ભાઈ-બહેનની જોડી ભાઈ અને બહેનની જોડી એટલે હલેસાં અને હોડીની જોડી. બંને એકબીજા વગર નકામા. પણ બંને જો મળી જાય તો દરિયા પાર થઈ જાય. ભાઈ-બહેન એટલે રાઈ-જીરાનું કોમ્બીનેશન. વઘાર કરતી વખતે રાઈ-જીરુ જ્યારે તેલમાં નાખીએ ત્યારે તતડતા હોય. વધારે નજીક જાવ તો તમને પણ દજાડે. એમ ભાઈ―બહેન બંને એકબીજા સાથે રમશે, ઝઘડશે, તતડશે. એકબીજામાં એવા ગુલતાન હશે કે બહારનું કોઈ એમની નજીક જાય તો એને એકાદ ચમકાવી પણ દેશે. પણ એક વાત સાચી કે જેમ રાઈ-જીરા વગર દાળ-શાકનો સ્વાદ ન આવે એમ કુટુંબમાં પણ ભાઈ-બહેન વગર મજા ન આવે. ભાઈ એટલે લીમડી. નાનપણમાં બહેનને ભાઈના વેણ કદાચ લીમડી જેવા કડવા લાગે. હંમેશા કહે કે 'મને અહીં નથી જવા દેતા', 'મને પેલા સાથે નથી રમવા દેતા, 'મને આ કપડાં નથી પહેરવાં દેતા' વગેરે. પણ જ્યારે સમય જાય અને પાકટ થાય ત્યારે એ જ લીમડી મધ જેવી મીઠી થઈ જાય છે. બહેન છે એ પીપળી છે. એના નાનપણના મૂળ ખૂબ ઊંડે સુધી હોય અને મોટા થાય ત્યારે પણ તેનું થડ ઘટાદાર બની જાય છે. આવા વૃક્ષની છાંયડી કેટલી શીતળ હોય? આ લીમડી-પીપળીને લીધે જ આપણું એક ખૂબ જૂનું અને ...
Comments
Post a Comment
આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...