Posts

થડ વિનાનું વડ

Image
થડ વિનાનું વૃક્ષ/વડ (સત્યઘટના) દુનિયાના તમામ ' થડ ' માટેની અભિવ્યક્તિ  આ શીર્ષક જોઈને ચોક્કસ નવાઈ તો લાગે જ કે થડ વગરનું તો કંઈ વડ/વૃક્ષ હોતું હશે? કલ્પના પણ કરવી અશક્ય છે. હા, આ થડ તો છે જે વૃક્ષ ને મજબૂતી બક્ષે છે. આ થડ જ છે જે વૃક્ષને એના જીવન દરમ્યાન આવતા તોફાનોને કઈ રીતે ખાળવા? એ શીખવે છે. એ જ તો એને લચીલું બનાવે છે. થડની મજબૂતાઈ પર જ તો વૃક્ષ ની જીવાદોરી ટકેલી હોય છે, કેમ ખરું ને?  પરંતુ મોટેભાગે આ પર્યાવરણમાં પણ થડને, એની ઉપયોગિતાને નજરઅંદાજ કરવામાં આવ્યું છે. વૃક્ષનો, પર્ણનો, પુષ્પોનો, લચકતી ડાળીઓનો, ફળોનો, એની ઘટાનો, તડકી-છાંયડીનો, પાનખરનો, વસંતનો વિગેરે તમામ પાસાઓનો મહિમા ગવાયો, પણ આ થડ તો સૌને ભુલાઈ જ ગયું....!!! આપણા ગુજરાતી સાહિત્યમાં પણ કૈક આવું જ જોવા મળ્યું છે, માતા અને કુટુંબનો મહિમા ખુબ ગવાયો, પુસ્તકો પણ ઘણાં ઉપલબ્ધ છે પણ એક પિતા જ નજરઅંદાજ થઇ ગયા. હવે, ધીમે ધીમે સાહિત્ય પણ સજાગ થયું છે. એકાદ-બે પુસ્તકો પણ ઉપલબ્ધ થયા છે. થડનો પણ મહિમા આલેખાય તો વૃક્ષના જીવનની એક અનન્ય પરિભાષા અનાવૃત્ત થાય. હા આજે વાત અનાવૃત્ત કરવી...

અવિનાશ વ્યાસ

Image
બન્યું એવું કે...ઘણાં સમય પહેલાની વાત છે. એક છોકરો એની વિધવા માતાને મદદ કરવા માટે એક બાગમહેલમાં કામ કરતો. એના શેઠને નાની મોટી મદદ કરતો...વહીવટી કામોમાં પણ મદદ કરતો. એના શેઠની પાસે ઘણાં લોકો બિલ અને ટેન્ડર પર સહીઓ કરાવા માટે મથતાં. પણ કોઈ શિફારીશ ન કરાવી શકતું. એવામાં એક ભાઈએ એ છોકરાને પકડ્યો. અને કહ્યું, "તું ઘણાં સમયથી શેઠને ત્યાં કામ કરે છે, વિશ્વાસુ છે. તારે ફક્ત મારા બિલો-ટેન્ડર શેઠ સહી કરવા આવે એ પહેલાં સૌથી ઉપર મૂકી દેવાના!! એટલે ઝટ સહી થઈ જાય અને મારું કામ થઈ જાય. આ માટે હું તને દસ રૂપિયા આપીશ."  છોકરાએ કહ્યું, " ના મારે કઈ રૂપિયા નથી જોઈતા...." ભાઈએ કહ્યું, " અરે આ તો હું તને ભેટ સ્વરૂપે આપું છું. રાખજે. તારે ક્યાં કાંઈ કરવાનું છે !!" આમ ને આમ ચાલ્યું. થોડા મહિનાઓ પેલા ભાઈને સહીઓ ફટાફટ થવા લાગી. અને છોકરાને નિયમિતપણે દસ રૂપિયા મળવા લાગ્યા. પણ એક વાર એવું બન્યું કે શેઠે ઉપર આવેલા બિલ પર સહી ના કરી!! પેલો ભાઈ અકળાયો. છોકરાને ધમકાવ્યો પણ ખરો કે આવું કેમ બન્યું? છોકરાએ તરત કીધું, " મેં તો મારું કામ કર્યું જ હતું, પણ શેઠે સહી ...

અવિનાશ વ્યાસ

Image
ચાલો આજે એક આડવાત: રોચક પ્રસંગ ▪ડો. કાર્તિક શાહ▪ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ લગભગ 1950 ના દશકની આસપાસની વાત છે. ગુરુશિષ્યની પરંપરા અનુસાર એક શિષ્ય પરમ ગુરુભક્ત હતો. તેઓ હમેંશા સાથે સંગીતની સાધના કરતા. શિષ્ય ગુરુજીના દિશા નિર્દેશ મુજબ ગાયન ગાતો અને એની સ્વર-સંગીત પર અદ્ભૂત પકડથી ગુરુજીની છાતી પણ ગજ ગજ ફૂલી જતી. આમ આ કોમ્બિનેશન ઘણાં ઉચ્ચ સ્તરે પહોંચ્યું. ધીમે ધીમે કામ વધવા માંડ્યું. ફિલ્મી-બિનફિલ્મી ગીતો બનાવતા ગયા અને એકસાથે અઢળક ગીતોનો આવિષ્કાર થવા લાગ્યો. ગુરુને પણ આ શિષ્ય વગર ફાવતું નહીં. એવામાં એક રેકોર્ડિંગ વખતે થયું એવું કે અચાનક એ શિષ્યને ગામથી માઠા સમાચાર મળ્યા. એના દાદાજીનું દુઃખદ અવસાન થયું હતું  અને એને તાત્કાલિક ત્યાં પહોંચવું એવું ઘરવાળાઓએ ફરમાન કર્યું. અહીં રેકોર્ડિંગ પડતું મૂકી શિષ્યે ગુરુને વિનંતી કરી કે મારે જવું પડશે. સાંજની પહેલી બસ છે. હું નીકળી જઈશ. ગુરુજી થોડા ચિંતાગ્રસ્ત થયાં. કામ ખુબ જ હતું. ઘણાં ગીતો અને સ્વરાંકનો માટે આ શિષ્યની જરૂર હતી. પણ ઘરના આ મુશ્કેલ સમય માટે એણે ત્યાં જવું પડે એમ હતું એ સમજી ગયા. એ વખતે શિષ્યની આર્થિક પરિ...

અક્ષરો, ભાષા, લિપિ નો જન્મ - વણઉક્લ્યુ રહસ્ય

Image
પ્રાચીન કાળમાં, ઇજિપ્તની હાઇરોગ્લીફ્સ, મેસેપોટેમિયાની ચુનીફોર્મ, ચીનની લોગોગ્રામ કે વેલીની માટીની ટીકડીઓ પર લખેલી લિપિ વાપરીને, મનુષ્ય એક બીજાના સંપર્કમાં રહેતો હતો. પણ આ બધા પ્રકાર સામાન્ય જનસમુદાયને ઉપલબ્ધ ન હતા. પણ લગભગ ૪૦૦૦ વર્ષ પહેલાં,  જયારે અક્ષરને ચિન્હને બદલે નાદ (ધ્વનિ, અક્ષરનાદ) અવાજ આપવામાં આવ્યો, ત્યારથી અક્ષરોએ એમનો ચમત્કાર બતાવવાનું શરૂ કર્યું. અક્ષરો એ ભાષાનાં વસ્ત્રો છે, આભૂષણો છે. ભાષાએ વસ્ત્રો પહેરવાનું ક્યારે શરૂ કર્યું?  એની તપાસ કરીએ.  ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આપણે અહીં મૂળાક્ષરો અને લિપિ વિષેના સંશોધનની ચર્ચા કરીએ છીએ.  બોલીની ભાષા દરેક દેશમાં ઘણી પ્રાચીન છે. વેદ અને ઉપનિષદો તો હજારો વર્ષોથી બોલતા હતા, પણ એ લખવાની ક્રિયા ઘણી મોડી ચાલુ થઈ. ચક્ર અને અગ્નિની શોધ જેટલી જ મહત્ત્વની શોધ મૂળાક્ષરોની છે .  અક્ષરોને સહેલાઈથી તદ્દન જુદી ભાષામાં અપનાવી શકાય છે કારણ કે મૂળાક્ષરોનો મૂળ અવાજ બદલ્યા વગર, એ જ અવાજ અને અક્ષરને, નવી ભાષામાં થોડા ફેરફાર કરી અપનાવવાં સહેલાં છે.  આઝરબેજાન, તર્કીમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન − આ ત્રણ ...

કોણ હતું આ ધૂન વગાડનાર એ માસ્ટરમાઇન્ડ...?

Image
૧૯૫૮માં સલિલ ચૌધરી એક અત્યંત પ્રભાવશાળી સંગીતપ્રતિભાને તેમની સાથે કોલકાતાથી મુંબઈ લઈ આવ્યા. ત્યાં તેમણે બિમલ રોયની ફિલ્મ ‘મધુમતિ’ ના બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં પોતાનાં વાધ્ય વગાડ્યાં. ત્યાર પછી વારો આવ્યો ‘ સટ્ટા બાજાર ’ ફિલ્મના ગીત ‘તુમ્હેં યાદ હોગા કભી હમ મિલે થે’નો. આનું રિહર્સલ કરતી વખતે એ વ્યક્તિએ સૂચન કર્યું કે આ ગીતમાં હેમંત કુમારના અવાજ સાથે સેક્સોફોન કમાલ કરી બતાવશે. તેમના આ સૂચનને લક્ષ્મીકાંતે તરત જ સ્વીકારી લીધું હતું. પરિણામ તમારી સામે જ છે. આ યુવાન એ એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે અનિલ વિશ્વાસના આસિસ્ટન્ટ અને સેક્સોફોનવાદક રામ સિંહજીથી તેઓ ઘણા પ્રભાવિત હતા. જે રીતે તેઓ ગાયકના અવાજ પાછળ ધીમા સૂરે અલ્ટો સેક્સોફોન વગાડતા, એ ખરેખર રસપ્રદ હતું. તેમણે રામ સિંહજીની એ પરંપરાને આગળ વધારી. તમને જણાવી દઉં કે સેક્સોફોન ત્રણ પ્રકારનાં હોય છે- અલ્ટો, સોપ્રાનો અને ટેનોર. અને આ પ્રતિભાશાળી વ્યક્તિ આ ત્રણે પ્રકારનાં સેક્સોફોન વગાડવામાં કુશળ હતા. ફિલ્મ ‘શોલે’ના શીર્ષક ધૂનમાં તેમણે વગાડેલા સોપ્રાનો સેક્સોફોનની કમાલ આજેય યાદ છે. તેઓએ સલિલ ચૌધરી, કલ્યાણજી આનંદજી, ઓપી નૈયર, શંકર જયકશ...

એવું ન થઈ શકે કે પતિઓને પણ પિયર હોય ?

Image
▪એવું ન બને કે પતિઓને પણ પિયર હોય?▪ ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ વેકેશન....શબ્દ માત્રથી જ છલકાતો ઉમંગ! આનંદ, મુક્ત થઈ ફરવાનો એહસાસ...! વેકેશન આવે એટલે સૌથી પહેલું શું યાદ આવે? જી, બાળકો માટે મામાનું ઘર અને પત્ની, દીકરી માટે એમનું પિયર!!  મામાનું ઘર ભાણેજથી છલકાય, મોજ મસ્તી અને એય હૈયા હિલ્લોળા લેતા હોય તથા પત્ની/દીકરીઓ એમના પિયર રોકાવા જાય અને પોતાના બાળપણને વાગોળતી હોય એવું ચિત્ર તરત જ આપણી નજર સમક્ષ ઉપસી આવે, ખરું ને?  પણ મારી ટૂંકી નજરથી અવલોકન કરતાં, ખબર નહીં કેમ આ વેકેશન મને કોઈની તરફદારી કરતું હોય એમ લાગ્યું!! આપણે વેકેશન ઉજવણીની આ સામાજિક પ્રણાલીમાં અને ખરું કહો તો આપણાં સાહિત્યમાં કોઈને ભૂલી તો નથી ગયાને?  હા, આ વેકેશન એટલે વરસથી રાહ જોવાતો બાળકોનો આંનદ-પ્રમોદ કરવાનો ભણતરના બોજ વિનાનો સુખદ સમય! હા, આ વેકેશન એટલે (ભલે કહેવાતું હોય કે આપણે ખૂબ મોર્ડન યુગમાં જીવી રહ્યા છીએ તો પણ) પત્ની-દીકરીઓ માટે સાસરિયામાં કામની પળોજણથી અને સાસુ-સસરાની આમન્યાથી મુક્ત થઈ પિયરમાં રિલેક્સ થવાનો સુખદ સમય! હા, આ વેકેશન એટલે મામા-ભાણેજનો સંબંધ વધુ પ્રગાઢ અને મૈત્રીપૂર્ણ રી...

કે. એલ. સાયગલ

Image
કુંદનલાલ સાયગલનો જન્મ 1904ની 11 એપ્રિલે જમ્મુમાં થયો હતો અને 1947ની 18 જાન્યુઆરીએ જલંધરમાં એમનું નિધન થયું હતું. માત્ર 42 વર્ષના આયુષ્યમાં સાયગલે ગાયક અને અભિનેતા તરીકે ભારતભરમાં લોકપ્રિયતા હાંસલ કરી હતી. સાયગલના માતા કેસરબાઈ ધાર્મિક ગીતોનાં ચાહક હતા. તેઓ પુત્ર કુંદનને અનેક ધાર્મિક કાર્યક્રમોમાં એમની સાથે લઈ જતાં હતાં, જ્યાં ભજન, કીર્તન ગવાતા હતાં. એમની પાસેથી જ બાળક કુંદનને સંગીત પ્રત્યે આકર્ષણ થયું હતું અને ગાવાનો શોખ જાગ્યો હતો. જમ્મુથી સાયગલ યુવાન વયે કલકત્તા ગયા હતા અને ત્યાં ઘણી વાર મેહફિલ-એ-મુશાયરામાં ગાતા હતા. સાયગલના વખતમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગનું કેન્દ્ર કલકત્તા શહેર હતું, પણ બાદમાં મુંબઈ બન્યું હતું. 1930ના દાયકાના આરંભમાં શાસ્ત્રીય સંગીતકાર અને ફિલ્મ સંગીતકાર હરિશ્ચંદ્ર બાલી સાથે ઓળખાણ થતાં બાલીએ સાયગલને કલકત્તામાં ફિલ્મ સ્ટુડિયો ન્યૂ થિયેટર્સ સાથે એમને કોન્ટ્રાક્ટ કરાવી આપ્યો હતો, મહિને 200 રૂપિયાનો. એને પગલે સાયગલની મુલાકાત પંકજ મલિક, કે.સી. ડે, પહાડી સન્યાલ જેવા એ વખતના જાણીતા ગીતકાર-સંગીતકારો સાથે થઈ હતી. સાયગલ અભિનેતા તરીકે જાણીતા થયા હતા. હિન્દી...