Posts

અવધૂતજી

Image
મસ્તરામ, એકાંત સેવી અવધૂત પાસે જઈને રાજાએ માંગણી કરી કે, ‘આપ સમર્થ અને ચમત્કારી સંત છો. આપની પાસેથી મારે સ્વર્ગ અને નર્કના દરવાજાઓનું દર્શન કરવું છે.’ અવધૂતે આજીજીનો જવાબ વાળ્યો નહીં અને ચૂપચાપ બેસી રહ્યા. આવી ઉપેક્ષાથી ગુસ્સે ભરાયેલો રાજા તેમની સામે આવીને ઊભો અને મોટેથી કહેવા લાગ્યો કે, ‘તમે ખરેખર સંત હો તો મને સ્વર્ગ અને નર્કના દરવાજાનાં દર્શન કરાવો. અવધૂતે તુચ્છકારથી તેની સામે જોયું અને કહ્યું : ‘તું કોણ છો અને શા માટે આવ્યો છો ?’ રાજાએ માંડમાંડ ગુસ્સાને કાબૂમાં રાખ્યો અને કહે : ‘હું આ પ્રદેશનો રાજા છું.’ અવધૂતે હાંસી ઉડાવી. ‘તું રાજા છે ? તારા દીદાર તો કોઈ ભિખારી જેવા જણાય છે ! તારા જેવા રાજા હોય તો લોકોની હાલત ક્યાંથી સારી થઈ શકે ?’ રાજાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે તલવારની મૂઠ ઉપર હાથ મૂક્યો. અવધૂત હસવા લાગ્યા : ‘તારી પાસે તલવાર પણ છે ? આવા કટાયેલા હાથાથી તું લોકોને ડરાવતો રહે છે ?’ રાજાએ મ્યાનમાંથી ચમકતી તલવાર કાઢીને ઉગામી. સહેજ પણ થડકાર અનુભવ્યા વગર અવધૂત કહે : ‘રાજા, જુઓ આ નર્કનાં દ્વાર ખુલવા લાગ્યા !’ સંતના ઉપદેશથી અને તેનો આશય સમજાઈ ...

ગાંધીજી

Image
સેવાગ્રામમાં એક દિવસ સેવાદળના સ્વયંસેવકો ગાંધીજીને મળવા આવ્યા. ડ્રિલ અને કવાયતની તેમની સુંદર તૈયારી ગાંધીજીને દેખાડીને તેમના આશીર્વાદ લેવા હતા. ગાંધીજીએ કવાયત વગેરે જોઈ પોતાનો સંતોષ વ્યક્ત કર્યો. સંચાલકે બે શબ્દ કહેવાની ગાંધીજીને પ્રાથના કરી. સ્વયંસેવકો દૂર કતારમાં બેઠા હતા. ગાંધીજીએ કહ્યું : ‘મારા બે શબ્દ સાંભળવા હોય તો નજીક આવો.’ સૂચના સાંભળતાં જ બધા સ્વયંસેવકોનું ટોળું હૂડડડ કરતું ઊભું થયું અને ગાંધીજીની નજીક આવીને વ્યવસ્થિત રીતે ઊભું રહ્યું. ગાંધીજીએ કહ્યું તમે લોકો તાલીમબદ્ધ છો. કતારમાં કેમ ચાલવું, કેમ દોડવું, એનો સુંદર પ્રયોગ હમણાં જ તમે દેખાડ્યો હતો. તમે લોકો જ્યાં બેઠા હતા ત્યાંથી મારી પાસે આવવામાં એ જ વિદ્યા કામે લગાડી હોત તો મને ખૂબ આનંદ થાત. કતારમાં રહીને ઊભા થઈ ઝડપથી ચાલતા મારી નજીક આવી અર્ધાવર્તુળમાં આગળના લોકો બેસી ગયા હોત અને પાછળવાળા ઊભા રહ્યા હોત, તો તમારી કવાયત કામમાં આવી હોત. કવાયત માત્ર દેખાડવા માટે નથી, રોજબરોજના જીવનને વ્યવસ્થિત કરવા માટે હોય છે.  – કાકા કાલેલકર

ટ્રિસ્ટન બર્નાર્ડ

Image
ટ્રિસ્ટન બર્નાર્ડ (૧૮૬૬-૧૯૪૭) સાહિત્યની એક સભા સમક્ષ પોતાનું પ્રવચન આપવા જતાં પહેલાં એક નવોદિત લેખકે ફ્રાન્સના નાટ્યકાર ટ્રિસ્ટન બર્નાર્ડને પૂછ્યું : ‘ભાષણની સમાપ્તિ કેવી રીતે કરવી એ અંગે આપની શું સલાહ છે ?’ ‘એ તો સાવ સહેલું છે.’ ટ્રિસ્ટને કહ્યું અને મલકાતાં-મલકાતાં ઉમેર્યું, ‘તમારા કાગળિયાં એકઠાં કરવાં, શ્રોતાઓને નમન કરવું અને એકદમ બિલ્લીપગે ત્યાંથી ચાલ્યા જવું.’ ‘બિલ્લીપગે શા માટે ?’ ટ્રિસ્ટને પોતાની નજરોમાં તોફાન પ્રગટ કરતાં જવાબ આપ્યો, ‘એ લોકો જાગી ન જાય એટલા માટે.’

આચાર્ય રામચન્દ્ર શુક્લ

Image
આચાર્ય રામચન્દ્ર શુક્લ (૧૮૮૪-૧૯૪૧) હિંદી સાહિત્યના પ્રખર વિદ્વાન આચાર્ય રામચન્દ્ર શુક્લ લખનૌના અમીનાબાદ પાર્કમાં ફરવા ગયા હતા. રસ્તામાં ઊભેલા એક ભિખારીએ હાથ લંબાવીને એમને કહ્યું : ‘સાહેબ ! આપકી ટોપી ઊંચી રહે !’ આવું સુંદર વાક્ય સાંભળીને સાહિત્યરસિક આચાર્યજીનું મન પ્રફુલ્લિત થઈ ગયું. ભિખારીને એક રૂપિયો આપતાં રમૂજમાં પૂછ્યું : ‘કોઈ મહિલા પાસે ભીખ માગે, ત્યારે શું કહે છે ?’ એ ભિખારી એમનું મોં જોઈ રહ્યો. કોઈ જવાબ આપી શક્યો નહિ. ત્યારે આચાર્યજીએ હસતાં-હસતાં કહ્યું : ‘એમને એમ કહેવાનું કે મેમસાહેબ, આપકી એડી ઊંચી રહે !’ એ સાંભળીને ભિખારી હસી પડ્યો.

સર્વપલ્લી રાધાકૃષ્ણન

Image
સર્વપલ્લી રાધાકૃષ્ણન (૧૮૮૮-૧૯૭૫) ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે રાજ્યસભામાં એમની અધ્યક્ષતા હેઠળ ‘છૂટાછેડા’ના ખરડા પર ચર્ચા ચાલતી હતી. આ ખરડાની એક કલમમાં ‘પાગલ’ શબ્દને સ્થાને ‘જેનું મગજ અસ્થિર હોય’ એ શબ્દ મૂકવાનું કોઈએ સૂચન કર્યું. ત્યાં રાધાકૃષ્ણને વ્યંગના સ્વરમાં કહ્યું : ‘આવું થશે તો આપણે સૌને છૂટાછેડા લેવાની નોબત આવી પડશે. કેમ કે મહિનામાં એકાદ વખત તો કોનું મગજ અસ્થિર નથી થતું ?’ એ સાંભળીને સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું. ત્યાં તો વિનોબાએ એક બીજું વ્યંગબાણ ફેંક્યું : ‘આ અંગે જો આપણી પત્નીઓનો અભિપ્રાય લેવામાં આવે, તો આપણાંમાંથી કોઈનુંયે મગજ સ્થિર નહિ નીકળે !’

લાઓ-ત્સે

Image
લાઓ-ત્સે ચીનના દાર્શનિક લાઓ-ત્સે એકવાર જાહેરમાં કહ્યું : ‘આખી દુનિયામાં મને હરાવે એવો કોઈ નથી.’ એ વાત એક જાણીતા મલ્લ પાસે પહોંચી. એણે વિચાર્યું કે આ તો મારા માટે એક પડકાર છે. એ ઝીલવો જ પડે. અને એ લાઓ-ત્સે પાસે પહોંચ્યો અને ખોંખારીને બોલ્યો : ‘તમને હું હરાવીશ, બોલો ક્યારે કુસ્તી લડશો ?’ દિવસ નક્કી થયો. હજારો પ્રેક્ષકો આ વિચિત્ર કુસ્તી જોવા પહોંચ્યા. સૌની સામે બંને જણ અખાડામાં ઊતર્યા. લાઓ-ત્સેએ કહ્યું : ‘કુસ્તીમાં તમે હંમેશાં વિજયી રહ્યા છો, મારી સાથે લડવાનું કબૂલ કરીને તમે મોટો ઉપકાર કર્યો છે. એનાથી મારું મોટું સન્માન થયું છે.’ એટલું કહીને તેઓ અખાડાની વચ્ચે જઈને ચત્તા સૂઈ ગયા અને બોલ્યા : ‘આવો પહેલવાન, મારી છાતી ઉપર બેસી જાવ અને ગર્વથી જાહેરાત કરો કે તમે જીત્યા છો !’ પહેલવાન મૂંઝાયો, આ તે કેવી કુસ્તી કે જેમાં હરીફ પહેલેથી જ હારી જાય ! એણે કહ્યું : ‘આવું હું કેમ કરી શકું ? લડાઈ વગર હાર-જીતનો ફેંસલો ન કરી શકાય.’ અને એ અખાડાની બહાર જતો રહ્યો. એ જોઈને લાઓ-ત્સે હસતા-હસતા ઊભા થયા ને બોલ્યા : ‘હું તો પહેલેથી જ કહેતો હતો કે મને કોઈ હરાવી શકે નહિ. જેણે જીતવાની ઈચ્છા ઉપર જ જીત મેળવી હોય, ...

વિનોબા ભાવે

Image
વિનોબા ભાવે એક આશ્રમવાસીએ વિનોબા ભાવેને કહ્યું : ‘બાબા ! અમને ગ્રામોદ્યોગના ચોખા ખાવામાં વાંધો નથી, પણ એમાં ઘણી વાર જીવડાં જલ્દી પડી જાય છે !’ વિનોબાએ હસતાં-હસતાં જવાબ આપ્યો : ‘અરેરેરે ! જીવડાં જેવાં જીવડાં પણ એ સમજે છે કે, હાથછડના ચોખા, મિલના ચોખા કરતાં વધુ ગુણકારી છે ! અરે ભાઈ, તમારા જેવા માણસને એ નિર્ણય કરવામાં આટલી મુશ્કેલી નડે છે ?’