હેપ્પી બર્થડે
ન્યુ યોર્કના એક સબ-વે માં માણસોની ભારે ભીડ હતી. સવારનો સમય હતો. દરેક વ્યક્તિ જવાની ઉતાવળમાં હતી. એ વખતે અચાનક કોઈક મોંએથી સીટીમાં ' હેપ્પી બર્થડે ટુ યુ ' વગાડતું પસાર થયું.
ત્યાં ઉભેલા માણસોમાંથી એક યુવતીએ તરત જ એ તરફ ફરીને જોયું. અને સીટી વગાડનાર માણસે સહેજ માથું નમાવીને હસીને કહ્યું, "હેપ્પી બર્થડે, મેડમ !"
"પણ, આજે મારો જન્મ દિવસ છે, એમ તમને શી રીતે ખબર પડી??", પેલી યુવતીએ અજનબીને આશ્ચર્યથી પૂછ્યું.
" છેલ્લા એક વરસથી, રોજ સવારે હું 'હેપ્પી બર્થડે' ની આ ધૂન સીટીમાં વગાડતો પસાર થાઉં છું, કોઈ ને કોઈ તો એ સાંભળીને મારી સામે મોં ફેરવે જ છે. અને તરત જ હું જાણી લઉ છું કે એનો જન્મદિવસ છે !" પેલા માણસે સસ્મિત જવાબ આપ્યો.

Comments
Post a Comment
આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...