તોટકાચાર્ય
સંતોના અનેક નામો પૈકીનું એક નામ છે જંગમ વિદ્યાપીઠ!! જ્યાં વિદ્યાપીઠ હોય ત્યાં વિદ્યાર્થીઓ, લોહચુંબકની જેમ ખેંચાઈ આવે. મધપૂડો હોય ત્યાં મધમાખીને આમંત્રણ આપવાનું હોય ખરું? ભગવાન શંકરાચાર્ય પાસે અનેક વિદ્યાપિપાસુ વિદ્યાર્થીઓ જ્ઞાનવારિનું પાન કરવા આવતા. તેમાંના એક હતા ગિરિ! ભણવામાં એ મોટો "ઢ"!! બીજા વિદ્યાર્થીઓ રમતવાતમાં જે સમજી લે તેને સમજતા આ ભાઈને લાખ પ્રયત્ન કરવા પડે. છતાં હૈયે વિદ્યા ન ચડે તે ન જ ચડે. પણ ઈશ્વરની લીલા અગમ્ય છે. એકને એક શક્તિ ઓછી આપે તો અન્ય કોઈ શક્તિ બમણી આપે છે. આ ગિરિનું પણ એવું જ કૈક હતું. ભણવામાં ભલે એ ઢ રહ્યો પણ સેવામાં એક્કો. કોઈનુંય કામ કરી આપવામાં તે ભારે આનંદ અનુભવે. તેમાંય ગુરુસેવામાં તો ખરેખર અજોડ. ગુરુ કૈક આજ્ઞા કરે તે પહેલા તો તેમનું હૈયું વાંચીને હાર કોઈ સેવા કાર્ય ઉપાડી લેતો.પછી ગુરુને એને માટે મમતા કેમ ન હોય? એક વાર એવું બન્યું કે, ગુરુદેવના કપડાં ધોવા ગિરિ નદીએ ગયેલો. કોઈ કારણસર ધાર્યા કરતા વધુ વાર થઇ. બીજી બાજુ વિદ્યાઅધ્યયન નો સમય પણ થઇ ગયો હતો. શુક્રાચાર્ય પણ આસાન પાર બિરાજમાન હતા. કોણ નથી આવ્યું તે ...