મહાવીર ત્યાગી

મહાવીર ત્યાગી

ચીને તિબ્બત પર આક્રમણ કર્યું ત્યારે એણે હિમાલયનો કેટલોક ભારતીય પ્રદેશ પચાવી પાડ્યો. એ અંગે સંસદમાં ઘણો ઊહાપોહ થયો હતો. વિપક્ષી સભ્યોએ નહેરુની ઢીલાશ અને નિષ્ક્રિયતા અંગે તીવ્ર આક્ષેપો કર્યા હતા. એનો જવાબ આપવા નહેરુજી આવેશમાં આવી ગયા અને બોલ્યા : ‘મને એ સમજાતું નથી કે જે જમીન પર ઘાસનું એક પણ તણખલું ઊગતું નથી એ જમીન માટે તમે લોકો આટલો બધો હોબાળો શા માટે કરો છો ?
એ સાંભળીને મહાવીર ત્યાગી પોતાની ખુરશી છોડીને સીધા-સટાક ઊભા થઈ ગયા. પોતાના માથા પર પહેરેલી ખાદીની ટોપી ઉતારી નાખી અને પોતાની ટાલ બતાવતા બોલ્યા : ‘પંડિતજી ! આ મારી ટાલ જુઓ. અહીં એક પણ વાળ હવે ઊગતો નથી. એથી શું આ મારું માથું કપાઈ જવા દેવું ?’ અને સંસદભવનમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. નહેરુ પણ ખડખડાટ હસી પડ્યા!!

Comments

Popular posts from this blog

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

સમયનું મહત્વ

ભાઈ―બહેન