સેમ્યુએલ ટેલર કોલારીજ

સેમ્યુએલ ટેલર કોલારીજ 
(અંગ્રેજ કવિ, 1772-1834)

એક વાર અંગ્રેજ કવિ કોલારીજ કોઈ વ્યક્તિ સાથે વાદવિવાદમાં અટવાઈ ગયા. એ વ્યક્તિની એવી માન્યતા હતી કે બાળકોને કોઈ પણ પ્રકારનું ધર્મ-શિક્ષણ આપવું જોઈએ નહિ. તેઓ જયારે સમજણા થાય ત્યારે પોતાના વિવેક પ્રમાણે ધર્મની પસંદગી કરવાની એમને સ્વતંત્રતા આપવી જોઈએ.

એમના આ વિચાર સાથે કોલારીજ સમંત નહોતા. અને તેમ છતાં તેઓ એમની સાથે દલીલમાં ઉતારવા નહોતા ઈચ્છતા. એમણે એક બીજી યુક્તિ વાપરી અને એ ભાઈને પોતાના બગીચામાં લઇ ગયા. ત્યાં એક ખૂણા માં ઉગેલા ઝાંખરા તરફ ઈશારો કરીને એમણે પૂછ્યું, " શું તમે એને બગીચો કહી શકશો? ત્યાં તો જંગલી ઝાંખરા સિવાય બીજું કશું નથી !!"

એ ભાઈ કોલારીજના પ્રશ્નનો મર્મ સમજી ગયા. કોલારીજે હસતા હસતા કહ્યું: " હું પોતે આ બગીચાની પ્રકૃતિ કે એની સ્વતંત્રતામાં કોઈ વિઘ્ન પહોંચાડવા નથી ઈચ્છતો. આથી, મેં એને અભિવ્યક્તિનો એક અવસર આપ્યો છે... પોતાનું મૌલિક સર્જન કરવાની છૂટ આપી જ છે... અને એનું જે પરિણામ આવ્યું છે તે તમે જાતે જોઈ શકો છો !!"

Comments

Popular posts from this blog

પૃથ્વી ગોળ છે અને એના પરિઘની ચોક્કસ માપણી ખરેખર કોણે સાબિત કરી?

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

આ કવિતા એટલે શું?