Posts

ઉછેર

Image
‘ અભાવ – અછત’ની વચ્ચે ઉછરેલા અને ‘પુષ્કળ’ની વચ્ચે ઉછરેલા બાળકોની સફળતાની ભૂખમાં આસમાન-જમીનનું અંતર હોય છે. તમને આ કોલમમાં વાર્તા કહ્યે ઘણો સમય થઇ ગયો, ચાલો આજે એક વાર્તા કહું. નરેશ અને પરેશ, બે મિત્રોએ બાજુબાજુમાં બંગલા લીધા. બંનેએ નક્કી કર્યું કે તેમની વચ્ચે દિવાલ કરવાને બદલે પોતપોતાની બાજુ ક્યારો બનાવીને અમુક છોડ વાવશે અને છોડની બે લાઈન દિવાલની ગરજ સારશે. જેથી, સીમા પણ રહેશે અને ખુલ્લાપણાનો અહેસાસ પણ થશે. બંનેએ પોતપોતાની બાજુ એક સરખા છોડવા રોપ્યા અને તેની સંભાળ લેવા માંડ્યા. નરેશ ટેક્નોલોજીનો માણસ એટલે નેટ ઉપર ખણખોદ કરીને ઉત્તમ પ્રકારનું ખાતર મંગાવ્યું, પુષ્કળ પાણી મળી રહે એવી વ્યવસ્થા કરી અને સવાર-સાંજ તેની માવજત કરવા માંડી. બીજી બાજુ, રોજિંદી ભાગદોડમાં પરેશ એટલો સમય ના ફાળવી શક્યો, ખાતર પણ માપનું અને પાણી સવારે આપી શકે તો ક્યારે સાંજે. થોડા જ સમયમાં નરેશના છોડ મોટા અને લીલાછમ થઇ ગયા અને પરેશના છોડ પ્રમાણમાં નાના અને આછા રહ્યા. એક રાત્રે એવું બન્યું કે જોરદાર વંટોળિયા સાથે વરસાદ આવ્યો અને બંનેએ સવારે ઉઠીને જોયું તો નરેશના મોટાભાગના છોડ મૂળિયાં સહીત ઉખડી ગયા હતા, જયા...

ભાઈ―બહેન

Image
ભાઈ-બહેનની જોડી ભાઈ અને બહેનની જોડી એટલે હલેસાં અને હોડીની જોડી. બંને એકબીજા વગર નકામા. પણ બંને જો મળી જાય તો દરિયા પાર થઈ જાય.  ભાઈ-બહેન એટલે રાઈ-જીરાનું કોમ્બીનેશન. વઘાર કરતી વખતે  રાઈ-જીરુ જ્યારે તેલમાં નાખીએ ત્યારે તતડતા હોય. વધારે નજીક જાવ તો તમને પણ દજાડે.  એમ ભાઈ―બહેન બંને એકબીજા સાથે રમશે, ઝઘડશે, તતડશે. એકબીજામાં એવા ગુલતાન હશે કે બહારનું કોઈ એમની નજીક જાય તો એને એકાદ ચમકાવી  પણ દેશે. પણ એક વાત સાચી કે જેમ રાઈ-જીરા વગર દાળ-શાકનો સ્વાદ ન આવે એમ કુટુંબમાં પણ ભાઈ-બહેન વગર મજા ન આવે.  ભાઈ એટલે લીમડી. નાનપણમાં બહેનને ભાઈના વેણ કદાચ લીમડી જેવા કડવા લાગે. હંમેશા કહે કે 'મને અહીં નથી જવા દેતા', 'મને પેલા સાથે નથી રમવા દેતા, 'મને આ કપડાં નથી પહેરવાં દેતા' વગેરે. પણ જ્યારે સમય જાય અને પાકટ થાય ત્યારે એ જ લીમડી મધ જેવી મીઠી થઈ જાય છે.  બહેન  છે એ પીપળી છે. એના નાનપણના મૂળ ખૂબ ઊંડે સુધી હોય અને મોટા થાય ત્યારે પણ તેનું થડ ઘટાદાર બની જાય છે. આવા વૃક્ષની છાંયડી કેટલી શીતળ હોય? આ લીમડી-પીપળીને લીધે જ આપણું એક ખૂબ જૂનું અને ...

આજની શિક્ષણ પ્રણાલી પર ફરી વિચાર કરતા કરી દે તેવો લેખ

Image
અત્યારે આખા દેશમાં સૌથી દયનીય હાલત હોય તો અહીંના શિક્ષણની અને બાળકોની છે. એમાં પણ બાળકોને તો એ હદે ટ્રેઈનીંગ આપવામાં આવી રહી છે કે હું ભગવાનને માનતાઓ માનીશ કે આ બાળકો જ મોટા થઈને એમના માબાપોને એકલા મૂકી દે. આ ભણેલી-ગણેલી-સોફીસ્ટીકેટેડ મમ્મી-પપ્પાઓની એવી ભયંકર પેઢી ઉભી થઇ છે જે એમના બાળકોને એવી તે રેટ-રેસમાં મૂકીને એમના પરફોર્મન્સ અને ટકાવારી ઉપર પ્રાઉડ લઇ રહી છે! શર્માજીના બેટાઓની લાઈનો લાગી છે, અને વાંક એમાં શર્માજીનો છે. દરેક મા-બાપ ચારેતરફ પોતાના એકના એક કબૂતરને એક્સ્ટ્રા-શિક્ષણની તકલાદી પાંખો ચડાવીને સફળતાના આકાશમાં ફંગોળી રહ્યા છે અને એમને એમ છે કે અમારો બેટો કે બેટી તો કેટલો ટેલેન્ટેડ છે, ઉડે છે! તબલો ટેલેન્ટેડ. મૂરખ પ્રજા સાવ…ગમે એટલું સમજાવો આ માબાપ નામની ફ્લોપ જીંદગીઓને, પરંતુ પોતાના સમજી-વિચારીને પેદા કરેલા બાળકને મોંઘીદાટ પણ વાહિયાત સ્કૂલમાં સાત-સાત કલાક ભણવા ઉપર ભાર દેશે, વળી બાળક ઘરે આવે એટલે પરાણે ખવડાવશે, સુવાડશે, અને ઉઠે એટલે સીધો ટ્યુશન ભેગો! આતે કેવી જિંદગી આપો છો એને? ટ્યુશનથી આવે એટલે અડધો-એક કલાક અમુક ‘સ્પેસીફીક, સેઈફ, અને ચોખ્ખા’ એરિયામાં ...

સાત વારોના ક્રમનું રહસ્ય ― ભારતની વિશ્વને દેન

Image
ચિત્ર: ડો. કાર્તિક શાહ " રવિવાર પછી સોમવાર ને પછી મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ એમ જ કેમ આવે?? આનું પ્રમાણ કોઈ અંગ્રેજી સાહિત્ય કે કહેવાતા સાયન્ટિસ્ટ આપી શક્યા છે આજ દિન સુધી???  આવો પ્રશ્ન કદી તમને થયો છે? આ રહ્યો જવાબ: સાત વારોની ગણતરી માટે જે પદ્ધતિ ભારતીય વેદોમાં અને શાસ્ત્રોમાં નિર્ધારિત કરવામાં આવી છે તેને સંસારના સર્વ દેશો શરૂઆતથી માન્યતા આપતા આવ્યા છે. તે ક્રમમાં પરિવર્તન કરવાની ક્ષમતા આજ સુધી કોઈ પણ વિજ્ઞાને પ્રાપ્ત નથી કરી!! દરેક વર્ષને ઉત્તરાયણ અને દક્ષિણાયન એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે.પ્રત્યેક વારને પણ બે ભાગમાં વિભાજીત કરેલ છે. દિવસ અને રાત્રી. જે વારનો દિવસ હોય એ જ વારની રાત્રી ગણવામાં આવે છે! ભારતમાં સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીનો દિવસ માનવામાં આવે છે પણ ખબર નહીં કેમ વિદેશોમાં ને પશ્ચિમના દેશોમાં દિવસ/વાર રાત્રીના 12 વાગ્યે જ બદલી નાખવામાં આવે છે!! અહીં એક hippocracy રજૂ કરું છું: " અમુક સમયમાં પૃથ્વી પોતાની ધરી પર કેટલી વાર ફરી એ જાણવું હોય તો પૃથ્વી પરના કોઈ એક સ્થાનને આદર્શ કે માન્યતા દેવી પડે અને એને સમીક્ષક પોઇન્ટ તરીકે મ...

ભારતીય શાસ્ત્રોની મૂડી

Image
સર આઇઝેક ન્યુટને ગુરુત્વાકર્ષણનો નિયમ, આઘાત પ્રત્યાઘાતના નિયમો શોધ્યા...એ શું સાચું છે? વિવાદિત પ્રશ્ન છે પણ એનો જવાબ ન્યુટન એટલે કે ઇસવીસન 1640-1700ના સમયગાળાથી સેંકડો (હા સેંકડો!!) વર્ષો પહેલા ભારતીય શાસ્ત્રોમાં મોજુદ છે! શું પહેલા સફરજન ઝાડ પરથી નીચે નહોતું પડતું?? એટલે ન્યુટન ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતનો આવિષ્કારક હતો એ અંગ્રેજોએ ફેલાવેલી ભ્રમજાળ માત્ર જ છે!! ન્યુટનથી ખૂબ અગાઉ આ સિદ્ધાંત ભારતીય શાસ્ત્રોમાં સૂર્ય સિદ્ધાંત તરીકે જોવા મળે છે. સૂર્ય સિદ્ધાંત અપૌરુષેય માનવામાં આવે છે અને તેમ માનવામાં ન પણ આવે તો પણ તેની હયાતી ઈસુના સેંકડો વર્ષો પહેલા હોવાના પ્રમાણ છે !! જેમાં ગ્રહ ગણિત, સૂર્ય-ચંદ્રગ્રહણો, શ્રુંગોન્નતી, વેધ, ગ્રહયુદ્ધ, પૃથ્વી નો આકર્ષણ વિકર્ષણ સિદ્ધાંત, ગ્રહોનો આકર્ષણ વિકર્ષણ સિદ્ધાંત વિગેરે ખૂબ સુત્રાત્મક રીતે નિરૂપણ પામ્યા છે! આ સિદ્ધાંતોની રચના પછી આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય તેમ જ બ્રહ્મગુપ્ત અને વરાહમિહિર દ્વારા પૃથ્વીના આકર્ષણ સિદ્ધાંત ને પરિષકૃત કરવામાં આવ્યો. ન્યુટન આ બધાજ ગ્રંથોને ખૂબ જ રસથી ઉંડાણપૂર્વક વાંચતો અને રાત-દિવસ અધ્યયન કરતો. તે ભારતીય જ્યોતિ...

સચિન તેંડુલકર

Image
સચિન તેન્ડુલકર ના જીવનનો એક યાદગાર પ્રસંગ 5મી ઓકટોબર 2007નો એ દિવસ હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ કિકેટ સ્ટેડીયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એકદિવસીય ક્રિકેટ મેચ ચાલી રહી હતી.   ઓસ્ટ્રેલીયાએ પોતાના પ્રથમ દાવમાં 290 રન કર્યા હતા.  ભારતીય ટીમ પોતાના જીતના લક્ષ્યાંકને પહોંચવા મથામણ કરી રહી હતી અને જેના પર જીતનો આધાર હતો એવા સચિન તેંડુલકરને 43 રનમા ક્લીન બોલ્ડ કરીને બ્રેડ હોગે સચિનની વિકેટ લીધી.  ભારતીય ટીમ 47.4 ઓવરમાં માત્ર 243 રન કરીને ઓલ આઉટ થઇ ગઇ અને ભારત એ મેચ હારી ગયુ. બ્રેડ હોગ પોતાની આ સફળતાથી ખુબ ખુશ હતો. જ્યારે મેચ પુરી થઇ ત્યારે બ્રેડ હોગ સચિન તેંડુલકર પાસે ગયો અને જે બોલથી વિકેટ લીધી હતી તે બોલ સચિનના હાથમાં આપીને બોલ પર ઓટોગ્રાફ આપવા માટે વિનંતી કરી.  સચિને આ સમયે પોતાની મહાનતાનો પરિચય આપ્યો. ગુસ્સે થયા વગર બહુ પ્રેમથી બોલ પોતાના હાથમાં લીધો. સચિને આ બોલ પર પોતાના ઓટોગ્રાફ આપ્યા અને એક વાક્ય લખ્યુ " This will never happen again Hoggy " ( હોગી ભવિષ્યમાં હવે આવું ક્યારેય નહી બને) ઓસ્ટ્રેલિયન બોલર બ્રેડ હોગીએ ત...

વ્યક્તિ વાંચે છે શા માટે ?

કોઈ પણ વ્યક્તિ વાંચે છે શા માટે ? મોટા ભાગની વ્યક્તિઓ ‘સમય પસાર કરવા ખાતર’ વાંચે છે. મોટા ભાગનાને ‘સમય કેમ કાઢવો’ (How to kill time) તે સમસ્યા છે. તેથી, બીજી કોઈ પ્રવૃત્તિ ન સૂઝે ત્યારે, વાંચે છે. કેટલાક મનોરંજન ખાતર વાંચે છે. ફિલ્મ-ટી.વી.-ફરવું… જેવાં અન્ય મનોરંજનનાં માધ્યમો જેવું જ વાચન પણ એક માધ્યમ છે. મહત્તમ લોકો આ બે કક્ષાના વાચકોમાં આવે છે. તેમને વાચનમાં ‘સમજવા’ની ચિંતા નથી હોતી. વાંચે બધું છે, પણ ક્યાંય ન સમજાય તો તે છોડી આગળ વધે છે. પુસ્તક ‘પૂરું’ કરી નાખે છે ! બસ ! વાત પૂરી. થોડા લોકો ‘જીવનને સમજવા’ના પ્રયાસમાં વાંચે છે. તેમને જીવનનાં વિવિધ પાસાંઓ બાબતે જાણવાની, તેની માહિતી મેળવવાની, બને તો તેમાંથી જ્ઞાન મેળવવાની, ઈચ્છા હોય છે. એટલે, તેઓ ‘માત્ર’ વાંચતા નથી, ‘સમજવાનો’ પણ પ્રયાસ કરે છે. દરેક વિષયમાં, તેની સંકલ્પનામાં ઊંડા ઊતરે છે અને તલસ્પર્શી જ્ઞાન અને માહિતી મેળવે છે. આ લોકોને પણ મનોરંજન તો મળે જ છે, સાથે બુદ્ધિરંજન પણ મળે છે. તેમની બુદ્ધિ વિશાળ બને છે. પણ ઘણા જ ઓછા લોકો તો જીવનને સમજવા જ નહીં, ‘જીવનને જીવવા’ માટે માર્ગદર્શન મેળવવા વાંચે છે. તેમને સમય પસાર નથી કરવો. સ...