Posts

લતા મંગેશકર અને પંચમદા....

Image
લતા મંગેશંકરને બધાંની જેમ આર.ડી.બર્મન પણ ‘દીદી’ના નામે સંબોધતા.  લતાજી કહે છે કે પંચમે મારી પાસે ‘રૈના બીતી જાયે’ અને ‘નામ ગુમ જાયેગા’ જેવાં કલાસિકલ ગીતો એકબાજુ ગવડાવ્યાં તો બીજી તરફ ‘બાહોં મેં ચલે આ ઓ’ જેવું ચુલબુલું ગીત પણ ગવડાવ્યું. આ ગીત માટે એમણે મને ભારપૂર્વક સમજાવ્યું હતું કે મારે આ લો-પિચના સોફટ ટોન્સમાં ગાવાનું છે જેથી ગીતનો રોમેન્ટિક મૂડ ઊભરીને આવે. આ ગીતમાં ‘આ…ઓ’ શબ્દને સ્ટ્રેચ કરીને ગાવો એ પણ પંચમનું જ સૂચન હતું. આવું જ એક ગીત હતું. ‘દિલબર દિલ સે પ્યારે’ જેમાં પંચમે ‘નૈનોં-વાલે’ શબ્દને પાંચ અલગઅલગ રીતે ગાવાનું કહ્યું હતું. પંચમે લતાજી પાસે ગવડાવેલાં ગીતોમાંથી લતાજીને ‘ઐસા સમા ના હોતા’ અને ‘તેરે લિએ પલકોં કી ઝાલર બૂનું’ બહુ ગમે છે. લતાજી કહે છે કે આ ગીતો જેમાં હતાં એ ફિલ્મો બોક્સ ઓફિસ પર બહુ ના ચાલી પણ એનાં ગીતો મારાં ફેવરિટ છે. આશા ભોંસલે સાથે લગ્ન કરતી વખતે પંચમે લતાજીને કહ્યું હતું કે મને લગ્નપ્રસંગે કોઈ ભેટ નહીં આપતાં પણ એક પત્ર લખજો-જિંદગીમાં મારે શું કરવું, શું ન કરવું અને કેવી રીતે પ્રસન્ન દાંપત્યભર્યું જીવન જીવવું. લતાજીએ આવો પત્ર લખીને આર.ડી.બર્...

સદગુણોની અભિવ્યક્તિ પણ જરૂરી છે

એક નાનકડો પ્રસંગ જીવનને કેવો વળાંક આપી શકે ? પ્રેરણાદાયી વાતો થકી એ પણ !!  એક દિવસ એક શિક્ષિકા બહેને નાવમાં ધોરણના વિદ્યાર્થીઓને બે મોટા કાગળમાં પોતાના ક્લાસના વિદ્યાર્થીઓના નામ લખવા કહ્યું. દરેક નામની સામે તેમ જ નીચે બે લીટી ખાલી રાખવાનું કહ્યું. વિદ્યાર્થીઓને નવાઈ લાગી. થોડીક ઇન્તેજારી પણ થઇ કે બહેન શું કરવા માંગે છે ?  શિક્ષિકા બહેને ત્યારબાદ દરેક વિદ્યાર્થીના નામની સામે જે તે વિદ્યાર્થીના સૌથી સારા ગુણો વિષે બધાને યાદ આવે તેટલું લખવાનું કહ્યું. દરેકે દરેક વિદ્યાર્થીના સદગુણને યાદ કરીને લખવામાં બધા વિદ્યાર્થીઓને ખાસ્સી વાર લાગી. આવા નવતર પ્રયોગનો આનંદ પણ આવ્યો. ક્લાસનો બાકીનો સમય પણ આજ કામમાં પૂરો થયો. શાળા છૂટ્યા બાદ દરેકે પોતાનું લખાણ શિક્ષિકા બહેનને સુપરત કરીને વિદાય લીધી.  અઠવાડિયાના અંતે શિક્ષિકાબહેને દરેક વિદ્યાર્થીના નામવાળો એક એક કાગળ તૈયાર કર્યો. પછી તેના પર દરેક વિદ્યાર્થીએ તેના વિષે શું સરસ લખ્યું છે તેની યાદી તૈયાર કરી. સોમવારે ફરીથી ક્લાસ મળ્યો ત્યારે તેમણે દરેકને પોતાના નામવાળું લિસ્ટ આપ્યું. દરેક વિદ્યાર્થી આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયો. દરેકના મોઢ...

રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન -- શીતયુદ્ધ

Image
અસરાનીએ એક મુલાકાતમાં રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન વચ્ચેના ખટમીઠા સંબંધ વિશે રસપ્રદ વાતો કરી હતી. યોગાનુયોગે, હિન્દી સિનેમા જેમને ‘ અંગ્રેજો કે જમાને કે જેલર ’ તરીકે હંમેશાં યાદ રાખવાના છે એવા ગોવર્ધન અસરાની, રાજેશ ખન્ના કરતાં તેઓ એક વર્ષ અને બે દિવસ નાના. અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાની ઉંમર લગભગ એકસરખી છે. અમિતાભ, રાજેશ ખન્ના કરતાં પોણા ત્રણ મહિના મોટા. માધુરી-ફ્લ્મિફેર ટેેલેન્ટ કોન્ટેસ્ટ જીતી લેવાને કારણે ત્રેવીસ વર્ષના રાજેશ ખન્નાને ફ્લ્મિોમાં બ્રેક મળ્યો હતો તે વાત સૌ જાણે છે. ( અહીં માધુરી અને ફિલ્મફેર એટલે એ વખતના પ્રખ્યાત ફિલ્મી મેગેઝીન ). ‘મુંબઈના રીગલ સિનેમામાં ત્રણ બોકસ રાખવામાં આવ્યા હતા, જેમાંથી ઇન્ડસ્ટ્રીના એક નહીં પણ ત્રણ એકટરો પેદા થયા,’ અસરાની યાદ કરે છે, ‘રાજેશ ખન્ના ઉપરાંત સુભાષ ઘાઈ અને ધીરજ કુમાર પણ પેલી માધુરી-ફ્લ્મિફેર ટેલેન્ટ કોન્ટેસ્ટના વિનર્સ હતા. મને યાદ છે, એક દિવસ નટરાજ સ્ટુડિયોમાં મેં એક જુવાન છોકરાને જોયેલોે. એના ચહેરા પર પાર વગરના ખીલ હતા અને એણે ભગવા રંગનો ઝભ્ભો તેમજ લુંગી પહેર્યા હતા. મને એમ કે આ કોઈ સંન્યાસી હશે, પણ કોઈએ મને કહ્યું કે આ રાજેશ ...

બચ્ચન ને પિતાજી નો ઠપકો

Image
ફિલ્મ સ્ટાર બનવાના ઓરતા લાખો યુવક-યુવતીઓ ધરાવતા હોય છે, પરંતુ આ વ્યવસાય પણ ઓછો જોખમી નથી. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચને એકવાર પુત્રને શૂટિંગના સેટ પર જ ઠપકો આપેલો કે આ શું ગાંડપણ છે? આવા સાહસો શા માટે કરે છે? 'મનમોહન દેસાઇની 'સુહાગ' (૧૯૭૯) ફિલ્મનું એ દ્રશ્ય હતું. ડાયરેક્ટરે અમને કહ્યું કે ડુપ્લીકેટ તૈયાર રાખ્યા છે. પરંતુ મને અમિતાભે સમજાવ્યો કે ખૂબ મઝા પડે એવું દ્રશ્ય છે. એટલે તું પણ મારી જેમ ડુપ્લીકેટની ના પાડજે. પછી ખરેખરું દ્રશ્ય શરૃ થયું. મારે અને અમિતાભે હેલિકોપ્ટર પર લટકી જવાનું હતું. હેલિકોપ્ટર ઊંચકાયું એ સાથે મારા પેટમાં ગૂંચળા વળવા લાગ્યા...એ હવામાં અદ્ધર થયું અને લગભગ ચારસો પાંચસો ફૂટ ઊંચે ચડી ગયું...અચાનક પવન ફૂંકાવા માંડયો. હું થરથર ધૂ્રજતો હતો. ત્રાંસી આંખે જોયું તો અમિતાભ તો મોજમાં હતો, મલકતો હતો...મને તો જેનિફર અને મારાં બાળકો યાદ આવી ગયાં...મારો જીવ અદ્ધર થઇ ગયો હતો...સતત પ્રાર્થના કરતો રહ્યો...માંડ માંડ દ્રશ્ય પૂરું કર્યું. ધરતી પર ઊતર્યા પછી હું તો ખૂબ ગુસ્સે થયો...અમિતાભ એકધારો મારી માફી માગવા લાગ્યો...' શશી કપૂરે ...

બચ્ચનની થોડી અજાણી વાતો

વર્ષ  2003માં અમિતાભ બચ્ચનને ફ્રાંસના ડ્યૂવિલે શહેરની માનદ નાગરિકતા પણ મળી, જે કોઈપણ વિદેશીના માટે ખૂબ જ દુર્લભ ગણાય છે. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન ઉપરાંત આ સન્માન માત્ર બ્રિટનની મહારાણી એલિજાબેથ દ્વિતીય, પહેલીવાર અંતરિક્ષમાં પ્રવેશ કરનારા રૂસી અંતરિક્ષ યાત્રી યૂરી ગાગારિન અને પોપ જોન પોલ દ્વિતીયને જ મળ્યુ છે. -અમિતાભ બચ્ચન મુંબઈમાં પોતાના શરૂઆતી દિવસોમાં પ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને નિર્માતા નિર્દેશક મહેમૂદના ઘરે પણ રહ્યા હતા, અને પછી તેમણે મહેમૂદની ફિલ્મ 'બોમ્બે ટુ ગોવા'માં પણ કામ કર્યુ. -વર્ષ 1999માં બીબીસી દ્વારા કરવામાં આવેલ એક પોલમાં અમિતાભ બચ્ચને માર્લોન બ્રાંડો અને ચાર્લી ચેપલિન જેવા દિગ્ગજ અભિનેતાઓને પછાડીને 'ગ્રેટેસ્ટ સ્ટાર ઓફ ધ મિલેનિયમ'નો ખિતાબ જીત્યો હતો. જો કે અમિતાભે એ સમયે કહ્યુ હતુ કે તેઓ પોતે માર્લોન બ્રાંડોને વોટ આપતા... -ફિલ્મ 'કુલી'ના શૂટિંગ દરમિયાન ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા ભજવી રહેલ પુનીત ઈસ્સરના હાથે મુક્કો ખાઈને ઘાયલ થયા બાદ જ્યારે અમિતાભ બચ્ચન ખૂબ જ ગંભીર સ્થિતિમાં બ્રીચ કેંડી હોસ્પિટલમાં દાખલ થયા હતા, ત્યારે તત્કાલીન પ્રધાન...

અમિતાભ બચ્ચન અને ધીરુભાઈ અંબાણી

Image
એક રસપ્રદ વાતથી શરૂઆત કરીએ. ૨૦૦૨ની સાલમાં ન્યૂ યોર્ક સીટીમાં ખાલીદ મોહમ્મદે લખેલી અમિતાભ બચ્ચનની સચિત્ર બાયોગ્રાફી ‘ ટુ બી ઓર નોટ ટુ બી: અમિતાભ બચ્ચન ’ નું લોન્ચિંગ હતું. જયા બચ્ચન સાથે હતા. બચ્ચન પોતાના પેરેન્ટ્સ અને પોલીટીક્સની વાતો કરી રહ્યા હતા. ઓડીયન્સમાંથી જીતેન્દ્ર મુછાલ નામની વ્યક્તિએ ધીરુભાઈ અંબાણીના દેહાંત બાદની બચ્ચનની પબ્લિક સ્પીચને યાદ કરી એક પ્રશ્ન પૂછ્યો. એટલે બચ્ચને શુદ્ધ હિન્દીમાં કહ્યું: એ સમયે હું રાજનીતિમાં હતો. એટલે હતો કે નેહરુ પરિવારથી મારો સબંધ હતો. અને રાજકારણમાં આવવાનો મારો એક ભાવનાત્મક નિર્યણ હતો. બોફોર્સ કાંડ પ્રચલિત થયો અને હું તથા મારો પરિવાર એમાં સંડોવાયેલા છીએ, એવો આરોપ આખા દેશમાં લાગી રહ્યો હતો. એ જે પણ હતું, હું રાજનીતિમાં આવ્યો અને ઈલેકશન જીત્યો, પછી મને ખબર પડી કે રાજનીતિ અને ભાવનાનો કોઈ પણ તાલમેલ નથી! રાજનીતિ એક અલગ ખેલ છે, અને એ ખેલમાં મારું કામ નથી. એટલે બોફોર્સ કાંડ વખતે, એનાથી લડવા હું મિત્રોને મળ્યો. એમાંના એક મારા મિત્ર ધીરુભાઈ. એમણે મને કહ્યું કે: આ જે બહાર થઇ રહ્યું છે, એ ફક્ત એક રાજનીતિક મુદ્દો છે. અને જો સચ્ચાઈ તારા હાથમાં હોય તો ...

અમિતાભ બચ્ચન અને મનજીભાઈ પેઈન્ટર

Image
મળીએ અમદાવાદી ‘પેઇન્ટિંગ કિંગ’ તરીકે જાણીતાં મનજીભાઈ રામાણીને જે આજે કેટલાંયે લોકોના પ્રેરણાસ્ત્રોત બની ગયા છે!  ઇશ્વરે પૃથ્વી પર જન્મ આપેલા તમામ જીવોને એકસરખા નથી બનાવ્યા. કોઇ વ્યક્તિમાં વિશેષ કલા હોય છે તો કોઈને કંઇક અલગ રીતે જ કાર્યક્ષમ બનાવે છે પરંતુ તે બધામાંથી જે પરિશ્રમ કરે છે તે જ દુનિયામાં સૌથી આગળ આવે છે. જિંદગીમાં ફક્ત જીવવાનું મહત્વ નથી, મહત્વ છે સ્પર્ધા કરવાનું, મહામુશ્કેલીઓ સામે જુસ્સો ટકાવી રાખવાનું. સામાન્ય માનવી ધારે તો દુનિયાનું કોઇ પણ કાર્ય કરી શકે પરંતુ જ્યારે વાત આવે છે વિકલાંગ માનવીની તો તેણે સૌથી પહેલા તો પોતાની વિકલાંગતા સાથે લડવાનું હોય છે ત્યાર બાદ તે કાર્ય સાથે. સામાન્ય માનવી સાથે વિકલાંગ માનવી સ્પર્ધા કરવા સક્ષમ છે તે વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. જોકે હવે તો સમય એવો છે કે વિકલાંગ વ્યક્તિ પણ પોતાની કલાશક્તિની મદદથી સમાજમાં પોતાનું આગવું સ્થાન નિશ્ચિત કરી રહી છે. આવું જ એક ઉદાહરણ છે અમદાવાદના મનજીભાઇ રામાણી. અમદાવાદના અખબારનગર વિસ્તારમાં રહેતા મનજીભાઇ રામાણી ભલભલા ચિત્રકારને પણ ઢાંકી દે તેવા પેઇન્ટિંગ્સ બનાવે છે પરંતુ તે હાથથી નહીં, મોંઢાંથી પેઇન્ટ...