતી. ઘણું ભક્તિમય દંપતિ હતું. પરિવારમાં પતિ, પત્ની અને એક નાનો દીકરો એમ ત્રણ જ સભ્યો હતા! સવાર સાંજ ઠાકોરજીની સેવામાં રત રહેતા હતા. ઠાકોરજીની સેવા મૂકીને ક્યાંય બહાર પણ ન જતા હતા. એક વખત કોઈ અતિ અગત્યના કામથી એ દંપતિને બહાર જવાનું થયું. કામ પણ એવું અગત્યનું અને ઇમરજન્સી હતું કે બંનેને જવું જ પડે એમ હતું! દંપતિ મૂંઝાયા કે આપણે બંને જઈશું તો આપણા ઠાકોરજીને કોણ જમાડશે? ને કોણ ભોગ ધરાવશે? જવું અત્યંત જરૂરી હતું એટલે છેવટે ઠાકોરજીને ભોગ ધરાવવાની અને જમાડવાની જવાબદારી એમના નાના બાળકને સોંપવામાં આવી! દંપતીએ બાળકને બરાબર સમજાવી દીધું અને પુરી તકેદારી રાખી ભોગ ધરાવાય એની કાળજી રાખવા માટે કહ્યું! બપોર થઈ. બાળકે ભગવાનને જમાડવા માટે મમ્મીએ બનાવેલ રસોઈ માંથી થાળ તૈયાર કરીને ઠાકોરજી સમક્ષ ધરી! સામે બેસીને ઠાકોરજીને જમવા માટે વિનંતી કરી! ભગવાનની મૂર્તિએ કોઈ પ્રતિભાવ કે પ્રત્યુત્તર ન આપ્યો એટલે બાળક મૂંઝાયો અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો, "ઠાકોરજી આપ કેમ જમવાનું આરોગતા નથી? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે થાળ ધરવામાં? હું આપને બે હાથ જ...