Posts

અલબેલા કિશોરદા

Image
ગત 20/07/2018ના રોજ અવસરના સ્થાપના દિવસના શુભ પ્રસંગે આપણે પ્રારંભ કર્યો "ડો. કાર્તિકની કલમે" વિભાગનો. જેમાં આપણે જોયું કે કિશોરકુમારજીએ કેવી રીતે એક ગુજરાતી સંગીતકારની પાસેથી ધાર્યું કામ કરાવી લીધું અને જોયું કે, "સાપ પણ મર્યો અને લાઠી પણ ના તૂટી"!! ચાલો તો આજે એ જ વાત ને થોડી હજુ આગળ વધારીએ. અને આજે જોઈએ કે કિશોરકુમારે એમના જીવનનું આ પ્રથમ ગુજરાતી ગીત ગાયું કેવા સંજોગોમાં અને કેવી યાદગાર ઘટનાઓ બની એ દરમ્યાન!! છેવટે એ દિવસ આવ્યો જેની સૌને આતુરતાથી રાહ હતી. તાડદેવ ફિલ્મ સેન્ટરમાં એ ફિલ્મના ગીતનું રેકૉર્ડિંગ કરવાનું હતું. સવારની શિફટ જે નવથી એકની હોય છે એ સમય બુક થયો હતો. આ ગીત અગાઉ જે ઘટના બની એ તો આપ સૌએ ગયા અઠવાડિયે " ડો. કાર્તિકની કલમે "ના પ્રથમ અંકમાં વાંચી જ હશે કે શું થયું હતું? અને કેમ કિશોરકુમારે કહેલું કે હું આ ગીત નહિ ગઈ શકું? હવે આગળ..... સામાન્ય રીતે નવ વાગ્યે મ્યુઝિશ્યનો આવે અને તેમની સાથે રિહર્સલ થાય. લગભગ કલાક-દોઢ કલાક પછી ચા-પાણીનો બ્રેક થાય અને ત્યાર બાદ સિંગર્સ આવે અને તેમની સાથે એક-બે રિહર્સલ થયા બાદ ગીત ફાઇનલી રેકૉર્ડ...

ઉમાશંકર જોષી

Image
ચાલો કૈક નવું આજે ~~~~~~~~~~~~~~~~ એક મિત્રની ષષ્ઠિપૂર્તિના સંદર્ભે કવિ સુરેશ દલાલે, કવિવર ઉમાશંકર જોશીને ટાંકીને એક યાદગાર પ્રસંગ કહેલો....! કવિવર ઉમાશંકર જોશીને સાંઠ વર્ષ પૂરાં થયેલાં. તેથી સાહિત્યકાર મિત્રો એમને શુભેચ્છા આપવા ગયેલા. સાહિત્યાકર મિત્રોને જોઈને ઉમાશંકર જોશીને બુદ્ધિક્ષમતાનું માપ કાઢવાની રમત સૂઝી ! એમણે સાહિત્યકાર મિત્રોને પૂછ્યું : '' હમણાં જ ઘરમાંથી એક કુંવારી છોકરી ગઈ એ તમે આવતા હતા ત્યારે સામે જ મળી હશે નહીં ?''  સાહિત્યકાર મિત્રોએ 'ના' પાડી. પછી ઉમાશંકર જોશી સાહિત્યકાર મિત્રો સાથે સાહિત્યરસમાં ગળાડૂબ બન્યા. પરંતુ કોઈ સાહિત્યકારનું ધ્યાન ઉમાશંકરભાઈની વાતમાં હતું જ નહીં ! એમને તો ઉમાશંકર જોશીના ઘરમાંથી કઈ કુંવારી છોકરી નીકળી એનું નામ જાણવામાં જ રસ પડેલો ! સાહિત્યકાર મિત્રોએ તો ઊમાશંકરને પૂછી જ લીધું કે અમે સાંઠની શુભેચ્છા આપવા આવ્યા છીએ પણ તમારા ઘરમાંથી કઈ છોકરી નીકળી ?  એટલે ઉમાશંકર જોશીએ એમને છાજે એવો જવાબ આપ્યો: ' ' બુદ્ધિ ! આપણે ત્યાં એમ કહેવાય છે કે સાઠે બુદ્ધિ નાઠી ! એટલે મારા ઘરમાંથી પણ બુદ્ધિ ...

કિશોરકુમારે કોને ના પાડી દીધી? ભાઈ, આ ગીત હું નહીં ગાઈ શકું!

Image
અને કિશોરદા એ સામે કહ્યું, " ભાઈ મારા !! મને ઓળખો છો? કોણ છું હું? મને કહો તો જરા... " 〰️〰️〰️〰️〰️ આજથી એક અલગ જ પ્લેટફોર્મ દ્વારા મારા આ શબ્દોને રજુ કરવા જઈ રહ્યો છું. આશા છે કે આપ સૌએ જેમ "શબ્દ-સંપુટ" ને વ્હાલથી વધાવ્યું છે એ જ વ્હાલ વરસતું રહેશે. " અવસર પરિવાર " એ એક નિઃસ્વાર્થ ભાવે ગુજરાતી સાહિત્ય અને સંગીત ક્ષેત્રે સેવા કરતું પરિવાર છે. હું એની પ્રસિદ્ધિ કરવાનો પ્રયાસ કરી નથી રહ્યો, ના તો એ માટે હું સમર્થ છું. પણ આ પરિવાર, એ  ઘણાં જ  ઉમદા હેતુથી કોઈ પણ પ્રસિદ્ધિ અને ભપકા-ઠાઠ વિના અવિરતપણે એનું કાર્ય છેલ્લા ઘણાં વર્ષોથી કરી રહ્યું છે.  અને મને એનો આનંદ છે કે હું આ ઘણાં વર્ષોનો સાક્ષી રહ્યો છું અને બીજો આનંદ એનો કે  આજના આ ખાસ અવસર સ્થાપના દિવસે મને  આ થોડાં ઘણાં શબ્દો "અવસર" પર લખવાનો અવસર મળ્યો!! ગુજરાતી ગીત-સંગીત, સાહિત્ય અને ખ્યાતનામ હસ્તીઓની એવી કેટલીય અજાણી માહિતીઓ છે કે જે ખરેખર જાણતાં જ આપણને થઈ આવે, "ખરેખર? આવું થયું હશે? ના હોય!!"  ચાલો, તો આપણી આ યાત્રાનો આરંભ એક લેજેન્ડરી ગાયક અને એવાં જ એક લેજેન્ડરી સ...

અલકા યાજ્ઞિક: પ્રથમ ગીત હિન્દી કે ગુજરાતી??

Image
૨૦-૩-૧૯૬૬ના રોજ કોલકાતામાં જન્મેલી અલકાની મા શુભા યાજ્ઞિક શાસ્ત્રીય ગાયિકા હતાં એટલે અલકાને ગાયકીની પ્રારંભિક તાલીમ મા પાસેથી મળી. ગુજરાતી નાગર પરિવારમાં જન્મેલી અલકાએ માત્ર પાંચ વર્ષની ઉંમરથી કોલકાતા રેડિયો પર ગાવાનું શરૂ કરેલું. બોલિવૂડમાં ૧૯૮૦થી કારકિર્દીનો આરંભ કરનાર અલકા સાત ફિલ્મફેર એવોર્ડ, બે નેશનલ એવોર્ડ અને બીજા બાર-ચૌદ એવોર્ડ મેળવી શકી હોય તે પછી એની પ્રતિભા વિશે કહેવાનું શું બાકી રહે? લતા મંગેશકર અને આશા ભોંસલેએ ૧૯૮૦- ‘૮૫ પછી પાર્શ્વગાયન ક્ષેત્રે પ્રવૃત્તિ મર્યાદિત કરવા માંડી ત્યારે વિકલ્પો રૂપે અનુરાધા પોંડવાલ, પૂર્ણિમા, કવિતા કૃષ્ણમૂર્તિ, સાધના સરગમ વગેરે ગુંજવા માંડ્યાં, પરંતુ આજે એ અઢી-ત્રણ દાયકાની પાર્શ્વગાયિકાઓમાં લોકપ્રિયતા, શ્રેષ્ઠતા અને સાતત્ય સાથે ટકી જનાર કોઇનું નામ લેવાનું હોય તો ઉપર ગણાવેલી ચાર ગાયિકા સિવાય ચર્ચીત સુનિધી ચૌહાણ કે શ્રેયા ઘોષાલનું ય નહીં, બલકે આપણી ગુજરાતણ અલકા યાજ્ઞિકનું જ નામ લેવું પડે. હિન્દી ફિલ્મોના પાર્શ્વગાયનમાં ચાહે પુરુષ યા સ્ત્રીનામ લેવાનાં હોય તો ગુજરાતીઓ ઓછા મળે, પરંતુ અલકા યાજ્ઞિકની હકીકત ગૌરવપૂર્વક યાદ કરી શકાય. લતા, આશા, ગીતા...

થડ વિનાનું વડ

Image
થડ વિનાનું વૃક્ષ/વડ (સત્યઘટના) દુનિયાના તમામ ' થડ ' માટેની અભિવ્યક્તિ  આ શીર્ષક જોઈને ચોક્કસ નવાઈ તો લાગે જ કે થડ વગરનું તો કંઈ વડ/વૃક્ષ હોતું હશે? કલ્પના પણ કરવી અશક્ય છે. હા, આ થડ તો છે જે વૃક્ષ ને મજબૂતી બક્ષે છે. આ થડ જ છે જે વૃક્ષને એના જીવન દરમ્યાન આવતા તોફાનોને કઈ રીતે ખાળવા? એ શીખવે છે. એ જ તો એને લચીલું બનાવે છે. થડની મજબૂતાઈ પર જ તો વૃક્ષ ની જીવાદોરી ટકેલી હોય છે, કેમ ખરું ને?  પરંતુ મોટેભાગે આ પર્યાવરણમાં પણ થડને, એની ઉપયોગિતાને નજરઅંદાજ કરવામાં આવ્યું છે. વૃક્ષનો, પર્ણનો, પુષ્પોનો, લચકતી ડાળીઓનો, ફળોનો, એની ઘટાનો, તડકી-છાંયડીનો, પાનખરનો, વસંતનો વિગેરે તમામ પાસાઓનો મહિમા ગવાયો, પણ આ થડ તો સૌને ભુલાઈ જ ગયું....!!! આપણા ગુજરાતી સાહિત્યમાં પણ કૈક આવું જ જોવા મળ્યું છે, માતા અને કુટુંબનો મહિમા ખુબ ગવાયો, પુસ્તકો પણ ઘણાં ઉપલબ્ધ છે પણ એક પિતા જ નજરઅંદાજ થઇ ગયા. હવે, ધીમે ધીમે સાહિત્ય પણ સજાગ થયું છે. એકાદ-બે પુસ્તકો પણ ઉપલબ્ધ થયા છે. થડનો પણ મહિમા આલેખાય તો વૃક્ષના જીવનની એક અનન્ય પરિભાષા અનાવૃત્ત થાય. હા આજે વાત અનાવૃત્ત કરવી...

અવિનાશ વ્યાસ

Image
બન્યું એવું કે...ઘણાં સમય પહેલાની વાત છે. એક છોકરો એની વિધવા માતાને મદદ કરવા માટે એક બાગમહેલમાં કામ કરતો. એના શેઠને નાની મોટી મદદ કરતો...વહીવટી કામોમાં પણ મદદ કરતો. એના શેઠની પાસે ઘણાં લોકો બિલ અને ટેન્ડર પર સહીઓ કરાવા માટે મથતાં. પણ કોઈ શિફારીશ ન કરાવી શકતું. એવામાં એક ભાઈએ એ છોકરાને પકડ્યો. અને કહ્યું, "તું ઘણાં સમયથી શેઠને ત્યાં કામ કરે છે, વિશ્વાસુ છે. તારે ફક્ત મારા બિલો-ટેન્ડર શેઠ સહી કરવા આવે એ પહેલાં સૌથી ઉપર મૂકી દેવાના!! એટલે ઝટ સહી થઈ જાય અને મારું કામ થઈ જાય. આ માટે હું તને દસ રૂપિયા આપીશ."  છોકરાએ કહ્યું, " ના મારે કઈ રૂપિયા નથી જોઈતા...." ભાઈએ કહ્યું, " અરે આ તો હું તને ભેટ સ્વરૂપે આપું છું. રાખજે. તારે ક્યાં કાંઈ કરવાનું છે !!" આમ ને આમ ચાલ્યું. થોડા મહિનાઓ પેલા ભાઈને સહીઓ ફટાફટ થવા લાગી. અને છોકરાને નિયમિતપણે દસ રૂપિયા મળવા લાગ્યા. પણ એક વાર એવું બન્યું કે શેઠે ઉપર આવેલા બિલ પર સહી ના કરી!! પેલો ભાઈ અકળાયો. છોકરાને ધમકાવ્યો પણ ખરો કે આવું કેમ બન્યું? છોકરાએ તરત કીધું, " મેં તો મારું કામ કર્યું જ હતું, પણ શેઠે સહી ...

અવિનાશ વ્યાસ

Image
ચાલો આજે એક આડવાત: રોચક પ્રસંગ ▪ડો. કાર્તિક શાહ▪ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ લગભગ 1950 ના દશકની આસપાસની વાત છે. ગુરુશિષ્યની પરંપરા અનુસાર એક શિષ્ય પરમ ગુરુભક્ત હતો. તેઓ હમેંશા સાથે સંગીતની સાધના કરતા. શિષ્ય ગુરુજીના દિશા નિર્દેશ મુજબ ગાયન ગાતો અને એની સ્વર-સંગીત પર અદ્ભૂત પકડથી ગુરુજીની છાતી પણ ગજ ગજ ફૂલી જતી. આમ આ કોમ્બિનેશન ઘણાં ઉચ્ચ સ્તરે પહોંચ્યું. ધીમે ધીમે કામ વધવા માંડ્યું. ફિલ્મી-બિનફિલ્મી ગીતો બનાવતા ગયા અને એકસાથે અઢળક ગીતોનો આવિષ્કાર થવા લાગ્યો. ગુરુને પણ આ શિષ્ય વગર ફાવતું નહીં. એવામાં એક રેકોર્ડિંગ વખતે થયું એવું કે અચાનક એ શિષ્યને ગામથી માઠા સમાચાર મળ્યા. એના દાદાજીનું દુઃખદ અવસાન થયું હતું  અને એને તાત્કાલિક ત્યાં પહોંચવું એવું ઘરવાળાઓએ ફરમાન કર્યું. અહીં રેકોર્ડિંગ પડતું મૂકી શિષ્યે ગુરુને વિનંતી કરી કે મારે જવું પડશે. સાંજની પહેલી બસ છે. હું નીકળી જઈશ. ગુરુજી થોડા ચિંતાગ્રસ્ત થયાં. કામ ખુબ જ હતું. ઘણાં ગીતો અને સ્વરાંકનો માટે આ શિષ્યની જરૂર હતી. પણ ઘરના આ મુશ્કેલ સમય માટે એણે ત્યાં જવું પડે એમ હતું એ સમજી ગયા. એ વખતે શિષ્યની આર્થિક પરિ...