મિ. પાન નલિન
કપ-રકાબી સાફ કરનાર આ કાઠિયાવાડી છોકરો બન્યો વૈશ્વિક હસ્તી અમરેલી જીલ્લામાં આવેલું ખીજડીયા જંકશન નામનું સાવ નાનું એવું ગામ. આ ગામના જંકશન પર રેલ્વેનું ક્રોસીંગ થતુ હતું આથી રેલ્વેમાં મુસાફરી કરતા લોકો સિવાય બહુ ઓછા આ ગામને ઓળખતા હશે. અમરેલીમાં શિક્ષક તરીકે નોકરી કરતા બે મિત્રો શિવરાત્રીનો મેળો કરવા માટે રેલ્વેમાં જુનાગઢ જઇ રહ્યા હતા. અમરેલીથી જુનાગઢ જતા વચ્ચે આ ખીજડીયા જંકશન આવે. અહીં રેલ્વેનું ક્રોસીંગ હોવાથી લગભગ અડધો કલાક ટ્રેન ઉભી રહે. બંને શિક્ષકો પ્લેટફોર્મ પર ચા પીવા માટે એક લારી પર ગયા. ચાની લારી પર 12 વર્ષનો એક છોકરો કપ રકાબી સાફ કરી રહ્યો હતો. શિક્ષકે ચાની લારી વાળાને આ છોકરા વિષે પુછ્યુ એટલે એમણે કહ્યુ , ” સાહેબ, મારો જ દિકરો છે પણ એને ભણવાનું નથી ગમતુ એટલે અહીંયા મને મદદ કરે છે.” ચા પીધા પછી આ શિક્ષકે છોકરાને બોલાવીને પુછ્યુ , ” બેટા , તને ભણવાનું નથી ગમતુ તો પછી શું ગમે છે ?” છોકરાએ કહ્યુ , “સાહેબ , મને ચિત્રો દોરવા ખુબ ગમે. જુઓ મારા દોરેલા આ ચિત્રો.” સિગારેટના ખાલી બોક્સ પર દોરેલા ચિત્રો જોઇને શિક્ષકો દંગ રહી ગયા. એમણે ચાની લારી વાળા ભાઇને કહ્યુ , ” આ છોક...